Quotes by Dhamak in Bitesapp read free

Dhamak

Dhamak Matrubharti Verified

@heenagopiyani.493689
(40.8k)

હસો અને હસતા રહો
એક કાબર હવામાં ખૂબ જ સ્પીડમાં ઉડતી હતી. ઉડતા ઉડતા તેની નજર નીચે રોડ પર ગઈ, જ્યાં એક ટ્રક ઝડપથી આવી રહ્યો હતો. કાબરે વિચાર્યું કે તે ટ્રકથી વધુ ઝડપી છે, એટલે તેણે ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો.
​પરંતુ "ધડામ!" કરતો અવાજ આવ્યો અને કાબર સીધી ટ્રક સાથે અથડાઈને બેહોશ થઈ ગઈ.
​ટ્રકવાળાએ દયા ખાઈને તેને એક પિંજરામાં પૂરી અને ટ્રકની પાછળ મૂકી દીધી.
​થોડી વાર પછી કાબરને ભાન આવ્યું અને તેણે આસપાસ જોયું. પોતાને પિંજરામાં જોઈને તે અફસોસ સાથે બોલી, "અરે! હું ક્યાં ફસાઈ ગઈ? મને લાગે છે કે ટ્રક સાથેના એક્સિડન્ટમાં ટ્રકવાળો મરી ગયો હશે એટલે જ મને જેલની સજા થઈ છે!"😀😀
(અને ગામડાની ભાષામાં બોલી અને સંભળાવો તો બહુ સરસ લાગશે) (ટપોરી મુંબઈ ભાષામાં પણ બોલી શકો ખુબ સરસ લાગશે)

Read More

Your time on Earth is limited,
Don’t age with grace, don’t hide it.
With mischief, bold audacity,
Tell a story, set your spirit free.
( લેખક ની ખબર નથી )
તમારો પૃથ્વી પરનો સમય મર્યાદિત છે,
ગ્રેસફૂલ રીતે વૃદ્ધ ન થાઓ, તેને છુપાવો નહીં.
મસ્તી અને બોલ્ડ હિંમત સાથે,
એક વાર્તા કહો, તમારા આત્માને મુક્ત કરો.

(પણ મેં આ વાક્ય ઉપરથી સરસ ગીત બનાવ્યું છે
મને આ લખાણ ગમ્યું એટલે ગીત બનાવ્યું
આઈ હોપ તમને પણ સાંભળવું ગમશે)
DHAMAK

Read More
epost thumb

​मेरे मन के आकाश में,
मैं सारस बन उड़ती हूँ।
श्रेष्ठता की खोज में,
अपनी हर उड़ान मैं खुद ही बनाती हूँ।
​हवा की लहरों पर,
मैं खुशी से नाचती जाती हूँ।
सूरज की किरणों से चमकती,

मैं अपना गीत गाती जाती हूँ।
DHAMAK

Read More
epost thumb

મનનુ આકાશ

મારા મનના આભમાં,
હું પાંખો પ્રસારી ઊડી સારસની જેમ.
શ્રેષ્ઠતાની શોધમાં,
દરેક ઉડાન મારી, દરેક સ્વપ્ન મારું.
​પવનની લહેરો પર,
હું આનંદથી નૃત્ય કરતી જાઉં.
સૂર્યના કિરણોથી ચમકતી,
હું મારું ગીત ગાતી જાઉં.

DHAMAk

Read More

એક ઈચ્છા *

​શું હું એક મોટું આભાસી
આલિંગન માંગી શકું?
શું હું એક એવો સૂર્યાસ્ત ઉધાર લઈ શકું,
જે ફક્ત મારા માટે જ અસ્ત થવાનો હોય?
શું મને એક એવું હાસ્ય મળી શકે,
જેનો અવાજ ફક્ત મારા હૃદયમાં જ સંભળાય?
શું હું એક એવી યાદ ખરીદી શકું,
જેમાં ફક્ત મીઠી ક્ષણો જ હોય?
શું મને એક એવું સ્વપ્ન મળી શકે,
જે સવારે પણ સાકાર થાય?
​આ બધી ઇચ્છાઓ, મારી બહેનોના નામે.
DHAMAk

Read More
epost thumb

(એક પ્રેમિકાની ભાવના)
તે પોતાની ડાયરીમાં લખે છે અને વિચારો વ્યક્ત કરે છે.

પ્રેમમાં છેતરાયા પછી, મને થાય છે
કે હું એક મોટા હિમાલય પહાડ જેવી અડગ અને મજબૂત બની જાઉં અથવા તો...
હું એક બાજ પક્ષીની જેમ નિરંતર ઊંચાઈઓ સુધી ઊડવા માગું છું, જે ક્યારેય પાછું વળીને જોતો નથી..
​હું પથ્થર બનીને એક જગ્યાએ સ્થિર રહેવા નથી
માગતી, પણ એક પંખી જેવી બનવા માગું છું
જે સતત આગળ વધે છે. હું મારા જીવનમા
ં એક લક્ષ્ય નક્કી કરીને આગળ વધીશ અને
કંઈક બનીને બતાવીશ, જેથી મને મૂર્ખ બનાવનારન
ે એક દિવસ અફસોસ થાય.
​પ્રેમમાં હોવા છતાં, હંમેશાં પોતાના સ્વાભિમાનને જાળવવું ખૂબ જ જરૂરી છે. જો સ્વાભિમાન ન હોય, તો વ્યક્તિ માત્ર એક ચીજવસ્તુ બનીને રહી જાય છે. હું તે ચીજ વસ્તુ બનવા નથી માંગતી.
(સ્વાભિમાનનું મહત્વ: મે એ સ્પષ્ટ કર્યું છે કે પ્રેમમાં સ્વાભિમાન જાળવવું કેટલું જરૂરી છે, અને જો તે ન જળવાય તો વ્યક્તિ એક ચીજવસ્તુ સમાન બની જાય છે.)
DHAMAK

Read More

નજર
(ક્યાંક જોયેલું છે તે તમારી સામે મુકું છું)
સૂર્યાસ્તનો સમય હતો. બે મિત્રો, રસ્તાની એક બાજુએ ઊભા રહીને વાતો કરી રહ્યા હતા. ત્યાંથી એક યુવતી પસાર થઈ. તેમાંથી એક મિત્ર તેને એકીટશે જોઈ રહ્યો હતો. યુવતી આગળ વધીને નજરથી અદ્રશ્ય થઈ ગઈ.
​"કેમ, પેલી છોકરીને કેમ એવી રીતે જોઈ રહ્યો હતો?" બીજા મિત્રે પૂછ્યું.
​"એમ જ," પહેલા મિત્રએ સહજતાથી જવાબ આપ્યો.
​તે રાત્રે તેને ઊંઘ ન આવી. વિચિત્ર સપનાઓ આવવા લાગ્યા.
​સપનામાં તે એક ચાની દુકાને બેઠો હતો. ચાવાળો તેને સતત ઘૂરી રહ્યો હતો, જાણે કંઈક કહેવા માંગતો હોય. તેને અકળામણ થવા લાગી. ત્યાંથી તે બસ સ્ટોપ પર ગયો. બાજુમાં ઊભેલો એક અજાણ્યો માણસ તેને ઘૂરીને જોઈ રહ્યો હતો. તેને તે બિલકુલ ગમ્યું નહીં.
​બસમાંથી ઉતરીને તે પાનની દુકાને ગયો અને પાણીની બોટલ માંગી. પાનવાળો પણ તેને ઘૂરી રહ્યો હતો. હવે તે સહન ન કરી શક્યો અને ગુસ્સામાં પૂછ્યું, "શું જુએ છે?"
​"એમ જ," પાનવાળાએ પણ એ જ જવાબ આપ્યો.
​તે ત્યાંથી નીકળીને સ્ટેશન તરફ જવા લાગ્યો. રસ્તામાં એક ભિખારી બેઠો હતો. તેણે પણ તેને ઘૂરીને જોયો. તે ટ્રેનમાં ચડ્યો. તેની સામેની સીટ પર બેઠેલો એક યુવાન છોકરો પણ તેને જ ઘૂરી રહ્યો હતો. હવે તેની ધીરજ ખૂટી રહી હતી અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગી.
​છેવટે, તેનું સ્ટેશન આવ્યું અને તે નીચે ઉતર્યો. સ્ટેશનની બહાર નીકળતા જ એક રિક્ષાવાળો તેને એકીટશે જોઈ રહ્યો હતો. તે ગુસ્સાથી ચીડાઈને બોલ્યો, "મને કેમ ઘૂરીને જુએ છે?"
​રિક્ષાવાળાએ પણ શાંતિથી જવાબ આપ્યો, "એમ જ."
​વાર્તાનો બોધપાઠ
​આ વારંવાર બનતી ઘટનાથી તેને સમજાયું કે જે વર્તન તે બીજા સાથે કરે છે, તે જ વર્તનનો અનુભવ તેને થઈ રહ્યો છે. એક યુવતી જ્યારે ઘરની બહાર નીકળે છે, ત્યારે તેને આખો દિવસ આવી હજારો આંખોનો સામનો કરવો પડે છે, જે તેને કોઈ કારણ વગર ઘૂરીને જોતી હોય છે. આ વાર્તા પરથી એ પાઠ શીખવા મળે છે કે કોઈપણ વ્યક્તિને તેની મરજી વિરુદ્ધ ઘૂરવું એ તેના માટે કેટલી અકળામણ અને અસુરક્ષાનું કારણ બની શકે છે. આપણે બીજા પ્રત્યે સંવેદનશીલ બનીને જ સભ્ય સમાજનું નિર્માણ કરી શકીએ છીએ.
(અને એ જ પુરુષ પ્રાર્થના કરે છે
મારે તો ઢીંગલી જેવી દીકરી જોઈએ છે)
કડવું છે પણ સાચું છે

Read More

​(બે પ્રેમીઓ વચ્ચે ગેરસમજણ ઊભી થવાથી એકનું હૃદય તૂટી ગયું છે, છતાંય તેમનો પ્રેમ જીવંત છે. તેઓ એકબીજાથી દૂર રહીને પીડા અનુભવે છે, પણ તેમ છતાં મનથી અલગ નથી થઈ શકતા તે બંન એકબીજા સામે જોઈ અનેે મનમાં વિચારત હોય છે.)
​માદા સારસ:
'તારા દુઃખને હું સમજી શકું છું,
મને ખબર છે કે તારા મનમાં શું ચાલી રહ્યું છે.'
​નર સારસ:
'હું તને યાદ કરું છું, મને તારી જરૂર છે...
તારી પાસે રહેવાની, તારી એ મીઠી સુગંધની,
તારા હાસ્યની, તને ભેટીને રોવાની,
પણ તું તે નથી તું કોય ઓર છે.
તું એ નથી જેને હું પ્રેમ કરું છું.'
​માદા સારસ:
'મને ખબર છે કે તારું હૃદય મારા કારણે તૂટી ગયું છે,
પરંતુ એક દિવસ તું મને સમજીશ.
હું તને ખૂબ પ્રેમ કરું છું,
જ્યારે તું આ આઘાતમાંથી બહાર આવીશ,
ત્યારે તને મારી લાગણી સમજાશે.'
​નર સારસ:
'તું મારાથી ખોટું બોલી એનું દુઃખ નથી,
પણ તારાથી દૂર રહેવાનું દુઃખ અસહ્ય છે.'
​માદા સારસ:
'પ્રેમ કરવો સહેલો નથી.
તેમાં ઘણી કસોટીઓ આપવી પડે છે.
આપણે બંને અત્યારે એ જ કસોટીમાંથી પસાર થઈ રહ્યા છીએ,
કારણ કે પ્રેમમાં વિશ્વાસ જરૂરી છે.'
DHAMAk
(હું જે આ લખું છું તે ન સમજાય તો તેમાં મજા ન આવતી હોય તો જણાવજો કારણકે અમે નવું હજી શરૂ કર્યું છે એટલે થોડીક મિસ્ટેક તો થાય જ છે
છતાંય ગમે તો કહેજો તો આગળ લખવાનું જારી રાખીશ)

Read More

સારસ પંખી

(બે પ્રેમી પંખી જ્યારે પ્રેમમાં હોય
એકબીજા સાથે વાત ન કરી શકતા હોય)

નર)
"આપણે બે સારસ પંખી જાણે કે એક જ દરવાજાના બે ભાગ છીએ. હું તને મળવા માટે પાંખ ખોલું છું, ત્યારે તું દૂર થઈ જાય છે. તું મારી પાસે આવે છે, ત્યારે હું દૂર જતો રહું છું. આપણે બન્ને એકબીજા સાથે વાત કરવા ઈચ્છીએ છીએ, પણ ખબર નહીં કેમ, આપણા શબ્દો એકબીજા સુધી પહોંચી જ નથી શકતા. આપણે એકબીજાથી દૂર ભાગીએ છીએ."
​(માદા)
"ગઈ રાત્રે સપનામાં મેં તને ફરી જોયો. હું દુઃખી હતી, જ્યારે તું મારી સાથે વાત કરતો હતો. મેં મારા કાન બંધ નહોતા કર્યા, પણ હું કંઈ બોલી ના શકી. મનમાં રહેલી વાત છુપાવવી ખૂબ અઘરી હોય છે. તું મને મારાથી પણ વધારે ઓળખે છે. અને એક વાત, મારું અસ્તિત્વ ત્યાં છે, જ્યાં તારું અસ્તિત્વ છે."

Read More

આંસુ

​ખારો સ્વાદ આંસુનો,
ખારો સ્વાદ સાગરનો,
એક લાગણીનું પૂર,
એક અવકાશનો અગણિત પટ
​કહે છે આંસુમાં દર્દની ગાથા,
કહે છે સાગરમાં અણજાણી વાતોની કથા
​આંસુ છે અંતરની ઊંડાઈ,
સાગર છે કુદરતની ગહેરાઈ
​બંનેમાં છે અસહ્ય ખારાશ,
એક મનની, બીજી વિશાળતાની
​પણ બંને છે જીવનનો ભાગ,
એક અંતરનો અગ્નિ,
એક ભવ્ય સાગરનો ત્યાગ.
DHAMAk

Read More