Chalava - 1 in Gujarati Horror Stories by kumar maahika books and stories PDF | છલાવા - ભાગ 1

Featured Books
Categories
Share

છલાવા - ભાગ 1

ઈ.સ.1975 ની એ અંધારી રાત અને ગોધરાથી દેવગઢ બારિયા જતો એ સૂમસામ રસ્તો. બરોબર ચાંચેલાવ રેલ્વે સ્ટેશન આવવાનુ થયું અને ગાડીએ ગરમી પકડી અને બંધ થઈ પડી. અમાવાસ હોવાથી રાતનું અંધારું વધારે ઘેરું થતું હોય એવું લાગ્યું. એવામાં પાછળથી કોઈનો અવાજ આવ્યો શું થયું સાહેબ?. એક ઘરડો વ્યકિત દેખાવે મુસ્લીમ લાગતો હતો અને મોઢામાં રાખેલી બીડી ફૂંકતો એ વ્યક્તિ અંધારપટ ઇલાકામાં આશાનું કિરણ લઈને આવ્યો. નામ એનું ઇકબાલ કહ્યું.

સાહેબ આજે અમાવસ છે અને અહીંયા છલાવાનાં કિસ્સા ખુબ પ્રખ્યાત છે. અવિનાશ આ વાત એક અજાણ્યા રાહગીર ઇકબાલનાં મુખેથી ચૂપચાપ સાંભળી રહ્યો હતો. અવિનાશ મૂળ મધ્ય પ્રદેશથી ગુજરાતની ટૂર ઉપર નીકળેલો એક ફોરેસ્ટ અધિકારી હતો. ડર એના ચહેરા પર શું એના લોહીમાં ન્હોતો કારણ કે ફોરેસ્ટ અધિકારી માટે આવી વાર્તાઓ સામાન્ય હતી.

પણ સાહેબ તમારી આ ગાડી બગડી કેવી રીતે ગઈ ? ઇકબાલે ફરીથી પૂછ્યું. અરે ચાચા હું સવારથી મારા કામે નીકળ્યો છું અને આરામ ન મને મળ્યો છે નાં મારી ગાડીને હાલ મારે ચાંચેલાવ રેલ્વે સ્ટેશન જવું છે ત્યાંથી મોડી રાત્રે મારી ટ્રેન છે. અહી રેલ્વે સ્ટેશન ઉપર આ ગાડી મૂકી દઈશ તો અહીંના અધિકારી આવતીકાલે એ લઈ જશે. ગાડી ક્યારની બગડી છે અને હું મદદ શોધતો હતો એવામાં આપ મળી ગયા. અવિનાશ એક સ્વાસે બધું બોલી ગયો.

એક કામ કરો તમારી ગાડી અહિયાં મુકી દો અને મારી ઘોડાં ગાડીમાં બેસી જાઓ હું તમને ચાંચેલાવ મુકી દઉં કારણ કે મોડું થશે તો તમારી ટ્રેન છૂટી જશે. અવિનાશને ઇકબાલની આ સલાહ યોગ્ય લાગી અને એ વિચાર્યા વગર બગીમાં સવાર થઈ ગયો.

સાહેબ આ આટલી મોટી લોખંડની સરકારી બેગ લઈને ક્યાં નીકળ્યા છો? શું છે આમાં? અરે ઇકબાલ ચાચા આ તો ગાડી બગડી ત્યારે હું જંગલમાં પાણી ભરવા ગયેલો અને ત્યાં આ ભારી બેગ નજરે ચડી. હું ફોરેસ્ટ અધિકારી છૂં એટલે અહીંની કોઇપણ સરકારી વસ્તુ યોગ્ય જ્ગ્યાએ પહોચતી કરવી એ મારી ફરજ છે. આમાં શું છે એ તો નથી ખબર પણ આ બેગને રેલ્વે સ્ટેશન મુકી દઈશ. સવારે અધિકારીઓ એમની મેળે લઈ લેશે. પણ આપ કઈક અમાવસ ને છલાવા ની વાત કરતા હતા શું છે એ બધું?

સાહેબ તમને છલાવા વિષે નથી ખબર? એક એવો પિશાચ જે જંગલમાં ભટકે અને અમાસ હોય ત્યારે અજાણ્યા લોકોને પોતાનો શિકાર બનાવે. એની ખાસિયત એ છે કે તમારી નજર સામે ભ્રમ ઊભો કરે તમને છેતરી જાય અને મહત્વની વાત એ કે એનું કોઈ રૂપ નથી એ બીજાનુ રૂપ લઈને શિકાર શોધે.

આપે કદી જોયો? અવિનાશે પૂછ્યું. નાં બેટા મેં આજ સુધી નથી જોયો. આટલુ સાંભળતા અવિનાશ જોર જોરથી હસવા લાગ્યો જાણે ઈકબાલ મશ્કરી કરતો હોય. બેટા તમે ભણેલાં એટલે તમને આ મશ્કરી લાગે પણ આ સત્ય છે અને અમાસ હોય ત્યારે જંગલમાં લાશો મળી છે. નામ જાનવરનું પણ શિકારી છલાવા જ હોય.

ઓકે ઓકે ચાલો માની લીધું કે આ સત્ય છે પણ એ શૈતાનની ઓળખ શું?  વધારે નથી ખબર પણ એ તમારી પાસે બીડી માંગે અને એ બીડી ખુબજ પીવે. ઓહ તો તમે જ છો એમને અવિનાશ ફરી હસવા લાગ્યો. અરે બેટા સાચું કહું તો હું પણ આજે મોડું થઈ ગયુ હોવાથી ભૂલો પડ્યો છું . એવામાં તમે મળી ગયા. હવે સ્ટેશન ઉપર સુઈ જઇશ અને સવારે નીકળી જઇશ. મારે છેક દેવગઢ પહોંચવાનું છે અલ્લાહ રક્ષા કરશે મારી.

એટલે બીડી જોડે રાખી છે એમ! કે પેલો શૈતાન મળે તો બીડીની લાલચ આપતા ફાવે. લાવો ત્યારે બીડી અને બંને હસી પડ્યા. લો બેટા સ્ટેશન આવી ગયું હવે તમે ટ્રેન પકડી ઘરે જાઓ ને હું અહીંયા સૂઈ જાઉં. અહીંયા કોઈ ખતરો નથી. બંન્ને બીડીના કસ લેતા લેતા સ્ટેશનમાં પ્રવેશ્યા.

અરે અરે વતોમાં ને વાતોમાં તમારી બેગ તો રહી ગઇ ઊભા રહો હું લેતો આવું. હા લેતા આવો અને અહી મૂકી દેજો એટલે જેની વસ્તુ છે એને મળી જાય અને ઈકબાલ ચાચા આ લો પૈસા. અરે નાં બેટા મારે નથી જોઈતા. અરે રાખો ચાચા અને બીજી એક વાત આપ બહું સારા વ્યકિત અને અલ્લાહ નાં ભક્ત છો બાકી આપે કીધું એમ જંગલ ખરેખર ભયાનક છે ભલે કોઈ મળ્યું નહી એમ કરી અવિનાશ ફરી હસવા લાગ્યો.

ચાચા પણ હસતા હસતા વજન વાળી બેગ મહા મહેનતે લઇ આવ્યા અવિનાશ થોડો દૂર હતો. આ બાજૂ ટ્રેનનું હોર્ન વાગ્યું અને ચાચાના હાથમાંથી બેગ પડી ગઇ અને ખુલી ગઈ . અંદર જોતાજ ચાચાના હાથ અને પગ થીજી ગયા. બેગમાં અવિનાશની લાશ હતી. અને સામેની બાજૂ અવિનાશ ઉભો ઉભો હસી રહ્યો હતો. ઇકબાલને સમજાઈ ગયું કે અવિનાશ ગાડી માટે પાણી લેવા ગયો ત્યાજ એને છલાવા મળી ગયો હશે અને અત્યાર સુધી એમની સાથે હતો એ છલાવા જ હતો.

સામે ઊભો અવિનાશ બીડીના કસ લેતો જોર જોરથી હસી રહ્યો હતો અંતે ઇકબાલ ચાચાએ બિડીનું બંડલ હાથમાં લીધું અને બીડીનો આભાર માનતા માનતા બેભાન થઈ ત્યાંજ ઢળી પડ્યા .