જહાંગીર/સલીમ: જલાલુદ્દીન મોહમ્મદ અકબર બાદ મુઘલ સામ્રાજ્ય તેના દીકરા જહાંગીર જેને ઇતિહાસ સલીમ ના નામે ઓળખે છે. તેણે આગળ સામ્રાજ્ય ચલાવ્યું. સલીમ પણ તેના પિતાની જેમ સુલેહ કુળ ની નીતિને પ્રોત્સાહન આપતો હતો. તેના સમયમાં પણ રાજધાની આગ્રા હતી. સલીમ ન ઇતિહાસ અનારકલી ના નામ સાથે જોડીને અમર પ્રેમીઓ નું સંબોધન પણ કરેલું છે. અનારકલી નો મકબરો લાહોરમાં આવેલો છે. જહાંગીર ની ઈચ્છા હતી તે જીવતા તો મેં મારા પ્રેમને હસીલ ન કર્યું પરંતુ મર્યા બાદ તેની બાજુ ના સ્થાન પર મને દફનાવવામાં આવે એવી જહાંગીરની ઈચ્છા હતી. જાગીરે બે સંપ્રદાયની સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા હતા એક હિન્દુ અને એક મુસલમાન. હિન્દુ પત્નીનું નામ જોધા બાઈ અને મુસ્લિમ પત્નીનું નામ મહેરુ નિસ્સા હતું. જે એ ટીમ ઉદ દૌલા અને આસમત બેગમ ની પુત્રી હતી. તેની પાછળની પણ એક સ્ટોરી છે કે મહેરુ નિસ્સા નો પતિ અકબરના દરબારમાં કે સૈન્યમાં કામ કરતો હતો. તેનું મૃત્યુ થયા બાદ મહેરુ નિસ્સા પોતાના માઈકે/પિયર માં ચાલી ગઈ. ત્યાં પણ તે તેના પિતા અને માતા બંનેને મદદ કરતી તેના પરિવારને મદદ કરતી. તેની માતા અસમત બેગમ એવા સ્ત્રી હતા કે જેને ગુલાબમાંથી અત્તર બનાવવાની પદ્ધતિ આપી હતી. અને મહેરુ નિસ્સા સાથે લગ્ન કરી જહાંગીર ના જીવનમાં નૂર આવ્યું એટલે કે જાંગીરનું જીવન સારી રીતે પસાર થવા લાગ્યું. તેથી મહેરુ નિસ્સા ને નૂરજહાં તરીકે પણ ઓળખવામાં આવે છે. બાદશાહ જહાંગીરને ક્ષય નો રોગ હતો. તે સમય દરમિયાન જહાંગીર અમદાવાદ આવેલો હતો. તેણે અમદાવાદને ગર્દાબાદ એટલે ધુળીયુ શહેર એવું નામ આપ્યું હતું.
જહાંગીરના સમકાલીન: જહાંગીરના સમકાલીન અમદાવાદના વતની અક્ષય દાસ સોની એટલે કે સુપ્રસિદ્ધ સાહિત્યકાર આખો હતા. તેમણે છપ્પાની રચના કરી હતી. તે અદ્વૈતવાદી અને નિર્ગુણી પરંપરા માં માનનાર કવિ હતા. ઇતના સાહિત્ય માં અખે ગીતા/કૈવલ્ય ગીતા, અનુભવ બિંદુ, છપ્પાવગેરેનો સમાવેશ થાય છે. મિત્રો આખો એવું માનતો હતો કે જીવનનો સૌથી શ્રેષ્ઠ ગુરુ અનુભવ છે. માણસ ગમે તે ગુરુ પાસે જાય પરંતુ જો તેને અનુભવ નહીં હોય કે અનુભવ દ્વારા મેળવેલ જ્ઞાન નહીં હોય તો એ માણસ આ દુનિયામાં કશું જ નથી. અનુભવે શ્રેષ્ઠ ગુરુ છે અને સમાજ એ એક શ્રેષ્ઠ શિલ્પી છે. સમાજ એ ટાંકણીઓ મારી મારીને આપણું ઘડતર કરે છે. આપણી મૂર્તિને કંડારે છે અને જે માણસ ટાંકણીઓ ના ઘા જીલી શકે છે અથવા જીલી ગયો હોય તે માણસનો ઉદ્ધાર થાય છે. તેમના સાહિત્યમાં છપ્પા એટલે સમાજ ઉપર કરેલી ટીકા કહેવાય જે બે થી ચાર લાઈનના હોય છે. અત્યંત ટૂંકી રચના કહેવાય.
૧. ભાષાને શું વળગે ભૂર રણમાં જીતે તે શૂર....
૨. એક મુરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ....
૩. તિલક કરતા ત્રેપન વહ્યા, જપમાળા ના નાકા ગયા....
આવા અઢળક છપ્પા લખેલા છે. આખા એ તેના જીવનમાં થયેલા અનુભવો ઉપર પણ થોડા ઘણા છપાવો લખેલા એક અનુભવ એવો છે કે તેની બહેન ને આખો સોનાનો ચેન આપે છે ત્યારે તેની બહેન તેના પાડોશીમાં રહેતા લીલાવતી માસી ને કહે છે કે મારા ભાઈએ મને સોનાનો ચેન આપ્યો. ત્યારે લીલાવતી માસી કહે છે કે "તારો ભાઈ તને સોનાનો ચેન આપે એવું બની જ ન શકે કારણકે તેના જ ઠેકાણા હોતા નથી મને તો લાગે છે કે તારા ભાઈએ ચેન ઉપર સોનાનું કવર ચડાવીને તને આપ્યો લાગે છે. એક વખત તારા પતિને પૂછી લેજો તારો ભાઈ તને ચેન આપે ખરો." આવી વાત થાય છે ત્યાં અખાની બહેન તેના પતિને કહે છે કે મારા ભાઈએ સોનાનો ચેન આપ્યો છે . અને લીલા વતી માસી કહે છે કે મને લાગે છે કે આ ખોટું છે તેથી તમે સોનીના ત્યાં જઈને જોવડાવી આવો. પતી જાય છે સોની પાસે અને ઓગાળી ને પછી ખસીને સોની જોવે છે. પરંતુ તે તેને પહેલા જેવું આકાર આપી શકતો નથી અને આખા ની એક કળા હતી કે તે જે વસ્તુ બનાવે એને કંઈ પણ થાય એ વસ્તુને તો એ વસ્તુ અખો જ ઠીક કરી શકે બીજું કોઈ નહીં. તો બહેન તો ચેન લઈને અખા પાસે ગયા ત્યાં કીધું કે ભાઈ મારા છોકરાએ રમતમાં રમતમાં ચેન ખેંચ્યો તો તૂટી ગયો પરંતુ અખાને ખબર પડી ગઈ કે મારી બહેને ચેન બીજા સોની પાસે જોવડાવેલો છે. ક્યારે આખા એની બહેનને કીધું કે બહેન આજ પછી હું કોઈ દિવસ તને સોનાની બનેલી વસ્તુ નહીં આપુ કારણ કે તને મારા ઉપર વિશ્વાસ નથી. આવી રીતના સમાજના અનુભવોને કારણે અખા એ અંતે કલમ /પેન ને તેની તાકાત બનાવી અને છપ્પાઓની રચના કરી.