A Journey of Memories - Ranjan Kumar Desai - (12) in Gujarati Biography by Ramesh Desai books and stories PDF | યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (12)

Featured Books
Categories
Share

યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (12)

                          પ્રકરણ - 12

       ઘરે પાછા ફર્યા પછી, અમે તૈયારી કરવા લાગ્યા. ભાવિકા વારંવાર એક જ પ્રશ્ન પૂછતી રહી, પણ મેં તેનો જવાબ ન આપ્યો. અમે બરાબર 9:30 વાગ્યે ઘરેથી નીકળી ગયા અને સમયસર હોલમાં પહોંચી ગયા હતા. ત્યારે  જ ભાવિકાને હકીકત ની જાણ થઈ હતી. મામલો થોડો નાજુક હતો, તેથી તેને ગુપ્ત રાખવાની જરૂર હતી. આ વાત તેણે સ્વીકારી લીધી હતી. આથી કોઈ રોષ કે અણગમો વ્યક્ત ના કરી પોતાનું શાણપણ દાખવ્યું હતું.

       સમયસર લગ્ન ઉકલી ગયા હતા. આ લગ્નમાં અમારી તરફ થી બધા સગા સંબંધી, પરિચિત દોસ્ત હર કોઈ મોજુદ હતું જયારે આરતી તરફ થી તેની બે બહેનપણી શામેલ હતી. લગ્ન સારી રીતે થઈ ગયા હતા.

        લગ્ન બાદ મારા પિતાજી એ લલિતા બહેન ને ફોન કરી સમાચાર આપ્યા હતા.

        " સંભવ અને આરતી ના લગ્ન થઈ ગયા છે. આશીર્વાદ આપવા હોય તો આર્ય સમાજ હોલ માં આવી જાઓ. "

        સાંભળતા વેંત જ લલિતા પવાર જેઠાણી પુષ્પા બહેન અને બીજા બધા સગા સંબંધીઓને બાજુ પર રાખી ઘરના ઘાટી ને લઈ હોલ માં દોડી આવ્યા હતા. જેનાથી એક વાત સાફ થતી હતી. તેઓ લગ્ન વિશે કોઈ ધમાલ કરવાના ઇરાદે જ આવ્યા હતા. તેમના પહેલાં જ વાક્યે આ વાત નો પુરાવો આપી દીધો હતો.

        તેમણે આવતા વેંત મારા પિતાજી ને ભાંડવા માંડ્યા હતા.

         " તમારા ધોળા માં ધૂળ પડે. તમારા ગાંડિયા દીકરા ના ગળે મારી દીકરી ને બાંધી દીધી. કાંઈ લાજ શરમ જેવું કાંઈ છે કે નહીં. "

         તેમના આવા વ્યવહારે મારા પિતાજી પણ મૂંઝવાઈ ગયા હતા. શું બોલવું? તે સમજી શક્યા નહોતા. 

         ત્યારે ઘર નો ઘાટી હિરો બની ને જાણે મેદાન માં ઊતરી પડ્યો. તેણે મને એક પોલિસ અધિકારી ની અદાથી સવાલ કર્યો.

         " યે તુમને ક્યા કિયા? "

         તેના સવાલ નો મેં સણસણતો જવાબ આપી દીધો.

       " તું વળી કઈ વાડી નો મૂળો છે. તને જવાબ આપવા હું બંધાયેલો નથી. "

         તે સાંભળી તેણે મને ધમકી આપી હતી.

          " મૈં તુમ્હે માર દૂંગા. "

          આ સાંભળી ત્યાં ઉપસ્થિત મારા ફુઆ એ મને આશ્વસ્ત કર્યો હતો જેઓ એક વકીલ હતા. 

         " તું ચિંતા ના કરીશ. રસ્તામાં કોઈ અન્ય પણ તને હાથ લગાડશે તો હું આ વ્યકિત ને જેલ ની પાછળ ધકેલી દઈશ. "

          છતાં પણ તેણે કાંઈ ધમાલ કરવાની કોશિશ કરી હતી. પણ હોલ ના સભ્યોએ તેને દિવસે તારા દેખાડી દીધા હતા. 

          તે વખતે અમે એક નાનકડી રૂમ માં બેઠા હતા. ત્યારે પુષ્પા બહેન અમારી પાસે આવ્યા હતા.

          મેં તેમને વિનમ્ર પણે સવાલ કર્યો હતો.

          " આ તમારી ભત્રીજી સામે છે. તેને પૂછી જુઓ. તેની સાથે કોઈ પણ જાતની બળજબરી કરવામાં આવી છે? જો તે હા કહે તો તમે એને તમારી સાથે લઇ જજો.મારા લગ્ન ની બહાર કોઈને જાણ નથી. હું આ લગ્ન ભૂલી જઈશ. "

         તેઓ એ મારી વાત વિના દલીલ સ્વીકારી લીધી હતી.

         લલિતા પવાર આગળ શું કરશે ? તે બાબત કોઈ ભરોસો નહોતો. એટલે જ તેમણે કામ ચલાઉ ગીતા બહેનની મસીયારી બહેન નો ખાલી ફ્લેટ ભાડે લઈ લીધો હતો..

        બે દિવસ બાદ તેઓ પોતાના દિયર- દેરાણી તેમ જ માસીયાઈ ભાઈ ને લઈ ને અમારે ઘરે આવ્યા હતા. તેઓ સત્કાર સમારંભ યોજવા માંગતા હતા. આ બાબત અમને કોઈ વાંધો નહોતો. 

        બે દિવસ બાદ સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. મહેમાનો ને આઈસ્ક્રીમ ની ટ્રીટ આપવામાં આવી હતી. અહીં પણ લલિતા પવારે તેમની બુદ્ધિ ના વટાણા કરી નાખ્યા હતા. પોતાના જમાઈને છોડી ને તેમણે અનિશ ને પોતાના હાથે આઈસ્ક્રીમ ખવડાવ્યું હતું. તે જોઈ મને ગુસ્સો આવ્યો હતો.. તે વખતે કાંઈ કહેવાનો કોઈ મતલબ નહોતો, યોગ નહોતો. હું ચૂપ રહયો હતો.

       ગીતા બહેન પણ તેમની આ વાત થી ભડકી ગયા હતા. તેમણે આડકતરી રીતે આ વાત સ્વીકારી લીધી હતી કે અનિશ તેમનો બીજો જમાઈ હતો. 

        બે ત્રણ સગા સંબંધી એ ગીતા બહેન ને સવાલ કર્યો હતો અને તેમણે સાફ કહી દીધું હતું. તે લલિતા પવાર નો લાડકો, ભાવિ જમાઈ હતો. તેમણે આ વાત સાંભળી પણ હતી. તેઓ ધુંધવાઈ ને રહી ગયા હતા. તેનો શું જવાબ આપવો તે પણ તેમણે નક્કી કરી લીધું હતું.

       ગીતા બહેન આરતી નો વહુ તરીકે નહીં પણ દીકરી ની જેમ ખ્યાલ રાખતા હતા. આરતી પણ તેમને સગી માં થી વિશેષ માનતી હતી. આ વાત  લલિતા પવાર બરદાસ્ત કરી શકતા નહોતા. તેમણે દીકરી ની જિંદગી માં આગ લગાડવાની ચેસ્ટા શરૂ કરી દીધી હતી. તેમનો જુના પાડોશી સાથે આડ વ્યવહાર હતો. મને તેની જાણકારી મળી ગઈ હતી. 

       અમારા લગ્ન બાદ પણ તે રોજ બપોરના તેમના ઘરે આવતો હતો. તેમણે પોતાના અવૈદ્ય સંબંધ થકી ભાઈ બહેનના સંબંધો ને વગોવ્યા હતા.

        સુહાની તેમની બીજા નંબર ની દીકરી હતી.. તેને વિશે અનેક વાતો થતી હતી. તેનો બાપ તેમનો આ પાડોશી જ હતો. અને તેને માટે કોઈ પુરાવાની આવશક્યતા નહોતી. કેમ કે તેનો ચહેરો જીવતો પુરાવો હતો.

        તેઓ દીકરી ને ઘરે બોલાવી તેને ચઢાવતા હતા. મેં તેને કાંઈ નથી આપ્યું, તેવું કહી મહેણાં મારતા હતા.ને ભૂખડી બારસ કહેતા હતા. બીજે લગ્ન કર્યા હોત તો? કેટલા ઘરેણાં દાગીના મળ્યા હોત. પૈસાદાર બની ગઈ હોત. આ બધું મારી પીઠ પાછળ થતું હતું અને આરતી એ આ બધું મારા થી છુપાવ્યું હતું.

       પણ એક વાર તેમણે સીધો જ મારા પર શાબ્દિક હુમલો કર્યો હતો.

       " તમારા ઘરમાં સાવકી માં છે, કાલે ઉઠીને કાઢી મુકશે તો શું કરશો? ક્યાં જશો?,? "

        એક મા મારી હાજરીમા આરતી ને ખોટા સંસ્કાર આપતી હતી તે મારી જાણ બહાર દીકરી ના કાન માં શું ને શું ભરતી હશે? 

         મેઁ તરત જ તેમનું મોઢું તોડી લીધું હતું.

       " મેં તમારી દીકરી જોડે લગ્ન કર્યા છે. હવે તેને સંભાળવાની જવાબદારી મારી છે. તમારે એ બાબત કોઈ ચંચુપાત કરવાની જરૂર નથી. "

        આ એક અગત્યની વાત હતી. એક માતાના કુસંસ્કાર દીકરીને સાસરે સુખી થવા દેતી નથી. આ વાત લલિતા પવાર ની સમજ બહાર હતી.લેખના માધ્યમ દ્વારા લોકો ના સામે મૂકી હતી.. અને લલિતા પવાર ની વાત યથાવત રજૂ કરી હતી..

        તે વાંચી લલિતા પવાર સમસમીને રહી ગયા હતા. 'જિસ કા જૂતા ઉસી કા સર ' વાળી વાત થઈ હતી. હવે તેનાથી જે તકલીફ, પીડા ઊભી થઈ હતી તે કોઈને કહી કહી શકે તેમ નહોતા ના તો સાંખી શકે તેમ નહોતા.

       તેમની હાલત ફિલ્મ ' ઉલઝન' ના નાયક નાયિકા જેવી થઇ ગઈ હતી.

       અપને જીવન કી ઉલઝન કો કૈસે મૈં બતલાઉ,

 .      તેની સાથે મેં આ કડી જોડી દીધી હતી.

        ખુદ ને હી સબ ખડા કિયા હૈં કૈસે મૈં છિપાઉં

         તેઓ કાંઈ જાણતા સમજતા નહોતા પણ સદાય બધું કાંઈ જાણતા સમજતા હોવાનો દાવો કરતા હતા. મને તેમની આ વાત થી ગુસ્સો આવતો હતો. પણ તેમાં કાંઈ થઈ શકે તેમ નહોતું. તે વાત નો મને સદાય અફસોસ થતો હતો.

                 0000000000     ( ક્રમશ : )