---
આપણે શું ?
કોંગ્રેસ લૂંટે કે ભાજપ લૂંટે દેશને,
આપણે શું ?
ઢેબર સરકારની નીતિ હતી - પાડી દો દરબારને,
આપણે શું ?
ગાંધીની આડમાં દારૂબંધી કરીને લૂંટે તો,
આપણે શું ?
ગિફ્ટ સિટીમાં છૂટ કોંગ્રેસ આપે કે ભાજપ,
આપણે શું ?
દારૂબંધી છે નહીંતર ભારતનો ચૂંટણી ફંડ,
કમર તોડે - આપણે શું ?
બાકી લૂંટે રામને, ને પેપર ફોડે આપણને,
આપણે શું ?
લૂંટે મરજાદ ગુજરાતની, ગુજરાતી બંને,
આપણે શું ?
છતાં ચૂંટણી ટાણે બધા ભાજપ-કોંગ્રેસને તાણે,
આપણે શું ?
આમ રાજાશાહીની જેમ લોકશાહી પણ જાશે,
આપણે શું ?
પછી ગામને ઝાંપે વાતો કરીશું કે હવે કાંઈ નહીં,
આપણે શું ?
---