Gujarati Quote in Romance by Khyati Thanki નિશબ્દા

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*વરસાદી યાદો અને અધૂરી સાંજ...*

અર્થ અને અન્વીની દોસ્તી એટલે જાણે એક જ આત્મા બે શરીરમાં. બંને સાથે જ મોટા થયા હતા. કોલેજની કેન્ટીન હોય, વરસાદની સાંજ હોય કે મોડી રાતની ચાની કિટલી—બંને હંમેશાં સાથે જ જોવા મળતા. અન્વીનો ચહેરો જોઈને અર્થ સમજી જતો કે એના મનમાં શું ચાલે છે, અને અર્થના અવાજના ટોન પરથી અન્વીને ખબર પડી જતી કે એ ઉદાસ છે.

પણ એક દિવસ અચાનક, કોઈ જ ઝઘડા વગર, અન્વીએ અર્થથી અંતર બનાવી લીધું. પહેલાં ફોન ઓછા થયા, પછી મેસેજના જવાબ ટૂંકા થયા અને ધીમે-ધીમે અન્વીએ અર્થને મળવાનું જ બંધ કરી દીધું. અર્થે જ્યારે પણ પૂછવાનો પ્રયત્ન કર્યો, અન્વીએ બહુ જ રૂક્ષ અવાજે કહી દીધું: "અર્થ, હવે આપણે મોટા થઈ ગયા છીએ. આપણી આ રોજના મળવાની આદત બરાબર નથી. મારે મારી લાઈફમાં આગળ વધવું છે."
અર્થ સાવ ભાંગી પડ્યો. જે છોકરી માટે એ આખી દુનિયા સામે લડી શકતો હતો, એણે જ આટલી સરળતાથી પાંચ વર્ષની દોસ્તી પર પૂર્ણવિરામ મૂકી દીધું? એણે પણ અન્વીને ફરી ક્યારેય ફોન ન કર્યો.

સમય વીતતો ગયો. બરાબર બે વર્ષ પછી, મુંબઈના એ જ કાફેમાં જ્યાં બંને કલાકો સુધી બેસતા હતા, અર્થ કોફી પી રહ્યો હતો. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો—એવો જ વરસાદ જે અન્વીને બહુ ગમતો હતો.

અચાનક કાફેનો દરવાજો ખુલ્યો અને...

આગળની વાર્તા આપ વાંચી શકો છો

https://whatsapp.com/channel/0029VaAKYgILtOj7kOJ5ow2P

Stay tuned with
Dr Khyati Thanki
' નિશબ્દા '

Gujarati Romance by Khyati Thanki નિશબ્દા : 112027879
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now