Quotes by Kaushik Dave in Bitesapp read free

Kaushik Dave

Kaushik Dave Matrubharti Verified

@kaushikdave4631
(4.4k)

કોઈ કહે કે બદનામ જાય છે
કોઈ કહે કે મહેફિલમાં જાય છે
આ તો કવિઓનો મુશાયરો છે
વાહ વાહ અને ખુશહાલી લાવ્યો
કવિને કેમ બદનામ કરે છે?
જોઈને લોકો દૂર ખસે છે
કાવ્ય તો સાહિત્યનું અંગ છે
લેખક કહે વાંચવામાં લોકોને રસ ક્યાં છે?
બધે જ ટીવી ફિલ્મોની વાતો
ફટાફટ સ્ટોરી, ગુમરાહ કરતી વાતો
કોઈ કહે કે આ કવિ જાય છે
હાથમાં થેલો નથી,ને જર્સી પહેરે છે
બદલાયો જમાનો, ઝભ્ભા થેલાનો
તમે પણ બદલાઈ જાવ
કવિ, લેખકને સન્માન આપો
કોઈ કહે કે આ દિલ ફેંક કવિ છે
ફિલ્મી ગીતોની સમજ પણ કોને છે?
- કૌશિક દવે

Read More

કુદરતનું સંગીત અને મધુર ગાન
મધુરાષ્ટક સાંભળવાનું મન થાય

મોરલીની તાન વાગે વૃંદાવનમાં
જગત આખું વશમાં આવી જાય..

એક વખત કાન્હો કહી દે આપણને
હું આવું ત્યારે મધુર ધ્વનિ બની જાય..
કૌશિક દવેના જયશ્રી કૃષ્ણ 🙏
- Kaushik Dave

Read More

જવાબદારી હશે તો જ આત્મવિશ્વાસ આવશે.
બિન જવાબદાર વ્યક્તિને વધુ આત્મવિશ્વાસ કે આત્મવિશ્વાસ વગરનો બની શકે છે.

વર્ષો પહેલાં મને એક વ્યક્તિએ કહ્યું હતું કે જો આપણો આત્મવિશ્વાસ વધારવો હોય તો કોઈ કાર્ય કરતા પહેલા ત્રણ વખત ઉંડો શ્વાસ લો. શ્વાસ લેતી વખતે ઈષ્ટદેવનું નામ લો.
ને મનમાં વિચારો કે આ કાર્ય હું ખંતથી પૂરી કરી શકીશ.
- કૌશિક દવે
- Kaushik Dave

Read More

यह है अधूरे प्यार की कहानी
प्यार में कौन अधूरा है?
अपनी पसंद से न मिले प्यार तो
जीने के लिए कोई दूसरा है।
अपनी किस्मत में जो होना हो
उसे हमें अपनाना है।
असंतृप्त और असंतुष्ट मन को
हमें सरल बनाना होगा।
मन का तो क्या है भैया
मन तो बहुत चंचल है।
इसलिए घरवालों के प्यार से
हमें जिंदगी जीना ही है
नहीं भटकना प्यार की ख़ोज में
अपने अंतर्मन में प्यार को देखना है।
जो समझा जाये इस बातों को
जिंदगी में खुशियां आ जाती है।
- कौशिक दवे
- Kaushik Dave

Read More

આ તો રોજ રોજ બોલવાનું હેં
સાંભળો છો? પછી કહેવાનું હેં!
આ તો રોજ રોજ બોલવાનું હેં
નથી સાંભળતા મારું, પૂછું છું તો કહે હેં!
આ તો રોજ રોજ બોલવાનું હેં
પછી બોલવાનું ઓછું ને ઈશારો કરીને બોલાવે
ઝટપટ કહું બોલ કહે
આ તો રોજ રોજ બોલવાનું હેં
- Kaushik Dave
- Kaushik Dave

Read More

નથી ગમતું છતાં લખું છું
લખવામાં કંજૂસાઈ કરું છું
ગમે કે ગમે બીજાને તો પણ
લખવા માટેની પહેલ કરું છું.
- કૌશિક દવે
- Kaushik Dave

Read More

કલ્પનામાં આવેલી ગઝલ જિંદગીમાં લખાતી નથી,
વાસણના ખડખડ વચ્ચે, હાસ્યની છોળો થતી નથી.
- કૌશિક દવે
મંઝિલ છે ઘણી દૂર, જિંદગી પાણી જેવી તો નથી!
કાગળમાં છપાયેલી કવિતા જેવી, જિંદગી જોઈ નથી.

કવિઓની મહેફિલમાં વાહ,વાહ, બહેતરીનના સૂર છે,
ઘરમાં આવે ત્યારે એ કવિતા, ફક્ત કાગળના બેસૂર છે.

સમજમાં આવી ગયું મને કે, જિંદગી જીવવી જરૂર છે,
ઘર ચલાવવા માટે પણ, થોડાં ઘણાં ફદિયાની જરૂર છે,

જોઈ લો, કવિની જિંદગી તો, ફક્કડ ગીરધારી જેવી છે,
લેખકોને મળે એવું માન,કવિને આપવાનું બાકી છે.

કવિની જિંદગીમાં પ્રેરણા આપે,એવી માશૂકા પણ ન હોય,
પણ જિંદગીમાં પ્રેરણાસ્ત્રોત તો,કવિ માટે પ્રિય પત્ની છે.
- કૌશિક દવે

- Kaushik Dave

Read More

ખજાનો ખજાનો શું કરો છો?
ખજાનાથી કેમ ખુશ થાવ છો?
ખજાનો તો કેટલાય જણે સંઘર્યો,
મૃત્યુ પછી ખજાનો કોણે જોયો?
- કૌશિક દવે
જીવનનું સત્ય એક જ છે,
ખુશી અને સંતોષ ખજાનો અણમોલ છે.
ખુશ રહેવું અને ખુશીઓ આપવી,
એવા ખજાનાથી સંતોષ મળે છે.

જિંદગીનું બીજું સત્ય એ જ છે,
શાંતિ અને પ્રેમનો સંદેશ છે.
ગુપ્ત ખજાનો આને જ કહેવાય,
યુદ્ધોથી ખજાનો ખાલી કરાય!

જે આતંકવાદ અને યુદ્ધો કરે છે,
ઈશ્વરનો સંદેશો નકારી કાઢે છે.
માનવ દેહ મળ્યો છે ત્યારે,
જીવો અને જીવવા દો મંત્ર મળ્યો છે.

ગુપ્ત ખજાનો કોને કહેવાય?
ઈશ્વરને ઓળખે એને જણાય.
સંતોષનું સ્મિત જેને મળે છે,
એને ગુપ્ત ખજાનાનું રહસ્ય જડે છે.
- કૌશિક દવે
- Kaushik Dave

Read More

જિંદગીનો આ નવો યુગ, ડિજિટલની વેદનામાં,
સંપર્કો પણ હવે, નેટની સાથે ગાંઠમાં.
મુલાકાતો, પ્રેમ, લાગણીઓના સંદેશા,
ઓનલાઈન દુનિયામાં ખોવાય છે ભાષા.
-કૌશિક દવે
વિડિયો કોલ, સેલ્ફી, અને ચેટનો ખેલ છે,
હવે કોઈ મળવું નથી, માત્ર સ્ક્રીન પર ઝલક છે.
પણ આ બધામાં પણ એક સત્ય છે છુપાયેલું,
જ્યારે દિલ ઝૂકે, ત્યારે એમાં કાંઈક તો રહેલું છે.

ટાઇમ નથી, તો પણ સમયને ઝીલી લે,
આ તાકાત છે, આશા છે, જીવનને જીતી લે.
એક દિવસ ફરી મળવાની આશા રાખીએ,
ઓનલાઈન દુનિયા, પણ જીવનથી જીતી લઈએ.
- કૌશિક દવે
- Kaushik Dave

Read More

बच्चों की शरारतें, मुस्कान की छाया, 
कभी छोटी, कभी बड़ी, पर मन का साया। 
बच्चे तो बच्चे युवा भी शरारतें करते हैं,
मन है शैतान, शैतानी करने लगते हैं।

खाली दिमाग है शैतान का घर,
जहाँ चलती है नकारात्मक की बात। 
मन की शैतानी को रोकना है जरूरी, 
शैतानी सोच को रोकना है जरुरी।

योग और ध्यान से मन को समझो, 
अंतर की आवाज़ को सुनो, और अपनाओ। 
मन को शांत कर, शांति से जियो,
यही तो है,जीवन का सच्चा राज़।

बच्चों की मुस्कान में है स्नेह का संसार, 
दिल के भोलेपन में है जीवन का सार। 
प्रेम और संयम से मन को सजाओं,
खुशियों का बसेरा, जिंदगी ऐसे जियो।
- कौशिक दवे


- Kaushik Dave

Read More