Khovayel Rajkumar - 11 in Gujarati Detective stories by Nancy books and stories PDF | ખોવાયેલ રાજકુમાર - 11

The Author
Featured Books
Categories
Share

ખોવાયેલ રાજકુમાર - 11


મારી આંખો આંસુઓથી બળી રહી હોવાથી, મને ડર છે કે હું કદાચ ઉતાવળમાં લંચ-રૂમમાંથી બહાર નીકળી ગઈ.



મારે બહાર રહેવાની જરૂર હતી. તાજી હવા મને ઠંડક આપશે. મમ્મીએ આપેલી નવી ડ્રોઇંગ કીટ લેવા માટે જ થોભ્યા પછી, હું રસોડાના દરવાજામાંથી બહાર નીકળીને શાકભાજીના બગીચામાંથી, ખાલી તબેલાઓમાંથી, ઉગી નીકળેલા ઘાસમાંથી નીકળીને બંગલાના જંગલવાળા ભાગમાં દોડી ગઈ. પછી, શ્વાસ ભારે થતાં, હું ઓકના વૃક્ષો નીચે ચાલી ગઈ, થોડું સારું લાગ્યું.


એવું લાગતું હતું કે હું જંગલમાં એકલી છું. કોન્સ્ટેબલ અને અન્ય શોધકર્તાઓ દૂરના ખેતરો અને ભેજવાળા વિસ્તારોમાં ગયા હતા.


જંગલ નીચે તરફ ઢળતું હતું, અને તે ઢાળના તળિયે હું મારી પ્રિય જગ્યા, ઊંડા ખડકાળ ડેલ પર પહોંચી જ્યાં પથ્થરો પર મહિલાના લીલા મખમલના ગાઉનની જેમ ફર્ન લપેટાયેલા હતા, અને એક કાંકરાવાળા પ્રવાહ તરફ નીચે જતા હતા જે ઝૂકેલા વિલો વૃક્ષો હેઠળ તળાવ બનાવતા હતા. મારા ફ્રોક અને પેન્ટાલેટથી બેધ્યાન રહીને, હું ખડકો અને ફર્ન પર ચઢીને વિલો વૃક્ષ સુધી પહોંચી. તેના મજબૂત થડને ગળે લગાવીને, મેં મારા ગાલને તેની શેવાળવાળી છાલ પર રાખ્યો. પછી હું તેની નીચે ઝૂકીને લટકતા ઝાડ અને પ્રવાહ વચ્ચેના છાંયડાવાળા ખાડામાં ગઈ.


આ ઠંડો ખૂણો મારો છુપાવવાનો ગુપ્ત સ્થળ હતો, જે મારા સિવાય કોઈને ખબર નહોતી. અહીં મેં મને ગમતી વસ્તુઓ રાખી હતી, જે હું ઘરમાં લાવી હોત તો શ્રીમતી લેન ફેંકી દેત. જેમ જેમ મારી આંખો પડછાયાઓથી ટેવાઈ ગઈ, તેમ તેમ હું મારા માટીના ગુફામાં સ્થિર થઈ ગઈ, મારી આસપાસ મેં પથ્થરોથી બનાવેલી નાની છાજલીઓ તરફ જોતી રહી. હા, ત્યાં મારા ગોકળગાયના કવચ, મારા અનેક રંગીન કાંકરા, મારા એકોર્ન ટોપીઓ, કેટલાક તેજસ્વી જે(પક્ષી) ના પીંછા, એક કફ-લિંક અને તૂટેલું લોકેટ અને મેગપીઝના માળામાં મળેલા અન્ય ખજાના હતા.


રાહતના નિસાસા સાથે મેં મારા ઘૂંટણને મારી દાઢી સુધી વાળ્યા, મારા પગની આસપાસ મારા હાથ વીંટાળ્યા, અને મારા પગની પેલે પાર વહેતા પાણી તરફ જોયું. ટ્રાઉટ બચ્ચાં પૂલમાં તરી રહ્યા હતા. તેમને તરતાં જોઈને, સામાન્ય રીતે હું મારી જાતને એક પ્રકારની મંત્રમુગ્ધ કરી દેતી. પરંતુ આજે નહીં. મમ્મીનું શું થઈ શકે છે, આખરે મારે કેવી રીતે ઘરે જવું જ્યારે ઘરે તે મારી રાહ જોતી ઊભી નહીં હોય, પરંતુ મારા ભાઈઓ હશે, અને જ્યારે હું મારા ફ્રોક પર મોટી ગંદકી સાથે પ્રવેશ કર્યો ત્યારે તેઓ કહેશે- 


ફિટકાર છે મારા ભાઈઓ પર. 


મારા ઘૂંટણને નીચે મૂકીને, મેં પેન્સિલને હાથમાં લેવા માટે મારી નવી ડ્રોઇંગ કીટ ખોલી અને કાગળની થોડી થપ્પી. આમાંના એક પર મેં માઇક્રોફ્ટની ઉતાવળે અને ખાસ સરસ નહીં તેવી તસવીર દોરી જેમાં તેની મોનોક્લ (એક લેન્સવાળા ચશ્મા) અને તેની કમરકોટની બહાર નીકળતી ભારે ખિસ્સા-ઘડિયાળની સાંકળ પણ દોરી.


પછી મેં શેરલોકનું પણ એવું જ, લાંબા પગ અને નાક અને દાઢીવાળું ઝડપી ચિત્ર દોર્યું.


પછી હું મમ્મીને દોરવા માંગતી હતી, કેમ કે હું તેના પર પણ ગુસ્સે હતી. હું તેને સ્કેચ કરવા માંગતી હતી કારણ કે કદાચ તેણી જે દિવસે ગઈ હતી તેવી જ દેખાતી હશે, તેની ઊંધા ફ્લાવરપોટ જેવી ટોપીમાં, ટર્કી-બેક જેકેટ અને એક બસ્ટલમાં, ખૂબ વાહિયાત...


અને તેણીએ તેની આર્ટ કીટ તેની સાથે લીધી ન હતી.


અને તેણીએ મારા જન્મદિવસની ઉજવણી માટે પાછા આવવાની અપેક્ષા રાખી નહોતી.


તે ચોક્ક્સ કશાંકની પાછળ હતી. ખૂબ દુઃખ થાય છે, પણ મેં હવે સ્વીકાર્યું.


તેણીને મૂંઝવણમાં, આખો સમય હું ગભરાટમાં તેની શોધ કરી રહી હતી, તે પોતાની રીતે ખૂબ જ સારું કરી રહી હતી, મારા વિના કેટલાક સાહસની મજા માણી રહી હતી.


કોઈને લાગે છે કે જો તેઓ કહેશે કે મારી માતા જીવંત છે તો તે નિષ્કર્ષ પર મને આનંદ થશે.


પરંતુ તદ્દન વિરુદ્ધ. મને દુ:ખ લાગશે.


તેણે મને છોડી દીધી હતી.


તેણીએ મને પહેલેથી જ કેમ છોડી ન દીધી? જ્યારે મારો જન્મ થયો ત્યારે જ મને બાસ્કેટમાં મૂકી અને દરવાજા પર જ કેમ ન છોડી દીધી?


તેણીએ હવે મને કેમ છોડી દીધી?


તે ક્યાં ગઈ હશે?


સ્કેચિંગને બદલે, હું વિચારતી બેઠી. મારા ચિત્રોને બાજુએ રાખીને, મેં પ્રશ્નોની સૂચિ લખી:


• મમ્મીએ મને તેની સાથે કેમ ન લીધી?

• જો તેણીને દૂર જવાનું હોય તો મુસાફરી કરવા માટે , તેણીએ સાયકલનો ઉપયોગ કેમ ન કર્યો?

• તેણીએ આટલો વિચિત્ર પોશાક કેમ પહેર્યો?

• શા માટે તે દરવાજા દ્વારા નીકળી નહીં?

• જો તે, પગપાળા ચાલતા જ બહાર નીકળી ગઈ, તો તે દેશભરમાં ક્યાં જઇ રહી હતી?

• માની લો કે તેણીને વાહન મળ્યું, તો ફરીથી, તે ક્યાં જઇ રહી હતી?

• તેણીએ બધા પૈસાનું શું કર્યું?

• જો તે દૂર ભાગી રહી હતી, તો તેણીએ તેની સાથે સામાન કેમ રાખ્યો નહીં?

• તે મારા જન્મદિવસ પર જ કેમ ભાગી ગઈ?

• તેણીએ મારા માટે કોઈ સંદેશો કે વિદાયનો કોઈ કાગળ કેમ રાખ્યો નહીં?