The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હાલના વિકટ સંજોગોને પહોંચી વળવા માટે જો હું અયોગ્ય માર્ગ પર જઈશ, તો હું મારા ભવિષ્યમાં આવવાવાળા વિકરાળ સમયને નહીં પહોંચી વળું, અને હમણાં જો હું ખરાબ સમય સામે, હિંમતભેર ઝઝૂમી લઈશ, તો મને બે ફાયદા થશે, એક કે હું ખોટા માર્ગે જતો અટકી જઈશ, અને બે કે, ભવિષ્યમાં ફરી વખત જો મારી સામે થોડો ઘણો અઘરો સમય આવશે, તો હમણાં કરેલા સંઘર્ષનો અનુભવ મને ત્યારે કામ આવશે. - Shailesh Joshi
કોઈપણ વિચારને ક્યારે ? અને કેવી રીતે ? અમલમાં મૂકવો, જેનામાં, આટલી સમજ આવે, પછી ગમે તેવા સંજોગોમાં પણ એને જીવતા ફાવે. - Shailesh Joshi
જે સંતાનને ફરવાની ઉંમરમાં ઠરતા આવડી ગયું, સમજો એના માતા-પિતાની ચિંતા ઓછી અને એનું પોતાનું જીવન ધન્ય થયું. - Shailesh Joshi
કોઈપણ છોડને ખીલવા માટે ખાતર પાણી અને સૂર્યપ્રકાશ ખૂબ જરૂરી છે, એમાં બે મત નહીં, પરંતુ સૌથી પહેલાં તો, છોડનું મજબૂત મૂળિયાં સાથે, ફળદ્રુપ જમીન પર હોવું ખૂબજ જરૂરી છે, બાકી તો છોડનું, પૂર્ણ પણે ખીલતા પહેલા મૂરઝાવું નિશ્ચિત છે. કિશોરાવસ્થાનું પણ આવું જ કંઈક હોય છે, અહીંયા ખાતર પાણી એટલે ઘરની આર્થિક સ્થિતિ, અને ફળદ્રુપ જમીન એટલે પ્રામાણિકતા, અને મજબૂત મૂળીયા એટલે ઘરના સંસ્કારો. - Shailesh Joshi
જો આપણો સ્વભાવ એવા પ્રકારનો છે, કે જેમાં, ઘર હોય તો પરિવારના સભ્યો, અને વ્યાવસાયિક સ્થળ હોય તો ઉપરીવર્ગ આપણને સતત અમુક પ્રકારનો વ્યવહાર નહીં કરવા કહેતા રહે છે, તો સમજી લેવું કે, આગળ જતાં આપણો આ સ્વભાવ આપણને એવી પરિસ્થિતિ ભણી દોરી જશે, ને પછી એ સમય આપણને ચોક્કસ પણે અતિ મુશ્કેલીઓ અને ચિંતાઓથી ઘેરી લેશે.
કામ કરીએ એટલે ભૂલ તો થાય એમાં દુઃખી થવા જેવું કંઈ નથી પરંતુ જ્યારે આપણને કોઈ અન્ય વ્યક્તિએ આપેલું, સોંપેલું કે પછી આપણે રાખેલા કામમાં, આપણું કામ પત્યા પછી કોઈ એવી ભૂલ, આપણને કામ આપવાવાળાની ધ્યાન પર આવે, કે જે ભૂલ આપણે જ્યારે કામ કરતા હોઈએ, ત્યારે આપણને ખબર હોય કે હું ખોટું કરી રહ્યો છું, કે પછી ખોટું થઈ રહ્યું છે, તો એ ભૂલ સામેવાળાને તો થોડો સમય દુઃખી કરશે, પરંતુ આગળ જતાં આવી ભૂલો, આપણા માટે ખૂબજ દુઃખ ભર્યા દિવસો લાવશે, અને નવું કામ મેળવવામાં પણ મુશ્કેલીઓ આવશે, માટે જ્યારે આપણે આવું કામ કરતા હોઈએ તો એ કામને એટલું ચીવટથી, અને જવાબદારી પૂર્વક કરીએ કે, એ એકજ કામ, આપણને નવા દસ કામ અપાવે.
આટલું વાંચી લીધા પછી સાચો ખ્યાલ આવી જશે કે, ક્યારેય પણ, નસીબનો દોષ નથી હોતો. કેમકે..... આપણે આપણા વિચારો પર ચાલીએ છીએ, અને આપણું નસીબ આપણે કરેલ કર્મ પર, એટલે ની-સંકોચપણે કહેવું હોય તો, એમ કહી શકાય કે, "સારું કે ખરાબ" આપણું નસીબ આપણે જાતે ઘડીએ છીએ, માટે ક્યારે, ક્યાં, કયા વિચાર પર અને કેટલું આગળ વધવું ? એના પર, આપણે ઊંડો વિચાર કરતા થઈશું, તો એ આપણા હિતમાં રહેશે.
જો આપણે એવું જીવન ઇચ્છતા હોઈએ કે જેમાં મજબૂરી, લાચારી, નારાજગી, અપમાન કે દુઃખ એવું કંઈપણ ન હોય, તો..... તો એના માટે હાથવગો, અને પાછો સૌથી સરળ, સચોટ અને અસરકારક ઉપાય એકજ છે, કે..... આમાંથી એકપણ સ્થિતિનો સામનો, આપણા માતા-પિતાને ન કરવો પડે, એવું જીવન આપણે જીવીએ.
સારું કે ખરાબ અંતે તો પરિણામ અવશ્ય મળે છે, પરંતુ ત્યાં સુધી સાચા ને ખોટા, વધારે, અને ખોટા ને સાચા માણસો ઓછા જ મળે છે.
કોઈપણ નાના મોટા ધંધાની ખાલી આવડત હોવી, એ ત્યાં સુધી પૂરતું નથી, જ્યાં સુધી, જ્યારે આપણે ધંધાની શરૂઆત કરીએ, ત્યારે સ્ટાફની બેઝિક પસંદગી કરતા, અને એમની પાસેથી યોગ્ય રીતે, કામ લેતા ન આવડે, ( ખાસ :- અહીંયા કર્મચારીઓ પાસેથી કામ લેવાની વાત છે, કામ કઢાવવાની નહીં )
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser