લોક રચના
વિખરાતા વાણાંમાં નીજ ફેકાણા,
અંતરની એરણે હથોડે ટીપાણા.
જોબન જુવે નહીં કોઈ,જરાના વાયે વેરાણા.
પહોંચવા મુકામ લગી,ચોમેર તેજ રસે રેલાણા.
એજ બની ફેરિયા ના સાદે, સુવાસ બની વહેચાણા.
સફાઈ વાળાના વેશમાં ઘંટ નાદે સંભળાણા.
માગણ ના વેશ માં ઘર ઘર એ જ મંગાણા,
ભંગાર બની ને અસ્તિત્વના ભંગારે ભંગાણા.
પશુ પક્ષી ને જીવ જત સ્વ બની ને પોષાણા.
મનરવ ની મહેકતી દુનિયા માં શબ્દ બની શોષાણા.
મનજીભાઈ કાળુભાઇ મનરવ