તારાં આલિંગનમાં સધળી ચિંતાથી મુક્ત થવા માંગુ છું,
દુનિયાના આ શોરબકોરથી હું દૂર જવા માંગુ છું.
ભલે હો રણ જેવી તરસ આ આખા આયખામાં,
તારી હેલીમાં ભીંજાઈને તૃપ્ત થવા માંગુ છું.
નથી જોઈતી મારે આભની આ નિરર્થક ઊંચાઈઓ,
તારી બાહોંના નાનકડા આભમાં સમાવા માંગુ છું.
સમયની આ ગતિ પણ કદાચ ત્યાં જ થંભી જશે,
એક ક્ષણ માટે તારામાં અનંત થવા માંગુ છું.
સીમાડાઓ ઓળંગી ગયા છે બધા જ આ મનનાં,
હવે હું તારા પ્રેમમાં સાવ નિઃશેષ થવા માંગુ છું.