Bhayanak Ghar - 29 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 29

Featured Books
  • ભાગવત રહસ્ય - 279

    ભાગવત રહસ્ય -૨૭૯   ઇશ્વરને જગાડવાના છે.શ્રીકૃષ્ણ તો સર્વવ્યા...

  • આત્મનિર્ભર નારી

    આત્મનિર્ભર નારી નારીની ગરિમા: "यत्र नार्यस्तु पूज्यन्ते, रमन...

  • ધ વેલાક

    ભૂતિયા નન - વડતાલના મઠની શાપિત વાર્તાવડતાલ ગામ, ગુજરાતનું એક...

  • શેરડી

                         શેરડી એ ઊંચા, બારમાસી ઘાસની એક પ્રજાતિ...

  • પ્રેમ અને મિત્રતા - ભાગ 11

    (નીરજા, ધૈર્ય , નિકિતા અને નયન..) નીરજા : બોલો...પણ શું ?? ધ...

Categories
Share

ભયાનક ઘર - 29

પછી જીગર બોલ્યો કે મારો સુ વાંક છે ..હું તારી સાથે મેરેજ કરવા નો છું અને મને તારા જોડે એટલો પણ પ્રેમ કરવા નો હક નથી બોલ?
મોહિની : સવાલ પ્રેમ નો નથી કે સગાઈ નો નથી પણ ...મને આ બધું મેરેજ પેલા નાઈ ફાવે અને એમાંય જે માણસ મગજ માંથી ઉતરી જાય એટલે એના સાથે જીવન કાઢી ને કોઈ ફાયદો નથી......એવું બોલતાં જ....જીગર ગુસ્સે થઈ ગયો અને બોલ્યો....કે તને ઘમંડ સેનો છે ? તને ઘમંડ તારા ચેહરા નો છે.....? ...તને ખબર છે મે કેટલી છોકરી ઓ ને રેજેક્ટ કરી છે... એ તને અંદાજો નાઈ હોય...
મોહિની : હું કઈ નથી જાણતી...પણ આપડે બંને ને મેડ નાઈ આવે બસ ....મને એકલી મૂકી દો....
એટલું કહેતાં જીગર ગુસ્સે થઈ ને બોલ્યો કે બોલ લાસ્ટ વાર પૂછું છું કે તું મને મેરેજ કરીશ કે નાઈ?
મે એને મોઢા પર નાં પડી દીધી...અને એક દમ જીગર માફી માગવા લાગ્યો...કે પ્લીઝ માંરી સાથે એવું નાં કરે ...
પણ મે એની એક નાં સંભાળી...કેમ કે મને એના જોડે આગળ સબંધ વધારી ને કોઈ ફાયદો ન હતો.....
પછી એવું બધું બોલતાં બોલતા ...જીગર એક દમ નીચે પડી જાય છે...અને પલંગ માં તે પગ ગસ્વા લાગે છે....
મને લાગ્યું કે એને મે નાં પડી એટલે...એને દિલ થી બીમાર થઈ ગયો છે.. એ મારી નાં ને સહન નાઈ કરી શક્યો...પણ જેવા એને ....હોસ્પિટલ લઈ ગયા.....તો જાણવા મળ્યું કે ..એને ડ્રગ્સ લેવા ની લત હતી અને એને ડ્રગ્સ નાં મળતા તે બેચેની નાં કારણે તે બેભાન થઈ ગયો હતો....
એ વખતે...મે અને મામી એ જીગર ની બધી આદતો વિશે ખબર પડી ગઈ...
જેવી એની આદતો ખબર પડી એટલે મે મામી ને કીધું કે જુઓ એવું બધી આદતો છે..તો મામી એ કીધું કે નાં નાં એવું નાં હોય..એતો કોઈક વાર સેવન કરતો હોય...એવું ધ્યાન માં નાઈ લેવા નું...
પછી મે નાં પાડી દીધી....કે મારે અને જીગર ને નાઈ મેડ પડે....
એવી વાત થઈ ...અને હું ઘરે આવી ગઈ ...ત્યારે રાતના 3 વાગ્યા હતા....
પછી મને રાત્રે જીગર ની આદત ની જાણ થઈ તો મે બધી વાત મમ્મી પપ્પા ને કરી દીધી.........અને પછી મને એક દમ ચક્કર આવવા લાગ્યા તો હું ત્યાં ને ત્યાં રૂમ માં સુઈ ગઈ....અને ગિફ્ટ ખોલવા ની રહી ગઈ.....

હું જેવી સવારે ઉઠી તો મે સૌ થી પેલા મારી નજર ગિફ્ટ પર પડી...અને મે વિચાર્યુ કે હું હમણાજ એ ગિફ્ટ ને ખોલિશ....
અને મે એ ગિફ્ટ ને લઇ ને ગિફ્ટ ખોલી દીધી..તો ગિફ્ટ માં રાજ એ મને એક સરસ મજા ની ભગવાન ની મૂર્તિ આપી હતી...અને એના નીચે એક કાગળ પણ હતો...
એમાં લખ્યું હતું...કે...
પ્રિય....મોહિની
મને ખબર છે કે તમે ગિફ્ટ ખોલવા માં ઉત્સુક હસો...પણ મે તમને ઘરે જઈ ને ગિફ્ટ ખોલવા નું કહ્યું એના બદલ હું માફી ...માગું છું...કારણ કે હું તમને જે વાત સામે કરવી હતી એ વાત તમને સામે નાઈ કઈ સકતો એટલે મે તમને ગિફ્ટ માં મારી વાત લખી છે...
તમને મારો આ કાગળ વાંચતા તમને થોડું ઓકવડ ફીલ થશે પણ તમને હું કેવા માગું છું કે...હું તમને જે વાત સામે નાઈ કઈ સકુ એ આ કાગળ માં દર્શાવું છું...

( આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવતી હશે...... તો આગળ વાંચતા રહો)