Sparsh - 5 in Gujarati Women Focused by Nilesh Rajput books and stories PDF | સ્પર્શ - ભાગ 5

Featured Books
Categories
Share

સ્પર્શ - ભાગ 5

ખુશી ચારેતરફ નઝર કરે છે પણ અંધકાર સિવાય બીજું કંઈ જોઈ શકતી નથી. સૂમસામ જગ્યા પર અને એ પણ એકલી આગળ ચાલવાનો પ્રયાસ કરે છે. બે કદમ આગળ વધતા જ ખુશીનો પગ લપસ્યો અને જોરથી નીચે ખાડામાં પડી. ખુશીને અહેસાસ થયો કે એટલી ઊંચેથી પડી હોવા છતાં એને કોઈ ઈજા કે દર્દ મહેસૂસ ન થયો. તે ત્યાંથી નીકળવા આગળ વધી તો થોડેક દૂર જતા સામે ચાર પડછાયા નજીક આવતા જોયા. ખુશી ઘબરાહટ ને મારે ત્યાંથી ભાગવા લાગી. પણ આ શું???? ખુશી જાણે એક રૂમ માં કેદ હોય એમ ચારેય દિવાલથી પુરાઈ ગઈ. ખુશી  આજુબાજુ નઝર કરે છે પણ ભાગવાનો કોઈ રસ્તો નથી મળતો. એ ચાર પડછાયા ધીમે ધીમે ખુશી ની નજદીક આવી ગયા. ખુશી જોરથી ચિલ્લાઈને બૂમ પાડવાની કોશિશ કરવા લાગી. એમાં પણ નિષ્ફળ. ખુશીના મોમાંમાંથી એક પણ શબ્દ બહાર  નીકળી ન શક્યો. એ પડછાયા ના ચહેરાને જોવાની કોશિશ કરે છે પણ અંધારાના કારણે  એ કંઈ જોઈ શકતી નથી. એ ચાર પડછાયામાંથી એક પડછાયા એ ખુશીનો હાથ પકડ્યો , બીજા પડછાયા એ ખુશીના પગ અને ત્રીજા પડછાયા એ ખુશીના મોં પર પટ્ટી બાંધી દીધી. ખુશી બધી રીતે બંધાઈ ગઈ. ત્યાં જ અચાનક ચોથો પડછાયો એની તરફ આવીને એના મુલાયમ ગાલો ને સ્પર્શ કરવા લાગ્યો. ધીમે ધીમે આખા ચહેરા ને સ્પર્શ કરતા કરતા એ ખુશીના વસ્ત્રોને નીકાળવાનો પ્રયાસ કરવા લાગ્યો. ત્યાં જ ખુશીની આંખ ખુલી ગઈ અને પથારીમાંથી ઉભી થઈ. આજુબાજુ જોવે છે તો ખ્યાલ આવ્યો કે આ એક ખરાબ સપનું હતું. એ પાણી પીવા ઉભી થઇ અને બાથરૂમમાં ગઈ. બાથરૂમ ની લાઈટ ઓન કરતા જોયું તો એના ચહેરા પર ઘબરાહટનાં કારણે પરસેવો છૂટી ગયો. પોતાના ચહેરા ને પાણી થી સાફ  કર્યું. ફ્રીઝમાંથી પાણીની બોટલ કાઢી એકી શ્વાસે આખી બોટલ પાણીની પી ગઈ. ઘડિયાળમાં નજર કરી તો જોયું કે હજી રાતનાં ૩ જ વાગ્યા છે. ખુશી ભગવાનનું નામ લઈને ખરાબ સપનું ફરી ના આવે એવી પ્રાર્થના કરવા લાગી. પોતાની બેડ પર જઈને સૂવાની કોશિશ કરવા કરવા લાગી પણ જેમ આંખ બંધ કરી તો તરત જ એ પડછાયા એ કરેલો સ્પર્શ એની નજર સમક્ષ આવી જતો. બાકી બચેલી  અડધી રાત સૂવાની કોશિશ માં ચાલી ગઈ.

જેમ તેમ કરીને ખુશી એ રાત નીકાળી. સૂર્યના સુંદર મજાના કિરણો ખુશીના ચહેરા પર પડ્યા. ખુશી પથારીમાંથી ઉઠીને ફ્રેશ થઈ અને ત્યાર પછી નાસ્તો કરવા ગઈ. ખુશીની દરરોજ ની એક ટેવ હતી કે સવારે ઉઠી ફ્રેશ થઈ અને મમ્મી પાસે જઈને હગ કરતી અને આઇ લવ યુ કહેતી. પણ આજે એવું કશું ન બન્યું. ખુશીનું મૂડ ઓફ હતું. રાતનાં સપનાનો ડર એના મનમાં પેસી ગયો હતો.

ખુશીએ થોડોક નાસ્તો કરી સ્કૂલ તરફ જવા રવાના થઈ. ખુશીની એક્ઝામ ચાલુ હતી એટલે સમય કરતા વહેલી ઘરે  પહોંચી ગઈ.

ખુશીની મા રવિને મૂકવા સ્કૂલે ગઈ હતી અને મહેશભાઈ ઓફિસે ગયા હતા. ખુશીએ આવીને જોયું તો ધર પર તાળું હતું. ખુશી ને ખ્યાલ આવ્યો કે એ સવારે ઉતાવળમાં એક્સ્ટ્રા ચાવી લેવાનું ભૂલી ગઈ. ત્યાં કેનિલે ખુશીને આમ દરવાજા પાસે ઉભતા જોઈ તેને પોતાને ઘરે રહેવા માટે કહ્યું. ખુશી પાસે બીજો કોઈ રસ્તો ન હતો અને એથી ઈચ્છા ન હોવા છતાં પણ એને કેનિલ નાં ઘરે જવું પડ્યું. કેનિલે સોફા પર બેસવા કહ્યું. ખુશી સોફા પર બેસી. કેનિલ ફટાફટ જઈને ખુશી માટે પાણીમાં બદલે શરબત લાવ્યો. ખુશીને પાણી ની ખૂબ તરસ લાગી હોવાથી એ ઇનકાર ન કરી શકી અને શરબત પીધું. ખુશીએ શરબત નો ગ્લાસ પૂરો કર્યો ત્યાં જ એની આંખો ઘેરાવા લાગી અને બેહોશ થઈને નીચે પડી.

કેનિલ મનોમન હરખાયો કેમ કે એનો પ્લાન સફળ થઈ ગયો. કેનિલે ખુશીને ઉપરથી નીચે પોતાની ગંદી નજર થી નિહાળી. કેનિલે ખુશીના દરેક અંગ ને સ્પર્શ કરવાનું શરૂ કર્યું. સ્પર્શની સાથે સાથે ખુશીના બદનમાંથી આવતી સ્મેલ ને પણ સુંઘવાનું શરૂ કર્યું. આવી સ્મેલ લેતા લેતા એના મન માં રાક્ષસી વિચારો ટોચ પર પહોંચી ગયા.

કેનિલે ખુશીના શર્ટના ઉપરના બે બટન ખોલવા લાગ્યો ત્યાં જ એને રવિના ચિલ્લાવાનો અવાજ આવ્યો. કેનિલ ઘબરાયો. એ જડપથી દોડીને બારી પાસે જઈ ડોકુ કર્યું તો જોયું કે ખુશીની મા અને રવિ બંને ઉપર રૂમ તરફ આવી રહ્યા છે. કેનિલ પરસેવાથી રેબઝેબ થઈ ગયો. તેણે ફટાફટ ખુશીના શર્ટના બટન બંધ કર્યા. ખુશીને બરોબર સોફા પર સુવડાવી અને એના વાળ સરખા કરવા લાગ્યો ત્યાં જ કૈલાશબેન પહોંચી ગયા અને કેનિલને જોઈ ગયા.  કૈલાશબેન ને જોતાં જ કેનિલે  પોતાના ચહેરાનો હાવભાવ બદલ્યો અને વાળને સરખા કરવાને બદલે કપાળ પર હાથ ફેરવવા લાગ્યો. જાણે કોઈ પિતા પોતાની પ્યારી દીકરીને વહાલના કરતા હોય એમ નાટક કરવા લાગ્યો. કેનિલ ત્યાંથી ઉભો થયો. કૈલાશબેન કઈ બોલે એ પહેલા જ પોતે સફાઈ દેતો હોય એમ બોલ્યો. " તમારી દીકરી ખરેખર બોવ જ પ્યારી છે , તમારે ઘરે તાળું હતું તો બિચારી એકલી દરવાજા પાસે ઊભી હતી. મેં કીધું તારા મમ્મી હમણાં જ આવી જશે ત્યાં સુધી મારી ઘરે આરામ કર.., તો જોવો આરામ કરતા કરતા સૂઈ ગઇ., એક્ઝામ ના ટેન્શનમાં રાતે બરોબર ઊંધી નહિ શકી હોય.."

કૈલાશબેન ખુશીને જગાડવા અંદર ઘરમાં પ્રવેશ કરે છે તો કેનિલ એને ત્યાં જ અટકાવી બોલ્યો :-" અ.. અ.. ભલે ને અહીંયા સૂતી જાગી જશે તો બિચારીની નીંદર ખરાબ થશે, ઉઠી જશે એટલે ઘરે આવી જશે, તમે ચિંતા ન કરો, એ પણ મારી દીકરી જેવી જ છે હે ને.."

કૈલાશબેન ને કેનિલભાઈની વાત યોગ્ય લાગી અને ત્યાંથી પોતાના રૂમ તરફ જતા રહ્યા.

ખુશી છેક બે કલાક પછી નીંદરમાંથી ઉઠી. આંખ ચોળતા ચોળતા ઉભી થઇ. આજુબાજુ નઝર કરીને જોયું તો ખ્યાલ આવ્યો કે એ કેનિલભાઈ ના ઘરે છે. ખુશીને ઉભી થતા જોઈ કેનિલભાઈ પ્રેમથી બોલ્યા :-" લે જાગી ગઈ ખુશી..." કેનિલ આગળ કઈ બોલે એ પહેલા જ ખુશી ફટાફટ દફતર લઈને પોતાના ઘરે જવા રવાના થઈ. ખુશીને આમ ઝડપથી જતા જોઈ કેનિલ ને ડર લાગ્યો કે ખુશી ને કઈક ખબર તો નથી પડી ગઈ ને??"

ખુશી ઘરે જઈને ફ્રેશ થઈ અને પોતાના ભાઈ સાથે નાસ્તો કરવા બેઢી. નાસ્તો કરતા કરતા ખુશી વિચારમાં પડી કે એ શરબત પીધાં પછી શું થયું ? એ યાદ કરવાની કોશિશ કરવાના કારણે એનું માથું દર્દ કરવા લાગ્યું.

ખુશીને સાંજે આવેલું એ ભયાનક સપનું અને શરબત પીધાં પછી કેનિલનાં ઘરે બનેલો એ બનાવ. આ બંને વિચારોની ગતિ એકસાથે ખુશીના મનમાં ચાલતી હતી. આ બંને વિચારો એક સાથે ભળી ગયા. ખુશીને થયેલ સપનામાં એ પડછાયા દ્વારા સ્પર્શ અને કેનિલે કરેલો સ્પર્શ બંનેને ખુશી એક સમજી બેઠી. ખુશીને એમ બેહોશી માં કંઈ યાદ તો ન હતું પણ આની પહેલા કરેલો  કેનિલે સ્પર્શ એ બરોબર યાદ હતું. એને લાગ્યું કે એની સાથે થયેલો સ્પર્શ એ પડછાયો બીજું કોઈ નહીં પણ કેનિલ જ છે.

ખુશીએ બીજું કંઈ વિચાર્યા વિના આ વાત એની મમ્મી ને કહેવાનું નક્કી કર્યું.

ક્રમશઃ