Rup Lalana - 2.5 in Gujarati Women Focused by Bhumika Gadhvi books and stories PDF | રૂપ લલના - 2.5

Featured Books
  • Haunted Road

    उस सड़क के बारे में गांव के बुजुर्ग कहते थे कि सूरज ढलने के...

  • वो इश्क जो अधूरा था - भाग 18

    अपूर्व की ऑंखें अन्वेषा के जवाब का इन्तजार कर रही थी। "मतलब...

  • अनकही मोहब्बत - 7

    ‎‎ Part 7 -‎‎Simmi के पास अब बस कुछ ही दिन बचे थे शादी के।‎घ...

  • डायरी

    आज फिर एक बाऱ हाथों में पेन और और डायरी है, ऐसा नहीं की पहली...

  • उड़ान (3)

    उसने दस-बाय-दस का एक कमरा ले लिया। एक खिड़की, एक बल्ब, एक गैस...

Categories
Share

રૂપ લલના - 2.5


       હાઈવે કિનારે રાત – મૌન અને અવાજો
હાઈવેની લાંબી પીળી લાઇટ ઝબકી રહી હતી,
ધૂળ રોડ ની આસપાસ ઊંચે ઉડીને હલકું સરકતી.
પવન ચહેરા પર હળવો સ્પર્શ લાવી રહ્યો હતો,
પણ એ યુવાનનું મૌન હજી તૂટતું નથી.

       યુવક પથ્થર પર બેઠો છે,આંખો નીચે, મોઢું બંધ, હાથ ની આંગળી ને ધૂળ માં ફેરવતો,
જાણે પોતાના અંદરના તૂટેલા સપનાઓ સાથે કંઈક શાંતિપૂર્વક ઝગડતો હોય.

        યુવતી થોડી વધારે પાસે આવી, સિગારેટના ધુમાડા સાથે સાથે હલકો પ્રકાશ તેને ઘેરે છે. યુવાન ની નજરમાં થોડી ચમક છે, પણ યુવતી ની પારખું નજર જાણે છે કે એ મૌન એક માત્ર રક્ષણ છે એક તરજુમો, એક પડદો, એ અંદરના દુઃખને છુપાવવા માટે.

       યુવતી હળવા અવાજમાં પુછે છે,: ....ઇતની રાત કો તું અકેલા ઇધર ક્યા કર રહા હૈ? યુવક હજી મૌન. એના હોઠ બંધ છે, આંખો નીચી ઢળેલી છે, ચહેરો જમીન તરફ ઝૂકેલા છે, પણ એનું સમગ્ર શરીર, અને તેની આંખોના ખૂણામાં એક અખંડ નિઃશબ્દ મૌન જાણે બોલી રહ્યું છે.

યુવતીની નજરમાં હલકું સંશય છે,પણ તે સમજી જાય છે કે આ માણસ આજની રાત્રે કોઈને પોતાની અંદર ના ભેદ બતાવવા તૈયાર નથી.

       પવન ધીમો સરક્યો, સિગારેટનો ધુમાડો હવા સાથે ભળીને વાતાવરણમાં ભળી ગયો. યુવતી ફરી થી એક પ્રયાસ કરે છે, થોડુંક ટેન્શન અને હળવી ચિંતામાં પુછે: ... અરે ઓયે તું સચમે ગુંગા બહેરા હૈ યા બોલના નહીં ચાહતા? કુછતો બતા? ઇતની રાત મેં ઇધર ક્યું બૈઠા હૈ? 

       યુવક હજુ પણ કોઈ જવાબ નથી આપતો. પણ તે આ યુવતીને અવગણી પણ નથી રહ્યો. મૌનમાં પણ કદાચ કંઈક અજીબ કનેક્શન હોય છે. યુવતીનું હાજર હોવું, તેનો અવાજ, તેના પ્રશ્નો, રાતની ઠંડી, હાઈવેની લાઇટ, બધુજ બન્ને ની વચ્ચે એક અશબ્દ પણ ઘેરો સંવેદનશીલ સંબંધ સર્જે છે.

        યુવકના અંદરના વિચારો ઘૂંટાઈ રહ્યા છે:
જૂની યાદો, અધૂરી પીડા, જીવનના કઈ કેટલાય નિર્ણયો અને એકલતાના અનમોલ પળ…

       યુવતીની નજરમાં હળવી કાળજી,
થોડી હિંમત અને થોડી આશા ઝલકે છે, જાણે તે સમજી શકે છે કે,... આ મૌન માત્ર મુક્તિ માટેનું માધ્યમ છે, મુક્તિ,.....પીડા થી, મુક્તિ એકલતાથી, અથવા મુક્તિ કોઈ અતીતની યાદો થી પીછો છોડાવવાની. એ કોઈને દૂર ન કરતા, પોતાના ભાવોને જ બસ વળગી રહેવા માંગે છે.

       બન્ને, એકબીજાની હાજરીમાં ચુપ, જ્યાં શબ્દો બગાડ્યા વગર, આંખો બધું કહી જાય છે.
રાતની ઠંડી ,હાઈવેની ધીમી પીળી લાઇટ, વાતાવરણમાં પ્રસરી જતો સિગારેટનો ધુમાડો અને આ એકલો યુવક અને યુવતી અજાણ્યા છતાં, અશબ્દ રીતે ક્યાંક ને ક્યાંક હવે કદાચ એક બીજા થી જોડાઈ રહ્યા છે.

 રાત ખૂબ શાંત હતી. દૂર હાઇવે પર આવતા–જતા વાહનોનો અવાજ
મધ્યાન્તર વચ્ચે જ સંભળાતો.
બાકી અંધકાર અને એકલતા,
બન્ને પોતાની જગ્યા પર સ્થિર.

યુવક અને યુવતી રસ્તાની બાજુના ધૂળિયા પટ્ટા પર એકબીજાની બાજુમાં બેઠા હતા. કોઈએ કોઈ તરફ ખાસ જોયું નહોતું, પણ બંનેને એકબીજાની હાજરીનો અહેસાસ સ્પષ્ટ હતો.

યુવક માથું ઝુકાવીને બેઠો—
આંખો જમીન પર,
તડપી રહેલી શ્વાસોની વચ્ચે કંઈક દબાયેલું સંભારણું જે તેને અંદરથી તોડી રહ્યું છે.

યુવતી, બાજુમાં બેઠી બેઠી હાથમાં બળતી સિગારેટ માંથી ધીમે ધુમાડો કાઢતી યુવકને હવે ઝીણવટ થી જોવા લાગી, થોડું વિચાર્યા બાદ જેમ કોઈ ટીચર નાના બાળકને સમજાવે તેમ નરમ અવાજમાં બોલી:.....

આખીર હુઆ ક્યા હૈ?
તું મુજે બોલ સકતા હૈ,
શાયદ તેરી તકલીફકા હલ ના હો મેરે પાસ પર બોલને સે તેરા દિલ જરૂર હલકા હો જાયેગા......

યુવક સ્થિર રહ્યો.
એના શરીર માં કોઈ હલચલ નહોતી,
જાણે એનું મૌન પણ ભાર લઈને બેઠું હોય.

યુવતી ફરી શાંતિથી સમજાવે છે, આ વખતે થોડું વધારે નરમ થઈને:

“એ સુન મેં કબસે તેરે સે પૂછ રહી હૈ કી ક્યાં બાત હૈ? ક્યાં હુઆ હૈ પર તું હૈ કી બોલ નહીં રહા. સુના હૈ દર્દ બાટ ને સે કમ હોતા હૈ....સાલા મેરે સે આજ તક કિસી ને પુછા હી નહીં કે બોલ તુજે ક્યા તપલીક હૈ....ઓર એક તું હૈ, તુજે મેં કંસે પૂછ રહી હૈ તો તું બતાતા નહીં હૈ"....

યુવતીના ચહેરા પર હળવી ફરિયાદ છે કદાચ સમાજ માટે, સમય માટે કે પોતાની જ તકલીફો માટે. પણ ચહેરા પર તો હળવું હાસ્ય છે જ.

આ વખતે યુવાનના મૌનમાં નાની હલચલ થઈ.
તેણે હાથની આંગળીઓ થોડી જોરથી કસી ને મુઠ્ઠી વાળી, અને ધીમે ધીમે જાણે બહુ મોટો પડકાર હોય એમ એણે પોતાનું માથું ઉંચું કર્યું. પહેલી વાર એણે યુવતીની આંખોમાં જોયું. નજર રૂખી, આંખો પીડાથી ઘવાયેલી , કોઈ લાંબા સમયથી ધરબાયેલી પીડા , અને પછી એ તીખા, પણ તૂટતા અવાજમાં બોલ્યો:.....

“શું હું તમને ઓળખું છું?
અથવા તમે મને ઓળખો છો?
નહીં ને?
તો પછી…
તમે મારા હમદર્દ શા માટે બનવા માંગો છો?”

યુવતી એક સેકન્ડ ચુપ રહી,
કોઈ રોષ નહીં,
કોઈ દયા નહીં,
માત્ર સમજ સાથે.
  એ સિગારેટની રાખ ખંખેરી ,ધૂમાડો આકાશ તરફ છોડી, અને હવે ધીમા સ્વરે કંઈક કહેવા જ રહી છે…

                                             ક્રમશઃ..........