Quotes by Pintu Raval in Bitesapp read free

Pintu Raval

Pintu Raval

@pinturaval636072


બાપની વેદના
ભાગ ૨: લાંબી પ્રતીક્ષા
રામજીભાઈએ દીકરાના સ્વાગત માટે તેમણ બજારમાંથી એક નાનો માટીનો દીવો અને થોડું તેલ ખરીદ્યું હતું. સાંજના સમયે તેમણે એ દીવો પ્રગટાવીને ઘરના ઉંબરા પર મૂક્યો. દીવાની નાની જ્યોત પવનમાં ઝબૂકતી હતી, જાણે રામજીભાઈના હૃદયમાં રહેલી આશાની જેમ જ તે પણ સંઘર્ષ કરતી હતી. દાદા વારંવાર રસ્તા તરફ જોતા અને મનમાં બોલતા, "અજય બેટા, હવે તો આવી જા. આખું ગામ દિવાળી મનાવે છે, તારા વિના મારા ઘરમાં અંધારું છે."
જેમ-જેમ રાત વધતી ગઈ, તેમ-તેમ ગામમાં ફટાકડાનો શોરબકોર ઓછો થવા લાગ્યો અને લોકો પોતપોતાના ઘરમાં સૂવા ચાલ્યા ગયા. રાત્રિના બાર વાગી ગયા, છતાં રામજીભાઈ ઉંબરા પરથી એક ઇંચ પણ ખસ્યા નહોતા. ઠંડો પવન વાઈ રહ્યો હતો અને દાદાનું વૃદ્ધ શરીર ધ્રૂજી રહ્યું હતું, પણ તેમની આંખો રસ્તા પરથી હટતી નહોતી. રસ્તા પર થતા નાના સરખા અવાજથી પણ તેઓ ચમકીને ઊભા થઈ જતા કે કદાચ તેમનો દીકરો આવ્યો.
લાંબી પ્રતીક્ષાને કારણે રામજીભાઈની આંખોમાંથી આસુ વહેવા લાગ્યા હતા. તેમનું મન હવે કોઈ અણધાર્યા ડરથી ગભરાઈ રહ્યું હતું. છતાં, દીકરાએ આપેલા વચન પર તેમનો વિશ્વાસ અડગ હતો. તેઓ મન મનાવી રહ્યા હતા કે કદાચ બસ મોડી પડી હશે અથવા અજયને શહેરમાંથી નીકળવામાં મોડું થયું હશે. એ કાળી અને શાંત રાત્રે, રામજીભાઈ દીકરાની આશામાં આંસુ લૂછતાં લૂછતાં બસ એકલા બેસી રહ્યા.મોડી રાત થઈ ગઈ પણ અજય આવ્યો નહીં.રામજીભાઈની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, છતાં હજુ પણ આશા જીવંત હતી.
અડધી રાત વીતી ચૂકી હતી. આખું ગામ ગાઢ નિદ્રામાં હતું અને ચારેય તરફ સન્નાટો છવાયેલો હતો. રામજીભાઈ હજુ પણ ઝૂંપડીના ઉંબરા પર ટાઢમાં ધ્રૂજતા ધ્રૂજતા દીકરાની રાહ જોઈને બેઠા હતા. ઘરની બહાર મૂકેલો પેલો નાનો દીવો પણ હવે ઓલવાઈ જવા આવ્યો હતો. રામજીભાઈની પથ્થર જેવી થઈ ગયેલી આંખો હજુ પણ ગામના સૂમસામ રસ્તા પર મંડાયેલી હતી.બરાબર એ જ સમયે, શાંત રાત્રિના અંધકારને ચીરતો એક મોટરસાયકલનો અવાજ સંભળાયો. રામજીભાઈના હૃદયના ધબકારા વધી ગયા. તેમને થયું કે કદાચ તેમનો અજય આવી ગયો. પણ જેમ જેમ લાઈટ નજીક આવી, તેમ તેમ તેમનો ભ્રમ ભાંગ્યો. મોટરસાયકલ પર ગામના સરપંચ હતા.
બાપની વેદના ભાગ 3
અણધાર્યો આઘાત...... વાંચવાનું ચૂકતા નહીં

Read More

અધુરી પ્રેમ કહાની ભાગ 3
આ વાતને પંદર વર્ષ વીતી ગયા. આરવ હવે એક પ્રખ્યાત લેખક અને કવિ બની ચૂક્યો હતો. તેણે ક્યારેય લગ્ન ન કર્યા, તેનો પ્રેમ તેની કવિતાઓમાં જીવંત હતો. એક દિવસ, મુંબઈના એક મોટા પુસ્તક મેળામાં આરવ પોતાના નવા પુસ્તકના લોન્ચિંગ માટે ગયો હતો. ત્યાં અચાનક તેની નજર એક સ્ત્રી પર પડી, જે તેના પુસ્તકો જોઈ રહી હતી. તે મીરા હતી. સમય જતાં તેનો ચહેરો બદલાયો હતો, પણ તેની આંખોની એ ચમક હજી એવી જ હતી. મીરાની સાથે તેની ચૌદ વર્ષની દીકરી પણ હતી.મીરાએ આરવને જોયો. બંનેની નજરો મળી. પંદર વર્ષનો સમયગાળો એક ક્ષણમાં ઓગળી ગયો. આરવ તેની નજીક ગયો. બંને વચ્ચે કોઈ લાંબી વાતચીત ન થઈ. આરવે મીરાની દીકરીના માથા પર હાથ મૂક્યો અને મીરાને પૂછ્યું, "કેમ છે?" મીરાએ આંખોમાં છુપાયેલા આંસુઓ સાથે સ્મિત કર્યું અને કહ્યું, "ખૂબ સરસ, તારા પુસ્તકો હંમેશા વાંચું છું." આરવે પોતાની નવી ડાયરી પર સહી કરીને મીરાની દીકરીને આપી. એ ડાયરીમાં લખ્યું હતું: "કેટલાક પ્રેમ અધૂરા રહીને જ પુરા થતા હોય છે." મીરા પોતાની દીકરી સાથે આગળ વધી ગઈ. આરવ જાણી ગયો હતો કે ભલે તેઓ સાથે નથી, પણ તેમનો સાચો પ્રેમ સમયની સીમાઓથી પર થઈને હંમેશા માટે અમર થઈ ગયો હતો.
.............. સમાપ્ત
મિત્રો આવી સ્ટોરી જોઈતી હોય વાંચતી હોય તો કોમેન્ટ મારફતે જણાવતા રહો.

Read More

જય દશામાં

epost thumb

નવા કલાકારો રજૂ થઈ રહ્યા છે.

epost thumb

ज़िंदगी तस्वीर भी है और तक़दीर भी है, फ़र्क सिर्फ रंगों का है, मनचाहे रंगों से सजे तो तस्वीर, और अनचाहे रंगों से सजे तो तक़दीर।थोड़ा सा रफ़्तार पर ब्रेक लगाइए जनाब, ये ज़िंदगी है, कोई रेस की गाड़ी नहीं।धूप में तो सब साथ चलते हैं, असली परख तो छांव आने पर होती है।ज़िंदगी को समझने में वक़्त मत ज़ाया करो, जैसी भी है, बस खुलकर जीना सीख लो
- Pintu Raval

Read More