Kantali Tekri thi Saad - 2 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંટાળી ટેકરીથી સાદ - 2

Featured Books
Categories
Share

કાંટાળી ટેકરીથી સાદ - 2

2.

આગળનો રસ્તો તો કાંટાળી ડાળીઓ અને પાણી પાસે કાંકરાઓથી ભરેલો હતો. બુટ નીચે પણ કાંટા, કાંકરાઓ વાગે  એવું હતું. દર્શકના ટીશર્ટ પર કાંટાઓ ચોંટતા હતા, તેનાં બાવડે ઉઝરડાઓ પાડતા હતા.

દર્શક કાંટાળી  ઝાડીઓ વચ્ચેથી મર્દ કરતો એ સ્ત્રીનો અવાજ આવેલો એ તરફ ગયો. ફરીથી ધીમો, ગુસપુસ જેવો ધીમો પણ કદાચ આક્રંદ કરતો, કણસતો અવાજ નજીકમાં જ સંભળાયો. દર્શકની એકદમ નજીક. તે થોભ્યો અને આસપાસ જોયું.

ફરીથી એકદમ શાંતિ પથરાઈ રહી. માત્ર પોતાના બૂટનો જ અવાજ અને હા, કોઈક અજબ ખખડાટ ઝાડીમાં થતો હતો. સાપ હશે? પણ આ  ખખડાટ થોડે ઊંચે પણ થતો હતો.

એ થોડી વાર શાંત ઊભો. ઉપર ઝાડીમાંથી ચાંદનીનાં કિરણો પથરાઈ રહ્યાં હતાં. અનેક તારાઓથી છવાયેલું આકાશ વૃક્ષો વચ્ચેથી દેખાતું હતું.

દર્શકોનો પગ કોઈ વસ્તુને અથડાયો. એણે નીચે જોયું.

એણે આખરે એ સ્ત્રીને જોઈ. ચાંદનીના પ્રકાશમાં એનું ગોરું મુખ સહેજ ચમકતું હતું.

થોડી ખુલ્લી જગ્યામાં, પાણીને કાંઠે કાંકરાઓ વાળી જમીન પર તે પડી હતી.

આસપાસ  નદી કાંઠે હોય એવા લીસ્સા કાળા પથરાઓ વેરાયેલા હતા. સ્ત્રી પર એ જ ગાંડા બાવળની ડાળીઓ ઝુકેલી હતી. સ્ત્રી એકદમ સુંદર, ગોરી, ઘાટીલી હતી. અત્યારે એનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. એનાં વસ્ત્રો ફાટી ગયાં હતાં. એના બે હાથ ફેલાયેલા હતા જેથી એની ચુસ્ત છાતી જોઈ શકાતી હતી. એનો એક પગ વિચિત્ર રીતે તૂટેલી ઢીંગલીને જેમ વળેલો હતો. એ બેહોશ હતી.

દર્શક તે સ્ત્રી પર ઝૂક્યો. એણે સ્ત્રીનો હાથ પકડ્યો. શું સુંવાળો હાથ હતો? જાણે માખણનો બનેલો. 

એણે સ્ત્રીની નાડ  તપાસી. એ ચાલતી હતી. એણે પોતાનો હાથ સ્ત્રીના ચહેરા પર ફેરવીને એના હોઠ પર લાગેલું લોહી લૂંછ્યું અને લટ સરખી કરી ત્યાં એને લાગ્યું કે પોતે આ જગ્યામાં એકલો નથી, કોઈ એને જોઈ રહ્યું છે.

દર્શકનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. એણે ઉપર દૃષ્ટિ કરી.

દર્શક પર બે ચાર ફ્લેશ લાઈટો પડી. ગીચ ઝાડી વચ્ચે થઈ લાઇટ આવતી હતી એ સ્ત્રોત તરફ દર્શકે જોયું તો બે ચાર માનવ આકૃતિઓની હલચલ એનાથી થોડે  જ દૂર  થઈ રહી હતી. એ  લોકો ત્રણ કે કદાચ વધુ હતા. તેઓ આ સ્ત્રી તરફ આવતા લાગ્યા. તેમની લાઈટો આમ થી તેમ ફરી.

સમય પારખી દર્શક એ સ્ત્રી ઉપર સૂઈ જ ગયો. પોતે રસ્તો કરતો આવેલો એ ડાળ પોતે ઓઢી લીધી અને એનાથી જ કોઈ પાંદડાં  વાળા છોડની ડાળ નમાવી પોતાની ઉપર રાખી.

થોડી વાર તે આ સ્ત્રી ઉપર સૂઈ જ રહ્યો. સ્ત્રીનું તસતસતું બદન હતું. અત્યારે  એમ તો એને એ માણવાની માનસિક શક્તિ ન હતી .

એ  ઓળાઓ એકદમ નજીકથી પસાર થયા. દર્શક સ્ત્રીને પોતાની સાથે ચસચસતી દબાવી  છુપાવા પ્રયત્ન કરતો પાણી થી દૂર ઝાડી તરફ ઘસડાયો.

એ લોકો ચાલ્યા ગયા હોય એમ લાગ્યું પણ આ રીતે સ્ત્રી, એ પણ તસતસતાં  જોબનવંતી, એના ગઢ સહવાસે એ ઉત્તેજિત થઈ ગયો. આપોઆપ થોડું ઘર્ષણ અને સ્ખલન થઈ ગયું. સ્ત્રી દેહ થોડો હલ્યો. દર્શકને પસ્તાવો થયો.

સ્ત્રી હજુ બેહોશ જ હતી. આસપાસ લાઈટો અને પદસંચાર સાંભળી દર્શકે  પોતાનું ધડ ઊંચું કરી કડક અવાજે કહ્યું, “એઈ, કોણ છે?”

કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં.  પદસંચાર નજીક આવતા લાગ્યા. 

નક્કી આ લોકો એ સ્ત્રીની પાછળ પડ્યા છે, તો અહીંથી એને ઉઠાવી સલામત જગ્યાએ લઈ જવી એમ વિચારી દર્શક બેઠો થયો. હવે સ્ત્રીનાં ગોઠણો નીચે  એક હાથ સરકાવી બીજો હાથ સ્ત્રીની પીઠે રાખી એને ઊંચકી. એ આમ તો પાતળી હતી પણ તૂટેલી ઢીંગલી જેવી સાવ નિઃસહાય હોઈ એનું પૂરું વજન દર્શક પર આવી ગયું.

માંડમાંડ એ ઊભો થયો અને સ્ત્રીને ઊંચકીને  ધીમેધીમે રોડ તરફ જવા લાગ્યો.

એને આમે સ્ત્રીને ઊંચકીને જવામાં ખૂબ મહેનત પડી રહી હતી. એક એક ડગલું ખૂબ ભારે લાગતું હતું.

એને લાગ્યું કે થોડું અંતર રાખી કોઈ એનો પીછો કરી રહ્યું છે. એણે પોતાની ગતિ વધારી.

કાર સુધી આવતાં જ એણે સ્ત્રીને વાંદરી બચ્ચું વળગાડે એમ છાતી સાથે ચાંપી એક હાથે ખિસ્સામાંથી કારની ચાવી કાઢી.

પૂક ..પૂક .. અવાજ થયો. એણે જલ્દીથી  કારનું પાછલું બારણું ખોલી  સ્ત્રીને ધમ્મ કરતી સીટ પર ફેંકી અને જલ્દીથી આગલું બારણું ખોલતો બેસી ગયો.

તરત જ કારની લાઇટ ચાલુ થઈ, એન્જિનનો હળવો ઘરઘરાટ થયો. પાછળ જોયા વગર એણે એક્સેલેટર પર પગ દબાવ્યો અને કાર  એક ઝાટકે ચાલુ કરી  પાછળ જોયા વગર ભગાવી.

ક્રમશ: