હાઈ કેપ્લર-૭
એલેક્સી...
સમય વીતતો જતો હતો. રાજકુમારી નો કોઈ સંદેશો આવ્યો ન હતો. આ ઉપરથી તો હવે વેદ ની વાત સાચી લાગતી હતી કે તે મારી પાસેથી કોઈ માહિતી મેળવવા માંગતી હોય આથી તે કારણોસર જ મને મળી હોય. પણ તો તે પોતાના ગ્રહની વાત મને કેમ કરે અને તેની આંખો પરથી પણ તે આવું તો ન જ કરે તેમ લાગતું હતું. પણ વેદ ની વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી હતું.
ત્યારબાદ હંમેશાની જેમ અમે અમારા ઓરડામાં બેઠા હતા કે અમારી બાલ્કનીમાં એક નાનકડું યાન આવીને ઊભું રહ્યું. તેમાંથી કોઈ કેપ્લરવાસી કન્યા બહાર નીકળી. તેણીએ કંઈક અલગ પ્રકારનાં વસ્ત્રો પહેર્યા હતાં. તે રાજકુમારી તો નહોતી પણ મેં તેને પહેલા કંઇ જોઇ હોય એવું લાગતું હતું. અમે ગભરાઈ ગયાં. તે અમારી રૂમમાં દાખલ થઈ, અમે પાછળ હટ્યા. ત્યાં તે બોલી, "ગભરાવ નહીં હું એલેક્સી, રાજકુમારીની અંગરક્ષક અને ખાસ મિત્ર પણ." આ સાંભળીને અમને હાશ થઇ. પણ તે અહીં શું કરે છે તેમ મારી પહેલા વેદે તેને પૂછી નાખ્યું. ભાવિકને તો આ શું થઈ રહ્યું છે તેનો કોઈને અંદાજ જ નહોતો. ત્યારબાદ એલેક્સી એ વાત શરૂ કરી " ઘણા સમયથી રાજકુમારી દેખાઈ નથી. છેલ્લે મેં રાજકુમારીને તેના મહેલમાં જોઈ હતી. પણ એક દિવસે તે ત્યાંથી ગાયબ થઈ ગઈ. રાજકુમારીએ પહેલા પણ આમ કર્યું હતું. તેથી મેં તે ગંભીરતાથી લીધું ન હતું પણ લગભગ આઠ દિવસથી તે રાજમહેલમાં દેખાઈ જ નથી."
આ વાત સાંભળી વેદે કહ્યું આ માટે એલેક્સીને રાજા સાથે વાત કરવી જોઈએ. એલેક્સીએ નિરાશાજનક રીતે કહ્યું, " અરે રાજા સાથે વાત કરવા મેં ઘણા પ્રયત્ન કર્યા પણ તેની સાથે મારી વાત થઈ નહીં. મે ઘણા સંદેશાઓ પણ મોકલ્યા પણ કોઈ જવાબ આવ્યો નહીં. મને લાગે છે......" ગંભીર થતા બોલી ".... મને લાગે છે કે આમાં વેર્નોનનો હાથ હોવો જોઈએ." એલેક્સી બોલતી હતી ત્યાં અચાનક અમારી રૂમનો દરવાજો ખૂલ્યો અમે એકદમ ચોંકી ગયા. ત્યાંથી લેન અને રોઝ દાખલ થયાં. એલેક્સી ને જોઈને તેણે અંદરથી દરવાજો બંધ કર્યો અને પોતાની હાથમાં રહેલા યંત્રથી પેલા દરવાજાની કાચની બારી ને પણ અપારદર્શક બનાવી દીધી. અમે તો આ બધું જોતા જ રહ્યા અહીં શું ચાલે છે તેનું અમને કંઈ ભાન ન હતું. પણ એવું લાગતું હતું કે લેન-રોઝ અને એલેક્સી સાથે જ છે.
હવે એલેક્સીએ પોતાની વાત આગળ વધારી "....થોડા સમય પહેલા મને રાજકુમારી નો એક સંદેશો મળ્યો. કોઈએ તેને બંદી બનાવ્યા છે અને તેણે મદદ માટે કહ્યું છે તેમજ રાજ્યમાં કોઈને પણ આ વાતની જાણ ન કરવી તેમ તેને જણાવ્યું છે. તમને મદદ માટે પૂછ્યું છે. જો તમે મદદ કરવા માંગતા હોય તો તમને આગળનો પ્લાન બતાવીએ...."
આ સાંભળીને અમે સ્તબ્ધ થઈ ગયા. અમે કઈ રીતે મદદ કરી શકીએ અમારે ખુદને મદદની જરૂર છે, અહીંથી બહાર નીકળવા માટે; અને રાજકુમારી ને અમારી પાસેથી તો શું મદદ મળશે. અમારામાંથી કોઈ કશું બોલી ન શક્યું પછી મેં એને પૂછ્યું, " અમે કઈ રીતે મદદ કરી શકીએ અરે અમે તો..... " હું આગળ બોલું તે પહેલા તે બોલી, " તમે બીજી કોઈ ચિંતા ન કરો, તમને જોઈતું હોય તે બધું જ મળશે માત્ર તમે મદદ માટે હા કહો."
મેં વાત કરતા પહેલાં વેદ સામે જોયું. આ પરથી એ તો સાબીત થયું હતું કે આમાં રાજકુમારીનો તો કોઈ વાંક ન હતો. અમે નાહકની તેના પર શંકા કરતા હતાં. તે અમને પોતાના દોસ્ત માનતી હતી. આથી તેમની મદદ કરવી જોઈએ એવું મને લાગતું હતું. આમ પણ કેટલાય દિવસથી અમે ઓરડા માં અકળાય ગયા હતા. અહીંથી બહાર નીકળવાનું મન તો અમને પણ થતું હતું અને વેર્નૉનનું નામ સાંભળીને જ મને ચીડ ચડતી હતી. કોણ છે એ વેર્નોન? અમને શા માટે બંદી બનાવ્યા છે? એક વાર સામે મળી જાય પછી ખબર... પણ આ બધાં વિચારોનો અત્યારે સમય ન હતો. હું તો તૈયાર હતો. વેદે પણ મારી સામે જોઈ માથુ હકારમાં હલાવ્યું અને અમે મદદ કરવા તૈયાર થયા. આ સાંભળી એલેક્સી ખુશ થઈ પણ એટલામાં જ ભાવિક બોલ્યો, " અમે તમને મદદ કરીએ તો શું તમે અમને ઘરે જવામાં મદદ કરશો.." આ સાંભળીને એલેક્સી હસીને બોલી, " મને ખબર જ હતી. આ સવાલ આવશે. રાજકુમારી વતી હું તમને ખાતરી આપું છું કે અમે તમને સહી-સલામત પોતાના ગ્રહ પૃથ્વી પર મોકલી આપીશું બસ."
બસ પછી શું વાત હતી એલેક્સીએ અમને બધાંને પોતાની સાથે આવવા કહ્યું. અમે બધા તેના યાનમાં બેઠા. યાનમાં કુલ છ જણા હતા. ભાવિક, વેદ, લેન- રોઝ, એલેક્સી અને હું પોતે. હવે અમારે આગળ શું કરવું તે વિચારવાનું હતું. એલેક્સીના કહેવા પ્રમાણે રાજકુમારી ક્યાં છુપાઈ છે તે સ્થળની ચોક્કસ માહિતી હજુ અમારી પાસે ન હતી પણ અમે એલેક્સી ના અંદાજા પ્રમાણે આગળ વધતા હતા. હવે આગળ શું થવાનું છે તેની અમને ખબર ન હતી પરંતુ મામલો રોમાંચક બનતો જતો હતો....
_____________________________________
THANK U 4 READING THIS CHAPTER...
SORRY FOR LATE...🤧🤒
હવે લાંબી પ્રતીક્ષા નહીં કરાવું....( આગળના ભાગો લખાઈ ગયા છે 🤫🤫)
_____________________________________
જો તમે નવા વાચકમિત્ર હોય તો આગળનાં ભાગ વાંચવાનું ચૂકતા નહીં...
KEEP SUPPORTING...💪