વાર્તા ના મુખ્ય પાત્રોમિત– એક સીધો સાદો લાઇબ્રેરિયન, પરંતુ ભૂતકાળ માં મોટી ભૂલ કરી છે.
કાવ્યા – શહેર માં નવી આવેલી યુવતી, જેનું પોતાનું કોઈ ગુપ્ત રહસ્ય છે.
ડાયરી નો લેખક કોણ? – એ વ્યક્તિ ની ઓળખ અજાણી છે, પણ એ જ વાર્તા નો લેખક છે.
અધ્યાય ૧ – “જૂની લાઇબ્રેરીનો રહસ્ય”
શહેરની બહાર પડેલા જૂના રસ્તા પર એક ઢળી ગયેલું મકાન હતું.
લોકો એને “લાઇબ્રેરી” કહેતા,ત્યાં ભૂલ થી ભટકી ને ક્યારેમ કોક પુસ્તક વાંચવા આવતું....
પણ ઘણા સમયથી ત્યાં કોઈ આવતું-જતું નહોતું....
ધીમે ધીમે દીવાલો પર ભંગાણ પડ્યું, દરવાજાની કડી ઝાંઝરી ગઇ, પણ અંદર પુસ્તકો હજુ પડેલા હતા — ધૂળથી ઢંકાયેલા, ચૂપચાપ.
મિત ત્યાં નોકરી કરતો હતો.એકદમ સાદો માણસ.... કોઈને ખાસ ધ્યાન આપવાનું મન પણ ન કરતું, પણ એને પોતાનો આ ખાલી મકાન જેવો લાઇબ્રેરી-જીવન ગમતો.
સવારે આવે, ધૂળ સાફ કરો, કોઈ ભૂલાયેલા વિદ્યાર્થી આવેતો એને વાચવા માટે પુસ્તકો આપે, અને સાંજે ઘર ભેગો થઈ જાય....
પણ એ દિવસ અલગ હતો.
તે સવારે મિતે એક ખૂણામાં પડેલી લોખંડની ટ્રંક ખોલી. અંદર પુસ્તકો સિવાય એક કાળી ચામડાની ડાયરી હતી.
પાનાં પીળા પડી ગયેલા, શાહી અડધી ફિક્કી, પણ લખાણ હજુ દેખાતું.
“આ ડાયરી અહીં કેવી રીતે આવી?”
મિતના મનમાં વિચાર આવ્યો.
પ્રથમ પાનાં પર કોઈનું નામ ન હતું. માત્ર એક લીટી —
“જે વાંચે છે, એના જીવનમાં આ બનશે.”
એણે હળવી હસી કાઢી. “કોઈ જૂનો કિસ્સો હશે.”
પણ જ્યારે બીજું પાનું ખોલ્યું, એમાં લખેલું હતું:
“આજ સાંજે લાઇબ્રેરીમાં તું એક અજાણ્યા માણસને મળશે. એ તારા જીવનને બદલી નાખશે.”
મિતને ચમકી જવાનું મન થયું. ઘડિયાળે દસ વાગ્યાં હતાં. લાઇબ્રેરી ખાલી હતી.
“આ ફક્ત કાકતાળ હશે,” એણે મનમાં કહ્યું.
પણ સાંજ પડતાંજ દરવાજો ચરચરતો ખૂલ્યો…
એક અજાણી યુવતી અંદર આવી.
કાળા વાળ, આંખોમાં અજ્ઞાત ભાર.
એણે સીધું મિત તરફ જોયું અને કહ્યું
“મારે એ ડાયરી જોઈએ છે.જે તમારી પાસે છે....છે ને???”
અધ્યાય ૨ – “અજાણી યુવતી”
એ ક્ષણે મારું હૃદય જોર થી ધબકવા લાગ્યું.
આ અજાણી યુવતી… એને આ ડાયરી વિશે કેવી રીતે ખબર?
હું ક્ષણ ભર ચૂપ રહ્યો.
“કઈ ડાયરી??” મેં હળવે થી તેણી ને પૂછ્યું, જાણે કંઈક છુપાવવા માંગું છું...
યુવતી એ લાયબ્રેરીમાં આસપાસ નજર ફેરવી. ધૂળથી ભરેલી શેલ્ફ, ખાલી ખુરશીઓ, જૂની દિવાલો… પછી એની નજર સીધી એ ટ્રંક પર જ અટકી ગઈ
અને એણે ધીમેથી કહ્યું,
“કૃપા કરીને, એને છુપાવો નહીં.... એ ડાયરી મારા માટે છે.”
મારા માટે? મેં મનમાં ને મનમાં વિચાર્યું. આ ડાયરી તો સવારે જ મને મળી હતી એને કેવી રીતે ખબર પડી હશે?
મેં ટ્રંક માંથી ડાયરી બહાર કાઢી. એણે તેને જોયા જ તરત મારી હાથ માંથી ઝટકે લઈને પાનાં ફેરવ્યાં.
એનાં હાથ કાંપી રહ્યાં હતાં, આંખો માં અજીબ તીવ્રતા હતી.
“તમને ખબર છે આ શું છે?”
એણે મને પ્રશ્ન કર્યો.
“એક જૂની ડાયરી,” મેં સીધો જવાબ આપ્યો.
પણ અંદર થી હું ઘબરાતો હતો.
યુવતી એ એક પાનું ખોલી ને બતાવ્યું.
પાનાં પર લખેલું હતું:
“જેના હાથ માં આ ડાયરી આવશે, એ ક્યારેય પોતાની કિસ્મત થી ભાગી શકશે નહીં.”
હું નિશ્વાસ રોકી ગયો.
“આ બધું લખાણ તો… આજે જ વાંચ્યું હતું, અને સાચું નીકળ્યું. તમે તો આવી ગયા…”
યુવતી એ મારી તરફ જોયું. એની આંખો માં એક અજાણી કરુણા અને ભય બંને છલકાતાં હતાં.
“મને વિશ્વાસ નથી કે ડાયરીએ તમારું નામ લખ્યું છે,” એણે કહ્યું.
“મારું નામ?” હું ચોંકી ઉઠ્યો.
“કયાં લખેલું છે મારું નામ?”
યુવતી ત્યારે ને ત્યારે જ એ ડાયરી નો મધ્ય નો ભાગ ખોલ્યો.
અને મેં વાંચ્યું, ત્યાં પીળાશ પડેલા પાનાં પર, સ્પષ્ટ લખાણ ઝળહળતું હતું.... એ જોઈ ને હું ચોંકી ઊઠ્યો...
અધ્યાય - ૩ ક્રમશઃ......