Abhinetri - 50 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 50

Featured Books
  • മരണപ്പെട്ടവൾ

    ""സ്വന്തം മകനെ വേദനിപ്പിച്ച രണ്ടാനച്ചനെ വെട്ടിക്കൊന്നിട്ട്,...

  • കോഡ് ഓഫ് മർഡർ - 12 - Last part

    മുഖംമൂടിക്കുള്ളിലെ ആളെ കണ്ടു അവർ ഇരുവരും ഞെട്ടലോടെ നിന്നു.ഒര...

  • കോഡ് ഓഫ് മർഡർ - 11

    "എന്താ നിങ്ങൾ പറഞ്ഞത് അയാൾ എന്റെ ചേട്ടൻ ആണെന്നോ "സൂര്യ ഞെട്ട...

  • താലി - 7

             ഭാഗം 7വീട്ടിൽ എത്തിയപ്പോൾ അമ്മു ബ്രേക്ഫാസ്റ്റ് എല്ല...

  • കോഡ് ഓഫ് മർഡർ - 10

    "എന്താണ് സൂര്യ ഡെത്ത് കോഡ്. അയാൾ എന്ത് ക്ലൂ ആണ് നമുക്ക് നൽകി...

Categories
Share

અભિનેત્રી - ભાગ 50

અભિનેત્રી 50*
                         
       રંજન એના ફ્રેન્ડ મયુર સાથે બેલાપંજાબ રેસ્ટોરન્ટમા બેઠા હતો.બિયરની ચૂસકી ભરતા મયુરે પૂછ્યુ.
 "કેટલેક પોહચી તારી મુવી?"
"સિકસ્ટી પર્સેન્ટ શૂટ પુરુ થવા આવ્યુ છે.મૂવીનુ પોગ્રેસિંગ બહુ ફાસ્ટ છે.નેકશ્ટ બે મહિનામા ક્દાચ રેડી પણ થઈ જાશે."
 "ગુડ.અને પેલી શર્મિલાનુ શુ થયુ?"
મયુરે આંખ મિચકારતા પૂછ્યુ.તો એક નિઃસાસો નાખ્યો રંજને.
"હજી સુધી તો કંઈ નહીં.બહુ કડક છે યાર. એને આંગળી પણ લગાડવી મુશ્કેલ છે."
"તારા જેવા છેલ છબીલા માટે શુ મુશ્કેલ છે?"
રંજનને પાનો ચડાવતા મયુરે કહ્યુ.
તો રંજન ઉદાસ સ્વરે બોલ્યો.
"મને તો કંઈ સૂઝતું નથી યાર.તારી પાસે કંઈ રસ્તો હોય તો બતાવ."
"અરે તારી પાસે તો આ જબરદસ્ત મોકો છે." 
મયુરે કહ્યુ.
 "કેવી રીતે?"
"જો શુટિંગ દરમિયાન શૂટ કરતા કરતા જાણી જોઇને એના અંગ ઉપાંગોને ટચ કરતુ રહેવાનુ. જો એ ઓબ્જેક્સન ના લે તો સમજવુ કે દાળ પાકી ગઈ છે.અને અગર ઓબ્જેક્શન લે તો અજાણ્યા બનીને સોરી કહી દેવાનુ સિમ્પલ."
મયુરની વાત સાંભળીને રંજન હસી પડ્યો.
"એતો તુ એને ઓળખતો નથી ને એટલે આવી વાહિયાત સલાહ આપી રહ્યો છે.એને ટચ કરવુ એટલે જાણે સળગતો કોલસો હાથમા પકડવો"
“તો પછી એને પામવી તારા માટે અશક્ય છે. ચૂપચાપ મૂવી પૂરી કરીને એનાથી હાથ ખંખેરી નાખ બીજુ શુ?”
મયુરે આખરી સલાહ આપી.
અને બન્ને ફ્રેન્ડ એ રાતે છુટા પડ્યા.બીજે દિવસે સવારે રંજન શૂટ પર પહોંચ્યો.ગઈકાલે રાત્રે મયુરે શર્મિલાની વાત છેડીને રંજનના હ્રદયમાં એક અજબ એવી હલચલ પૈદા કરી દીધી હતી.શર્મિલા હજી આવી ન હતી અને રંજનની આંખો શર્મિલાને જ શોધી રહી હતી.અને આ કુદરતનો એક વણ લખ્યો નિયમ છે.કે જેની તમે કાગ ડોળે રાહ જોતા હો એના આવવામા પાંચ મિનિટની પણ વાર લાગેને તો આપણને એવુ લાગે કે જાણે આપણે કલાકોથી એની રાહ જોતા હોઈએ.
        શર્મિલા તો અડધી કલાકમાં આવી ગઈ. પણ રંજન એની ઇંતેજારી મા જાણે અડધો થઈ ગયો હતો.શર્મિલાને જોતા વેંત એ સ્ફૂર્તિ થી એની નજીક આવ્યો અને આ ગીત ગણગણ્યો.
 "ઇંતેહા હો ગઈ ઇંતેઝાર કી."
શર્મિલાએ એની તરફ સ્માઈલ કરતા કહ્યુ.
"ક્યુ હીરો?આજે એકદમ મુડમાં લાગે છો કંઈ."
"ક્યારનો તમારી રાહ જોવ છુ."
"અચ્છા?કોઈ કારણ?"
શર્મિલાના પ્રશ્ન પર સ્માઈલ ફરકાવતા રંજને કહ્યુ.
 "દિલ હૈ કિ માનતા નહી"
રંજનની સ્માઈલનો જવાબ સ્માઈલથી આપ્યો શર્મિલાએ 
"સક્સેસ જોઈતુ હોયને મિસ્ટર તો ફ્લર્ટિંગ મા નહી એકિટંગ મા ધ્યાન આપો."
શર્મિલાએ મારેલા ટોણાથી રંજન ઝંખવાઈને માથુ ખંજવાળવા માંડ્યો.
  શુટિંગ શરુ થયુ.આજનો સીન હતો શર્મિલાના બન્ને બાજુઓને પાછળથી પકડીને હળવે હળવે લેફ્ટ ટુ રાઈટ અને રાઈટ ટુ લેફટ ફ્કત રોમેન્ટીક મ્યુઝિક ઉપર ડાન્સના સ્ટેપ કરવાના હતા.મ્યુઝિક ચાલુ થયું.રંજન અને શર્મિલા હરકતમાં આવી ગયા.શર્મિલાએ પોતાની આંખોં બંધ રાખીને મૂવમેન્ટ કરવાની હતી.એ બિલકુલ સ્થિર.આંખો બંધ કરીને ઉભી રહી.રંજન બરાબર એની પાછળ આવીને ઉભો રહ્યો.
ડાયરેકટર મલ્હોત્રાએ અવાજ દીધો.
 “લાઈટ.કેમેરા.એક્શન."
અને રંજને શર્મિલાની બન્ને ભૂજાઓને પાછળ થી પકડી.અને બન્ને જણા ડાબે થી જમણે અને જમણે થી ડાબે ધીરે ધીરે પગને તાલ આપીને ડાન્સ કરવા લાગ્યા.ડાન્સ કરતા કરતા રંજનને મયૂર ના શબ્દો યાદ આવ્યા.
"શુટિંગ દરમિયાન એના અંગ ઉપાંગોને ટચ કરતુ રહેવાનુ."
આ શબ્દો યાદ આવતા જ એના શ્વાસો શ્વાસ ની ગતિ થોડી તેજ થઈ ગઈ.એણે પોતાના ડાબા હાથની આંગળીઓને શર્મિલાની ભૂજાઓથી જરા આગળ.એના ઉરોજો તરફ સરકાવી.જેવી એની આંગળીએ શર્મિલાના બ્રેસ્ટને સ્પર્શ કર્યો એની રગોમા વહેતુ લોહી વેગ પૂર્વક દોડવા લાગ્યુ.અને…. ..
   અને શર્મિલાના ડાન્સ કરતા પગ સ્થિર થઈ ગયા.એણે અણગમાના ભાવથી રંજન તરફ જોયુ.પણ રંજન તો જાણે કશુ બન્યુ ન હોય એવો અભિનય કરતા પૂછ્યુ.
. "રેસ્ટ લેવો છે મેડમ?"
રંજનના પ્રશ્નથી શર્મિલાને લાગ્યુ કે કદાચ બની શકે કે અજાણતાથી જ આની આંગળી સ્પર્શી ગઈ હોય.એણે કહ્યુ.
 "નો.આઇ એમ ઑકે.સ્ટાર્ટ અગેઇન."
શર્મિલા ફરીથી પહેલાની જેમ પોતાના સ્થાને આંખ બંધ કરીને ઉભી રહી.અને રંજન એની પાછળ આવીને એના બન્ને બાજુઓને પકડીને ઉભો રહ્યો.

 (ક્યા લગતા હે વાંચક મિત્રો.શુ રંજન ફરીથી પોતાની એ હરકતનું પુનરવર્તન કરવાની હિંમત કરશે?)