Hu vaidehi bhatt part 13 in Gujarati Classic Stories by krupa pandya books and stories PDF | હું, વૈદેહી ભટ્ટ - ભાગ 13

Featured Books
Categories
Share

હું, વૈદેહી ભટ્ટ - ભાગ 13

“ડૉ. હવે વૈદહી કેમ છે. તેને હોશ આવ્યો કે નહી.” ફરી પહેલા બ્લેકમેલરનો ફોન આવ્યો.
“ના, હજી નથી આવ્યો હોશ.”
“ડૉ. તને ખબર છેને કે તું અમારાથી ચાલાકી કરીશ તો તારી શું હાલત થશે.”
“હા, મને ખબર છે તમે મારી શું હાલત કરશો. મારા ઘરમા જે નોકર છે તે તમારો માણસ છે. મારા દિકરા પર પણ તમે ચાંપતી નજર રાખી છે. મને બધી ખબર છે. હું સાચુ કહુ છું કે વૈદેહીને હજી હોશ નથી આવ્યો.”
ઠીક છે કહીને બ્લેકમેલરે ફોન મુકી દીધો..
 
------------------------------------------------------------------------------

“સર, આ રહી ફાઈલ.”
કમિશ્નરની ઓફીસમાં આખી રાત ફાઈલનોની શોધખોળ થવા લાગી અને સવારે કપીસને તે ફાઈલ મળી ગઈ.
“Bagban NGO Case.. હા આજ ફાઈલ છે.”
 
કમિશ્નર સાવંતને ફાઈલ જોઈને અડધો કેસ જીતી ગયાનો આનંદ થયો.
 
 ---------------------------------------------------------------------------
 
“સર, તે સમયે કમિશ્નર કોણ હતા?”, મૈત્રીએ પુછ્યું.
“તે સમયે કમિશ્નર ડિસૂઝા હતા. તેમને કેસ તો સૉલ્વ કરી નાંખ્યો હતો પણ, આ કેસ પછી તેમણે અરલી રિટાયરમેન્ટ લઈ લીધું હતું. અત્યારે તેમને પરિવાર ગોવામાં રહે છે અને ત્યા હોટલ ચલાવે છે. કમિ. ડિસૂઝા ગોવામાં જઈને સેટલ થઈ ગયા હતા. આપણે ગોવા જવું પડશે. કદાચ તેમની પાસેથી કોઈ માહિતી મળે.”
 
------------------------------------------------------------------------------

“પપ્પા તમને બાગબાન NGO નો કેસ યાદ છે કે, જે 2011માં થયો હતો.”
સુરભીએ સવારે ઉઠીને તેના પપ્પાને આ કેસ વિશે પુછ્યું.
“સવાર સવારના કેમ આ પુછવાનું સુઝ્યુ તને. તારા કોલેજમાં આ બધુ શિખાડે છે. તારા સર સાથે કાલે કોલેજમાં વાત કરવા આવું પડશે?” સવારનું પેપર વાંચતા સુરભીના પપ્પા પેપર નીચે મુકીને પુછ્યુ.
“અરે,ના પપ્પા આ તો હું એક બુક વાંચુ છું, તેમાં આ કિસ્સો આવ્યો છે એટલે પુછું છું.”
“આ બધી પુસ્તકની વાતો ફેન્ટેસી હોય તેમાં કોઈ સચ્ચાઈના હોય. અને આવી બધી બુક વાંચીને મગજમાં ભરાવો નહીં. કર નહીતો ભણવાની બુક મગજમાં ઘૂસશે નહી.”
“પપ્પા હું જાઉં છું. તમને કંઈ પણ પુછ્યે એટલે હંમેશા હરીફરીને તમે ભણવા પર જ આવો છો.”
સુરભીના પપ્પા આગળ કંઈ બોલે તે પહેલાજ સુરભી કોલેજ જવા માટે નીકળી ગઈ.

-----------------------------------------------------------------------------
 
“વિહાન બેટા, કેમ છે? ઓસ્ટ્રેલિયામાં ફાવતું તો હતુંને? તારી કૉલેજ અને હૉસ્ટેલ એક જ કેમ્પસમાં હતા ને?”
રાત્રે ડાઈનીંગ ટેબલ પર કમલેશ, હરખચંદ અને વિહાન જમવા બેસ્યા હતા. ત્યારે કમલેશે વિહાનને પુછ્યુ.
“હા, કાકા મને ઓસ્ટ્રેલિયામાં અહીથી વધારે ફાવતું હતું. કેમકે ત્યા આખો દિવસ કોલેજમાં જાય અને માત્ર રાત્રે સૂવવા માટે હોસ્ટેલ જવું પડે. ત્યા મારા સારા મિત્રો પણ થઈ ગયા હતા.”
“બેટા અહીં પણ તારા મિત્રો હશેને કોલેજના. બે વર્ષમાં થોડી કંઈ મિત્રતા ખતમ થઈ જાય.”
“કાકા, મને અહી ક્યારે મિત્રોની જરૂર જ નથી પડી. કેમકે મારી ખાસ અને એક જ મિત્ર હતી મારી મમ્મી. તે મારી માત્ર મારી મિત્ર જ નહી પણ મારી ગાઈડ, ફિલોસોફર પણ હતી.”
“બેટા, એમ કેમ બોલે છે અમે છીએન તારી સાથે. તારા પપ્પા છે.”
“કાકા ફોન પર હાલચાલ પુછવાથી કે પછી રાત્ર સાથે બેસીને જમવાથી કોઈ તમારા મિત્ર નથી બની જતું.”
હરખચંદને વિહાનની વાતથી ખોટું લાગ્યું. તેની માટે વિહાન જ તેની દુનિયા હતો. વિહાનથી જ તેની દુનિયા શરૂ થતી અને વિહાનથી પર જ તેની દુનિયા ખતમ થતી. પણ, વિહાનના આ પ્રકારના વર્તનથી તેને બહુ ખોટું લાગ્યુ હતુ. આમે, આજે વિહાન ઓસ્ટ્રેલિયાથી આવ્યા પછી પહેલા તેને મળવાને બદલે સીધો આશ્રમ ગયો હતો. તેના કારણ તે તેનો ગમ્યું નહતુ. પણ, કમલેશના કહેવા પર તે ચૂપ હતો. પણ, અત્યારે જમવાના ટેબલ પર તેનું આ વર્તન તેને વધારે તકલીફ આપી રહ્યું હતું.

------------------------------------------------------------------------------
 
“આ વિહાન છે કોણ અને અચાનક ક્યાથી આવી ગયો. આપણા ટ્રસ્ટીને એક દિકરો પણ છે તે મને આજે ખબર પડી.”
હું મારી સહકર્મચારી પાયલને પુછી રહી હતી.
“હા, વિહાન તેમની બીજી વાઈફ રાખી મેડમનો દિકરો છે. હરખચંદભાઈએ બે લગ્ન કર્યા હતા. તેમને પહેલી વાઈફ રમાબેનથી કોઈ સંતાન નહતું એટલે તેમની નાની બેન રાખી સાથે લગ્ન કર્યા. અને તેમને વિહાન થયો. રાખી મેડમ ગુજરી ગયા પછી વિહાન ઓસ્ટ્રેલિયા ભણવા જતો રહ્યો હતો.”
“તો પછી રમાબેનનું શું થયું?”
“કોઈ કહે છે તેમને બાળક ના થવાના કારણે હતાશમાં આવીને સુસાઈડ કર્યું તો કોઈ કહે છે તે તેઓ બિમાર હતા. અને કોઈ તો એવી પણ વાત કરે છે કે હરખભાઈ તેમને મરાવી દીધી.” આ વાત કહેતા પહેલા પાગલ થઈ ગયા તો કોઈ કહે છે તેઓ આ દુનિયામાંજ નથી. પાયલ છેલ્લું વાક્ય કહેતા પહેલા આજબાજુ જોઈ લીધુ કે કોઈ સાંભળતું તો નથી ને.
“મને નથી લાગતું કે આપણા ટ્રસ્ટી આવુ કરે. આટલું સારૂં આશ્રમ ચલાવી સેવાનું કાર્ય કરે છે. ને આવું ખરાબ કૃત્ય કરે. ના...ના....આટલો જેટલા મોઢા એટલી વાતો.” મેં પાયલને કહેતા તો કહી દીધું પણ માર મનમાં આ શંકાએ ઘર કરી દીધું કે શું સાચે હરખચંદભાઈએ તેમની પત્નિને મારી હશે..?
હું આખી રાત આ વાતને વિચારી રહી હતી. પણ, પછી હું બહુ વિચારું છે તેમ વિચારોને ખંખેરી મેં ઉંઘવાની કોશિશ કરી.
પણ, ત્યારે તે નહોતી ખબર કે આ બહુ વિચારવું તે મને મારા કેસની દિશાને પહેલુ પગથિયુ હતું. જો તે વાત મેં રાજવી અને મિહીરને કહી હોત તો રાણી-રીનાનો કેસ ક્યારનો સૉલ્વ થઈ ગયો હોત.
 
END - PART- 13