માણસને ક્યારેક જીવનના એવા ય તબક્કા માંથી પસાર થવું પડે છે, જ્યાં તેની સમજણ અને હિંમત તૂટી ને ભૂક્કો થઇ જાય છે.છતાં એ ભાંગીને ભૂક્કો થઈ ગયેલા માણસ જ્યારે બેઠો થવા મથતા હોય ત્યારે જે હાથ મદદે આવે ત્યારે માણસ તે હાથને 'મિત્રતા' કહે છે.અનંત અને આરાધના બન્ને એ આજ સુધી આ હાથને મજબૂતાઈ થી પકડી રાખ્યા હતા.
નાનપણ થી લઈ આજ સુધીના જીવતરમાં અનંત અને આરાધના વચ્ચે અનેક વખત લડાઈ ઝધડો થયા હશે પરંતુ આજ સુધી એવુ એક પણ પરિબળ સફળ થયુ ન હતુ કે અનંત અને આરાધનાની દોસ્તીની વચ્ચે તિરાડ પાડી શકે. બન્ને ને અલગ કરી શકે. તો આજે બન્ને વચ્ચે એવુ તે શું બદલાઈ ગયુ કે આરાધનાના મોં માંથી એવા શબ્દો નિકળ્યા કે અનંત તું, અમન થી મને દુર કરવાના પ્રયત્ન કરી રહ્યો છે,આજ થી તું મારો મિત્ર નહીં!
માણસે ક્યારેય એટલું પણ અંધ કે ભોળા ન જ બનવુ જોઈએ કે આપણી આંખ સામે ખોટું થતુ હોય અને આપણે ખોટા વ્યકિતની બાજુમાં જઈને ઊભા રહી જઈએ,કારણ કે જ્યારે પરિણામ કે સત્ય સામે આવે છે ત્યારે માણસના હાથ ખાલી અને દિલમાં પસ્તાવા સિવાય કઈ બચતું નથી.
અનંત, તું આરાધનાની આવી બકવાસથી ભરેલી વાતો કેમ ચૂપચાપ સાંભળી રહ્યો હતો. અમન ખરેખર કેવો લુચ્ચો, જુગારી અને વ્યસની માણસ છે, એ જણાવ આરાધના ને એટલે એને પણ હકિકત ની ખબર પડે.
અનંત, આ જ સાચો સમય છે. કહી દે એને કે તું એને ખૂબ પ્રેમ કરે છે. તું એના માટે શું મહેસુસ કરે છે. કહી દે બેટા, આજ જતી રહેશે તો કઈ રીતે જીવીશ એ વિચાર્યુ છે ક્યારેય?એ તારો બાળપણનો અને પહેલો પ્રેમ છે. રોકી લે આરાધના ને.જો આજ જતી રહી તો જિંદગીભર તું તારા પ્રેમ વગર એકલો રહી જઈશ.
ક્યાંક એવુ ન બને કે આખી જીંદગી એ તારી સાથે જીવનમાં નહી પણ માત્ર યાદમાં રહી જાય. દુરથી અનંત અને આરાધનાનો ઝધડો જોઈ રહેલા અનંતના પપ્પા અનંતને, આરાધનાને રોકી લેવા માટે સમજાવી રહ્યા હતા.
અનંત...એ જતી રહેશે. એ તો ભોળી છે , નાદાન છે, પણ તને તો બધી જ ખબર છે. અમન સાથે આરાધનાના લગ્ન થઇ જશે તો ત્રણ જીંદગી બરબાદ થઇ જશે.આખી જીંદગી કોઈ ખૂશ નહી રહી શકે.તું રોક એને અને તું એને સાચો પ્રેમ કરે છે અમન તો માત્ર એક ભોળી આરાધનની લાગણીનો ફાયદો ઉઠાવી રહ્યો છે.અનંત ના પપ્પાના અવાજ માં પણ આરાધનાનુ અનંત સાથેના આવા ઝધડો અને છોડીને જતા રહેવાનુ દર્દ છલકાઈ રહ્યુ હતું.
એ..આવશે પપ્પા એ જરુર પાછી આવશે અને મારી પાસે જ આવશે.મને મારી મિત્ર..મિત્રતા અને આજે મે આરાધનાની આંખમાં મારા માટે જોયેલા પ્રેમ પર મને પૂરેપૂરો વિશ્વાસ છે.આજ આરાધના મારી સાથે કોઈ અગત્યની વાત કરવા આવી હતી એટલે કંઈક તો આરાધના સાથે ઐવુ ધટી રહ્યુ છે જે તમને અંદરથી તેના દિલ ને પથ્થર બનાવી રછોકરી વાત વાતમાં રડી પડતી હોય એ છોકરી આજ એની અંદરની લાગણીઓ કોઈ પથ્થર બની ગઈ હોય એવુ લાગી રહ્યુ હતું.કોઈ તો વાત કે મજબૂરી છે જે આરાધનાને આમ પથ્થર દિલ બનાવી રહ્યુ છે.પણ આજ હું આયરાધનાને મારા પ્રેમ નો અહેસાસ કરાવીશ .હું મારા પ્રેમને કઈ રીતે હારવા દિલ શકુ?એક અલગ જ આરાધનાને એકીટશે જતી જોઈ અવાચક બની ગયેલો અનંત અચાનક બોલ્યો.
આરાધનાના લગ્ન થવા જઈ રહ્યા છે એ પણ કાલ, અનંત ને મોડુ મોડુ પણ એ સમજાયુ કે આરાધના જ એ છોકરી છે જેની સાથે તેને આખી જીંદગી જીવંત લાગશે. આરાધના હજુ પણ અમનના કારનામાથી અજાણ છે. અને એક એવા અંધકારમમા લગ્ન કરવા જઈ રહશે.અમનને તો કાળી ધોળી લાંબી ટૂંકી થી કોઈ મતલબ જ નથી. તેને તો બસ એક સ્ત્રી જોઈએ છે જે ચોવીસ કલાક તેના ધરનું કામ કર્યા કરે અને ઓર્ડર્સ માન્યા કરે.શું થશે અમનના લગ્ન આરાધના સાથે?શું વળાંક આવશે આરાધના ના જીવનમાં આગળ.અનંત તેનો પ્રેમ મેળવવામાં સફળ થશે? જાણવા માટે વાંચતા માટે વાંચતા રહો શ્યામ રંગ.....લગ્ન ભંગ.....32