The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
રૂપ તારું સોહામણું, નામ તારું પ્યારું, જાનકી, તેજ તારું સૌના મન હરનારું. સીતા જેવું સરળ મન, ભક્તિ તારી સાચી, દુઃખમાં પણ તું હસતી રહે, હિંમત તારી ગાજી. મિત્રતા તારી નિરંતર, સ્નેહ તારો અપાર, જાનકી, તું છે સંસારમાં સુખનો સાગર. અથાગ સમુદ્ર ની ચંચળતા છે તારા માં તું છે નવી દિશા ને નવી ઉડાન તારા માં છે ધારા ના સપના ને તું છે એની એક પડછાયો નિરંતર તું એની સાથે છે એ તારી છે એક નવી દિશા શબ્દો ની વણઝાર વાની કરે ફરિયાદ સ્નેહ તારો એને મળે અપરંપાર..... તું છે નવી દિશા ને નવી ઉડાન .......જાનકી........... પ્રસ્તુતિ by "જીગર" - Jigar
એકદી સર્જકને આવ્યો કંઇ અજબ જેવો વિચાર, દંગ થઇ જાયે જગત એવું કરું સર્જન ધારા ફૂલની લીધી સુંવાળપ, શૂળની લીધી ખટક, ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક. મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી, વૃક્ષથી પરમાર્થ કેરી ભાવના ભેગી કરી. બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી, મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી. પ્રેમ સારસનો ઉપાડયો પારેવાનો ફડફડાટ , કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ. ખંત લીધી કેડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ, નીરતી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યું, એકએક દી સર્જકે ધારા તણું સર્જન કર્યું. દેવદુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી, એ દિવસથી સુખ કેરી ભેટ મને મળી. - જીગર
મારા મોટા હાથો માં તારી નાની હથેળી બંધબેસતી થઇ ગઇ જોતજોતામાં મારી વાની કેટલી મોટી થઇ ગઈ તોતલું બોલતી તારી ભાષા આજે ફ્લૂએન્ટ ઇંગ્લિશ બોલતી થઈ ગઈ કાલ ની મારી નાની પરી આજે સ્વીટ ફાઈવ ની થઇ ગઈ મારો હાથ પકડી ને ચાલતી આજે સ્કૂલ શૂઝ માં દોડતી થઇ ગઈ મૂંઝવણ મારા મોઢા પર જોઈને આજે સુ થયું પાપા પૂછતી થઇ ગઈ પોતે જે રોતા મારા પાસે આવતી આજે એ મારી મૂંઝવણ સમજતી થઈ ગઈ કાલ ની એ નાની પરી આજ ની મારી જિંદગી બની ગઈ -Jigar
મારા મોટા હાથો માં તારી નાની હથેળી બંધબેસતી થઇ ગઇ જોતજોતામાં મારી વાની કેટલી મોટી થઇ ગઈ તોતલું બોલતી તારી ભાષા આજે ફ્લૂએન્ટ ઇંગ્લિશ બોલતી થઈ ગઈ કાલ ની મારી નાની પરી આજે સ્વીટ ફાઈવ ની થઇ ગઈ મારો હાથ પકડી ને ચાલતી આજે સ્કૂલ શૂઝ માં દોડતી થઇ ગઈ મૂંઝવણ મારા મોઢા પર જોઈને આજે સુ થયું પાપા પૂછતી થઇ ગઈ પોતે જે રોતા મારા પાસે આવતી આજે એ મારી મૂંઝવણ સમજતી થઈ ગઈ કાલ ની એ નાની પરી આજ ની મારી જિંદગી બની ગઈ @ જીગર @
સહેજ ઝીણી-ઝીણી ઝરમર થાય છે ને વારતા લંબાય છે એક કોરી લટ જરી ભીંજાય છે ને વારતા લંબાય છે એક આંબો, એક મોસમ, એક કોયલ, એક ટહુકો કે પછી એક એવી બાદબાકી થાય છે ને વારતા લંબાય છે એક દિવસ નખને ઝાકળબુંદથી એ રંગવા બેઠાં હતાં ટેરવેથી સૂર્ય જ્યાં ઢોળાય છે ને વારતા લંબાય છે એમનાં પગલાં પછી પગલાં પછી પગલું મુકાતું જાય છે ઘાસ ધીમે ધીમે લીલું થાય છે ને વારતા લંબાય છે રોજ આંસુની સવારી સાથ આટોપાઈ જાવાની પ્રથા લાગણીની નસ કદી ખેંચાય છે ને વારતા લંબાય છે જીગર પટેલ -Jigar
સહેજ ઝીણી-ઝીણી ઝરમર થાય છે ને વારતા લંબાય છે એક કોરી લટ જરી ભીંજાય છે ને વારતા લંબાય છે એક આંબો, એક મોસમ, એક કોયલ, એક ટહુકો કે પછી એક એવી બાદબાકી થાય છે ને વારતા લંબાય છે એક દિવસ નખને ઝાકળબુંદથી એ રંગવા બેઠાં હતાં ટેરવેથી સૂર્ય જ્યાં ઢોળાય છે ને વારતા લંબાય છે એમનાં પગલાં પછી પગલાં પછી પગલું મુકાતું જાય છે ઘાસ ધીમે ધીમે લીલું થાય છે ને વારતા લંબાય છે રોજ આંસુની સવારી સાથ આટોપાઈ જાવાની પ્રથા લાગણીની નસ કદી ખેંચાય છે ને વારતા લંબાય છે જીગર પટેલ
સ્નેહી શ્રી,* *મારા તથા મારા પરિવાર તરફથી...* *આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના.* *આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.* *નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....*💐💐 jigar patel 🙏Happy New Year 🙏
*जो मुस्कुरा रहा है, उसे दर्द ने पाला होगा..* *जो चल रहा है, उसके पाँव में छाला होगा..* *बिना संघर्ष के इन्सान चमक नही सकता, यारों..* *जो जलेगा उसी दिये में तो, उजाला होगा.* *🌹🌹🌹 शुभ सवार 🌹🌹🌹*
*જન્મ થી મરણ સુધી આપણે ઈશ્વર સાથે શતરંજ જ રમવાની છે* *ફરક માત્ર એટલો જ છે કે આપણે જે ચાલીએ તે "ચાલ" કહેવાય છે અને ઈશ્વર જે ચાલે છે એને આપણી "ચાલ" નું "પરિણામ" કહેવાય છે...!!!!!* 🙏
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser