"બેસિલવેધર હોલમાંથી વિસ્કાઉન્ટ ટ્યૂક્સબરીનું (આપણો ખોવાયેલ રાજકુમાર) અપહરણ!"
હું ખરેખર તેના વિશે બધું વાંચવા માંગતી હતી, પરંતુ પહેલા હું રેલ્વે સ્ટેશન શોધવા માંગતી હતી.
આ વાતને ધ્યાનમાં રાખીને, હું ટોપીવાળા, વ્યવસ્થિત સિવેલો સૂટ અને બાળકોના ગ્લોવ્ઝ પહેરેલા એક સજ્જન વ્યક્તિની પાછળ પાછળ ગઈ, જે તેના કોટ પર ખરીદેલા તાજાં કાર્નેશન (ફૂલો) મૂકી રહ્યા હતા. ઔપચારિક પોશાક પહેરેલો હોવાથી, કદાચ તે દિવસ માટે શહેરમાં જઈ રહ્યા હતા.
મારી પૂર્વધારણાને સમર્થન આપતા, મેં ટૂંક સમયમાં જ એન્જિનના ક્રેસેન્ડોનો ગડગડાટ સાંભળ્યો જે ધીમેધીમે ગડગડાટમાંથી ગર્જના સુધી પહોંચ્યો, અને ત્યારે તેણે મારા પગ તળે રહેલો રસ્તો હચમચાવી દીધો. પછી મને સ્ટેશનની ટોચની છત અને ટાવર દેખાયા, જ્યાં ઘડિયાળ હતી. ઘડિયાળમાં સાડા સાત વાગ્યા હતા, અને ટ્રેન આવતાની સાથે જ મને બ્રેકનો અવાજ અને માણસોની બૂમો સંભળાઈ.
મારી અજાણી સફર મને લંડન લઇ જશે કે નહીં, તે મને ક્યારેય ખબર નહીં પડે, કારણ કે જેમ જેમ અમે સ્ટેશન પ્લેટફોર્મ પાસે પહોંચ્યા, તેમ તેમ મારું ધ્યાન ત્યાં બનતા એક દ્રશ્ય તરફ ગયું.
એક ભીડ ઉમટી પડી હતી. ઘણા કોન્સ્ટેબલોએ દર્શકોને પાછળ રાખવા માટે એક લાઇન બનાવી, જ્યારે વાદળી યુનિફોર્મમાં રહેલાં વધુ અધિકારીઓ નવી આવેલી ટ્રેન બાજું આગળ વધ્યા, એક એન્જિન એક કારને ખેંચી રહ્યું હતું જેનું નામ પોલીસ એક્સપ્રેસ હતું. તેમાંથી ઘણા માણસો મુસાફરીના ડગલા પહેરીને બહાર નીકળ્યા. આ લોકોએ જમીનને પ્રભાવશાળી રીતે સંપૂર્ણપણે ઢાંકી દીધી, પરંતુ તેમના માથા ઉપર ધનુષાકારમાં બનાવેલા મેચિંગ કાપડની ટોપીઓના કાનના પટ્ટા નાના સસલાના કાન જેવા દેખાતા હતા, તદ્દન મૂર્ખ, મેં વિચાર્યું અને ત્યારે હું સ્ટેશનની ટિકિટ બારી તરફ ભીડમાંથી પસાર થવા લાગી.
જેમ કે હું ઉકળતા વાસણમાં ગઈ હોઉં, તેમ મારી આસપાસ ઉત્સાહિત અવાજો ગુંજી ઉઠ્યા.
"તે સ્કોટલેન્ડ યાર્ડ છે, બરાબર. સાદા પોશાકમાં રહેલાં ડિટેક્ટીવ."
"મેં સાંભળ્યું કે તેઓએ શેરલોક હોમ્સને પણ બોલાવ્યા છે—"
ઓહ, માય ગોડ. અટકીને, મેં આતુરતાથી સાંભળ્યું.
"-પણ તે આવશે નહીં, તેને પરિવાર દ્વારા બોલાવવામાં આવ્યા છે-"
વક્તા ત્યાંથી પસાર થયો, તે મૂંઝવણમાં હતો, અને મેં મારા ભાઈ વિશે વધુ સાંભળ્યું નહીં, જોકે બીજા ઘણા બકબક કરી રહ્યા હતા.
"મારા પિતરાઈ ભાઈના મોટા ઘરની ઉપરની બીજી સહાયક નોકરાણી--"
"લોકો કહે છે કે ડચેસનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે."
"--અને તે કહે છે કે તેઓ--"
"અને ડ્યુકને બાંધવા યોગ્ય છે."
"બેંકમાં વૃદ્ધ પિકરિંગ કહે છે કે તેઓ હજુ પણ ખંડણી માંગવાની રાહ જોઈ રહ્યા છે."
"જો ખંડણી ન માગવી હોય તો કોઈ શા માટે છોકરાને ઉપાડી જાય?"
હમ્મ. એવું લાગે છે કે "આઘાતજનક અપહરણ!" નજીકમાં જ બન્યું હતું. ખરેખર, ખૂબ જ સુંદર લેન્ડાઉમાં (છત્રીવાળી ઘોડાગાડી) ડિટેક્ટીવ્સનાં ઢગલા હતાં, મેં તેમને રેલ્વેથી દૂર ન હોય તેવા લીલા પાર્ક તરફ લઈ જતા જોયા.
સ્ટેશન. મારી આસપાસ ચાલી રહેલી ચર્ચામાંથી વૃક્ષોની વચ્ચે રહેલા ગ્રે ગોથિક ટાવર્સ વિશે સાંભળ્યું - બેસિલવેધર હોલ.
કેટલું રસપ્રદ.
પણ સૌથી પહેલા તો, મારે એક ટિકિટ ખરીદવી પડશે-
જોકે, સ્ટેશનની દિવાલ પર લગાવેલા મોટા સમયપત્રક મુજબ, લંડન જતી ટ્રેનોની કોઈ કમી નહીં હોય. આખો દિવસ અને સાંજ સુધી દર કલાકે કલાકે.
"ડ્યુકનો દીકરો ગુમ થઈ ગયો! તેના અપહરણ વિશે બધું વાંચો!" સમયપત્રક નીચે ઉભેલા એક ન્યૂઝબોયએ બૂમ પાડી.
ભવિષ્યમાં માનતી ન હોવા છતાં, મને આશ્ચર્ય થયું કે નસીબે મને અહીં, ગુનાના આ સ્થળે મૂકી, અને મારા ભાઈ મહાન ડિટેક્ટીવને બીજે ક્યાંક મૂક્યો. મારા વિચારો બેકાબૂ બન્યા, અને તે અપહરણ વિશે જાણવાની મારી લાલચ અનિવાર્ય બની. ટિકિટ બારી સુધી પહોંચવાનો મારો પ્રયાસ છોડીને, મેં તેના બદલે એક અખબાર ખરીદ્યું.