Sparsh - 1 in Gujarati Women Focused by Nilesh Rajput books and stories PDF | સ્પર્શ - ભાગ 1

Featured Books
Categories
Share

સ્પર્શ - ભાગ 1

• દુનિયા માં ભારત એક એવો દેશ છે જ્યાં સૌથી વધારે છોકરીઓ સાથે જાતીય સતામણી ( દુરુપયોગ ) થાય છે.

• દર ૧૫ મિનિટે એક છોકરી સાથે જાતીય સતામણી થાય છે.

• દરરોજ નાની છોકરી સાથે જાતીય દુરુપયોગ ના ૮ કેસ દર્જ થાય છે.

• નાની છોકરી સાથે જાતીય સતામણી કે છેડખાની કરવાવાળો વ્યક્તિ ઘરના કોઈ ફેમિલી મેમ્બર માંથી હોય છે જેનો રેટીઓ ૫૦% થી પણ વધારે છે.

********************************

"Happy woman's day all girls, આજનો દિવસ સ્ત્રી માટે હે ને ?? કોઈને ખબર છે આપણે આ દિવસ શા માટે ઉજવ્યે છીએ ?? ઘણા કારણો છે પણ કોઈ સ્ત્રી ને પૂછો તો કહેશે કે પુરુષ ને સ્ત્રી ની તાકાત નો ખ્યાલ કરાવવા માટે  કે સ્ત્રી શું કરી શકે છે ! સ્ત્રી આજે જુઓ તો દરેક ક્ષેત્ર માં પુરુષ ની સાથે કદમ થી કદમ મિલાવીને ચાલે છે.. આવા કેટલાય જવાબો મને મળે છે. પણ મને પૂછો તો સાચા અર્થ માં સ્ત્રી માટે આ દિવસ ઉજવવાનું કારણ એ છે કે આજે એક સ્ત્રી  બીજા સ્ત્રીને નથી સમજી શકતી અને સ્ત્રી પોતે કેટલી બળવાન છે , કેટલી અદભુત શક્તિઓ એના માં સમાયેલી છે એની જાગૃતિ માટે આ દિવસ ઉજવવા માં આવે છે. બાકી આજે પુરુષો તમારા માટે તાળીઓ પાડશે  ઈજ્જત પણ આપશે  પણ પછીના દિવસે બધું જેમ હતું એમ જ. ફરી એ જ દશા , દુર્ઘટના ,કોઈ છોકરી સાથે બળાત્કાર થયો , છેડખાની થઈ , ચાકુના ઘા વડે મોત થયું કે પછી પોતે જ પોતાનું જીવન ટુંકાવી દીધું,  વગેરે વગેરે...

નિર્મલા બેન છેલ્લા ૫ વર્ષથી સ્ત્રીને જાગૃત કરાવવાનું કાર્ય કરે છે, આજે woman's day હોવાથી સમતા વિદ્યાલય માં આમંત્રિત કરાવવામાં આવ્યા. બિન્દાસ , બેધડક બોલવાની કલા, અને સો આના સત્ય જેવી વાતો ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને તાળીઓ પાડવા મઝબુર કરી દીધા.

ધોરણ ૫ થી લઈને ૧૦ સુધીની બધી જ વિદ્યાર્થીનીઓ ને નીચે પ્રાથનાખંડ માં બોલાવીને woman's day ની ઉજવણી કરી રહ્યા હતા. આ ઉજવણી માં 6th ક્લાસ માં ભણતી ખુશી પણ આવી હતી. આજે ખુશી નો ચેહરો ન જાણે કેમ ઉદાસ લાગતો હતો. આંખો નીચેના કાળા ડાઘ સાંજે બરાબર નીંદર નહોતી થઈ એની સચ્ચાઈ કહી રહ્યા હતા. આજે જ નહિ પણ છેલ્લા ૪-૫ દિવસોથી આવી જ હાલત હતી. સ્કૂલ માં મોડુ આવવું , બિલકુલ શાંત થઈને બેસી રેહવુ, ટિફિન મમ્મી પરાણે આપતા પણ બપોરે ટીફિનની હાલત એમને એમ ઘરે જતું. ખુશી આમ તો સૌની વહાલી અને પ્રિય છોકરી હતી, શિક્ષકોની મનપસંદ છોકરી હતી અમારી ખુશી , ક્લાસ માં ટોપ આવનાર , હંમેશા મિત્રો સાથે બકબક કરીને આસપાસ રેહતા પાડોશીને પરેશાન કરનાર ન જાણે કેમ કેટલાક દિવસોથી મૌન ધારણ કર્યું હતું.

નિર્મલા બહેને પોતાનું ભાષણ પૂરું કરીને ત્યાંથી વિદાય લઈને જતા રહ્યા પછી સ્કૂલ ના પ્રિન્સીપાલ છોકરીઓ માટે એક શોર્ટ મૂવી દેખાડવાનું નક્કી કર્યું કે જેથી છોકરીઓ ને સારો અને ખરાબ ટચ ( સ્પર્શ ) નો ખ્યાલ આવે જેથી ભવિષ્ય માં કોઈ બનતી દુર્ઘટનાને રોકી શકાય.

૩૦ મિનિટ નું એ મૂવી શરૂ થયું. ખુશી એકાગ્રતાથી એ મૂવી ને નિહાળી રહી હતી. મૂવી માં દેખાતી એ છોકરી બિલકુલ ખુશી ની જેમ ખેલકૂદમાં મગ્ન , સૌની ચહિતી અને હંમેશા હસ્તી રહેતી હતી. ખુશી ને જાણે પોતે જ એ છોકરી હોય એવો અહેસાસ થતો હતો.

ખુશી ધ્યાનપૂર્વક મૂવી નિહાળી રહી હતી , પણ થોડુક મૂવી આગળ વઘતા જ એને સમજાયું કે આ મૂવી માં છે એવી જ ઘટનાઓ એની સાથે કેટલાક દિવસોથી બની રહી છે અને ખુશી અચાનક ડરી ગઈ!!! ખુશી બચવા માટે કંઇક બોલવાની કોશિશ કરે છે પણ એના મુખ માંથી એક શબ્દ નીકળવો મુશ્કેલ બની ગયો અને છેવટે આંખો માંથી આંસુ સાથે ત્યાં જ બેભાન થઈ ગઈ. ત્યાં શિક્ષકો ફટાફટ દોડીને આવ્યા  અને ખુશી ને  લઈને નોર્મલ સારવાર કરવા લાગ્યા.
સારવાર પછી ખુશી પહેલાની જેમ સામાન્ય થઈ પરંતુ હજી પણ એને મૌન ધારણ કરી રાખ્યું. શિક્ષકોને એમ કે મૂવી ના કોઈ દ્રશ્યથી ભયભીત થઈ ગઈ જે નાના બાળક માટે નોર્મલ છે. ખુશી મૂવીમાં દેખાડેલ દર્દને અનુભવી ચૂકી હતી.

સ્કૂલેથી ઘરે જવાનો સમય થયો. ખુશી રોજની જેમ સ્કૂલ બસ માં જ ઘરે જતી અને આવતી. આજે તો ખુશી પેહલા બસ માં ચડી ગઈ અને છેક છેલ્લી સીટ પર બેસી ગઈ. આ જોઈ શિક્ષિકા ને નવાઈ તો લાગી પણ ઘરમાં કોઈ સદસ્ય સાથે નારાજ હશે એમ સમજી ને કંઈ પૂછવાનું કે જાણવાની કોશિશ ન કરી.

બસ ધીરે ધીરે ઘર તરફ જઈ રહી હતી પણ ખુશી ના મન માં કંઇક અલગ જ વિચારો દોડી રહ્યા હતા જેમ કે ઘર કોઈ દિવસ આવે જ નહિ. ખુશીનો આ સ્વભાવ અજીબ ની સાથે ઘણા સવાલો પેદા કરે કરી ગયા કે એવું તે શું બન્યું?? કે ખુશી ઘરે જવા તક રાઝી નથી !! અને એવું તે ભૂતકાળ માં શું બન્યું જે ખુશીની ખુશીને ધીરે ધીરે ખાઈ રહી હતી.

ક્રમશઃ