Quotes by Manjibhai Bavaliya મનરવ in Bitesapp read free

Manjibhai Bavaliya મનરવ

Manjibhai Bavaliya મનરવ Matrubharti Verified

@manjibhaibavaliya.230977
(13.2k)

જ્યાં પ્રતિ કૂળ લોક સમાજ હોય જ્યાં કશા સહકાર અને અનુરુપ તા ન હોય તેવા લેખક કવિ સાહિત્યકાર નું જીવન કવન દય નીય હોય છે . ચોરાતુ જીવન સહન કરવા સિવાય કશું ન વળે.
- Manjibhai Bavaliya મનરવ

Read More

જ્યાં પ્રતિ કૂળ લોક સમાજ હોય જ્યાં કશા સહકાર અને અનુરુપ તા ન હોય તેવા લેખક કવિ સાહિત્યકાર નું જીવન કવન દય નીય હોય છે . ચોરાતુ જીવન સહન કરવા સિવાય કશું ન વળે.
- Manjibhai Bavaliya મનરવ

Read More

नूतन वर्षाभिनंदन
नया वर्ष आपके लिए सुख शांति और समृद्धि बनी रहे और संकल्पों को पूरा करने में कामयाबी रहे ऐसी कामना करते हैं।

Read More

લોક વાણી ભાગ
રહેવાનું
લય મેળ કાવ્ય
મળે જો હેત ભાવ તો પ્રેમે મળી રહેવાનું,
સુન મુન બની ચૂપ શમણે સરી રહેવાનું.

જેવી પળ વહે છે તેમ વહીને રહેવાનું,
વર્તી રહે એ જ વર્તને શમી સહેવાનું.

છે તો છે નથી તો નથી શૂન્યે કહેવાનું,
જીવન વિતે એ જ સ્મરણમા રત રેવાનુ,

સંતાપે ભલે સુખ દુખ નિજાનંદે રેવાનું,
કદી વલોવે તો નવનીત બની જવાનુ.

શોષતા વાણા સ્પંદનો માં જરી જવાનુ,
મનરવ વહે છે મહેક વહેંચાઈ જવાનું.

મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા તા તળાજા જિ ભાવનગર ગુજરાત

Read More

જ્યાં જ્યાં સજ્જનો હોય ત્યાં અમાનવિયતા નિવાસ કરતી હોય અને સુજન મુક બની સહતા હોય.
એ સત્ય છે .ઈશ્વરને પણ તેનો સામનો કરવો પડેલો રામ ,રાવણ કૃષ્ણ, કંચ આજના જમાનામાં ફિલ્મી સ્ટાઈલમાં કહિયે તો હિરો,વિલન.
- Manjibhai Bavaliya મનરવ

Read More

બીજાના માલિક બની રહેવા કરતાં બીજાનું સારું જોઈ રહેવામાં જીવન નો ખરો આનંદ મળતો હોય છે.
- Manjibhai Bavaliya મનરવ

લોક વાણી ભાગ.૮

ચકલો ચકલી,
લય મેળ ગીત રચના

એક ચકલી ને ચકલો હતા.
ભમી ભમી ને તણખલા વિણતા હતા....

ઘર ના આગણી એ નાચ નાચતા,
નેવે નમીને નીડ બાધતા હતા.

ચીં ચીં ચીં કરી ને સમતા હતા...‌

ગૂંથતા નીડ ને મહેનતથી મહાલતા.
જાણે જાહો જહાલી મહેલાતમા.

સ્નેહે સંગાથ માં ચણતાં હતા.

બાઘ્યુ પરબ ને તૃષા છીપાવતા.
જૂલે હિંચોળે ને પળ પળ પોષતા.

રોજ ની શમણાં માં સજાગતા હતા.

મનડાના મેળ હોય આવતા જાતા.
ફર ફર ઊંડે ને આવકાર આપતાં.

ચણી ચણ પાછા ઊડી જાતા હતા.

માળા માં ઈંડાને સંભાળતા હતા.
ચેવવાના વાણલા વિતાવતા હતા.

પોષણ ના મૂલ ને મુલવતા હતા.

સાથી સંગાથે જીવન વિતાવતા.
ધમ ધમતા જીવનને પલ્લવતા હતા .

લાગણી હૂંફ માં મનરવ મળતા હતા.

મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા

Read More

લોક વાણી ભાગ ૭

વગડામાં વાતો તો વાયરો,ફરકે પંખી ને ટહુકે એકલું,....

જુએ છે મીટ ને તરુડુ એકલું..

પૂછે તરુ કે કેમ છે,સ્થિરતા એમને એમ છે.
ભલે આવે તાપ તાણ ને વંટોળ ને વનનો વહેમ છે.

બસ જાણ્યું જુએ છે એટલુ.....

એન ઘેન દિવા ધેન ઘૂમે ધમકાર મા.
લાગણી વહે છે વર્તન ફનકાર મા .

પીડાતી કાય હાય ને ઊંડે તણખલું....

કસે કણ ધણ રજ રોળી તોળીને.
સુવાસ શ્વાસ ચૂમે ખોળી ખોળી ને.

ભૂલે સાન ભાન ને ભવમાં ભટકલુ....

શબ્દોની સુવાસ માં ભેળાંતા રેળાં.
જણ મનના ભરાતા વગડાના મેળા..

ફંફોસી કાયાને સ્પંદન નું છમકલું....

હર દિન નો રોજ અહીં મુકામ છે.
રેતી ના રણ માં તૃષાય શુકામ છે.

અજાણી અણ ઓળખ માં એટલું ....

પરિ પ્રસરાવી શમણાં છે સતુના.
કઈ ઊગ્યા છે સંગાથ પૂર્ણ પ્રિત્યુના.

નામે ભુલી ને ભૂસે ચહેરા જેટલુ..

હોય ભવનુ ભરણ ને ઝાંઝવા જળુભે.
સોહે જાળું કરોળીયા નોળિયા જળુભે.

મનરવ મનજી ઘડે ઘાટ નજરાય તેટલું.

પ્રેમનું પંખી.. ગીત રચના....
મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા

Read More

લોક વાણી ભાગ. ૬

અજાણ્યા વ્હાલની એ અધિરાય છે.
સ્મરણમાં શબ્દ બની ને લહેરાય છે.

છોડવા મથો તો છોડી નહીં શકો,
વનમાં વચતી વેલીય વનરાય છે.....


ધારો કઈકને કંઈક હોય જુદું,
પ્રકાશે દીપ ને ઉડતું રહે ફુદું.

કંઈક પામવાનો એજ પમરાટ છે.

એવા જ એવા હોઈએ છીએ એવા,
ભટકો નહીં ભ્રમમાં કહો છો તેવા.

રહેશું તેમ રહેશું રસમ રહેવાય છે....

ભૂલો ના ભ્રમિત ભ્રમણા ના ભેદો,
અજ્ઞાન ના પડે છે અવિરત સેદો.

ભૂલાવે સાન ભાન શમણાં સેવાય છે...

ઓળખવા પણ કઠીન કહેવામાં,
તદ્રુપ તામાં તે જ મય રહેવામા.....

તર્કના તાણા માં સહુ તણાય છે....

મનરવ પણ એ અણઘડ અજાણ છે.

સુગમ લય મેળ

મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા

Read More

લોક વાણી ભાગ ૫

યાદોની અમીરાતે ઉર ઉભરાય.
પ્રેમના પાલેવડે લહેર લહેરાય્

વરસી ઘડી વાદળીખળજળ ખળી.
વહી રહે ઝરણાં ક્યાંથી જાય કળી.

લચતી લતા વેલી નીતરતી ન્હાય..

જળ ઝરતા વૃક્ષોએ વાત કરી.
શીતળતા શબનમ ની ભાત ભરી.

કૂંપળ ફળ મંજરી મન મળાય...

મોરલા કરે ગ્હેકાટ મન મૂકી.
વન વગડાની હરીયાળી ઝૂકી.

સ્નેહના સંભારણા ચિત ચરાય...

મનરવ આમ વહે મલકનો મેળો.
ભાતિગળ ની ભાત એ પણ ભેળો.

મૂલ સહુ સહુ ના સ્વમાં સમાય...

લે,,ક,
મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા

Read More