પ્રકરણ:25
વડોદરા,ગુજરાત
રુદ્રા બે દિવસ પહેલા જ વડોદરા પહોંચ્યો હતો.તેને બે દિવસમાં અહીંના થોડા કામ પતાવ્યા હતા.તેની ગેરહાજરી હોવા છતાં તેના બધા કામ એક રિધમમાં ચાલી રહ્યા હતા.છેલ્લા છ મહિનામાં બીટકોઇન ડબલ થઈ ગયો હતો.આ સાથે રુદ્રાની નેટવર્થ પણ ડબલ થઈ ગઈ હતી. રુદ્રાએ તેના એન.જી.ઓના કામને હાથમાં લીધું હતું.તેને અલગ અલગ જગ્યાએ સ્કૂલ અને અનાથાશ્રમ બંધાવવાનું નક્કી કર્યું હતું. રુદ્રાનું માનવું હતું કે કોઈ પણ કામ તેને આટલી આઝાદી ન આપી શકે, જેટલી તેને સ્ટોકમાર્કેટ કે પછી બીજી કોઈ માર્કેટ આપે છે. તે આઝાદીથી ફરી શકે છે,તો તેનું એક માત્ર કારણ છે કે માર્કેટ અને તેનો રૂપિયો તેના માટે કામ કરી રહ્યો છે. તે અત્યારે તેના કોઈ પણ શોખ પુરા કરી શકે તેમ હતો.
અત્યારે રુદ્રા,મહેશભાઈ અને વનિતાબહેન રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા. રુદ્રાએ ક્યારે ટીવી જોઈ તે તેને પોતાને યાદ નોહતું.તેને એ વસ્તુ ગમતી નહિ.થોડી થોડીવારે આવતી એડ તેને સમયના બગાડ જેવી લાગતી હતી. તેને અવો ટાઈમપાસ ગમતો નહિ.તેના કરતાં કોઈ પણ કાર્યક્રમ મોબાઈલમાં જોઈ લેવો વધુ ગમતો,જેમાં પ્રીમિયમ લઈને એડ બ્લોક કરી શકાતી હોય.
"આ ટીવીમા પણ પહેલા જેવું કંઈ ખાસ આવતું નથી" મહેશભાઈએ એક પછી એક ચેનલ બદલતા કહ્યું.
"પપ્પા ટીવીમાં મને એક જ વસ્તુ ગમે છે અને તે છે સમાચાર" રુદ્રાએ કહ્યું.
"અરે તેમાં પણ આ લોકો હવે ખાલી ડિબેટ જ કરે છે" મહેશભાઈએ કહ્યું.
"રુદ્રા હું શું કહું છું ચાલ આપડે બહાર ક્યાંક જતા આવીએ" મહેશભાઈએ કહયુ.
"આવા ભાદરવાના તડકામાં ક્યાં જવું છે તમારે?" રુદ્રાએ કહ્યું
"અરે ચાલીને ક્યાં જવું છે! "મહેશભાઈએ કહ્યું.
"તમે બન્ને જાવ મને માથું બહુ દુ:ખે છે" રુદ્રાએ કહ્યું.
"કેમ બેટા શુ થયું? રાત્રે વધારે જાગ્યો હતો." વનિતાબહેને કહ્યું.
"ના મમ્મી એવું તો કશું નથી પણ બે દિવસ પહેલા દુખતું હતું પાછું શાંત પડી ગયું હતું અને આજે પાછું ફરી દુખવા આવ્યું છે.હું દવા લઈને થોડીવાર સુઈ જાવ છું" રુદ્રાએ કહ્યું.
"ઠીક છે સુઈ જા, તારું પણ થોડું ધ્યાન રાખ્યા કર બેટા" મહેશભાઈએ માથે હાથ મુકતા કહ્યું.
"તમે ચિંતા ન કરો. આમાં ચિંતા કરવા જેવું કશું નથી." રુદ્રાએ ઉભા થતા કહ્યું.રુદ્રાએ એક પેઈનકિલર લઈને એ.સી.ચાલુ કરી સુઈ ગયો.
*************
સાંજે રુદ્રાની આંખ ખુલી.તેના માથામાં હવે દર્દ નહોતું.તે ખૂબ સારું ફિલ કરી રહ્યો હતો. તે ઉભો થયો અને બારી ખોલી. સાંજ પડી ગઈ હતી. તે મોં ધોઈને બહાર આવ્યો. મહેશભાઈ અને વનિતાબહેન બન્ને બહાર જ બેઠા હતા. બન્ને કોઈક વાત પર ડિસ્કસ કરી રહ્યા હતા. રુદ્રા તેમની પાસે જઈને બેઠો.
"રુદ્રા હવે ઠીક છે?" વિનતા બહેને કહ્યું.
"હા હવે સારું છે.તમે લોકો શેની વાત કરી રહ્યા હતા? રુદ્રાએ પૂછ્યું.
"અરે અમારે શુ હોય બસ એમ જ વાત કરતા હતા." વનિતાબહેને કહ્યું.
"જમવાની હવે શું વાર છે? ભૂખ લાગી છે" રુદ્રાએ કહ્યું.
"બસ તૈયાર જ છે.મને ખબર હતી કે ઉઠીને તું સીધો ખાવાનું જ માંગીશ.ચાલો બેસી જમી લઈએ" વનીતા બહેને ઉભા થતા કહ્યું.
"તારા મમ્મીનું કામ એકદમ પરફેક્ટ હોય છે" મહેશભાઈએ કહ્યું અને હસતા હસતા ઉભા થયા.
જમ્યા બાદ લગભગ બધા થોડીવાર બેઠા હતા.રુદ્રાને ફરીથી માથું દુખવાનું શરૂ થયું હતું.તેને આ વખતે ખૂબ માથું દુઃખી રહ્યું હતું.
"આહ,ખબર નહિ આ માથું કેમ દુ:ખે છે?" રુદ્રાએ એક સિસકારા સાથે કહ્યું.
"ફરી દુખવા લાગ્યું? ક્યાંય વાગ્યું તો નથી ને" મહેશભાઈએ કહ્યું.
"ના પપ્પા એવું તો કશું નથી પણ ખબર નહિ કેમ આ માથું દુ:ખે છે.સાંજે ઉઠ્યો ત્યારે તો એમદમ સારું હતું અને અત્યારે એકદમ વધારે વેગથી માથું દુઃખી રહ્યું છે."
"તો તું ડોક્ટર છો,નિદાન કરી દવા લઈ લે" મહેશભાઈએ કહ્યું.
"મને પણ એવું જ લાગે છે.સાદી પેઈનકિલરથી કશું નહીં વળે.હું લઈ આવું છું મેડિકલ સ્ટોરેથી" રુદ્રાએ ઉભા થતા કહ્યું.
"ઉભો રહે.તારે ક્યાંય નથી જવુ મને ટેકસ્ટ કરી દે હું લઈ આવું છું.તું આરામ કર" મહેશભાઈએ ઉભા થતા કહ્યું.
"ઠીક છે" રુદ્રાએ મોબાઈલ કાઢીને થોડી એક મેસેજ ટાઈપ કરી મહેશભાઈને મોકલ્યો.
થોડીવાર પછી મહેશભાઈ તે દવા લઈને આવ્યા ત્યારે રુદ્રાએ તે દવા લીધી અને સુવા માટે ચાલ્યો ગયો.
મહેશભાઈ અને વનિતાબહેન તેને જોઈ રહ્યા.લગભગ તેના રૂમમાં ગયા બાદ વનિતાબહેન રડવા લાગ્યા હતા.મહેશભાઈ તેમની પાસે જઈને કહી રહ્યા હતા કે " બસ મને ખબર છે કે આ ઘડી કપરી છે પણ આપણે શુ પહેલથી નહોતા જાણતા કે આ ઘડી આવવાની છે?"
"તો શું તમે પણ એમ જ વિચારો છો કે એ ફરી શરૂ થઈ રહ્યું છે?" વનિતા બહેને કહ્યું.
"હા ડોકટરે આપણને કહ્યું જ હતું કે આ થવાનું છે." મહેશભાઈએ પણ રડમસ અવાજે કહ્યું.
"તો પછી તેને આ રીતે ભણવા મોકલવાનો શુ મતલબ હતો? તેને આપણી પાસે જ રાખવાનો હતો." વનિતાબહેને કહ્યું.
"તું સાચી છો પણ તેને રોકવા પાછળનું કોઈ કારણ તો હોવું જોઈએ ને! કદાચ એમ ન કરવાથી તેના મગજ પર એક નેગેટિવ ઇફેકટ પડત" મહેશભાઈએ કહ્યું.
*****************
બીજે દિવસે સવારે.
આજે સવારે જ્યારે રુદ્રા ઉઠ્યો ત્યારે તેને સ્ફુર્તિ દેખાઈ રહી હતી.તે ઉભો થયો. ઘડિયાળ સામે જોયું લગભગ સવારના સાડા પાંચ થઈ રહ્યા હતાં. તે નાહી-ધોઈને તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ પર બેઠો. વનિતાબહેને નાસ્તો પીરસી ગયા હતા.
"હવે કેમ છે? કોઈ રિપોટ્સની જરૂર છે?" વનિતાબહેને ભારે હૃદયે પૂછ્યું.
"અત્યારે તો નહીં.હું અત્યારે તો પૂરો સ્વસ્થ છું."રુદ્રાએ કહ્યું.
"સો આજનો શુ પ્લાન?" મહેશભાઈએ આવતાની સાથે પૂછ્યું.
"હા આજે હું બહાર બસ એમ જ ફરવા જઈ રહ્યો છું" રુદ્રાએ કહ્યું.
"એકલો જ?"
"હા બસ એકલો જ,ક્યાં જઈશ એ પણ નક્કી નથી.કોઈ સારું કેફે શોધીશ" રુદ્રાએ કહ્યું અને હસ્યો.
"તારો આ શોખ હજી નથી છૂટ્યો?" મહેશભાઈએ હસતા હસતા કહ્યું.તે હસી કૃત્રિમ હતી તે રુદ્રા ન સમજી શક્યો.
"કુછ શોખ અચ્છે હૈ" રુદ્રાએ કહ્યું.
નાસ્તા બાદ હજી સાત વાગી રહ્યા હતા.રુદ્રાએ ઇકોનોમિક્સ ટાઈમ્સ ઉપાડ્યું અને તેમાં પહેલા જ પેજ પર ઇલેક્શન-2029નો એક લેખ હતો.તેની માર્કેટ ઇફેક્ટ તેને વાંચી.તેને ઘડિયાર પર નજર નાખી. જાપન,ઓસ્ટ્રેલિયા,સાઉથ કોરિયા,તાઇવાન,હોંગકોંગ,સાંધાઈના માર્કેટ ખુલી ગયા હતા. તેને થોડું કામ કરી લેવાનું મન થયું. તેને તેનું લેપટોપ કાઢ્યું અને તેને નક્કી કરેલ અમુક સ્ટોકમાંથી પ્રોફિટ બુકીંગ કર્યા બાદ થોડા દેશોમાં પોઝિશન વધારી. ત્યારબાદ તે ફરી ઇ.ટી વાંચવા લાગ્યો.
તે વાંચવામાં એટલો મશગુલ થઈ ગયો કે દસ ક્યારે વાગી ગયા તેને ધ્યાન જ ન રહ્યું. તે ઉભો થયો અને કપડાં બદલીને બહારની તરફ ચાલતો થયો. તે તેની ફેવરિટ રોલ્સ રોયલ્સ લઈને નીકળી પડ્યો વડોદરાના રોડ પર. તે લગભગ વડોદરાથી બહાર નીકળી ગયો. તેને આણંદ હાઇવે પકડ્યો. તેને ઘરે ફોન કર્યો અને હવે તે સાંજે જ પાછો આવશે એવું કહી ફોન રાખ્યો. તે લગભગ પચાસ કિલોમીટરનો રસ્તો હતો.તે અત્યારે ખૂબ ધીમે ગાડી ચલાવી રહ્યો હતો. તેને ક્યાંય પહોંચવા ની જલ્દી ન હતી.તે બહાર કોઈ સારી વસ્તુ કે વતાવરણ દેખાઈ જાય તો ઉભો રહીને થોડીવાર ત્યાં ગાળતો. આજે તેને કોઈ પણ બોળીગાર્ડ સાથે લીધા નહોતા.
તેને આજે કોઈ કારણ વગર બહાર રખડવાની મન થયું હતું. આ પહેલીવાર નહોતું. તે આણંદ આમ ઘરે કહ્યા વગર જતો નહિ પણ આજે તેને પોતાને જ ઘરે જણાવવાનું મન થયું નહોતું. તેને ગાડી આણંદની એક ફૂડશોપે ઉભી રાખી,અને તેના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અંદર ગયો.
************
ક્રમશ: