અધ્યાય ૩ – “નામનું રહસ્ય”
ડાયરી ના પીળાશ પડેલા પાનાં પર મારું નામ જોઈને હું ગાબડું ખાઈ ગયો.
આ બધું કેવી રીતે શક્ય હતું?
હું તો આ ડાયરી આજે જ શોધી હતી.
“આ… આ કોણે લખ્યું હશે?” મારી જીભ કંપતી હતી.
યુવતી એ પાનાં પર હાથ ફેરવ્યો, જાણે એની પરિચિત હોય.
“હું તમને આખું સત્ય નથી કહી શકતી,” એણે ધીમે કહ્યું.
“પણ એ નામ… એ ક્યારેય ખોટું નથી પડતું. જે લખાય છે, એ જ બને છે.”
હું ઘૂંટણ સુધી ઠંડક અનુભવી રહ્યો હતો.
મારા મન માં વિચારો વાવાઝોડા જેવા દોડવા લાગ્યા.
શું કોઈ મને ઓળખતું હતું?
શું કોઈ એ મારા માટે ખાસ આ ડાયરી લખી હતી?
કે પછી આ માત્ર કિસ્મતનો ખેલ હતો?
“તમારું નામ શું છે?” મેં અચાનક પૂછ્યું.
યુવતી થોડી ક્ષણ શાંત રહી.
પછી એણે જવાબ આપ્યો,
“કાવ્યા.”
એ નામ બોલતા જ મને લાગ્યું કે જાણે એ નામ પહેલાં સાંભળ્યું છે.
પણ ક્યાં? મને યાદ નહોતું આવતું.
કાવ્યા એ ડાયરી ફરીથી બંધ કરી.
“આ ડાયરી તમારી પાસે આવી છે, એટલે હવે તમે એને અવગણવા નહીં શકો. એમાં જે લખાયું છે એ વાંચીને જો તમે કંઈ નહીં કરો, તો એ જ ઘટનાઓ તમારી આંખો સામે બનશે.”
“અને જો હું એ પાનાં ફાડી નાખું?” મેં હિંમત કરીને પૂછ્યું.
કાવ્યા અચાનક હસીને બોલી,
“એ જ તો બધા વિચાર કરે છે. પણ પાનાં ફાડીને પણ કિસ્મતને ફાડી શકાય છે?”
એના શબ્દો મારા કાનમાં ગૂંજી રહ્યા હતા.
એ વખતે ડાયરીના છેલ્લા ખૂણામાંથી એક ચીઠ્ઠી ખસી પડી.
હું ઝુકીને એ ઉઠાવી.
ચીઠ્ઠી પર માત્ર બે શબ્દો લખેલા હતા—
“કાલે મરણ.”
મારા શ્વાસ અટકી ગયા.
“આ… કોનું મરણ?” મેં કંપતા સ્વરે પૂછ્યું.
કાવ્યા મારી તરફ તાકી રહી.
એની આંખોમાં અજબ ચમક હતી.
“શાયદ… તમારું.”
અધ્યાય ૪ – “કાલનો દિવસ”
આખી રાત મારી આંખે ઊંઘ નહોતી.
ચીઠ્ઠી પર ના બે શબ્દો — “કાલે મરણ” — મારા મનમાં ઘૂંટણિયાં મારી રહ્યા હતા.
દરેક પળે લાગતું હતું કે શ્વાસ અટકી જશે.
સવારે લાઇબ્રેરી ખોલી ત્યારે પહેલી વાર મને એ ખાલી મકાન ભયાનક લાગ્યું.
દરેક શેલ્ફ પાછળ કોઈ છુપાયેલો હોય એવું લાગતું હતું.
દરેક પાનું જાણે મારી તરફ તાકી રહ્યું હતું.
કાવ્યા આવી નહોતી.
હું ડાયરી ફરી ખોલી ને જોયું.
ગઈકાલે જ્યાં સુધી વાંચ્યું હતું ત્યાં સુધી બધું હતું… પણ હવે નવા પાનાં ઉમેરાયેલા હતા.
એમાં લખેલું હતું:
“કાલે બપોરે બાર વાગ્યે લોહી વહી જશે.
અને એ ક્ષણે મિત સમજશે કે એ કિસ્મત સામે નબળો છે.”
મારા હાથ કાંપવા માંડ્યા.
લોહી વહી જશે?
એનો અર્થ શું?
શું ખરેખર હું જ મરવાનો છું?
ઘડિયાળ ધીમે ધીમે ટિક-ટિક કરતી હતી.
દરેક સેકન્ડ મારી છાતી પર ભાર બનીને પડતો હતો.
બપોરે બાર વાગે લાઇબ્રેરીનો દરવાજો અચાનક ખૂલી ગયો.
અંદર એક યુવાન દોડતો દોડતો આવ્યો.
એના હાથમાંથી લોહી ટપકતું હતું — કાચનો ટુકડો ચોંટી ગયો હતો.
“મદદ કરો…! પાણી…!” એ ચીસ્યો.
હું થંભી ગયો.
મારું હૃદય ધબકતું હતું.
ડાયરીમાં જે લખેલું હતું એ જ બન્યું — બપોરે બાર વાગ્યે લોહી વહી ગયું.
પણ એ લોહી મારું નહીં, બીજાનું હતું.
હું એ છોકરાને પાણી આપ્યું, કપડું બાંધ્યું.
પણ મનમાં એક જ પ્રશ્ન હતો:
શું ડાયરીનો ‘મરણ’નો સંદેશ હજી આવવાનો બાકી છે?
કે પછી એ છોકરાનું લોહી જ એ સંકેત હતું?
જ્યારે હું એ વિચારી રહ્યો હતો, ત્યારે કવ્યા ફરી આવી.
એણે લોહીથી રંગાયેલું ફ્લોર જોયું…
અને ધીમેથી મારી તરફ વળી.
“મિત,” એણે કહ્યું.
“ડાયરી ક્યારેય ખોટી નથી પડતી.
આ તો શરૂઆત છે.”...
અધ્યાય ૫ – “સત્યની છાયા”
કાવ્યા ના શબ્દો મારા કાનમાં ઘૂંજી રહ્યા હતા — “આ તો શરૂઆત છે.”
મારા શરીરમાં ઠંડક ફરી વળી.
જો આ શરૂઆત છે, તો અંત કેવું હશે?
હું ડાયરીને મજબૂતીથી પકડીને કવ્યા તરફ જોયું.
“તને આ બધું કેવી રીતે ખબર?” મેં કઠોર અવાજે પૂછ્યું.
એણે સીધો જવાબ આપ્યો નહીં.
એની નજર ખૂણામાં પડેલા તૂટેલા કાચ પર અટકી ગઈ, જ્યાંથી એ છોકરો ઘાયલ થયો હતો.
“જુઓ મિત,” એણે ધીમે થી કહ્યું,
“ડાયરી ક્યારેય ખોટું લખતી નથી. પણ એમાં એક રહસ્ય છે, જે તને હજી સમજાયું નથી.”
“કયું રહસ્ય?” મેં ઉતાવળે પૂછ્યું.
કાવ્યા થોડું થંભી ગઈ.
“ડાયરી કોણ લખે છે એ ક્યારેય કોઈ એ જોયું નથી.
પણ એ લખાણ… જીવતા માણસ ના હાથનું નથી.”
હું કંપી ઉઠ્યો.
“તો પછી કોનું છે?”
કાવ્યા મારી આંખોમાં નજર ગાડીને બોલી,
“મને શંકા છે કે આ લખાણ… તારા જ ભવિષ્ય ના હાથનું છે.
એવું લાગે છે જાણે તું જ પોતાને ચેતવણી આપી રહ્યો છે.”
મારું માથું ચક્કર ખાઈ ગયું.
હું હસવા માંડ્યો, પણ એ હાસ્ય પણ અડધું કંપતું હતું.
“એવું કેવી રીતે શક્ય છે? હું પોતે ભવિષ્ય લખું?!”
પણ મારા મનમાં એક છૂપી યાદ તીવ્ર બની ને ઊભી થઈ.
ક્યારેક બાળપણમાં… હા, મેં ડાયરી રાખી હતી.
અને તેમાં અચાનક શબ્દો લખાતાં, જેને હું યાદ પણ ન કરી શકતો કે મેં લખ્યાં હતાં.
એ પછી એ પાનાં ગુમ થઈ જતા.
“તું કંઈ છુપાવું છે ને, મિત?” કાવ્યા એ પૂછ્યું.
“તું ડરતો છે એ ભૂતકાળથી, જેમાં આ બધાનો જવાબ છુપાયેલો છે.”
એ વખતે ડાયરી ના છેલ્લા પાનાં આપો આપ ખુલ્યા.
શાહીથી ભરેલી અસ્પષ્ટ લકીરો વચ્ચે સ્પષ્ટ લખાણ દેખાયું:
“આજે રાત્રે… સત્ય ની છાયા આવશે.
અને મિત એને જોઈને પાછો વળી નહીં શકે.”
મારી પીઠમાં ઠંડો પરસેવો વહી ગયો.
સત્યની છાયા?
એ શું છે?
અને રાત્રે મારી રાહ શું જોઈ રહી છે?....
અધ્યાય - ૬ ક્રમશઃ......