પ્રકરણ-20
રુદ્રા જયારે વેડિંગ ડેસ્ટિનેશન પર પહોંચ્યો ત્યારે દિયા તેની રાહ જોઇને જ ઉભી હતી.રુદ્રા જ્યારે નીકળ્યો ત્યારે તેને દિયાને મેસેજ કર્યો હતો.રુદ્રાની ગાડી જોઈ ત્યાં લોકોની ભીડ લાગી હતી.રુદ્રા નીચે ઉતાર્યો ત્યારે બોડીગાર્ડે તેના માટે રસ્તો કર્યો હતો.તે સીધો દિયા પાસે ગયો હતો.
"હેલો મી.બીટકોઈન તું સમય પહેલા પહોંચી ગયો હો" દિયાએ હસતા હસતા કહ્યું.
"અરે પહોંચું જ ને! તારો બેસ્ટફ્રેન્ડ જો છું."
"આ બોડીગાર્ડ ન લાવ્યો હોત તો ન ચાલે?" દિયાએ ધીમેથી કહ્યું.
"તને સાચે એવું લાગે છે" રુદ્રાએ ત્યાં એકઠી થયેલી ભીડને જોઈને કહ્યું.
"એની વે ચાલ નાસ્તો કરી લે" દિયાએ આગ્રહ કરતા કહ્યું.
"ના ના હું ઘરેથી જ નાસ્તો કરતો આવ્યો છું"
"અરે એવું થોડું ચાલે? તારા માટે મેં પણ હજી નાસ્તો નથી કર્યો. મને કંપની આપવા માટે તો ચાલ"
"ઠીક છે ચાલ" રુદ્રાએ કહ્યું અને દિયા પાછળ દોરવાયો.
તે બાંગલાને કોઈ મહેલની જેમ ડેકોરેટ કરવામાં આવ્યો હતો.લગભગ તે આખો બંગલો નાની નાની સિરીઝ લાઈટથી ડેકોરેટ થયો હતો.એ સિવાય તેને ફૂલો,ઝૂમર,ફુગ્ગાઓ અને બીજી ઘણી અલગ અલગ વસ્તુઓથી સજાવવામાં આવ્યો હતો.રુદ્રા તે જોઈ રહ્યો હતો.આગળના ભાગમાં રવિ વેડ્સ દિયાનું એક મોટું પોસ્ટર હતું.તે પોસ્ટરની સાઈઝ પ્રમાણમાં ઘણી મોટી તથા આકર્ષક હતી.રુદ્રા આ બધી ચકળવકળ જોઈ રહ્યો હતો. તે બધાથી અલગ રાત્રે સપ્તપદી માટે નો મંડપ ઘણો સુંદર લાગી રહ્યો હતો.
રુદ્રા બધી જગ્યાએ ફરી રહ્યો હતો.ત્યારબાદ એક પછી એક રસમ ચાલતી ગઈ,ગણેશસ્થાપનાથી લઈ હલ્દીની રસમ પુરી થઈ ત્યારબાદ જમણવાર પૂરો થયો.બપોરના આરામ બાદની રસમો શરૂ થઈ.રુદ્રાએ આમાં એક્ટિવલી ભાગ લીધો.તેનું મન હવે સાવ શાંત થઈ ગયુ હતું.ત્યાર બાદ જાન અને સપ્તપદીના ફેરા શરૂ થયા.રુદ્રા તે ફેરાને દૂરથી નિહાળી રહ્યો હતો.તે દિયા અને રવિને વારાફરતી જોઈ રહ્યો હતો.તે દિયા માટે ખુશ હતો,તેને એક માત્ર દુઃખ એ વાતનું હતું કે તેને રવિ માટે તેના પેશન એવા ટ્રેડિંગ,સ્ટોકમાર્કેટ બધું છોડ્યું હતું.તેમ છતાં તેને ખુશી એ વાતની હતી કે રવિ એક સારો છોકરો હતો.તે કોઈ મોટા રિસ્ક લેતો નહિ પણ એ સાધારણ જીંદગી જીવવા માટે પૂરતું હતું.રહી વાત રુદ્રાની તો તેના રિસ્ક કોઈ પણને ગભરાવી નાખે તેવા હોય છે.તે કોઈપણ સમયે બેંક કરપ્ટ થઈ શકે,ભલે ચાન્સ ન બરાબર હતા તેમ છતાં શકયતા દરેક વસ્તુની હોય છે.
જ્યારે ચોથો ફેરો પૂરો થયો ત્યારે રુદ્રાની આંખમાંથી એક આંસુ સર્યું.તે ખુશીનું હતું કે દુઃખનું તે રુદ્રા માટે સમજવું મુશ્કેલ હતું.તે બાદ તે દિયા પાસે ગયો અને કાલે લીધેલી ગિફ્ટ દિયા અને રવિને આપી.ત્યારબાદ રુદ્રાને રાત્રે જ પાછું ફરવાનું હતું.તેમ છતાં તે થોડીવાર રાસગરબા પછી જવા માંગતો હતો.તેમાં હજી સમય હતો આથી તે ટેરસ પર ચાલ્યો ગયો.
તે ઉપર પહોંચ્યો,ત્યાં ખૂબ ઠંડી હવા ચાલી રહી હતી.તે હવામાં તેના સિલ્કી વાળ લહેરાઈ રહ્યા હતા.તેને આકાશ તરફ જોયું.લાખો તારાઓ તેને ચમકતા દેખાયા.સાથે અચંદ્રમાં પણ તેને દેખાયો.તેને આજુબાજુ નજર કરી.તે બાંગલાથી દુર આવેલા ગામની ઝીલી લાઈટો તેને દેખાઈ રહી હતી.નીચે પીરસાય રહેલ સ્વાદિષ્ટ ભોજનની ખુશ્બૂ તેને અહીં સુધી આવી રહી હતી.અત્યારે તેના મગજમાં કોઈ વિચાર ચાલી રહ્યા નહોતા.તે બસ આ મધુર રાત્રીનો આનંદ માણી રહ્યો હતો.
તેને અચાનક ઝાંઝરીનો આવાજ આવ્યો.તેને પાછળ ફરીને જોયું,તે દિયા હતી. તે દિયાને આવતા જોઈ ઉભી થયો અને બોલ્યો." દિયા તું અહીંયા શુ થયું?"
"હું પણ એજ પૂછું છું,તું અહીંયા? શુ થયું કોઈ પ્રોબોલેમ છે? મેં તને ટેરેસ પર આવતા જોયો એટલે હું આવી ગઈ" દિયાએ કહ્યું.
"ના ના બસ એમ જ હું તો થોડી હવા ખાવા માટે ચાલ્યો આવ્યો."
"ઓહ ઓકે ઓકે...અમ..એક વાત પૂછું?"
"હા,હા કેમ નહીં!"
"તું મારા અને રવિના લગ્નથી ખુશ છો?"
આવા કોઈ પ્રશ્નની અપેક્ષા ન હોય તેમ રુદ્રા ચોકયો અને થોડો સ્વસ્થ થતા બોલ્યો " હું ખુશ જ છું,તને કેમ એવું લાગ્યું કે હું ખુશ નથી?"
"તારી સાથે હું બે વર્ષ રહી છું.તને જૂઠું બોલતા નથી આવડતું,સો ફેસ પરથી પકડવો મુશ્કેલ નથી"
"ના ના એવું કશું નથી"
"ઓકે તો તું એવું કહેવા માંગે છે કે આજ સુધી તારા મનમાં મારા માટે કોઈ લાગણી નહોતી"
"નથી જાણતો"
"હું જાણું છું,કે હતી"
"તું જાણતી હતી,તો પછી?"
"મને તારો આ રિસ્ક લેવા વાળો સ્વભાવ પસંદ નથી.હું ફક્ત આરામની જિંદગી જીવવા માંગુ છું.હું શાંતિ જંખું છું.હું જાણું છું કે રવિ કરતા તું મને વધારે ખુશ રાખી શકે તેમ હતો.તેમ છતાં મને ક્યારેય શાંતિ ન મળત,અને મને એ પણ ખબર છે કે તને આ બાબતથી એટલો કોઈ ફર્ક પડવાનો નથી"
"સાચું છે.કદાચ તું ખુશ રહે એમાં જ હું ખુશ છું.કદાચ લાગણી હોય તો પણ મને ખબર નહોતી અને રવિ જેવો તને બીજો કોઈ છોકરો નહિ મળે"
"છોડ હવે બીજી બધી વાત, મારો નિર્ણય તારા અને મારા બન્ને માટે સારો છે.એ કહે કે તારો આગળનો પ્લાન શુ છે?"
"કાલે હું એક બંગલો જોવા જાવ છું. પંચમહાલમાં,કુદરતી માહોલની નીચે.ઉપનિષદો સ્ટડી કરવાનો વિચાર છે"
"વાવ ઇટ્સ અમેઝિંગ." દિયાએ કહ્યું.
"હા સાચે જ,ચાલ હવે નીચે થોડીવાર પછી મારે નીકળવું પણ છે"
"હા,હા જઈએ પણ એક ફ્રી સલાહ આપું?" દિયાએ કહ્યું અને આગળ ચલાવ્યું " રુદ્રા એક વાત સત્ય છે કે પૈસા કોઈ દિવસ ખુશી આપી શકતા નથી.તું જ્યારે બીલીનીયર નહોતો બન્યો ત્યારે પણ તું કહેતો હતો કે રૂપિયાથી જીવન ખૂબ સુંદર બની જાય છે તો તે વાત મને ખટકતી હતી." દિયાએ કહ્યું.
"સાચું છે હું માનું છું,એની વે તમે લોકોએ હોસ્પિટલ ખોલવાનું ક્યાં નક્કી કર્યું?"
"નહિ,હજી તો માસ્ટર પછી,અને યાર રુદ્રા હોસ્પિટલનું તો હજી કશું નક્કી નથી,કેમ કે તેના માટે બહુ મોટું ઈન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે"
"ઇન્વેસ્ટમેન્ટની કેમ ચિંતા કરે છે,હું છું ને"
"ના યાર,શુ જિંદગીભર તારા આધારે જ જીવીશુ?"
"તો તારા આધારે જીવી લે"
" હું સમજી નહિ"દિયાએ કહ્યું.
"તારી એફ.ડી તોડી અને બીટકોઈન લઈ લે.તારે હોસ્પિટલ માટે કોઈ લોન નહિ કરવી પડે હું કહું ત્યારે વેચી દેજે અને લઈ લેજે" રુદ્રાએ કહ્યું.
"પણ રવિ?"
"તું ક્યારથી આટલી પરાધીન થઈ ગઈ? તે ફક્ત લગ્ન કર્યા છે.તારી એક સ્વતંત્ર જિંદગી છે અને જો તું રવિ માટે કશું છોડી શકતી હોય તો એને પણ તારા માટે કશુંક કરવું જોઈએ, સમજવું જોઈએ"
"તેને હું સમજાવવાની ટ્રાય કરીશ"
"યોર વિશ" કહી રુદ્રા નીચે તરફ ચાલતો થયો.દિયા તેની પાછળ દોરવાઈ.
ત્યારબાદ રાસગરબા અને નાસ્તો પત્યાં. ત્યારે લગભગ બાર વાગી ગયા હતા.વિદાયનો સમય થઈ ગયો હતો.દિયાને રડતા જોઈ રુદ્રાથી વધારે અહીં તે નહિ રોકાઈ શકે,તે પોતે સમજતો હતો આથી તે દિયા પાસે ગયો.દિયા પહેલીવાર રુદ્રાને ગળે વળગીને રડી હતી.રુદ્રા ત્યારબાદ ત્યાં એક પણ સેકેન્ડ રોકાયા વગર ત્યાંથી ચાલ્યો ગયો હતો.દિયા રુદ્રાની રોલ્સ રોયલ્સને જતી જોઈ રહી હતી.
*******
ત્યાબાદ કોઈ દિવસ દિયા અને રુદ્રા મળી શક્યા ન હતા.લગ્ન પછી દિયાનો ફોન નમ્બર બદલાયો હતો.તેને એકવાર તાપસ કરી હતી.તો ખબર પડી કે તેઓ માસ્ટર પછી યુ.કે શિફટ થયા હતા.રુદ્રાએ પણ તેમને મળવાની કોઈ કોશિશ કરી નહોતી.તે વાતને પણ આજે ત્રણ વર્ષો વીતી ગયા હતા.દિયા હવે તેના માટે ફક્ત એક યાદ બનીને રહી ગઈ હતી.
*****
ક્રમશ: