Night Duty - 2 in Gujarati Comedy stories by Arry mak books and stories PDF | નાઇટ ડ્યુટી - 2

Featured Books
Categories
Share

નાઇટ ડ્યુટી - 2

નાઇટ ડ્યુટી"એ ડાર્ક કોમેડી, એક્શન, થ્રીલર નોવેલ છે નોવેલમાં દર્શાવવામાં આવેલી ઘટનાઓ, પાત્રો અને પરિસ્થિતિઓ સંપૂર્ણપણે કલ્પિત છે અને તેને ડાર્ક કોમેડી અને વ્યંગાત્મક હેતુથી રજૂ કરવામાં આવી છે. આ પાત્રો, સ્થળો અથવા ઘટનાઓનો કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ, સંસ્થા અથવા ધાર્મિક સમુદાય સાથે કોઈ સીધો સંબંધ નથી.

       Chapter-2: Curiosity kills comfort

                   રવિને સત્યની પહેલી ઝલક


બીજા દિવસ..સવારે,

     રવી જાણે કબર માંથી મૂર્દો ઉભો થાય એવી રીતે આળસ મરડી ને બેડ પર બેઠો થયો, અને બાથરૂમમાં જઈ ખાલી થઈ ગયેલી ટૂથપેસ્ટ ને મરડી ને થોડી પેસ્ટને મહામહેનતે બ્રશ પર લઈ, સુપરફાસ્ટ ટ્રેનની જેમ દાત પર ઘસવા માંડ્યો. ઘસતા ઘસતા તેની નજર ખિટી પર લટકાવેલા પરસેવાના દાગ પડેલ ગઈ રાતના શર્ટ પર પડી,

તેના કોલર પાસે બ્રાઉન - ગ્રે કલર ના દાગ દેખાઈ રહ્યા હતા. તેમાંથી પેટ્રોલ અને રાની ના માદક પ્રફ્યુમની હલકી હલકી સુગંધ આવી રહી હતી.

     રવીએ ફરીથી સુંઘ્યું.

    "ગનપાવડર! તેણી એવી રીતે બોલી હતી જાણે, કેચઅપ લાગ્યું હોય, આટલું કેઝ્યુઅલી કોણ કહે છે!!" રવિ ગણગણ્યો.

     રવિ ફટાફટ શર્ટ અને વોશિંગ મશીન માં નાખી, કબાટમાંથી નવો ઈસ્ત્રી ટાઇટ બ્લેક શર્ટ કાઢ્યો, અને મહિનાઓથી બંધ પરફ્યુમ ના ઢાંકણ ને ખોલી એટલો છટ્યો કે અર્ધો શર્ટ ભીનો થઈ ગયો. અને રવિએ પાછી પોતાની વૃધ્ધ બાઈકને સફળતા પૂર્વક ચાલુ કરી ઓફિસ ભણી હંકારી મુકી..

     ઓફિસ માં રવિને આવતો જોઈ માયા વિકાસ અને રોહન જોઈ રહ્યા,

     "આ લલ્લુ આજે હીરો બનીને કેમ આવ્યો છે.." માયા ગણગણી

     "લાગે છે કાલ ના ઓવર ટાઇમ ની અસર મગજ પર પડી ગઈ લાગે છે...હા.હા..હા.." રોહન ટીખળ કરતા બોલ્યો..

      "હેય રવિ..તું તો બાકી હીરો લાગે છે...." રોહને રવિ ની પાસે જઈ કહ્યું..

      "હીરો ની છોડ તું ક્યાં હતો કાલે હં?..તારું બધું કામ મારે કરવું પડ્યું..." રવિએ રોષ ઠાલવતાં કહ્યું..

      "એકચ્યુલી હું મારી ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર ગયો હતો, બોવ ટાઇમ થી નહોતો ગયો, શું યાર ના પાડું તો બ્રેક-અપ થઈ જાત, શું કરવું તમારા સિંગલ લોકો જેવા જલસા અમારે ક્યાંથી...હા..હા..હા.." રોહને મજાક કરતા કહ્યું. બધા હસવા લાગ્યા..

રવિ કઈ બોલ્યા વગર પોતાની ડેસ્ક પર જઈ બેસી ગયો

પણ રવિના ના મગજ માં કાલ રાતનો જ સીન ઘૂમી રહ્યો હતો.. તેણે ગૂગલ કર્યું "શું ગનપાવડર ની સ્મેલ બળેલા ટોસ્ટ જેવી હોય છે?" પણ એને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહિ. અને તે ફરી કામમાં ચોંટી ગયો..

.......

રવિ હવે કંટાળાજનક કીબોર્ડ ની ખટખટ થી કંટાળી, આળસ મરડી સરખો બેઠો થયો અને કોફીની એક ચૂસકી મારી, ત્યાં જ તેની નજર કાંડા પરની ઘડિયાળ પર પડી, અને 7.30 જોતા જ તેના મગજમાં જાણે ડોપામિન નો સ્ત્રાવ થયો, પોતે બેગપેક કરી લેપટોપ લઈ બોસ ની ઓફીસ તરફ ભાગ્યો...

    હંમેશની જેમ "મે..આઇ કમ ઈન સર?.." રવિ એ અર્ધો દરવાજો ખોલી ડોકું અંદર નાખતા કહ્યું...પણ આજે એના અવાજમાં અલગ જ ઉત્સાહ વરતાઈ રહ્યો હતો. હંમેશ ની જેમ સામે એક માણસ સૂટ બુટ માં ટેબલ પર પગ ચડાવી બેઠો હતો અને ટીવી પર ન્યુઝ ચાલી રહ્યા હતા....

     ગોવામાં "વિકી વોર્ટેક્સ" ના કોન્સર્ટમાં થયો અનોખો વરસાદ, વિક્ટોરિયા ના સિક્રેટ્સ ઉડ્યા હવાઓમાં...

જી...હા.. તમે બરાબર સાંભળી રહ્યા છો ગઈ રાત્રે ગોવાના ઝેવિયર્સ ગ્રાઉન્ડમાં ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ "વિકી વોરટેક્સ" ના કોન્સર્ટ માં અલગ જ જાતનો વેસ્ટર્ન કલચરની અસર જોવા મળી છે, વિકી વોર્તેક્ષ ના કોન્સર્ટ માં હજારો છોકરીઓ એ સ્ટેજ પર પોતાની ઇન્નર્સવેર ફેક્યા... સ્ટેજ આખું આંતરવસ્ત્રો થી ઢંકાઈ ગયું. અને એક બ્રા વિકિના મોઢા પર આવતા સ્ટેજ પર પડી જતાં વિકી ને થયું ફ્રેકચર...તત્કાળ હોસ્પિટલ માં કરવા પડ્યા દાખલ....જોકે પશ્ચિમી દેશો માં આ ઘટનાઓ સામાન્ય છે, પણ ભારતમાં પહેલી વાર આવું જોવા મળ્યું છે.. કઈ દિશામાં જઈ રહ્યું છે આપણું ભારતીય યુવાધન...શું કારણ છે આ બધી ઘટનાઓ પાછળ..આ જાણવા માટે આપની વચ્ચે ઉપસ્થિત છે, પૂજ્ય જ્ઞાનસમર્થ બાબા, મૌલાના અસ્લમ કુરેશી, અને ફાધર પોલ....તો આવો શરૂવાત કરીએ બાબા જ્ઞાન સમર્થથી....

    "તો બાબાજી તમારા મતે શું કારણ હોઈ શકે આવી ઘટનાઓ પાછળ..."

      "શિવ...શિવ...શિવ.... કળિયુગ ઘોર કળિયુગ... આ બધો પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ છે..હું તો કહેવા માગીશ ત્યાં હાજર દરેક મનુષ્યએ તેનો પશ્ચાતાપ કરવો પડશે, પવિત્ર થવું પડશે અન્યથા, એ લાખો વર્ષ સુધી અપવિત્ર રહી પિશાચ યોનિમાં સડશે..." બાબા મોટા ડોળા કાઢી ભયાવહ અવાજમાં બોલ્યા...

     એંકર:"પશ્ચાતાપ? કેવી રીતે??"

      "બચ્ચાં આ ઘોર સામૂહિક પાપ થી ત્યાં ઉપસ્થિત બધા લોકો અપવિત્ર થઈ ગયા છે. ત્યાં ઉપસ્થિત દરેક મનુષ્યે 7 વાર ગંગાજળમાં સ્નાન કરવું પડશે...એટલું જ નહિ આખા મેદાન ને ગંગાજળ અને ગૌમુત્ર છાંટી પવિત્ર કરવું પડશે... એ માટે હું મારી સાથે લાવ્યો છું, અમારી સંસ્થા "જ્ઞાન" ઔષધિ નું શુદ્ધ ગંગાજળ અને ગૌમુત્ર જો કોઈ હરિદ્વાર જવા સમર્થ ન હોય તો તે પાણીમાં માત્ર એક ઢાંકણ ગંગાજળ ભેળવી ૭ દિવસ નહાશે તો પણ તે પવિત્ર થઈ જશે.. આને કોઈ પણ મનુષ્ય ફ્લિપકાર્ટ કે એમેઝોન ના માધ્યમ થી પણ ઓર્ડર કરી શકે છે માત્ર 399/- ના નજીવા શુલ્ક પર...

      એંકર: ખૂબ ખૂબ આભાર તમારો બાબાજી આપનો મત જણાવવા માટે હું વિનંતી કરીશ મૌલાનાજી અસ્લમ કુરેશીને પોતાનો મત જણાવવા માટે

     મૌલાના: બાબાજી આ મજાક નથી, આ એક શેતાની રસમ હતી.. મે ચોપડીઓ માં વાચ્યું છે કે, આવા મેલા કપડાનો ઉપયોગ ઝાયનિસ્ટ અને શેતાની રસમો માં થાય છે... આ લોકો ઇલાસ્ટિક નો ઉપયોગ કરી હવામાં શેતાની તાકતો ને મોકલે છે. અને આ ગોવાનો કોન્સર્ટ માત્ર એક બહાનું જ હતું...

     ફાધર: અરે મૌલાના સાહેબ બધી વાતો ને ઝાયનીસ્ટ ના બનાવો આ તો માત્ર lusty ફેન્સ નું કામ છે, હું મારા ચર્ચ ના યુથ ગ્રુપ ને હમેશાં કહું છું, કપડાં ને કપડાં રહેવા દો હથિયાર ના બનાવો...

    બાબાજી:"અરે ફાધર જી તમે તો હંમેશા મોડર્ન બની જાઓ છો. જુઓ આ બધી વિદેશી સંસ્કૃતિ ની અસર છે, પહેલા છોકરીઓ ફૂલ ફેંકતી હતી..અને હવે આંતરવસ્ત્રો..શિવ.. શિવ..શિવ.. મને તો લાગે છે બ્રા ની અંદર કઈક તંત્ર મંત્ર લખ્યા હતા એટલે જ તો રોકસ્ટાર પણ બેહોશ થઈ ગયો....

      એંકર(વિવાદ ને કંટ્રોલ કરતા): તો દર્શકો એ જાણ્યું કે કોઈના માટે આ ઘટના કલ્ચરલ ડાઉનફોલ છે, કોઈના માટે શેતાની તંત્ર અને કોઈ માટે આ માત્ર પાગલ ફેન્સ નું બેહુદા કૃત્ય.. ઓલરાઈટ હવે જાણીએ ત્યાં હાજર લોકો નો શું મત છે...

      કોલેજ બોય: "બ્રો શુરૂ શરૂ માં તો મજા આવતી હતી ઉપર થી લીન્જરી ની વરસાદ થઈ રહી હતી પછી એક બ્રા મારા બિયર માં પડી ગઈ બસ પછી તો મૂડ ખતમ!.. પહેલા તો મને પ્રેંક લાગતો હતો પછી જ્યારે બ્રા થી રોકસ્ટાર નું હેડ ફ્રેકચર થયું ત્યારે ખબર પડી બ્રૉ લિન્જરી પણ કેટલી ખતરનાક હોઈ શકે છે.."

      આધેડ કાકા: "એવું લાગી રહ્યું હતું કે ફેશન ની હોળી ચાલી રહી છે...મને તો આંખની પાસે બ્રા નું હુક વાગી ગયું. આ તો નવું કલ્ચરલ હથિયાર છે..."

     ઉંમરલાયક કાકી: "મારા husband કહેતા હતા ગોવા જઈએ ફ્રેશ હવા ખાવા મળશે..પણ ખબર નહોતી કે ફ્રેશ હવાની સાથે લિંજરી નો વરસાદ પણ મળશે..."

     ફેન ગર્લ: "મને તો ક્યૂટ લાગ્યું, વિકી માટે લોકોનો પ્રેમ હતો, બસ થોડો ભારે પડી ગયો માથા પર..."

     એક નશેડી ફોરેનર: બેસ્ટ કોન્સર્ટ એવર મેન... મે તો ત્રણ બ્રા ને વેચી તેની બિયર લઈ લીધી...

    એક કોન્સપિરસી(દરેક વાત માં ષડયંત્ર શોધનાર) વ્યક્તિ: આ બધો જ એક પ્લાન હતો, મે ઝૂમ કરીને જોયું, બ્રા ની અંદર એક ચિપ લાગેલી હતી, આ CIA નું કામ છે, ભારત ના સિંગરો ને કંટ્રોલ કરવા માગે છે.

   

    એંકર:" તો લેડીઝ એન્ડ જેન્ટલમેન આપણે જાણ્યું કે ત્યાંના લોકલ લોકો નો શું મત છે, India Talks સાથે બની રહેવા આપનો ખુબ ખુબ આભાર, અમે કાલે પાછા હાજર થઈશું નવી સનસનીખેજ ખબર સાથે... આભાર..

   

    "સર...મે.. આઇ કમ ઈન..." રવિ એ મોટા અવાજે કહ્યું સામે કાળા સૂટ પહેરેલ માણસે અંદર આવવાનો ઈશારો કર્યો...

    "સર આ ડિઝાઇન રેડી છે અને તમે કાલે જે પ્રેઝન્ટેશન આપેલું એ પણ.." રવિ એ લેપટોપ સામે ધરતા કહ્યું..

    "ઓકે...ગુડ જોબ રવિ..બાકી બધું તો ઠીક પણ એક વેબસાઇટ ની ડિઝાઇન...."

    "એ તો સર વિકાસ કરવાનો છે ને.." રવિ એ વાત વચ્ચે થી કાપતા કહ્યું...

     "પણ એ તો નોટિસ પીરીયડ પર છે રવિ.."

     "તો સર એ રોહન ને આપી દો હું આજે જલ્દી માં છું મારા પપ્પા ને હોસ્પિટલ ની વિઝિટ છે..." રવિ જાણે આજે પકડ માં આવવા જ નહોતો માંગતો...

     "ઓકે સર બાય..." એમ કહી રવિ નીકળી ગયો જલદી થી લિફ્ટ નું બટન દબાવી ગાડી પાસે આવ્યો.. અને ફરી 75 વર્ષનો ડોસો ખાસે એવી રીતે 7 કિકે ગાડી સ્ટાર્ટ કરી અને ઘડિયાળ સામે જોઈ ભગાવી મુકી, પોતે આજની તક ગુમાવી દેવા નહોતો માંગતો ...

    શું તે મારો વેઇટ કરતી હશે? કે નીકળી ગઈ હશે?...તેના મનમાં સવાલો ઉભરાઈ રહ્યા હતા...

8:15 રવિ એ તે જ સર્કલ પાસે ઉભો રહ્યો, થોડી સાફ કરેલી ગાડી અને ભરેલા પેટ્રોલ ટેન્ક સાથે.. તેણે સામેની સાઈડ પર એ જ જગ્યા એ રાની ને ઊભેલી જોઈ, એ જ મોટી કોઈને શોધતી આંખો, અને બોલ્ડ અને રહસ્યમયી ચહેરો.. રવિ એ મીરર માં જોઈ પોતાના વાળ સરખા કર્યા અને તેની પાસે ગાડી ઉભી રાખી...

    "આજે બીજા રસ્તેથી લેજે, એક પાર્સલ આપવાનું છે.. ફાવશે??" રાની કોઈ જ ખચકાટ વગર પાછળ બેસી ગઈ..

     "મેડમ તમે કહો તો પાકિસ્તાન સુધી પણ ડ્રાઇવ કરી લઉં?.." રવિ એ એન્જિન ચાલુ કરતા કહ્યું..

     "હા..હા... હા.... ના હજુ ત્યાં સુધી નથી જવાનું." રાની એ હસતા કહ્યું..

.......

    રાતની ઠંડી ઠંડી હવાઓ માં રવિ ની ગાડી સૂમસામ સડક પર અંધારું ચીરતી રહી હતી, અચાનક થોડા ઘરો ના સમૂહ જેવી એક સોસાયટી દેખાઈ. રાની એ રવિના ખભે હળવી થપકી મારતા ઉભી રાખવાનો ઈશારો કર્યો...

     "વેટ..હું 5 મિનિટ માં આવું છું..."

     "અંદર ના આવતો..." રાની એ સિરિયસ થઈ રવિના રિપ્લાય સાંભળ્યા વગર નીકળી ગઈ અને અંધારા માં ઓઝલ થઈ ગઈ

     "ઓકે.." રવિ એ થોડા સહજતાથી માથું ધુણાવ્યું. અને ફોન કાઢી રિલ્સ જોવામાં મશગુલ થઈ ગયો...

    "ઉફ્ફ...મને આવા ટાઈમે જ કેમ પ્રેશર આવે છે.." રવિએ બબડતા કહ્યું... તેણે આસપાસ જોયું ખાલી ખાલી રોડ અને થોડી ડાબી સાઈડ થોડી વધેલી ઝાડીઓ, કોઈ સ્ટ્રીટ લાઈટ પણ નહિ. રવિ ફ્લેશ લાઈટ કરી ઝાડીઓ પાસે ગયો..અને ઝીપ ખોલી નિરાંત નો શ્વાસ લીધો ત્યાજ.....

BOOOOOOOOM!!!

રવિ હજી પાછું વળીને જોવા જાય ત્યાં જ બીજો

BOOOOOOOOM!!!!!

એક સેકંડ માટે આકાશ જાણે ઓરેન્જ કલર નું થઈ ગયું અને હવામાં ધુમાડાનાં ગોટેગોટા ઉડવા માંડ્યા.. જમીન ધ્રુજી ગઈ..રવિ નો પ્રવાહ અટકી ગયો અને ત્યાં જ સ્તબ્ધ થઈ ગયો. રવિ ને હજુ સુધી આઈડિયા નહોતો કે શું થયું... રવિ અર્ધા ચડાવેલા પેન્ટ સાથે ઝાડીઓમાં અથડાતાં અથડાતાં ગાડી પાસે આવી ગયો..

"શું થયું?, આ ધડાકો શેનો હતો?, રાની ઠીક તો હશે??... રવિના મનમાં એક સેકંડ માં હજારો પ્રશ્નો ઘૂમવા લાગ્યા, રવિ ના ધબકારા વધી ગયા...શું મારે ત્યાં જવું જોઈએ???ના ત્યાં ખતરો હોઈ શકે છે!! પણ રાની ને કઈક થઈ ગયું હશે તો??..." રવિનું મન અંદરો અંદર જ લડવા માંડ્યું આખરે, જિજ્ઞાસા ની જીત થઈ અને ડર ને હરાવી રવિએ અંદર જવાનું નક્કી કર્યું ...

      રવિ છુપાતો છુપાતો દોડી ગેટ પાસે ગયો, અને જઈને સામે નો સીન જોતા જ રવિ ના હોશકોશ ઉડી ગયા....

રવિ એ એવું શું જોયું!!! શું થયું ત્યાં? કયાં હતી રાની... જાણવા માટે જુવો નાઈટ ડ્યુટી નો આગળનો પાર્ટ...

મને આટલો પ્રેમ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર, આપને સ્ટોરી કેવી લાગી? આપના અભિપ્રાયો કૉમેન્ટમાં જરૂર જણાવશો એ અમને વધારે બહેતર લખવાની પ્રેરણા આપે છે..આભાર.