દુનિયાનું સૌથી મોટું મોટિવેશન શું છે? એવું શું છે જે તમને દરેક સમયે આગળ વધવા માટે પ્રેરિત કરે, જે તમને વારંવાર યાદ અપાવે કે ખાલી બેસી ન રહેવાય, કંઈક કરવું જોઈએ? કઈ એવી વસ્તુ છે જે આપણા અંદરની શક્તિને જગાડે છે?
આખરે, સૌથી મોટું મોટિવેશન શું છે? શું તે પૈસા છે? નામ છે? ફેમ છે? કે બ્રેકઅપ છે? ના, આમાંથી કંઈ જ નહીં. દુનિયાનું સૌથી મોટું મોટિવેશન જેનાથી મોટું કંઈ હોઈ જ ન શકે, તે છે તમારા પરિસ્થિતિ, તમારી સિચ્યુએશન, અને તમારા પરિવારની પરિસ્થિતિ.
જે કામ તમારી પરિસ્થિતિ તમારી પાસેથી કરાવી શકે છે, તે દુનિયાની કોઈ શક્તિ તમારી પાસેથી કરાવી શકતી નથી. પૈસાનો લોભ એ નથી કરાવી શકતો જે પૈસાની કમી કરાવી શકે છે. ક્યારેક તમારું કંઈક ખરીદવાનું મન થતું હશે, પણ માત્ર પૈસાના અભાવે તમારી ઈચ્છાઓને મારવી પડતી હશે. ખાવાનું મન થતું હશે, પણ પૈસાના કારણે મોઢું ફેરવવું પડતું હશે.
સોશિયલ મીડિયા પર તમે દુનિયાભરની નવી-નવી વસ્તુઓ જુઓ છો અને પછી જ્યારે બહાર આવીને તમારી જિંદગી જુઓ છો, તો કંઈ જ નથી. ક્યાંક જવાનું મન થયું, પણ જવા માટે બાઇક નથી અને બાઇક છે તો પેટ્રોલના પૈસા નથી.
જેટલું આપણે દિવસમાં કમાતા નથી, તેના કરતાં વધુ ખર્ચ થઈ રહ્યો છે. રાત્રે શાંતિથી ઊંઘી શકાતું નથી. સુતા પહેલા રોજ ટેન્શન થાય છે કે મારું શું થશે, કંઈ થશે પણ ખરું કે નહીં.
તમારા સંઘર્ષને શક્તિ બનાવો:
તમારા માતા-પિતા લોહી-પસીનો પાડીને કામ કરે છે, અને તે પણ માત્ર થોડા પૈસા માટે, જેમાં તમે ફક્ત જીવી રહ્યા છો. તે કમાવા માટે પણ સવારથી રાત સુધી કેટલું સહન કરવું પડે છે. ક્યારેક મન નહીં થતું હોય, મગજ થાકી જતું હશે. ઘણા લોકોની વાતો સાંભળવી પડતી હશે. મગજ, શરીર અને આંખો થાકી જતી હશે, પણ તેમ છતાં તેઓ તે કરે છે, કારણ કે તેમની પરિસ્થિતિ તેમને આવું કરવા મજબૂર કરે છે.
માની લો કે તમે કોઈ ઇવેન્ટ, સેમિનાર, પાર્ટી કે કોઈ પણ જગ્યાએ ગયા. ત્યાં તમે જોયું હશે કે અમુક લોકોને ખૂબ માન-સન્માન મળે છે. તમારા મનમાં પણ આવતું હશે કે કાશ, આ માન મને પણ મળે. કાશ, લોકો મારી સાથે વાત કરવા માટે તરસતા હોય.
બધા લોકો ત્યાં સારા કપડાં પહેરીને આવ્યા હોય અને તમારા કપડાં સૌથી ખરાબ હોય, તમે ત્યાં સૌથી ખરાબ દેખાતા હો. આવા સમયે અંદરથી આગ લાગશે ને કે મારે મારી પરિસ્થિતિને બદલવી છે. આ પરિસ્થિતિમાં રહેવું નથી. કદાચ અત્યારે લોકો તમને ભાવ પણ આપતા ન હોય, અને આ વસ્તુ તમને અંદરથી ખાતી હશે કે કેમ મને કોઈ પસંદ કરતું નથી, કેમ લોકો મારી કદર નથી કરતા?
જુઓ, લોકો તમારી કદર ત્યારે કરશે જ્યારે તમારી પાસે પૈસા હશે, જ્યારે તમારું નામ હશે. અને એક વ્યક્તિનું નામ તેના કામથી થાય છે. એટલે કામ એવું કરો કે નામ થઈ જાય અને નામ એવું કરો કે સાંભળતા જ કામ થઈ જાય.
જો કોઈ તમને નીચા દેખાડે, તમારી ઓકાત યાદ અપાવે, તમારી મજાક ઉડાવે, તમને અવગણે, તમારી ખુશીઓ છીનવે, તો એક-એક કરીને તેમનું નામ લખી લો. અને તે સમયે જે ગુસ્સો આવે છે, તે ગુસ્સાને, તે ઊર્જાને તમારી જિંદગી બદલવામાં વાપરો.
તમે ભાગ્યશાળી છો:
જો તમારી પાસે કંઈ નથી, તો તમે ખૂબ નસીબદાર છો. કારણ કે આ એ સમય છે જ્યારે તમારી પાસે ગુમાવવા માટે કંઈ નથી, બધું મેળવવા માટે છે. અને જ્યારે કોઈ વ્યક્તિ જમીન પરથી ઊઠીને પોતાના દમ પર આસમાનની ઊંચાઈઓને સ્પર્શે છે, તો આ દુનિયામાં તેની કિંમત વધુ હોય છે. લોકો તેને જ પસંદ કરે છે જે જમીનથી ઊઠીને આસમાનની ઊંચાઈઓ પર જાય છે.
એટલે તમે નસીબદાર છો જો તમારી પાસે કંઈ નથી, અને આ એ સમય છે જ્યારે તમે કંઈ પણ કરી શકો છો, ગમે તેટલું મોટું કરી શકો છો. તમે તમારી જિંદગીમાં એટલું બધું મેળવી શકો છો કે દૂર દૂર સુધી કોઈની પાસે ન હોય.
સમય સાથે બદલાઈ જાઓ, અથવા સમયને બદલતા શીખો. મજબૂરીઓને કોસશો નહીં, દરેક પરિસ્થિતિમાં ચાલતા શીખો.
જીવન મુશ્કેલીઓથી ભરેલું છે, આપણે આપણા અંદર હિંમત ભરવાની છે. મુશ્કેલીઓ દરેક વ્યક્તિ પર આવે છે, બસ કોઈ નિખરી જાય છે તો કોઈ વિખેરાઈ જાય છે.
અને આ લેખ ના અંતમાં બસ એટલું જ કહેવા માંગીશ કે જેની પાસેથી કોઈને કોઈ આશા નથી હોતી, મોટાભાગે તે જ લોકો કમાલ કરે છે. તો શાંતિથી મહેનત કરતા રહો, કારણ કે તમારી મહેનત પણ એક દિવસ રંગ લાવશે .યાદ રાખજો, એક દિવસ તમારો પણ સમય આવશે.
આવા જાણકારી વાળા સારા લેખો વાંચવા માટે તમે અમારી ફેસબુક પ્રોફાઈલ "થોડામાં ધણુ " ની મુલાકાત લઈ શકો છો .