The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વિષય: રથયાત્રા શીર્ષક: જીવનરૂપી રથ પ્રકાર: ગદ્ય (અછાંદસ) પિંડમાં પ્રસ્થાપિત પરમાત્માની પ્રાપ્તિ, મનથી મનોરથના મહોત્સવની ઉજવણી... આત્માથી પરમાત્માની પરમ અનુભૂતિ, રથયાત્રા એ શ્રીજગન્નાથજીની પાવન ઝાંખી... આ રથયાત્રા માત્ર બહાર દોડતા રથની યાત્રા નથી, એ તો અંદર દોડતા મનની યાત્રા છે... જયાં ભક્તિરૂપ રશ્મિઓથી જોડાયેલા ઘોડાઓ છે, વિશ્વાસની પાંખો છે, અને અહંને ત્યજી મુક્તિ તરફ દોડતું મન છે... એ જ છે યાત્રાનું સચ્ચું સ્વરૂપ. એ જ છે “મનોરથ”.... મનની ઈચ્છા નહી, મનની શ્રદ્ધા. આ યાત્રા આંખની નહીં, અંતરદ્રષ્ટિની છે; સ્પર્શથી નહીં, શ્વાસમાં થતી હાજરીની છે. જ્યાં નયનમાં દર્શન ન હોય, ત્યાં અંતરમાં અલૌકિક અનુભૂતિ હોય... એ જ સચ્ચી યાત્રા છે, એ જ છે પરમ સાક્ષાત્કાર... ભગવાનનો પ્રેમભર્યો સ્પર્શ... ભગવાન જગન્નાથ સૌના જીવનરૂપી રથને યોગ્ય દિશા આપે, અને સૌના અંતરમનમાં વાસ કરે… જય શ્રીજગન્નાથ... જય શ્રીકૃષ્ણ રાધે રાધે... દર્શના "મીતિ"
જાણે એક મનોરથ, એક લાગણીની વણસાતી માગણી હોય. જો તું સાથે હોય!
તું હું ને વરસતો વરસાદ... ન છૂટે આ પળ એક તું હું ને વરસતો વરસાદ, એક છત્રીમાં બે જણ તું હું ને વરસતો વરસાદ.. મહેંકી ઊઠી ધરા ને ભીની ભીની ખુશ્બુ સપનાના આભલે એક તું હું ને વરસતો વરસાદ.. બોલકી આંખો ને મૌન અહેસાસ વીજળી કહુ, કે સ્પંદનો! બન્નેનો એક રાગ તું હું ને વરસતો વરસાદ... ધીમી ધારે અનરાધાર રોમ રોમ ભીંજાય, મંજિલ બને ભૂલભૂલૈયા એક છત્રી તું હું ને વરસાદ... ને ઓચિંતી વીજળી ચમકે આલિંગન થઈ જાય, પછી રહી જઈએ આપણે બે ને આ વરસતો વરસાદ... Dmeeti
બે ચિત્રો વચ્ચે ચીતરાવું ફાવશે નહીં! રંગોમાં અકારણ રંગાવું ફાવશે નહીં! જરા એટલે જરા જ હોય! માંગો અઢળક ને એમાંય ઉમેરો ફાવશે નહીં! સ્વીકારું હું તમારા વગર જીવનનો સાર નથી, એ જાણી સ્વાર્થી બનશો તો ફાવશે નહીં! લાગણીની આ વાતો લાગણીમાં જ રાખો, મને ખુલ્લેઆમ ચર્ચાવું ફાવશે નહીં! બનાવી રાખ્યું છે ટેટૂ તમારા નામનું અમે, શંકાના શિકાર થવું હવે ફાવશે નહીં... આંખોની ભાષા સમજી શકો તો ઠીક! હોઠોને વાતોનો હાશકારો ફાવશે નહીં... લખું છું નવલકથા આખે આખી તમારા નામની, વાંચી અભિપ્રાય ના આપો તો હવે ફાવશે નહીં! Darshana Dmeeti
એને જ્યારે શીખવાની શરૂઆત કરી.. ત્યાં કોઈ માર્ગદર્શક ન હતો — માત્ર અનમોલ ઈચ્છાઓ હતી. ઘણી અડચણો ભેગી થઈ, એમ છતાં ઠોકરે ઠોકરે શીખતી ગઈ. ઝખ્મો પડ્યાં, તો એની મમતા પોતે જ મલમ બની, દર્દને દબાવી, માર્ગે નિરંતર ચાલતી રહી.. ઠોઠમાં જાત ખપાવતી રહી, એટલે નહીં કે એને ગમતું, પણ બીજો કોઈ રસ્તો નહોતો. એને થયું, કાશ... કોઈ હોય જે એની આંગળી પકડી શીખવે, સાંભરે, સંભાળે ,સમજાવે ને શીખવાડે... પણ એને એના જેવું કોઈ મળ્યું નહીં. એને એની અંદરનો સાથજ મળ્યો — અને એ જ એની સૌથી મોટી જીત બની. છેવટે દુનિયા માટે એ પ્રતિસ્પર્ધી ઘમંડી બની ગઈ, પણ એ તો ક્યારેય સ્પર્ધામાં હતી જ નહીં. એ તો ફક્ત જીવતા શીખી રહી હતી....— જ્યાં દરેક શ્વાસ એક પરીક્ષા હતી, અને દરેક પ્રાર્થના એક પડકારથી ઓઢાયેલી... હા, એ ઘમંડી નહોતી, બસ, એને દુનિયાદારી શીખી લીધી હતી. દર્શના "મીતિ" after long time...
શબ્દધાર કે ચૉકલેટ મધુરી, નયનોએ રચી ગઝલ મધુરી. સ્પંદન-સ્પંદનમાં સ્મૃતિ ધબકતી, યાદોમાં ભળી મીઠાશ અધૂરી. DMeeti #Radhe Radhe #Darshu #chocolateday
આપે જો હક તારી ઉદાસી આવરી લઉં, મનના ઉદાસ ઓરડે પ્રેમનો દીપ પ્રગટાવી દઉં... આ દુનિયા મરે છે તન પર ધન પર, એકવાર કહે તો તારા ભીંતરને અજવાળી દઉં... #Dmeeti #ProposeDay #LoveQuotes #ShayariLover #Feelings #RomanticVibes #Heartfelt #DeepThoughts #HindiShayari #GujaratiPoetry #Darshu #radheradhe #like #share #comment #following & #support
આંખોના ડોળા બતાવી એ લઈ ગયા ગુલાબ, મારે શું સમજવું હવે; એમની હા હશે કે ના! Dmeeti... Darshu RadheRadhe
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser