પ્રકરણ - 26
સ્નેહાને આ નર્કમાંથી બચાવવી સહેલી નહોતી. તેઓએ ઊંચી કિંમત માંગી હતી.
આ પરિસ્થિતિમાં, મને ગરિમા ની યાદ આવી ગઈ. તેનો પતિ, ગૌરવ, કરાટે ચેમ્પિયન હતો. ફક્ત આવા લોકો જ સમાજના દુશ્મનોનો ખાત્મો કરી શકે છે.
ગરિમા પોતે અનાથાશ્રમ અને અપંગો માટે એક સંસ્થા ચલાવતી હતી.
મેં તેને બઘી વાત કરી હતી.
આ સાંભળીને, ગરિમાએ મને ખાતરી આપી હતી.
"ચિંતા કરશો નહીં. તેની કરાટે ટીમ એક કલાકમાં સ્નેહા ને તે ભૂખ્યા વરુઓના પંજામાંથી છોડાવી લાવશે."
તેણે મારી સામે ગૌરવને કહ્યુ હતું :
"સંભવ ભાઈ આવ્યા છે. તેમને તમારી મદદની તાતી જરૂર છે."
મેં તેને જ બધી અથવીતી બયાન કરી હતી.
અને બે દિવસના ટૂંકા ગાળામાં તેની કરાટે ટુકડી, સ્નેહાને હેમખેમ આ નર્કમાંથી બહાર કાઢી લાવી હતી.
અને તે ગરિમા ની સંસ્થા ની સદસ્ય બની ગઈ હતી.
તેનો બોયફ્રેન્ડ તેની સાથે લગ્ન કરવા તૈયાર હતો. પરંતુ તેના માતાપિતા, પરિવાર અને સંબંધીઓ આ લગ્નની વિરુદ્ધ હતા. તેથી, તેણે બધાને છોડી અલગ ઘર લઈ સ્નેહા સાથે લગ્ન કરીને નવું જીવન શરૂ કર્યું હતું.
તેના પતિનું નામ સુમેર હતું. તે ભાડેથી ટેક્સી ચલાવતો હતો અને એક એસ્ટેટ એજન્ટ પણ હતો.
તે પોતે ભાડાના રૂમમાં તેની પત્ની સાથે શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યો હતો.
પણ કોણ જાણે તેના નસીબ કાંઈ અલ્વીતરું લખાયેલું હતું.
સુમેરની રિક્ષા એક ભયંકર અકસ્માતનો ભોગ બની હતી. તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના ગુપ્ત અંગો ને ભારે નુકસાન થયું હતું, જેના કારણે તે વૈવાહિક સુખ થી વંચિત રહી ગયો હતો.
તેના બચવાની કોઈ આશા નહોતી. તે સમયે, તેણે સ્નેહાની જવાબદારી મને સોંપી ne મને કહ્યું હતું.
"જો સ્નેહા ફરીથી લગ્ન કરવા માંગે , તો તેને મદદ કરજો".
"જો તે ઇચ્છે તો, તેને મહિલા આશ્રમમાં દાખલ કરી દેજો.. પરંતુ કોઈ પણ સંજોગોમાં તેને પાછા નર્ક માં ના જવા દેશો."
અને એક દિવસ, સુમેર ચીર નિદ્રા માં પોઢી ગયો તેના મોતે સ્નેહા ના માથે દુઃખ નો પહાડ તૂટી પડ્યો હતો. તે જીવવા માંગતી નહોતી. હું તેને મારી પુત્રી બનાવી ઘરમાં રાખવા માંગતો હતો. પણ તેનો અતીત આડે આવ્યો હતો.. આરતી તેને રાખવા તૈયાર નહોતી
અને મેં તેને ગરિમાના મહિલા આશ્રમ માં ભરતી કરી દીધી હતી.
સુમેરનો અકસ્માત થયો હતો.આ સ્થિતિમાં સ્નેહા સાવ નોંધારી, એકલી પડી ગઈ હતી.
લગ્ન પછી સ્નેહા ક્યાં હતી? મને તેના વિશે કોઈ જાણકારી નહોતી.
મ્યુઝીકા ની મામી એ મને માહિતી આપી હતી.
" મારી બાજુમાં એક છોકરી તેના ઈજાગ્રસ્ત પતિ સાથે રહે છે.. તેને કામની તાતી જરૂર છે. તેણે ટાઇપિંગનો કોર્ષ કર્યો છે, અને તે ફ્રેશ છે અને શીખવા માટે તૈયાર છે."
મેં તેમને મારી ઓફિસનું સરનામું આપ્યું હતું.
અને બીજા દિવસે તે સાડી પહેરીને ઓફિસમાં આવી ગઈ હતી.
મને તેને જોઈને આશ્ચર્ય થયું હતું.
એ બીજું કોઈ નહીં પણ સ્નેહા હતી, જે મારી સામે એક સંપૂર્ણ ગૃહિણીની જેમ સાડી પહેરીને ઉભી હતી.
તેણે મને "બડે પાપા" કહીને આવકાર્યો. તેણે નીચે ઝૂકીને મારા ચરણો ની રજ લઈ પોતાને માથે ચઢાવી હતી.
મારા માટે આનંદનો અમૂલ્ય ક્ષણ હતી.
મેં તેને તરત જ નોકરી પર રાખી લીધી હતી અને કુમાર ભાઈ સાથે તેનો પરિચય કરાવી દીધો હતો.
કુમાર ભાઈને મળ્યા પછી, અમે ઉપરના માળે આવી રહ્યા હતા ત્યારે અમારી નજરે તિજોરી વાલો ચઢી ગયો હતો.સ્નેહા અને તિજોરી વાલા એકબીજાને જોઈને ચોંકી ગયા હતા. એક વાત સ્પષ્ટ હતી: એક વાતનો સંકેત હતો. બંને એકબીજાને ઓળખતા હતા.
તે એક વરુની જમાત માં હતો. તે સ્નેહાને નર્કમાં લઈ ગયો હતો.
આ સાંભળીને મને ગુસ્સો આવ્યો હતો. મને તેના પ્રત્યે ઘૃણા ની લાગણી નીપજી હતી. તે સ્નેહા ને શાંતિથી રહેવા નહીં દે આ આ વિચાર મને ખૂબ સતાવતો હતો.
તેણે ઓફિસમાં સ્નેહા નો અતીત વાયરલ કરી દીધો હતો
" સંભવે એક ધંધાવાળી ને નોકરી માં રાખી ઓફિસ નું વાતાવરણ પ્રદૂષિત કર્યું છે."
હું સતત સ્નેહા પર દયાન રાખતો હતો. કોઈ તેને ફસાવી દેશે એ વાત નો ભય લાગતો હતો. હું એક બાપ બનીને તેની આસપાસ રહેતો હતો.
આથી વરૂની જમાત અને તે પણ તિજોરીવાલા ની તેની નજીક જવાની હિંમત નહોતી. મેં તેને કોઈ મોકો આપ્યો નહોતો. આ વાતે તિજોરીવાલો મારાથી જલતો હતો. સ્નેહાને પોતાનો એકાધિકાર માનતો હતો. હજુ પણ સ્નેહાને જાળમાં ફાંસવા મથી રહ્યો હતો.
કુમાર ભાઈ ને સ્નેહાની સાચી ઓળખ ખબર પડી ગઈ. હતી. તે મારી મરજીથી ઓફિસ માં હતી, તેથી કુમાર ભાઈ એ તેના માટે બંધન નહોતા રાખ્યા. તેને ઓફિસ ના કોઈ પણ વ્યકિત થી ડરવાની જરૂર નહોતી. મેં સ્નેહા ને તિજોરીવાલાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.
સ્નેહાએ તેનું કામ ખૂબ જ ખંતથી કરતી હતી..તેણે ક્યારેય કોઈને ફરિયાદ કરવાનો મોકો આપ્યો નહોતો.
કેટલાક લોકોએ તેને મારી વિરુદ્ધ ઉશ્કેરવાનું કાવતરું ઘડ્યું ઘડ્યું હતું પરંતુ સ્નેહા કોઈની વાત સાંભળતી નહોતી.
લગ્ન પહેલાં, ગરિમાનું અનાથાશ્રમ તેનું ઘર હતું, અને લગ્ન પછી પણ તે તેનું ઘર રહ્યુ હતું.
ગરિમા પણ તેના વર્તનથી ખૂબ ખુશ અને સંતુષ્ટ હતી.
એક દિવસ, હું સ્નેહાને મળવા ગરિમાના અનાથાશ્રમ ગયો હતો. તે સમયે, હું મારા પિતાના મિત્રની પુત્રી નીલાને મળ્યો હતો જેણે મને યુવાની માં સિડ્યુસ કરવાનો પ્રયાસ કર્યો હતો. અને જ્યારે તે નિષ્ફળ ગઈ, હતી ત્યારે તેણે ઉલટો મારા પર મૂર્ખ હોવાનો આરોપ લગાવ્યો હતો
ભગવાને પણ તેની સાથે ક્રૂર વર્તન કર્યું હતું. તેની પુત્રીના લગ્નમાં, વરરાજાના પરિવારે તેને ખૂબ જ આશ્ચર્યચકિત કરી દીધી હતી. સામાન્ય રીતે, વરરાજાના પરિવાર લગ્નની જાન છોકરીના ઘરે લઈ જાય છે. અહીં, તેમણે વિપરીત અભિગમ અપનાવ્યો. તેમણે છોકરીના પરિવારને તેના ગામમાં આમંત્રણ આપ્યું હતું અને ખૂબ દહેજની માંગણી કરી હતી.
તેઓ એસી બસમાં લગ્નમાં જઈ રહ્યાં હતા. રસ્તામાં, એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં છોકરી અને તેના પિતાનું મૃત્યુ થયું થયું હતું. એક પથ્થર સાથે માથું અથડાતાં નીલાની આંખો જતી રહી હતી
મારા પિતાએ મને તેના વિશે બધું કહ્યુ હતું.
000000000000 ( ક્રમશ: )