Quotes by Surubha Jadeja in Bitesapp read free

Surubha Jadeja

Surubha Jadeja

@surubhajadeja355068
(937)

---

આપણે શું ?

કોંગ્રેસ લૂંટે કે ભાજપ લૂંટે દેશને,
આપણે શું ?
ઢેબર સરકારની નીતિ હતી - પાડી દો દરબારને,
આપણે શું ?

ગાંધીની આડમાં દારૂબંધી કરીને લૂંટે તો,
આપણે શું ?
ગિફ્ટ સિટીમાં છૂટ કોંગ્રેસ આપે કે ભાજપ,
આપણે શું ?

દારૂબંધી છે નહીંતર ભારતનો ચૂંટણી ફંડ,
કમર તોડે - આપણે શું ?
બાકી લૂંટે રામને, ને પેપર ફોડે આપણને,
આપણે શું ?

લૂંટે મરજાદ ગુજરાતની, ગુજરાતી બંને,
આપણે શું ?
છતાં ચૂંટણી ટાણે બધા ભાજપ-કોંગ્રેસને તાણે,
આપણે શું ?

આમ રાજાશાહીની જેમ લોકશાહી પણ જાશે,
આપણે શું ?
પછી ગામને ઝાંપે વાતો કરીશું કે હવે કાંઈ નહીં,
આપણે શું ?

---

Read More

લાગે છે ડંખ સાચ નો જ વધારે !
વાંચ્યાછે મેં લોકો બુકથી વધારે !!

હવે કાંટા થી દોસ્તી કરી છે અમે !
ડર લાગેછે મને ગુલાબથી વધારે!!

જરાક પ્રેમજ માંગ હતો બીજાનો!
ક્યાં માગેલું મે હિસાબ થી વધારે!!

સામે આવી જ ગઇ હકીકત હવે!
તો સતમાં રહું છું સપના થી વધારે!!

Read More

સામાજીક સંકેત આર્થીક સંકેત અને ઐશ્વર્ય સંકેત ત્રણ સંકેતો માણસની હયાતી નો પુરાવો આપે છે

માણસ એનકેન પ્રકારે પોતાની સામાજિકતા ને મજબુત કરવા પોતાની આર્થિકતા નો ઉપયોગ કરી આ બંનેને મજબૂતાય આપી શકે પણ આ મજબુતાય આપતા જો સારા નરસા નું ધ્યાન ના રહે તો ઐશ્વર્ય સંકેતો મલતા હોય છે જે હોશિયાર માણસ જાણતો જ હોય છે કે સામાજીક અને આર્થિક તા મજબુત કરવામાં ક્યાં ભુલ આવી જેથી આ ઐશ્વર્ય સંકેતો મલી રહ્યા છે !!

Read More

સાચું બોલવું સહેલું નથી સારા કામ કરવા જેમ અઘરા છે એમ સાચું સમજવું પણ મુશ્કેલ છે જ પણ કોઇ સદકાર્ય વિશે બોલવું તો અંજામ આપવા કરતાં સહેલું જ છે પણ એ અંજામ આપવામાં મદદ કરવી બહુ અઘરી છે કોઇ ને મહેનત કરો તો સુખી થાસો એમ કહેવું સહેલું છે પણ એ મહેનત કેટલી અઘરી છે ? એ તો મહેનત કરનાર જ જાણે છે એક નાહકની ઉત્થાન માટે કોઇ મતલબી ની ભલામણ અસ્થાને છે એમ એ નાહકના ઉત્થાન માટે વિચાર પણ યોગ્ય નથી પણ આવો વિચાર એકજ કરી શકે છે જે પોતાના સ્ટેટસ વિશે વિચાર ન કરી ફક્ત સારું જીવવા ટાઇમપાસ માટે આ જરુરી સમજે છે કારણ સમય જ્યારે સાથ નથી આપતો ત્યારે એ ગુજારવો ખુબ મુશ્કેલ હોય છે !!🙏👍🙏

Read More

🙏🏻🙏🏻
કૃષ્ણ એટલે શું

જે માટી ખાઈ શકે એજ બ્રહ્માંડ પણ બનાવી શકે.કણ કણ એજ મણની સમજણ એટલે કૃષ્ણ.
‌
જે મહાભારત જીતાડી શકે એજ રણ પણ છોડી શકે ક્યારે જીતવું એ નહિં, પણ ક્યારે ના લડવું એની સમજણ એટલે કૃષ્ણ!

જે વાંસળી વગાડી શકે એજ સુદર્શન પણ ચલાવી શકે
કોમળતા અને કઠોરતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ !

જે માખણની માટલી ફોડી શકે, એજ સુદામાની પોટલી માંથી તાંદુલ પણ ખાઈ શકે સમય અને જગ્યા જોઇ વર્તવાની સમજણ એટલે કૃષ્ણ !

જે મથુરા ને ત્યાગી શકે, એજ દ્વારકા ને બાંધી શકે ક્યાં ન થોભવું ને ક્યાં અટકી જવું એની સમજણ એટલે કૃષ્ણ !

જે ગોપીઓના ચિર ચોરી શકે, એજ દ્રોપદીને ચિર આપી શકે. નટખટતા અને ગંભીરતા વચ્ચે સમજણ એટલે કૃષ્ણ!
🌹💞🙏🏻🙏🏻

Read More

. શીર્ષક: "કર્મ નો હિસાબ"

> કોઈના જીવનમાં અંધકાર વણી શકાતો નથી,
> સ્મશાન પહોંચેલા પડકાર આપી શકતા નથી.
>
> તેના વારસ હાલ શું કરે તે કશું જ જાણતા નથી,
> દિલની આહ લાગશે, એ કોઈને છોડતા નથી.
>
> અંધારે પણ નિશાન લાગે, એ કાંઈ ચૂકતા નથી,
> સમય છે હજુ, પાપ પોકાર જો કદી મટતા નથી.
>
> ભૂલ પણ કરો જેના માટે, એ નિહાળતા નથી,
> શું ફાયદો? કોઈ નિર્દોષ આહ પણ કરતા જ નથી.
>
> આ હિસાબે હરકત આપવી પડે, માફ થતી નથી!!

Read More

. આજ નો ઇતિહાસ
તારીખ ૨ સપ્ટેમ્બર ૧૯૩૯ આજ ના દિવસે
જર્મનીએ પોલેન્ડ પર જે આક્રમણ કર્યું ને
બીજા વિશ્વયુદ્ધ ની શરુઆત થઈ
આજ મોડ પર હાલ અમેરિકા ઇરાન
ચાલી રહ્યા છે

Read More

---

લોકસત્તા

ધર્મસત્તા અને રાજસત્તા,
એકબીજા સાથે મળીને,
લોકસત્તા ને છિન્�-ભીન
કરી રહ્યા છે.

રાજસત્તા બરકરાર રાખવા,
ધર્મસત્તાનો ઉપયોગ કરી રહેલા,
લોકસત્તાને નજરઅંદાજ
કરી રહ્યા છે.

આમ જ ચાલે આ સત્તાના હવન,
જો લાગે પવન,
તો ધર્માધિકારી બેઠા જ છે,
બની ફાનસ.

અને લાગે જ નહીં,
લોકજવાળા ધર્મ-ધજાના રહેતા,
બાકી બધું રાજસત્તા સંભાળે,
આ લોકસત્તા ના રહેતા.

- સુરૂભા જાડેજા (નિવૃત્ત)

ટેગ: #ધર્મસત્તા #રાજસત્તા #લોકસત્તા

---

Read More

નિવૃત્તિ અંત નથી એક નવી શરૂઆત છે નિવૃત્તિ એક જામ છે જે એ નશાની જેમ હળવે હળવે ચડે છે પછી અહેસાસ થાય કે આતો એક નવી જ શરુઆત છે
- Surubha Jadeja

Read More

જીંદગી માં તમે શું છો ? એ જવાબ બીજા આપે એ ઘણા કારણો સબબ ખોટા હોય શકે પણ એ જવાબ તમે ખુદ તમને આપો એ પરફેક્ટ હોય છે !!
- Surubha Jadeja

Read More