Quotes by Awantika Palewale in Bitesapp read free

Awantika Palewale

Awantika Palewale Matrubharti Verified

@palewaleawantikagmail.com200557
(31.3k)

એક તારાં જ સાથથી જીવન વ્યતીત થાય છે,
નહિતર આ દુનિયા સાથે ફક્ત એક રીત થાય છે.

તારી નજર પડે તો વસંત ખીલી ઉઠે છે,
નહિતર દરેક ઋતુમાં અજબ શીત થાય છે.

તારા શબ્દોથી દિલને અજબ શાંતિ મળે છે
નહિતર મનમાં કેટલી અનકહી પ્રીત થાય છે.

તું નજીક હોય ત્યારે સમય પણ થંભી જાય છે
પળ પળ જાણે પ્રેમની નવી જીત થાય છે.

તું દૂર હોવા છતાં મારાં અહેસાસમા સાથે છે.
એટલે જ આ દિલને થોડી રાહત મળી જાય છે.

તારી યાદ આવે તો રાત ચાંદની બની જાય છે
નહિતર આ આંખોમાં અંધકારનો વસવાટ થાય છે.

તું મળ્યો ત્યારથી મને જીવનનો અર્થ મળ્યો છે,
નહિતર આ સફર બસ એક અજાણી રીત થાય છે.

તારા સાથમાં પીડા પણ સંગીત બની જાય છે,
તારાં વિના ખુશી પણ ક્યારેક હાર બની જાય છે.

દિલમાં હવે તો એક જ દુનિયા બનાવી છે,
જ્યાં તારાં જ અહેસાસનો દરબાર ભરાય છે.

મારા દિલની વાત કલમથી લખી દઉં છું,
એક તારાં જ નામથી દરેક પ્રીત થાય છે.

એક તારાં જ સાથથી જીવન વ્યતીત થાય છે,
નહિતર આ દુનિયા સાથે ફક્ત એક રીત થાય છે.

Read More

બસ મને આ રંગોમાં તારો સ્પર્શ જોઈએ,
ફિક્કા લાગતા સપનાઓને થોડો ઉજાસ જોઈએ.

શબ્દોની ભીડમાં પણ તારું મૌન મને જોઈ,
બસ હૃદયના દરેક ખૂણે તારો વસવાટ જોઈએ.

હું જ્યાં અટકી જાઉં ત્યાં તું માર્ગ બની જોઈએ,
બસ દરેક સંજોગમાં મને તારો સાથ જોઈએ.

નાં કોઈ વચન નાં કોઈ ચાહતની રાહત
આ રંગભરી જિંદગીમાં તારો સાથ જોઈએ.

બસ એટલું જ પૂરતું છે મારાં દરેક શ્વાસ માટે
બસ મને આ રંગોમાં તારો સ્પર્શ જોઈએ.

Read More

एक अनकही दास्तां तेरी और मेरी रह गई,
लबों तक आकर हर बात अधूरी रह गई।

नज़रों ने कह दिया जो ज़ुबां कह न सकी,
भीड़ में भी हमारी मुलाक़ात अधूरी रह गई।

वक़्त ने चाहा कि फ़ासले कुछ कम हों,
पर हर कोशिश के बाद दूरी रह गई।

तेरी ख़ामोशी ने मुझे बहुत कुछ सिखाया,
मेरी हर शिकायत भी बेआवाज़ रह गई।

हम साथ थे, फिर भी साथ न हो पाए कभी,
क़िस्मत की लिखावट कुछ ऐसी रह गई।

नाम तेरा दिल ने हर दुआ में लिया,
मगर हर दुआ मुक़म्मल न हो सकी, अधूरी रह गई।

आज भी यादों में तेरी खुशबू बसती है,
इक अनकही दास्तां… जो तेरी और मेरी रह गई।

Read More

थोड़ी देर के लिए ही सही, मेरे पास बैठ
ये लम्हा उधार ले ले, मेरे पास बैठ
शब्द थक गए हैं चलकर, ख़ामोशी बोल उठे
दिल को ज़रा सुला दे, मेरे पास बैठ
तू आए तो मौसम भी अपना रंग बदल ले
ये शाम सँवार दे, मेरे पास बैठ
ना वादों की ज़िद रख, ना कल की बात कर
आज को ही जीने दे, मेरे पास बैठ
आँखों में जो बचा है, वो सच कह जाए
झूठ से थोड़ी दूरी रख, मेरे पास बैठ
मैं दर्द कहूँ या हँसी—तू सुन ले बस इतना
मेरी हर बात समझ, मेरे पास बैठ

Read More

ऐसे तो हालात नहीं हैं मेरे
कि तेरे लिए ख़ुद को बर्बाद कर लें

इश्क़ को हमने तहज़ीब दी है
हर एक जज़्बे को आबाद कर लें

तेरी निगाहों का एक इशारा
काफ़ी है, सदियों को याद कर लें

हमने सिखाया है दिल को अक्सर
ज़ख़्मों को चुपचाप आज़ाद कर लें

तू सामने हो तो रुक जाती है साँस
दूर हो तो तुझसे फ़रियाद कर लें

हम फ़क़ीर-ए-इश्क़ ठहरे हैं
जो मिल जाए, उसी में इजाद कर लें

Read More

તું મારાં માટે કોઈ વેલેન્ટાઈન નથી
તું તો મારી આખી જિંદગી છે.
શ્વાસ સાથે લેવાતો લયનો સુર છે,
જે જીવવાનું નામ જિંદગી છે.

પ્રેમ કોઈ એક દિવસનો મોહતાજ નથી,
ભવભવથી ચાલી આવેલી એ જ રીત છે.
નામ બદલાયા છે સમય બદલાયો પણ,
તારી ને મારી લાગણી આજે પણ અકબંધ છે.

તું અને હું એકબીજાની સાથે નથી છતાં,
એકબીજાથી દૂર પણ નથી.મૌનમાં પણ
હાજરી તારી છે એવું કોઈ અંતર જ નથી.
તું નજર સામે નથી છતાં,હ્રદયમાં તારો વસવાટ છે.

દૂર હોવાનો ભ્રમ છે માત્ર,અસલમાં તો તું જ સાથ છે.
સમય પૂછે છે પુરાવો પ્રેમનો,અમે શાંતિથી સ્મિત કરીએ .
કારણ કે શબ્દો કરતાં વધુ,અમે એકબીજામાં જીવીએ છીએ.
હોવાં માત્રથી નહીં એકાંતની મોજમાં પણ તું જ શ્વસે છે.

Read More

તારાં આલિંગનમાં સધળી ચિંતાથી મુક્ત થવા માંગુ છું,
દુનિયાના આ શોરબકોરથી હું દૂર જવા માંગુ છું.

ભલે હો રણ જેવી તરસ આ આખા આયખામાં,
તારી હેલીમાં ભીંજાઈને તૃપ્ત થવા માંગુ છું.

નથી જોઈતી મારે આભની આ નિરર્થક ઊંચાઈઓ,
તારી બાહોંના નાનકડા આભમાં સમાવા માંગુ છું.

સમયની આ ગતિ પણ કદાચ ત્યાં જ થંભી જશે,
એક ક્ષણ માટે તારામાં અનંત થવા માંગુ છું.

સીમાડાઓ ઓળંગી ગયા છે બધા જ આ મનનાં,
હવે હું તારા પ્રેમમાં સાવ નિઃશેષ થવા માંગુ છું.

Read More

તમને ગમતી બધી જ વાત હું ના કરી શકું,
મારા મનની દરેક વાત તમને ના કહી શકું.

લાગણીઓનો ભાર ઘણો છે શબ્દો પર,
એટલે જ મૌનમાં હું વધારે જીવી નાં શકું.

આંખોમાં છુપાયેલા સ્વપ્નો બોલવા મથે છે,
હોઠો પર આવીને પણ સ્વર ના બની શકું.

તમે સમજી લો કદાચ એક નજરની ભાષામાં,
કારણ કે હું દરેક સત્ય ખુલ્લેઆમ કહી નાં શકું.

વાત અધૂરી રહી છે શ્વાસોની વચ્ચે ક્યાંક,
સમયને રોકી લઈને એને પૂરી કરી નાં શકું.

આ ગઝલમાં ઊતાર્યું મનનું આખું અસ્તિત્વ,
તમને કહેવું હતું જે, અહીં તો કહી નાં શકું.

Read More

ભીની આંખે સ્મરણોની આ વણઝાર લઈએ,
તમારા દિલમાં થોડો અમારો અધિકાર લઈએ.

સાથે વિતાવેલી એ ક્ષણોની મહેક સાથે રાખી,
જીવનના નવા પથ પર થોડો વિસ્તાર લઈએ.

હતું જે કંઈ પણ સારું-નરસું અહીં છોડીને,
માત્ર સ્નેહનો મીઠો અહીંથી સાર લઈએ.

મળ્યા'તા મુસાફર બનીને આ સુંદર પડાવે,
હવે છૂટા પડીને યાદોનો ઉપહાર લઈએ.

ફરી મળીશું ક્યારેક કોઈ વળાંક પર ‘દોસ્ત’,
ત્યાં સુધી આ મૌનનો હળવો સત્કાર લઈએ.

Read More

કુંપળ થઈ તારી આસપાસ રહું છું
તારા શ્વાસની લયમાં રોજ ખીલું છું
તારું એક સ્મિત શ્વાસનો આધાર બને
હૃદયમાં રંગોનું મેઘધનુષ રચાય છે

પવનની સૌમ્ય લહેર સાથે તું આવે છે
તારા સ્પર્શથી જીવન મારું મહેકે છે.
કુંપળની જેવી નાજૂક મારી લાગણી,
તારી હાજરીમાં જ મળે સાચી શાંતિ.

તારી આંખોમાં ઝળકે સપનાની દુનિયા,
જાણે તારાઓએ રચી હોય કોઈ દુનિયા
કુંપળ થઈ હું તારી નજીક ઝૂલું છું
તારા પ્રેમના બગીચામાં હંમેશાં રહું.

જ્યાં તું હોય ત્યાં મારું ઘર બને છે
તારા વિના આ જીવન અધૂરું લાગે.
કુંપળ થઈ હું તારા હૃદયને ચૂમું છું
તારી સાથે જીવનની ક્ષણ ગૂંથું છું

Read More