hi keplar part 6 in Gujarati Fiction Stories by BHIMANI AKSHIT books and stories PDF | હાઈ કેપ્લર - ભાગ - 6

Featured Books
Categories
Share

હાઈ કેપ્લર - ભાગ - 6

હાઈ કેપ્લર-૬

                                                   

       ‌‌                          પ્રતિક્ષા...

       

               હું પેલા રાજકુમારીએ આપેલા યંત્રને હાથમાં લઈને બેઠો હતો. ભાવિક તે જોઈ ગયો. તેણે તે લેવા માટે હાથ લંબાવ્યો અને પૂછવા લાગ્યો કે મને આ ક્યાંથી મળ્યું. મેં એ વાત ટાળતા કહ્યું "તારે શું કામ છે ?  અહીં પડ્યું હતું. તેમાં કંઈ નથી" તેણે તે લેવા માટે જીદ કરી પણ મેં તેને આપ્યું નહીં. આથી તે વેદ પાસે જવા લાગ્યો પણ  મેં તેને અટકાવતા કહ્યું "‌‌ જોઈ લે... પણ કોઈને કહેતો નહીં "

               " શું નથી કેવાનું?" એકાએક વેદ ત્યાં આવી પહોંચ્યો. તેણે પેલું યંત્ર ભાવિક ના હાથમાંથી પોતાના હાથમાં લઈ લીધું અને મને જોઇને બોલ્યો, "તને આ યંત્ર ક્યાંથી મળ્યું? અમન.."

            "બસ આમ જ રૂમમાં પડ્યું હતું" મેં કહ્યું. તે મારી સામે તાકીને જોઇ રહ્યો અને બોલ્યો,  "હશે ભાઈ... હશે.." અને યંત્ર મારા હાથમાં મૂકી દીધું અને ભાવિકોને પણ તે લેવા ના પડી મને વેદનું વર્તન થોડું અજીબ લાગ્યું.

                       તેને બધી વાત કરવી કે નહીં તે સમજાતું ન હતું. હું અને રાજકુમારી પછી પણ ઘણીવાર એકાંતમાં મળ્યા હતા. હું તેની સાથે કલાકો સુધી વાતો કરતો‌. અમે એકબીજાના વિચારોની આપ-લે કરતાં અને પોતાના ગ્રહના જ્ઞાન-વિજ્ઞાનની જ્ઞાનની વાતો કરતા રહેતા. વાત-વાતમાં મારા કુટુંબની વાત નીકળી. હું ઘણા સમયથી મમ્મી-પપ્પાને મળ્યો ન હતો. ખબર નહિ પૃથ્વી પર શું થતું હશે? મારી મમ્મીની તો  શું હાલત થઇ હશે.... હું થોડો નમ થયો પણ આ સાંભળતા જ તે ભાવુક થઈ ગઈ હોય કેવું લાગ્યું. તેના લીલા રંગના માથા નો રંગ લાલ જેવો થવા લાગ્યો તે જોઈને તું હેબતાઈ ગયો. પછી તેણે ઉમેર્યુ કે તેની માતા તેના જન્મ સમયે જ અવસાન પામી હતી. મારી વાત સાંભળી ને તેને પણ પોતાના મમ્મીની યાદ આવી ગઈ. કેપ્લર વાસી દુઃખી થાય ત્યારે તેના શરીરનો રંગ લાલ થઈ જાય છે તેઓને આંસુ આવતા નથી કારણકે તેઓમાં આપણા જેવી લેક્રીમલ ગ્રંથીનો અભાવ હોય છે.

                 અહીંની કુટુંબ વ્યવસ્થા પણ ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવી હતી. રાજકુમારીના કહેવા પ્રમાણે અહીં માત્ર રાજ-ઘરાણા ની સ્ત્રીઓ જ કુદરતી રીતે સંતાન પ્રાપ્ત કરી શકે છે. આથી તેને વધુ સન્માન મળતું હતું. બાકીના સામાન્ય લોકોમાં તેમ કરી શકાતું નથી. તેઓમાં 'ટેસ્ટ ટ્યુબ બેબી' ની ટેકનોલોજી વર્ષોથી ચાલે છે. સામાન્ય લોકોના બધાં જ સંતાનો ને એક વિશાળ લેબોરેટરીમાં રાખવામાં આવે છે. અહીં જીનેટિક ટેક્નોલોજીનો પણ એટલો વિકાસ થઈ ગયો છે કે બાળકોને રોગ સામે રક્ષણ મેળવવાની શક્તિ તેમજ જોઈતા ઇચ્છિત લક્ષણો બાળકોમાં મેળવી શકાય છે. ખરેખર આ ખૂબ જ અદભૂત હતું. પૃથ્વી પર પણ આ પ્રયોગ શરૂ થઈ ગયા હતા આપણા વૈજ્ઞાનિકોએ પણ ઇચ્છિત લક્ષણો ધરાવતા આબેહૂબ પ્રતિકૃતિ વાળા જાનવરો બનાવ્યા હતાં. પરંતુ માનવોમાં આપ આ પરીક્ષણને માન્યતા ન હતી. તે સારું છે બાકી પરિસ્થિતિક વિકરાળ બની જાય એમ છે. મને કેપ્લરવાસીના ઔદ્યોગીકરણના લાભ કરતા અભિશાપ વધારે દેખાતા હતા. કારણકે આધુનિકીકરણની પાછળ ગાન્ડા થવાથી તેઓએ પોતાના ગ્રહને બરબાદી ની નજીક પહોંચાડી દીધો હતો. આના કરતા આપણી પૃથ્વી સો ગણી સારી.

                       હું બહારની તરફ જોતા આ બધું વિચારી રહ્યો હતો ત્યાં વેદ મારી પાસે આવ્યો. મને કહ્યું, "સાચું કહી દે તને આ યંત્ર ક્યાંથી મળ્યું" આ સાંભળીને હું ચોંકી ગયો. મેં કહ્યું "કંઈ નહિ ઓરડામાં જ....." હું કઈ બોલવા જાવ તે પહેલા જ તે બોલ્યો, " આ યંત્ર ઓરડામાં તો નહોતું તે મને ખબર છે. આ કોઈ વિશિષ્ટ યંત્ર છે." હવે મને લાગ્યું કે મારે તેને બધી વાત બતાવી દેવી જોઈએ. તેથી હું રાજકુમારીને પહેલીવાર મળ્યો હતો ત્યારથી આજ સુધીની બધી વાત વિસ્તારથી કહી. વાત સાંભળીને વેદ ગુસ્સે થતા બોલ્યો, " આ બધું મને ક્યારે કહેવાનો હતો તું...." તેને શાંત કરતા હું બોલ્યો, " આ બધું તને પહેલા જ કહેવાનો હતો પણ શું કહું? કેમ કહું? તે સમજાતું ન હતું એટલે..." આ વખતે પણ વેદે વચ્ચે અટકાવ્યો અને આગળથી કોઈપણ નાની વાત ન છુપાવવા કહ્યું. તેના મંતવ્ય મુજબ આમાં રાજકુમારીની કોઈ ચાલ પણ હોઈ શકે છે. એકવાર વેદે મને ગેલેરી માંથી બહાર જતાં જોઈ લીધો હતો પણ તે કોઈ સપનું હશે. તેમ માનીને તેણે આવગણી નાખ્યું હતું પણ તે સાચું છે તેનું આજે તેને ભાન થયું.

                     હવે આગળ શું કરવું તે કંઈ સમજાતું ન હતું. કોણ સાચું કોણ ખોટું તે કહેવું પણ મુશ્કેલ હતું. આ પછી અમે ઘણી ચર્ચાઓ કરી કેમ કે અહીં આવ્યાને ઘણા દિવસો થઈ ગયા હતા. ક્યાં સુધી અહીં રાખશે તેનું પણ અમને ભાન ન હતું. અમને શું કામ લાવ્યા છે તેનો ખ્યાલ રાજકુમારીને પણ ન હતો કે તે કહેવા નથી માગતી. તે પરથી મને યાદ આવ્યું કે રાજકુમારીએ વેદને પૂછી જોવા કહ્યું હતું કે તેની પાસે કોઈ માહિતી હોવી જોઈએ કે જે કેપ્લરવાસીઓને જોતી હોય. રાજકુમારીએ પહેલા ક્યારેય કોઈ પૃથ્વીવાસીઓને અહીં આવતા જોયા નથી. કદાચ કોઈ ભૂલને લીધે અમે કેપ્લરવાસીઓનાં ભરડામાં આવી ગયા હોઈએ. આ સાંભળીને વેદે કહ્યું, " આ બધાનું કારણ પેલું મેં બનાવેલું તરંગો જીલી શકે તે યંત્ર તો નહીં હોય ને.."  આ બધા સંવાદો પછી વેદે મને કહ્યું કે હવે જ્યારે પણ તારી મુલાકાત રાજકુમારી સાથે થાય ત્યારે તું આ વાતનો જરૂરથી ઉલ્લેખ કરજે‌.           

               ઘણા દિવસો વીતી ગયા પણ ના રાજકુમારી મળવા આવી ને ના તો તેનો કોઈ સંદેશો આવ્યો. મેં આ બધી વાતો વેદને કહી તેની જાણ રાજકુમારીને થઈ ગઈ હશે? કે બીજું કંઈ કારણ હોઈ શકે પણ અમે અત્યારે એક જ વસ્તુ કરી શકીએ તેમ હતાં અને તે હતી... પ્રતિક્ષા

               _____________________________________

THANK U 4 READING THIS CHAPTER...

પણ તમને હવે લાંબી પ્રતીક્ષા નહીં કરાવું.... બધા ભાગ ટાઈમ પર આવશે...🙏

_____________________________________

જો તમે નવા વાચકમિત્ર હોય તો આગળનાં ભાગ વાંચવાનું ચૂકતા નહીં...

KEEP SUPPORTING...💪