Rup Lalana - 2.3 in Gujarati Women Focused by Bhumika Gadhvi books and stories PDF | રૂપ લલના - 2.3

Featured Books
Categories
Share

રૂપ લલના - 2.3

       યુવતીએ પેલા માણસને એકજ ધક્કામાં પોતાનાથી દૂર કરી દીધો. પેલા વ્યક્તિનો અહંકાર જાણે ચુર ચુર થઈ ગયો. એને પારાવાર ગુસ્સો આવ્યો, એની આંખમાં લોહી ધસી આવ્યું. એણે એકદમ ફરીથી યુવતી પર હુમલો કરવાની ચેષ્ઠા કરી ત્યાંજ યુવતીએ એની કમરમાં ખોસેલો મોબાઇલ કાઢતા પેલા યુવાન ને ચીમકી આપી, રુક તેરે કો બહોત ચરબી હૈ ના અભી તેરી સારી ચરબી ઉતારતી હૈ મેં.  અભી કે અભી પુલિસવાલે કો બતાતી હૈ મેં કે તું હલકટ ઇધર હૈ. આટલું સાંભળતા જ પેલા વ્યક્તિના પગ રોકાઈ ગયા.


       અબે ઓયે પોલીસની ધમકી કોને બતાવે છે? તુજે, ધમકી નહીં દે રહી મેં સચ કરકે દિખાતી હૈ તું રૂક. હા લગાવ ફોન પોલીસને એતો નવરા બેઠા છે ને તારા જેવી બે ટકાની ધંધાવાળી ના એક ફોન ઉપર દોડી આવશે. પેલા વ્યક્તિના શબ્દોમાં બિલકુલ આત્મવિશ્વાસ નોતો બસ એ સામે વાળી યુવતીના ઇરાદાને જાણે કમજોર કરવા માંગતો હતો. પણ એનો આ દાવ લગભગ સીધો પડે એમ ન હતો.


       તું બસ થોડી દેર રુકજા ફિર દેખ તેરા નામ લેતે હિ પુલિસ ઇધર કેસે દોડ કે આતી હૈ. રોજ આતિ હૈ બસ્તી મેં તુજે ઢૂંઢને કો આજ ઉન બિચારો કા ભી ઈંતજાર ખતમ કર હીં દેતી હૈ મેં. આટલું કહેતા કહેતા યુવતી પોતાના ફોનમાં નંબર ડાયલ કરવા જતી હતી ત્યાંજ પેલા વ્યક્તિએ ઝડપથી આગળ આવીને પેલી યુવતીના હાથ માંથી ફોન ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો પણ ફોન પર યુવતીના હાથની પક્કડ મજબૂત હતી એટલે આસાનીથી એમ થઈ ન શક્યું. બંનેની વચ્ચે ખેંચ તાણ થવા લાગી.  


       થોડી વાર પછી પેલા વ્યક્તિએ હાર માની અને પાછા ડગલા માંડતા બોલ્યો, આજ તો અહીં થી જાવ છું પણ બહુ જલદી હું મારા આ અપમાનનો બદલો લઈશ તને છોડીશ નહીં. પેલા વ્યક્તિ ને એક પુરુષ તરીકે એની નજરમાં લાગતી એક મામુલી ધંધાવાળી સ્ત્રીએ કરેલી એની અવહેલના પચી નોતી સકતી. એ ફરી પોતાની મોટર બાઈક ઉપર સવાર થયો અને જતાં જતાં ફરીથી એક વાર પેલી યુવતી તરફ ખુન્નસથી તાકી રહ્યો.


       ચલ હલકટ નિકલ લે ઇધર સે, તેરી માં કે બહોત સે અહેસાન હૈ મુજ પર આજ ઇસકે નાતે તેરે કો મૈં છોડ રહી હૈ. યુવતીએ પણ વળતો જવાબ આપ્યો. પેલા વ્યક્તિનું મોઢું અપમાનથી જાણે કાળું થઈ ગયું હતું, એણે મોટર બાઈકને કીક મારી અને એક પણ સેકંડ રાહ જોયા વગર ત્યાંથી ચાલતો થયો.


       અહીં આટલું બધું રમખાણ થઈ ગયું ને ત્યાંજ થોડી જ દૂર પર બીજા એક લાઈટના થાંભલા નીચે એક યુવાન મોં નીચું કરીને બેઠો હતો. એ જાણે પોતાની જ કોઈ અલગ વિચારોની દુનિયામાં વ્યસ્ત હતો. એને આ બધાથી કોઈ જ લેવા દેવા ન હતા. એક લાઇટ ના થાંભલાથી બીજા થાંભલા નું અંતર કઈ વધારે ન હતું. પેલી વ્યક્તિ અને યુવતીના ઝઘડાનો અવાજ ત્યાં સ્પષ્ટ પણે પહોંચે જ પણ, પેલા  યુવાને એક પણ વાર મોં ઊંચું કરીને તે તરફ નજર પણ ન કરી.  જાણે કે એના કાન સુધી કશુ પહોંચ્યું જ નથી.


       સાલે કુત્તે ને દિમાગ ખરાબ કર દિયા. એક તો આજ ધંધા નહીં હૈ એક ભી કસ્ટમર મીલા નહીં હૈ ઇતની દેર સે ખડી હું ફિર ભી, ઓર ઉપરસે યે રાક્ષસ પતા નહીં કહાં સે આ ગયા. ઝપાઝપીમાં યુવતીની સાડી અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી એને સરખી કરતા એને પોતાની ભડાસ ને ગણગણી ને બહાર કાઢી. પોતાના હાથથી એણે પોતાના વીંખાઈ ગયેલા વાળ પણ સરખા કર્યા. બધુજ ફરીથી પહેલા જેવું વ્યવસ્થિત કરી એણે પોતાના ખભા ઉપર લટકતા એક નાનકડા પર્સ ને ઉતારી અંદર આમ તેમ કંઈક શોધવાનો પ્રયાસ કર્યો, પણ એ જે શોધી રહી છે તે અંદર નથી એવું સ્પષ્ટ એના મોઢાના હાવભાવ થી ખબર પડી જાય છે.


       યુવતીએ કંટાળો કરતા ફટાક થી પર્સની ચેન બંધ કરી અને ગુસ્સાથી બબડી, સાલા યે એક ઓર પંગા....આજકા દિન હી બેકાર હૈ, એક પેસે કા ધંધા નહીં ઉપર સે ઉસ રાક્ષસ સે હાથાપાઈ ઓર અબ સાલા સિગરેટ ભી લાના ભૂલ ગઈ. હદ હૈ મતલબ મેં કૈસે સિગરેટ લાના ભૂલ સકતી હૈ. એણે કંટાળા અને ગુસ્સા સાથે આસપાસ નજર કરી, તો તેની નજર થોડે જ દૂર બીજા લાઈટના થાંભલા નીચે ઝીણાં ઝીણાં ઘાસમાં જમીન પર બેઠેલા એક યુવાન પર પડી. આસપાસ ફૂલછોડ હતા એની ડાળીઓ વચ્ચેથી પેલા યુવકનો ધૂંધળો ચહેરો જોઈને એના મનમાં જાણે એક આશાનું કિરણ જાગ્યું. 


                                  ક્રમશઃ....................