Abhinetri - 43 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 43

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 43

અભિનેત્રી 43*
                         
         ઘરમા પ્રવેશીને શર્મિલાએ ઉર્મિલાને કહ્યુ.
 "જો ઉર્મિ.આ છે આ નાચિઝનુ ગરીબ ખાનું."
ઉર્મિલાએ ઘરમા નજર ફેરવી ટુ બેડરૂમનો.પણ આલિશાન ફ્લેટ હતો.અને એમા આકર્ષક રાચ રચીલું સજાવેલું હતુ.છત ઉપર સુંદર ઝુમ્મર લટકી રહ્યુ હતુ.
 "બહુ ફાઈન છે.તુ તો આખો દિવસ શૂટ ઉપર બિઝિ રહેતી હોઈશ.છતા આટલુ સરસ રીતે ઘરનુ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકે છે?"
ઉર્મિલાના પ્રશ્નના ઉત્તરમાં શર્મિલાએ કહ્યુ.
"આપણે ક્યા કંઈ કરવાનુ હોય છે.ફ્કત મેડને ડાયરેક્ષન જ આપવાનુ.બસ એ હિસાબે મેડ એનુ કામ કર્યા કરે.બોલ હવે શુ ખાવાની?"
 "ચાઈનીઝ મંગાવી લે."
 ઉર્મિલાની ફરમાઈશ પ્રમાણે શર્મિલાએ ફાયરબોલમા ઓર્ડર કર્યો.અને પછી બોલી.
"જીજુ ટૂર પર જાય છે તો અગાઉથી જ જવા આવવાની ટિકિટ બુક કરાવી લેતા હશેને?"
 "હા.અફ્કોર્સ."
 "તો નેક્સ્ટ ટાઈમ એ ક્યારની રિટર્ન ટિકિટ બુક કરે છે એ મને જણાવજે.તો એ હિસાબે આપણે શૂટ ગોઠવીશુ."
શર્મિલાએ રિટર્ન ટિકિટની વાત કરી.એટલે ઉર્મિલાએ પૂછ્યુ.
"રિટર્નના હિસાબે શુકામ?એ જાય એના હિસાબે શૂટ રાખીએ તો આપણને વધારે સમય મળેને."
ઉર્મિલાના સવાલને સાંભળીને એને સમજાવતા શર્મિલાએ કહ્યુ.
"એડનુ શૂટિંગ એટલે એક દિવસનુ કામ બહુ બહુ તો બે દિવસ બસ.અને સમજ આપણે જીજુના જવાના હિસાબે શૂટની ડેટ રાખીએ અને એનટાઈમે કોઈ કારણસર જીજુની ટૂર કેન્સલ થઈ.તો આપણે પણ શૂટનુ શેડ્યુલ ચેંજ કરવુ પડે.અને તો આપણે લીધે કંપનીને પણ નુક્સાન થાય.એમણે કરેલી બધી તૈયારી માથે પડે.અને જો જીજુના આવવાના હિસાબે શૂટ ની ડેટ રાખીએ તો અગર જીજુના જવાનુ મોકૂફ પણ થાય તો શુ છે આપણી પાસે પાંચ છ દિવસનો ટાઈમ હોય શૂટ કેન્સલ કરાવવા માટે.તો કંપની વાળાએ શુ હજી તૈયારી ના કરી હોય એટલે વાંધો ન આવે સમજી?"
 "તારો તો બહુ દિમાગ ચાલે છે ભાઈ."
ઉર્મિલાએ શર્મિલાની તારીફ કરતા કહ્યુ.
 ઉર્મિલાની તારિફથી શર્મિલા પોરસાય ગઈ.
 "ઇન્ડસ્ટ્રીમા તમારુ અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો આવો જ દિમાગ જોઈએ."
ફાયરબોલમાથી ચાઈનીઝ આવ્યુ જે બન્ને બહેનોએ ખાધુ.ખાઈ લીધા બાદ ઉર્મિલાએ રજા લીધી.
 "હવે હુ જઈશ."
કહીને એણે પોતાની પર્સ હાથમા લીધી.તો શર્મિલાએ એને ફરીથી સૂચનાઓ આપી.
 "જીજુના ટૂરની ડેટ યાદથી મને કહેજે અને બીજુ.જ્યારે પણ તારે શૂટ પર જવાનુ થાય.તો તારે પહેલા બુરખો ઓઢીને અહી આવવાનુ. અને અહીથી મારી કારમાં ઉર્મિલા માથી શર્મિલા બનીને તારે શૂટ ઉપર જવાનુ ઓકે."
 "હા.હા ઓકે.ચલ બાય.ગુડ નાઈટ"
બુરખો પહેરીને ઉર્મિલા પોતાને ઘેર જવા રવાના થઈ.
         ફિલ્મ*હો ગયે બરબાદ "નુ શૂટ કોઈ પણ પ્રકારના અવરોધ વગર ઝડપથી આગળ વધી રહ્યુ હતુ.પચાસ પર્સન્ટ કરતા વઘુ મૂવી તૈયાર થઈ ગઈ હતી.રંજન અને શર્મિલા ધીમે ધીમે ફ્રેન્ડ બની રહ્યા હતા.ઘણીવાર બન્ને સાથે સેટ પર લંચ કરી લેતા.કયારેક શૂટના એકાદ કલાક પછી હળવો નાસ્તો મંગાવીને કરતા.અથવા કૉફી પીતા.કયારેક ફુરસતના વખતે જોક્સ યા શાયરીની મહેફીલ સજાવતા.
        આ દરમિયાન રંજનની નજર શર્મિલાના શરીર પર અવરિત ફરતી રહેતી.એ મનોમન વિચાર કરતો રહેતો કે આ ગુલાબી કાયા શુટિંગ ના સમયે તો અત્યાર સુધી માં આઠ દસ વાર મારી બાહોમાં આવી ચૂકી છે.રોમાંસનો એની સાથે અભિનય તો કર્યો છે.પણ હવે એની સાથે પ્રેમનો પ્રેકટિકલ ક્યારે થશે?ક્યારે હકીકતમાં એના મીઠા હોઠોનો સ્વાદ માણી શકાશે.કયારે એની કાયાને એકાંતમાં માણવાનો અવસર પ્રાપ્ત થશે.કયારે આખરે કયારે?
    એની ધીરજ હવે ખુટી રહી હતી.હવે એ ઉતાવળો થવા લાગ્યો હતો.એ જેમ બને તેમ જલ્દી શર્મિલાને પટાવવા માંગતો હતો.ફિલ્મ અડધીથી વધુ રેડી થઈ ગઈ હતી.હવે જેટલી બાકી હતી એટલા સમયમા જો એ કંઈ ન કરી શક્યો.તો તો પછી એને પામવી અશક્ય જ થવાનુ.એને લાગ્યુ કે હવે તો શર્મિલાને પામવા એણે મરણિયો પ્રયાસ કરવો પડશે.થોડુક રિસ્ક લઈને.થોડાક બિન્ધાસ્ત થઈને એણે આગળ વધવુ પડશે.

(શુ રંજન શર્મિલા સાથેની પોતાની દોસ્તીને પ્યારમાં પલટાવી શકશે?શર્મિલાને પામવાનુ એનુ સ્વપ્ન પુરુ થશે?)