Chandrvanshi - 8 - 8.3 in Gujarati Crime Stories by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 8 - અંક 8.3

Featured Books
Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 8 - અંક 8.3

“અમે ચંદ્રવંશી છીએ અને ચંદ્રવંશીની શપતથી માત્ર ચંદ્રવંશી જ નહીં. પરંતુ, સ્વયં ચંદ્રદેવ પણ બંધાય છે. એટ્લે જો કદાચ અમે ન પણ રહ્યાં તો અમારી શપત નિષ્ફળ નય જાય! તમે બધાજ નિશ્ચિંત થઈ જાઓ.” અને એકદમ સપનું તૂટ્યું.

“મહારાજ રાજકુમારીજી આવ્યાં છે.” એક દાસ બોલ્યો.

તે વાત સાંભળી દોડતે પગે મદનપાલ અને તેની માતા ત્યાં જઈ પહોંચ્યા જ્યાં રાજકુમારી હતી. હાફતા અને ટૂંકા સ્વરે આંખોમાં આંસુ સારતા “મારી દીકરી!” કહીને તેની માતા તેને ભેટી પડી. થોડીવાર આજુ બાજુમાં જોયાં પછી મદનપાલ બોલ્યો. “સુર્યાંશ અને બાકી બધા ક્યાં?”
સુર્યાંશનું નામ સાંભળતા સંધ્યાની આંખોમાં આંસુની એક લાંબી ધાર વહી. પારોએ આગળ આવીને જીદને મદનપાલને સોંપી. “વાણી?” મદનપાલના આ સવાલનો પણ કોઈ ઉત્તર ન હતો. થોડીવાર થોભીને પારો એ બધી જ વાત મદનપાલને કહી સંભળાવી. મહારાજ પણ પોતાના હ્રદયે પથ્થર મૂકી આ વાત સાંભળી રહ્યાં હતાં. 

એક રાત એ નાની બાળકીના રો કકળાટમાં તેમને વિતાવી. પારોને હવે પોતાના જ ઘરે જતાં પગ ઉપડી રહ્યાં ન હતા. તેથી તે ત્યાંજ રહી. કેટલીય દાસીઓમાં તે બાળકી માત્ર પારો પાસેજ સાની રેહતી જેને તેની માતા એ સોંપી હતી. પારો પણ તેને પોતાની બાળકીની જેમ સાચવવા લાગી. આમને આમ મહેલમાં પાચેક દિવસ વીત્યા. રાજ્યની બહાર આવી પોહચેલા અંગ્રેજી સૈનિકો લોકોને ખૂબ જ હેરાન કરી રહ્યાં હતા. તેઓની સાથે આદમ અને પ્રધાનનો દિકરો પણ ભળી મળ્યાં. 

ખબર એ પણ હતી કે આદમ થોડા સિપાહીઓને લઈને ધ્યુત ખાડીમાં જઈ પહોંચ્યો અને ત્યાં અત્યારે પરમ અને તેના વચ્ચે યુદ્ધ ખેલાઈ રહ્યું છે. આ બધું જોઈ કિલ્લે પુરાયેલા મદનપાલથી ન રેહવાયું. મહારાજને કહી તે પણ યુદ્ધની તૈયારી કરવા લાગ્યા. રાજકુમારીને એ પાંચ દિવસ લગભગ પાંચ જનમ જેવા લાગ્યાં. તે દરેક ક્ષણે સુર્યાંશને યાદ કરી રહ્યાં હતાં. સાંજના પ્રહોરે એક ખૂબ જ સુખદ સમાચાર મળ્યાં. પરમે આદમને મારી નાખ્યો. તે જ રાતે રાજકુમારી અને પારોને જીદને લઈને ગુજરાત જવાં મદનપાલે આદેશ આપ્યો.

તે સમયે મહારાજે અમારા હાથમાં એ કમાન સોંપ્યું જે હજું સુધી તેમને તેમના દીકરાને પણ ન હતું આપ્યું. તે ચંદ્રમંદિરના ખજાનાની ચાવી હતી. મહારાજે તે પોતાનાં હાથેથી જીદના ગાળામાં બાંધી અને કહ્યું. “આ ખજાનાની હકદાર મારા પછી તું છું.” પોતાની લાડકી પ્રપોત્રીને લાડ ન લડાવી શક્યા પણ તેમનાથી બનતી બધીજ વસ્તુ એમને કરી. મહારાણી એ પોતાના પરિવાર અને મહારાજ પાછળ સતી થવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. પાછળના રસ્તે એક ભોંયરામાંથી કિલ્લા બહાર નીકળવા અને છેક ગુજરાત જ્યાં મહારાજ ગૃહરિપુના મિત્ર મહાન પંડિત પાસે મૂકવા કેટલાંક વીર લડાકુ સિપાહીઓને આદેશ અપાયો.

મુશ્કેલી ભર્યાં રસ્તે બહાર નીકળ્યા બાદ ફરી સુમસાન રસ્તો શોધી આગળ વધ્યા. એ સમયે ફરી એ જ ભયંકર ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો અને બંને ધ્રુજી ઉઠી. એ ક્ષણ યાદ આવી જ્યારે વાણીએ વિદાય લીધી હતી. અચાનક રાજકુમારી બોલી. “પારો તું જીદને લઈને છુપાઈ જા.”

ધીમે ધીમે ઘોડા નજીક આવ્યાં અને સાથે આવેલા વીર સૈનિકો લડાઈએ ચડ્યાં. એટલામાં મોંઢે મુકોટું ચડાવીને પ્રધાનના દીકરાના વેશમાં આવેલો એક કાળો માણસ આવીને રાજકુમારીને ગળેથી પકડીને ઉંચકીને બોલ્યો. “રાજકુમારી ખુબ હસી મારા લગ્નમાં!” એટલું બોલતાની સાથે જ સંધ્યાએ ભોલાને ઓળખી કાઢ્યો અને પોતાની કેડે ફસાવેલી ખંજર બહાર કાઢી એક ઝટકો તેના મોંઢે માર્યો. કાળી ચીસ પાડી તેને રાજકુમારીને પડતી મૂકી. તેણે કહ્યું. “હાં! હું પણ તેઓની સાથે ભળ્યો હતો. આદમ અને ઝંગીમલને હરાવવા પોહચેલાં સુર્યાંશ અને મદનપાલને ત્યાંજ હું ઠાર કરી નાખેત. એ સમયે પ્રધાને મને જણાવ્યું કે, આમને મારીને તેઓના દાસ થવા કરતા મારી સાથે મળીને તેમને જીતાવ. પછી મને તેને દ્યુતખાડીના સોનાની વાત જણાવી કહ્યું તેમાં બનેનો ભાગ. પરંતુ મારે તો એમાં કોઈ જ ન જોય એટલે જ મેં તેઓને ત્યાંજ પકડાવી માર્યા અને લગ્નના બહાને તમારી સાથે આવ્યો. ત્યાં પણ મે તે ગામને આગ લગાવી સમશાન બનાવ્યું.”

સિપાહીઓએ રાજકુમારીને પકડીને તલવાર તેમના પેટમાં ખૂંપી. રાજકુમારી સાથે આજે હું પણ મરી છું. આવા નાલાયક ભાઈને જોઈ મને પણ તેને મારી નાખવાનું મન થયું. પરંતુ ચંદ્રવંશીના વારીસને સોંપી મને નવું જીવન આપ્યું માનીને આ બધું જોઇને પણ મોઢે હાથ રાખી ત્યાંજ છુપાઈ રહી. 

ઘણા સમયબાદ ગુજરાત પોહચી અને મહારાજના મિત્રના આશરે રહી. પરંતુ ત્યાં પણ રાજાશાહી હટીને અંગ્રેજી હકુમતના લીધે કોમી રમખાણ ફાટી નીકળી હતી. એ સમયે પંડિતજીએ થોડા સોના મહોર અને બીજી વસ્તુ આપી મને પાટણ જવાનો આગ્રહ કર્યો. એ સમયે જીદને માતાનું દૂધ ન મળવાથી કોઈ રોગ થવાની શક્યતા છે તેવું ડોકટરે જણાવ્યું. ત્યારે જ માહીની મમ્મીએ તેને દૂધ પાયું અને તેઓને સારા સમજી તેઓની બાજુમાં રેહવાનું નક્કી કર્યું.

***