માણસ, માન્યતા અને રહસ્ય
એક અદ્વિતીય સોપાન બાદ એ જ વાર્તા ના આગળ ના ભાગો આમાં દર્શાવેલ છે , તો આ નોવેલ પેહલા એ બંને નોવેલ વાચી લેવી .
ભાગ 1 :
" સ્વપ્ન માં નહિ, પરંતુ હકીકત માં.... " આ શબ્દો જાણે વિસ્મરણ પામતા નહોતા , જેમ તમે નદી પાસેથી એનો પ્રવાહ છીનવી લ્યો , મોર પાસેથી એની કળા છીનવી લ્યો , કોયલ પાસેથી એનો મધુર કંઠ છીનવી લ્યો , એમ જાણે આ એક છોકરી પાસેથી ભગવાને એમની સૌથી પ્રિય બાબત છીનવી હતી - SK .
તે જતા જતા એક બાબત કહીને ગયો હતો કે લોકો ની સેવા કરવાની છે , લોકો ના વિચાર પરિવર્તિત કરવાના છે અને સંસ્કૃતિ નું પુનઃ નિર્માણ કરવાનું છે , બસ આ વાત ને તેણે સર્વોપરી માની લીધી , તેણીએ બસ ધારી જ લીધું કે હવે હું મારા દેશ ની આ અખંડ સંસ્કૃતિ નું પુનઃ નિર્માણ કરીને જ રહીશ.
સમય એવો ચાલી રહ્યો હતો કે માત્ર ધનશ , રિદ્ધવ , Queen અને બાકીના લોકો જ નહિ , પરંતુ લગભગ ઘણા લોકો એ જાણતા હતા કે એ માણસ જે પોતાના વિચારો છોડીને ગયો છે એ વિચાર અપનાવવા ધણા કઠિન છે , આવનારો સમય કપરો બનશે , પરંતુ પરિસ્થિતિ ને તો હેન્ડલ તો કરવી પડશે.
પરંતુ કોણ એ વાત થી જાણીતું હતું કે હવે પછી અદ્વિતીયતા ને એક દિવ્યતા સંભાળી લેશે , SK નું જીવન અદ્વિતીય હતું ; પરંતુ એક દિવ્ય જીવન જીવી રહી છે Queen , ખરેખર જીવન ની સાચી મુશ્કેલીઓ તો તેણીએ જ જોઈ છે ,
સમજણી થઈ ત્યારે પરિવાર ગુમાવ્યો અને હવે SK....
નાનપણ થી તેણીએ ઘણી મુશ્કેલીઓ અને દર્દી ને સહન કર્યા છે , આ વાત તો તેણીની સામે તો ઘણી જ નાની કહેવાય .
હવે શરૂઆત થશે એક નવા યુગ ની , અદ્વિતીય વિચારધારા બદલાશે હવે દિવ્ય વિચારો માં , શાસન પર આવશે એક દિવ્ય સ્ત્રી , The Queen of the Empire.
આ વાત મીડિયા જગત માં ફેલાય ગઈ હતી કે હવે SK group companies ની કમાન તેણી સંભાળવાની છે.
તેણીએ આવ્યા ની સાથે જ પ્રથમ કામ એ કર્યું કે તેણે ભારત ની દરેક સ્ત્રીઓ શિક્ષિત બને અને પગભર બને એના માટે એક તાલીમ શાળા અને કંપની ના નિર્માણ નો પ્લાન લોન્ચ કર્યો , સાથોસાથ એક ખૂબ જ મોટી સંસ્કૃત વિધાલય સ્થાપવાનો પણ નિર્ણય કર્યો , તેણીએ અરબો કરોડો રૂપિયા આ બન્ને પ્રોજેક્ટ માં નાખવાનો વિચાર કર્યો , તેણી બસ એટલું જ જાણતી હતી કે જે મુશ્કેલીઓ તેણીએ તેના નાનપણ માં જોઈ છે એ ભારત ની બીજી કોઈ સ્ત્રી ના જોવી જોઈએ અને સંસ્કૃતિ વિશે જે ઉત્કૃષ્ટતા નું સ્વપ્ન SK એ જોયું હતું કે પૂર્ણ થાય , દરેક જરૂરિયાતમંદ લોકો ની જરૂરિયાતો પૂર્ણ થાય અને એક નવા યુગ ની શરૂઆત થાય.
ગરીબ લોકો ની મદદ કરવાનો , ગુનેગારો ને સજા આપવાનો , વિશ્વોતર લેવલ એ ભારત દેશ ને સર્વોપરિતા આપવાનો અને ભારત દેશ ની વિસરાઈ ગયેલી સંસ્કૃતિ ને ફરી સ્થાપિત કરવાનો ખ્યાલ હંમેશા SK ના મન માં રહ્યો હતો , તે તો આ કહીને હંમેશા હંમેશા માટે ઢળી પડ્યો , તે તો કહી ગયો હતો કે જ્યાં સુધી મારા કર્મો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ દુનિયા ને નહીં છોડે , પણ શું એના કામો પૂર્ણ થયા ? કે કોઈ બીજા ને એના અધૂરા સ્વપ્નો ને કર્મો પૂર્ણ કરવા પડશે ? એના માટે એક જ સક્ષમ વ્યક્તિ છે Queen , જે નાનપણ થી જ મુશ્કેલીઓ વેઠીને સક્ષમ બની હતી.
પણ એવું તો તેણીએ શું નાનપણ જોયું હતું કે જેનાથી તે આટલી સક્ષમ બની ? તેણીનું જીવન આખરે છે શું ?....!