કુદરત અને સેક્સ એડ્યુકેશન... આ એક અદ્ભુત વિષય છે... કુદરત તરફ થી દેહ પ્રાપ્ત થાય છે.. અને દેહ નો સ્વભાવિક ધર્મ છે વિકસિત થવું... આ વિકાસ માટે કુદરતે કોઈ પણ જીવ માં મૂળભૂત વૃતિઓ આપી છે.. (૧) નિદ્રા (૨) ભૂખ તરસ (૩) સક્રિયતા અને સુરક્ષા (૪) ભય - પીડા (૫) સેક્સ...
આ ૫ કુદરતી વૃત્તિઓ થી જ કોઈ પણ જીવ નો વિકાસ અને પોષણ સંભવ છે. નિદ્રા, ભોજન ,પાણી, સક્રિય શરીર, સુરક્ષિત વાતાવરણ ,ભય અને પીડા અંગે સભાનતા અને રક્ષા રોજે રોજ ના જીવન માં ખૂબ આવશ્યક છે... અને એટલી જ આવશ્યક છે સેક્સ ની લાગણી...
સેક્સની વૃત્તિઓ પ્રેમ, સુખની લાગણીઓ અને મનુષ્ય માં રહેલી રચનાત્મક સર્જન ક્ષમતાઓ સાથે જોડાયેલ છે.