Quotes by Khyati Thanki નિશબ્દા in Bitesapp read free

Khyati Thanki નિશબ્દા

Khyati Thanki નિશબ્દા Matrubharti Verified

@khyatithanki193912
(848.7k)

*વરસાદી યાદો અને અધૂરી સાંજ...*

અર્થ અને અન્વીની દોસ્તી એટલે જાણે એક જ આત્મા બે શરીરમાં. બંને સાથે જ મોટા થયા હતા. કોલેજની કેન્ટીન હોય, વરસાદની સાંજ હોય કે મોડી રાતની ચાની કિટલી—બંને હંમેશાં સાથે જ જોવા મળતા. અન્વીનો ચહેરો જોઈને અર્થ સમજી જતો કે એના મનમાં શું ચાલે છે, અને અર્થના અવાજના ટોન પરથી અન્વીને ખબર પડી જતી કે એ ઉદાસ છે.

પણ એક દિવસ અચાનક, કોઈ જ ઝઘડા વગર, અન્વીએ અર્થથી અંતર બનાવી લીધું. પહેલાં ફોન ઓછા થયા, પછી મેસેજના જવાબ ટૂંકા થયા અને ધીમે-ધીમે અન્વીએ અર્થને મળવાનું જ બંધ કરી દીધું. અર્થે જ્યારે પણ પૂછવાનો પ્રયત્ન કર્યો, અન્વીએ બહુ જ રૂક્ષ અવાજે કહી દીધું: "અર્થ, હવે આપણે મોટા થઈ ગયા છીએ. આપણી આ રોજના મળવાની આદત બરાબર નથી. મારે મારી લાઈફમાં આગળ વધવું છે."
અર્થ સાવ ભાંગી પડ્યો. જે છોકરી માટે એ આખી દુનિયા સામે લડી શકતો હતો, એણે જ આટલી સરળતાથી પાંચ વર્ષની દોસ્તી પર પૂર્ણવિરામ મૂકી દીધું? એણે પણ અન્વીને ફરી ક્યારેય ફોન ન કર્યો.

સમય વીતતો ગયો. બરાબર બે વર્ષ પછી, મુંબઈના એ જ કાફેમાં જ્યાં બંને કલાકો સુધી બેસતા હતા, અર્થ કોફી પી રહ્યો હતો. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો—એવો જ વરસાદ જે અન્વીને બહુ ગમતો હતો.

અચાનક કાફેનો દરવાજો ખુલ્યો અને...

આગળની વાર્તા આપ વાંચી શકો છો

https://whatsapp.com/channel/0029VaAKYgILtOj7kOJ5ow2P

Stay tuned with
Dr Khyati Thanki
' નિશબ્દા '

Read More

સ્નેહના આ સરનામે, આજથી વ્હોટ્સએપ ચેનલ પર દરરોજ સવારે સાહિત્યનું એક નવું આચમન અને દરરોજ સાંજે એક સુંદર વિડિયો આપના આંગણે આવશે. તો ચાલો જાણીએ સાત દિવસનો આ સાહિત્યિક ઉત્સવ:

સોમવાર (Monday): 🌸 કાવ્ય — અઠવાડિયાની શરૂઆત કવિતાના મધુર વહેણ સાથે.

મંગળવાર (Tuesday): 📖 નાનકડી વાર્તા — હૃદયના તારને ઝંકૃત કરતી નાની પણ મનનીય વાત.

બુધવાર (Wednesday): ✨ પ્રેરણાત્મક વિચાર — મનને સકારાત્મક ઉર્જાથી મઢી દેતી ચિંતન કણિકા.

ગુરુવાર (Thursday): ⏳ 'પ્રતીક્ષા' નવલકથાનો અંશ — મારી નવલકથા 'પ્રતીક્ષા'ના અપ્રાપ્ત અને રોમાંચક ભાગની સફર.

શુક્રવાર (Friday): 📚 પુસ્તક સમીક્ષા — શ્રેષ્ઠ પુસ્તકોની દુનિયાની સફર અને પુસ્તક-પરિચય.

શનિવાર (Saturday): 🌍 વિશ્વ સાહિત્ય — વૈશ્વિક સ્તરના ઉત્કૃષ્ટ સાહિત્ય અને લેખકોનો રસથાળ.

રવિવાર (Sunday): ✍️ મુક્તક — રજાના દિવસે ચાર જ પંક્તિઓમાં આખા આકાશ જેવો વિસ્તાર.

🎬 ખાસ નોંધ: દરરોજ સાંજે એક સુંદર વિડિયો તમારી સ્ક્રીન પર લાઈવ થશે, જે તમારા દિવસને વધુ સભર બનાવશે

શુભસંધ્યા 🌹

Follow the પ્રેમ વિચારોનો 🌹 channel on
WhatsApp: https://whatsapp.com/channel/0029VaAKYgILtOj7kOJ5ow2P

Read More

Khyati Thanki નિશબ્દા લિખિત વાર્તા "પ્રેમની ક્ષિતિજ - 21" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19919394/premni-kshitij-21

મૈત્રી અને પ્રેમ જિંદગીને જોડતો સેતુબંધ. મૈત્રીથી શરૂ થતો પ્રેમ કે પ્રેમથી બંધાતી મૈત્રી નવા જીવનના ઉમંગને વાચા આપે છે અને જીવવાનું કારણ પણ. મૈત્રી અને પ્રેમ જ ખરા અર્થમાં અણીશુદ્ધ સંબંધો છે કેમકે તે ફરજિયાત સંબંધોની સીમાની બહાર પોતાનું અસ્તિત્વ સાબિત કરે છે.

પ્રેમની ક્ષિતિજ 21
ખ્યાતિ થાનકી ' નિશબ્દા '


HAPPY SUNDAY 🌹

Read More

પ્રેમ વિચારોનો

રાધે જ રાધે   
સર્વ પીડા મુક્ત   
પ્રેમભક્તિ

રાધા વિના કૃષ્ણ કે પછી કૃષ્ણ વિનાની રાધા કલ્પના શક્ય છે ? કદાચ નહી...... રાધા અને કૃષ્ણના વ્યક્તિત્વ વિશે વિચારીએ તો બંને અલગ અલગ રીતે પૂર્ણ વ્યક્તિત્વ હતા, પરંતુ એકબીજા ના સંદર્ભમાં વિચારીએ તો એકબીજા વિના અધૂરા.,.. અપૂર્ણ...... અપૂર્ણતા ને અધૂરપ સાથે નો વિરહ જ જો બંનેને પૂર્ણતા બક્ષે તો પછી પુછવું જ શું?

દરેક યુગમાં નવા પ્રેમની પરિભાષા આપતા રાધાકૃષ્ણના 'વિરહી પ્રેમ '  આલેખતી રાધાઅવતાર વિશે ભાવ વિચાર
ખ્યાતિ થાનકી


Khyati Thanki નિશબ્દા લિખિત વાર્તા "રાધાવતાર..... ભાવ વિચાર 1 અને. 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19907965/radhavtaar

Read More

પ્રતીક્ષાથી હ્રદયમાં ઉઠતું સ્પંદન  પ્રિયજનના સુખની પ્રાર્થનામાં વિસ્તરે છે......

-Khyati Thanki નિશબ્દા

Khyati Thanki નિશબ્દા લિખિત વાર્તા "પ્રેમની ક્ષિતિજ - 14" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19917383/premni-kshitij-14

પ્રેમ વિશ્વાસ અને વફાદારી એક બંધને બંધાયેલા સ્નેહ તંતુઓ. એકબીજા વિના અસ્તિત્વ અધુરું.પ્રેમ ક્યારે વિશ્વાસ અને વિશ્વાસ ક્યારે વફાદારી માં પરિવર્તિત થઇ જાય તે હજુ  માનવી માટે આશ્ચર્યનો વિષય છે.આ જ પ્રેમ આગળ જતા વિશ્વાસ અને વફાદારીનું  કારણ બની માનવીને નવી રચનાત્મકતા તરફ લઈ જાય છે.

પ્રેમની ક્ષિતિજ 14
ખ્યાતિ થાનકી

Read More