The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કારકિર્દી નું ચયન કરવા માટે એક અદ્ભુત રીત વર્ણવું -------------------------------------------------------- સ્ટેપ :૧ તમારા જન્મ નું વર્ષ + ૨૦ વર્ષ = xxxx ( એનું સિંગલ ટોટલ કરવું, જેને A કહીશું. step :૨ A + મૂલાંક= B step :૩ B + જન્મ તારીખ + જન્મ નો મહિનો.= C step :૪ C માંથી ૩ digit મળશે. જેને career Code કહેવો. દાખલા તરીકે : ૧૨/૮/૧૯૮૯ સ્ટેપ :૧ = ૧૯૮૯ + ૨૦ = ૨૦૦૯( ૨+૯)(૧૧)(૧+૧) = ૨ A = ૨ સ્ટેપ:૨ હવે ૨+૩ ( મૂલાંક ૧+૨)= ૫ B = ૫ step :૩ ૫+ ૧૨+૮= ૨૫ =૨૫ ૨+૫= ૭ career Code: ૨૫૭ આ વ્યક્તિ ને અંક ૨ ચંદ્ર, અંક ૫ બુધ અને અંક ૭ કેતુ થી સંબંધ ધરાવતા ક્ષેત્રો માં ઉત્તમ ફળ મળે. આ ત્રણેય નંબર ના વિવિધ ક્ષેત્રો માંથી ઉચિત ક્ષેત્ર રુચિ પ્રમાણે જાતે પસંદ કરવું.
અંકો ના આધારે વિશ્વ ના ૨૦૦ દેશો નું એક વર્ષ ૨૦૨૬ નું ફળ કથન કઈ રીતે શક્ય છે? આખા વિશ્વ માં આશરે ૮૦૦ કરોડ લોકો.. અને મૂલાંક તેમ જ ભાગ્યાંક ના ૯*૯= ૮૧ કોમ્બિનેશન. ૮૦૦/૮૧ કરવામાં આવે તો એક કોમ્બિનેશન માં આશરે ૧૦ કરોડ લોકો થાય.. તો ૨૦૨૬ માટે ૧૦ કરોડ લોકો નું ભવિષ્ય એક જ કોમ્બિનેશન થી કહેવું માત્ર અંધારા માં તીર સમાન છે. ડિસેમ્બર મહિના ના છેલ્લા સપ્તાહ માં આખા વર્ષ ૨૦૨૬ નું ફળકથન સાંભળતા આ જરૂર વિચારવું.
અંકશાસ્ત્ર ની એક અદભૂત રીત શીખવું. તમે જે તારીખે જન્મ્યા હોવ એ તારીખ નો દિવસ નોંધો. દાખલા તરીકે : ૨૬/૦૮/૧૯૯૩ (વાર : ગુરુવાર ) , અંક :૩ હવે અંક ૩ સાથે સંબંધિત છે.. ગુરુવાર અને પીળો રંગ. વાંચન અને અધ્યયન નો શોખ હોય છે.. આવા વ્યક્તિઓ ને .. હમેશા શીખતા રહેવું એ પ્રગતિકારક છે. તમે પણ તમારી જન્મતારીખ અને વાર મને મોકલી શકો છો. (WhatsApp:9662365007) અંક શાસ્ત્ર અથવા ભારતીય જ્યોતિષ શીખવું હોય તો પણ સંપર્ક કરી શકો.
*જીવન પ્રગતિ ના ૨૦ સૂત્રો* (1) ઉદાસી અને દ્વેષ થી હમેશા જાત બળે છે.. અને જાત બાળી ને પ્રગતિ પામવી અશક્ય છે. (2) હાસ્ય અને ઉત્સાહ થી ખંત કરનાર પ્રગતિ ના પંથે છે. (૩) જ્યાં છો.. ત્યાંથી આગળ વધવું એ સાચી પ્રગતિ છે. ગરીબ માંથી પૈસાદાર થવું એ માત્ર સમસ્યાનું સમાધાન છે.. પૈસાદાર માંથી દાતા તેમ જ મદદગાર થવું એ જ પ્રગતિ છે. (૪) પૈસા વધુ કમાવો તો કાંઈક સમાજ,દેશ,પર્યાવરણ માટે નવી તકો નું સર્જન કરી શકો. નવ નિર્માણ માટે પીઠબળ પૂરું પાડી શકો.. એટલે ખૂબ કમાવો. (૫) નવી તકો નું સર્જન કરવું પડે છે.. અથવા સામેથી જો તક મેળવવી હોય તો લાયકાતનું સર્જન કરવું પડે છે. અને પ્રતિભા ની બન્ને માં આવશ્યકતા છે. (૬)આકાશ,વાયુ,અગ્નિ, જળ ,પૃથ્વી થી શરીર નું નિર્માણ થાય છે... અને આશા, ઉત્સાહ , ખંત,દૃઢતા અને સહનશીલતા આ 5 તત્વો થી સફળતા નું નિર્માણ થાય છે. (૭) જેની પાસે પોતાનું એક વિઝન છે.. એક મિશન છે.. અને એક એમ્બિશન છે એનાથી ડિપ્રેશન અથવા સ્ટ્રેસ હમેશા દૂર રહે છે. (૮) પ્રજ્ઞા ,પ્રેમ,સહાયતા અને પ્રગતિકારક સંગત આપનાર સ્વજનો અને મિત્રો જીવન ની ખરી સમૃદ્ધિ છે. (૯) ૫૦ /૭૫% કામ નું પ્લાનિંગ તૈયાર હોય તો કામ શરૂ કરી દેવું... ૧૦૦% પરફેક્ટ પ્લાનિંગ ની રાહમાં પ્રોજેક્ટ પડી ભાંગે છે. (૧૦) નસીબ અને પુરુષાર્થ બન્ને ના મિશ્રણ થી ઉપલબ્ધી શક્ય બને છે. ભારત માં જન્મેલી દીકરી રાષ્ટ્રપતિ બની શકે છે. મિડલ ઇસ્ટ ના કેટલાક દેશો માં જન્મેલી દીકરીઓ માટે આવી તકો દુર્લભ છે.. ભલે એ પ્રતિભાવાન કેમ ન હોય. ( ક્યાં જન્મ મળ્યો એ વ્યક્તિના પોતાના નસીબ ની વાત છે.) (૧૧) જે સમાજ અંધશ્રદ્ધા અને કાલ્પનિક વાતો માં વિશ્વાસ મૂકી જીવન ની ઉચ્ચ સંભાવનાઓ શોધે છે.. તેને ફક્ત પ્રગતિ નો ભ્રમ પ્રાપ્ત થાય છે. (૧૨) પર્યાવરણ ની યોગ્ય જાળવણી વગર વિકાસ ની યાત્રા અધૂરી તેમજ ભય જનક રહેશે. (૧૩) સ્ત્રીઓ અને પુરુષો સાથે મળીને ઘર અને કામ ધંધો બન્ને સાચવે તો નવી પેઢી ના બાળકો ને સરખો ન્યાય મળે. બન્ને કામ ધંધો સાચવવા માં ઘર ની ઉપેક્ષા કરે તો આવનારી પેઢીને કષ્ટ જ પડશે. (૧૪)યોગ્ય ભણતર અને ઘડતર થી તમામ નડતર દૂર થાય છે. (૧૫) નાનું બાળક ભવિષ્ય ની સંભાવના છે... અને ઘરડા વડીલો વિતેલા સમયનું ડાહપણ છે.. બન્નેની યોગ્ય જાળવણી એ વર્તમાન ની સુખાકારી માટે આવશ્યક છે. (૧૬) સમાજ ,રાજનીતિ ,સંપ્રદાય અને રૂઢિવાદ ક્યારેક ક્યારેક એવા સંડોવાય છે કે અંતે પ્રજાને જ કષ્ટ પડે છે..અને એનો લાભ બહારના શત્રુઓ ને પ્રાપ્ત થાય છે. (૧૭) નાના બાળકો માટે ડાઇવોર્સ એ ફક્ત પતિ અને પત્ની ના સંબંધો ની તિરાડ નહી પણ માં બાપ ના સહિયારા પ્રયત્નો થી એક સુરક્ષિત ઉછેર ની સંભાવના માં તિરાડ છે. એક નાના બાળક ની નજરે સેપ્રેશન એ ડિપ્રેશન છે. (૧૮) બ્લેક મેજિક થી કોઈ નું જીવન પ્રતાડિત કરી શકાય છે.. અને વશીકરણ થી કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ પામી શકાય છે એવું માનનાર લોકો નીચ માનસિકતા ના શિકાર છે. ચમત્કાર ને નમસ્કાર કરવા થી પ્રગતિ નહીં પરંતુ ગુલામી અને છેતરપિંડી મળે છે. (૧૯) એક સ્થળેથી ફક્ત પોતાના ધ્યાન અને સાધના વડે બીજા સ્થળે પહોંચી શકતા મહાનુભાવો પશ્ચિમ ની પ્રજાને પ્રભાવિત કરવા માટે પોતાના અનુયાયીઓના ખર્ચે વિમાન દ્વારા વિદેશ પ્રવાસો કરે છે.. ત્યારે હસવું આવે છે. (૨૦) માં બાપ ના સંસ્કારો માં શ્રદ્ધા અને એમના આશીર્વાદ ની સમૃદ્ધિ રૂપી આત્મવિશ્વાસ ની ઉર્જા સદાય વૃદ્ધિ પામતી રહે છે. જો તમે બાપજીઓ અને સાધ્વીઓ ના ચરણો માં નમો છો. તો ક્યાંક તમારા આત્મવિશ્વાસ ની ઉર્જા માં ઊણપ છે એવું દેખાય છે.
अंक ज्योतिष शास्त्र से जुड़ा एक तथ्य। -------------------------- 3|1|9 6|7|5 2|8|4 यह सेफ्रियल ग्रिड है, जिसे आज हम वैदिक ग्रिड मानते है। सालों पहले वाल्टर गोर्न ओल्ड (Walter Gorn Old) नामक एक इंग्लैंड में रहनेवाले ज्योतिष एवं अंकशास्त्र के जानकार थियोसोफिकल सोसायटी के मेम्बर बने। जिन्होंने भारतीय एवं कबला अंकशास्त्र पर रिसर्च किया। उनको सेफेरियल के नाम से जाना जाता है। उन्होंने वैदिक अंकशास्त्र में राहु/ केतु की जगह सकारात्मक एवं नकारात्मक सूर्य और चंद्रमा का उल्लेख किया है। १ = सकारात्मक सूर्य ४= नकारात्मक सूर्य २= नकारात्मक चन्द्र ७ = सकारात्मक चंद्र यह सेफेरियल का मत है। क्योंकि वह मातृ (रानी) प्रधान सभ्यता से था, इसी लिए उसने सकारात्मक चंद्रमा यानि अंक ७ को ग्रिड के मध्य में स्थान दिया। नीचे दिया गया, हमारा भारतीय वैदिक ग्रिड है। हमारी सभ्यता पुरुष ( राजा) प्रधान, पितृ प्रधान है, इसी लिए इस ग्रिड में अंक १ जो सकारात्मक सूर्य है,उसे मध्य में स्थान दिया है। भारत की नवग्रह ग्रिड के अनुसार ४ अंक नकारात्मक सूर्य है। और ७ अंक नकारात्मक चंद्रमा। | 5 | 6 | 2 | | 3 | 1 | 9 | | 7 | 8 | 4 | ग्रह और संबंधित संख्याएँ संख्याओं के आगे दर्शाए गए ग्रह हैं: * 5: बुध (Mercury) * 6: शुक्र (Venus) * 2: चंद्रमा (Moon) * 3: बृहस्पति (Jupiter) * 1: सूर्य (Sun) * 9: मंगल (Mars) * 7: चंद्रमा (-) (केतु) (अक्सर भारतीय प्रणालियों में इसे केतु/साउथ नोड माना जाता है) * 8: शनि (Saturn) * 4: सूर्य(-) (Sun(-)) (अक्सर भारतीय प्रणालियों में इसे राहु/नॉर्थ नोड माना जाता है) (काल के क्रम में हमारा भारतीय ग्रिड लुप्त हो गया और हमने सेफेरियल ग्रिड को वैदिक ग्रिड मानना आरंभ कर दिया।)
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser