Love you yaar - 88 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 88

Featured Books
  • टूटे हुए दिलों का अस्पताल - 44

    टूटे हुए दिलों का अस्पताल – एपिसोड 44 पिछले एपिसोड में:आदित्...

  • क्या यही है असली घर ?

    सीमा व अमित पति - पत्नी है। परंतु आज कल दोनों के बीच झगड़े ब...

  • Eclipsed Love - 2

     रक्ताचार्य ने जैसे ही कुछ मंत्र उच्चारण करते हुए हल्के से ए...

  • बेटा

    प्रस्तावनाभाई-भाई का रिश्ता बहुत ही पवित्र होता है।वो रिश्ता...

  • Krick और Nakchadi - 8

    नकचडी ने क्रिक को पेहली बार झुठ क्यों बोला  ? " कहानी मे आप...

Categories
Share

લવ યુ યાર - ભાગ 88

લવ યુ યાર ભાગ-88

જૂહીનું નામ પડતાં જ લવને જરા અકળામણ થતી હોય તેમ તે બોલ્યો, "પણ દાદુ એ વગર કામનું એટલું બધું બકબક કરે છે ને કે માથું પકાવી દે છે મારું તો માથું ચડી જાય છે." અને મિતેષભાઈ હસવા લાગ્યા અને બોલ્યા, "એ તો હું તેને કહી દઈશ એટલે તે ચૂપ રહેશે બકબક કરીને તારું માથું નહીં ચડાવે બસ અને એક વાત કહું બેટા એ છોકરી બોલે છે ને તેટલું જ છે બાકી ખૂબજ ભોળી છોકરી છે બેટા.""એના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી દાદુ?" લવ તેનાથી જરા દૂર રહેવા માંગતો હોય તેમ તેણે પોતાના દાદુને પૂછ્યું. "અત્યારે તો નથી બેટા." "ઓકે તો ચાલશે" લવ મોં બગાડીને બોલ્યો."તો કહી દઉં ને જૂહીને? આવતીકાલે રવિવાર જ છે." કમલેશભાઈએ લવની સામે જોયું અને પૂછ્યું."હા દાદુ કહી દો"લવે હા પાડી એટલે કમલેશભાઈએ જૂહીને ફોન લગાવ્યો. અને આવતીકાલે રવિવારે તેણે લવ સાથે તેને અમદાવાદ બતાવવા માટે જવાનું છે તે જણાવી દીધું.જૂહીએ તો, "જી સર ઓકે સર" કહીને ફોન મૂકી દીધો પરંતુ તેની ગભરામણ હવે ઓર વધી ગઈ હતી એક તો તે લવસરથી છૂટવા માંગતી હતી અને પાછું તેમની સાથે જ તેમને લઈને બહાર જવાનું તેને મિતેષસરે કહ્યું અને કમલેશસરે કહ્યું હોય એટલે પોતાની પાસે ના પાડવાનું કોઈ રિઝન જ નથી એટલે તે વિચારી રહી હતી કે ના કઈરીતે પાડું? જૂહી કન્ફ્યુઝનમાં મૂકાઈ ગઈ હતી કે શું કરવું?

આ બાજુ લવને અમદાવાદ જોવા જવાનું હતું એટલે તે થોડો એક્સાઈટેડ હતો અને  આવતીકાલનો સવારથી કયો રૂટ લેવો તે ગોઠવવામાં બીઝી થઈ ગયો અને ક્યાં શું એન્જોય કરવાનું છે અને ક્યાં શું જોવાનું છે તેની નોંધ કરવા લાગ્યો.કમલેશભાઈ પોતાના કામમાં બીઝી થઈ ગયા અને જોત જોતામાં સાંજ પડી ગઈ એટલે કમલેશભાઈએ લવને પૂછ્યું કે, "ચાલો બેટા નીકળીશું ઘરે જવા માટે?""જી દાદુ નીકળીએ. તમે લીફ્ટમાં નીચે ઉતરો હું આવ્યો." કહીને લવ પોતાનું લેપટોપ ને બધું પેક કરવા લાગ્યો.એટલામાં તેના હાથમાં પાછી પેલી બોટલ આવી અને તે બોલ્યો, "ઓહ સીટ યાર, આ છોકરી હજી પોતાની બોટલ લેવા ન આવી!"અને તેણે ફરીથી જૂહીને ફોન લગાવ્યો કે તમે બોટલ લેવા માટે આવો છો કે હું તે અહીંયા જ છોડીને જવું? પણ જૂહીનો ફોન વ્યસ્ત જ આવતો હતો એટલે લવ બબડ્યો, નવરી હોય તેમ બધાની સાથે વાતો જ કર્યા કરતી લાગે છે આમેય તે બહુ બોલવા જોઈએ છે એટલે કોઈનું માથું પકવતી હશે અને તેણે જૂહીની બોટલ પોતાની બેગમાંથી બહાર કાઢીને ટેબલ ઉપર મૂકી દીધી. એટલામાં તે આવી અને તેણે બહારથી જ કેબિનના દરવાજા ઉપર નૉક કર્યું એટલે લવ એઝ યુઝ્વલ બોલ્યો કે, "કમ ઈન"જૂહી અંદર આવી લવને ઓફિસમાં એકલો જોઈને ચમકી અને બોલી, "ક્યાં ગયા સર?""એ હમણાં જ નીચે ઉતર્યા.""ઓહ""લો મેડમ આ તમારી બોટલ" લવે જૂહીના હાથમાં વોટરબોટલ આપી."થેન્ક્યુ સો મચ સર આ મારી ફેવરીટ બોટલ છે તે મને મારી ફ્રેન્ડે ગીફ્ટ આપેલી છે.""અને ગીફ્ટ છે તો પણ ભૂલી જાવ છો?""સર એ દિવસે પેલો હોસ્ટેલનો ગેટ બંધ થઈ જશે તો હું શું કરીશ તેના ટેન્શનમાં હું હતી એટલે મારાથી બધુંજ ભૂલાઈ જાય તેમ હતું" "ઓકે ઓકે...અને જૂહી બોટલ હાથમાં લઈને કેબિનમાંથી બહાર નીકળી અને લવે તેને પૂછ્યું કે, "કાલનું કન્ફર્મ છે ને..?""સર હું તમને કોલ કરું...!!"લવે કહ્યું "ઓકે" અને બંને છૂટાં પડ્યાં.હવે જૂહી લવથી દૂર ભાગવા માંગે છે તો તેની સાથે બહાર ફરવા જવા અને તેને કંપની આપવા માટે તૈયાર થશે??લવને તેની કંપની ગમશે??જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ

21/5/25