jal parini prem kahani - 39 in Gujarati Love Stories by Bhumika Gadhvi books and stories PDF | જલ પરીની પ્રેમ કહાની - 39

Featured Books
Categories
Share

જલ પરીની પ્રેમ કહાની - 39

જાદુગર પિરાન મુકુલ ના હાથે માર્યો ગયો હતો, મત્સ્ય લોકના લોકો એ ક્યારેય વિચાર્યું નોતું કે જાદુગર પિરાન મરી શકે છે. બધા તેનાથી ત્રસ્ત હતા પણ એ સમુદ્રના કોઈ પણ જીવથી મરી શકે તેમ ન હતો. જાદુગર પિરાન ને મળેલું વરદાન આખા સમુદ્ર લોક માટે અભિશાપ બની ગયું હતું, પણ આજે સૌ એ અભિશાપ માંથી મુક્ત થઈ ગયા હતા.


       રાજકુમારી મીનાક્ષી મુકુલ પાસે ગઈ અને એનો હાથ પોતાના હાથ માં પકડી ને તેને મહારાજ પાસે સિંહાસન સુધી લઈ ગઈ. મીનાક્ષી ના હાથનો હુંફાળો સ્પર્શ થતાં જ મુકુલ જાણે કોઈ ઘોર નિંદ્રા માંથી સફાળે જાગ્યો હોય તેમ બઘવાઈ ગયો. તેને કંઈ સમજાયું નહિ બસ એ મીનાક્ષી પાછળ દોરયો.


      મુકુલને બની ગયેલી તમામ ઘટના હજી એક ખરાબ સ્વપ્ન સમ લાગી રહી હતી. મહારાજે બે ડગલાં આગળ વધી ને મુકુલ ને પોતાના ગળે વળગાડી દિધો અને તેની પીઠ થાબડવા લાગ્યા. મુકુલ કુતુહલવશ થઈ ને મહારાજ ને નિહાળી રહ્યો હતો. થોડી વાર પહેલાં જે મુકુલને મૃત્યુદંડ મળવાનો હતો તે મુકુલ હવે બધાને મૃત્યુ માંથી ઉગરનાર તારણહાર બની ગયો હતો.


      હે માનવ, તમારો જેટલો ધન્યવાદ કરું એટલો ઓછો પડે, મેં ક્યારેય સ્વપ્ન માં પણ નોતું વિચાર્યું કે, મારાં આ મત્સ્ય લોક ને જાદુગર પિરાન થી મુક્તિ મળશે. જુઓ આ મત્સ્ય લોકના નગર જનોનાં મુખ પર જે પ્રસન્નતા છે તે આપને આભારી છે. અમે સૌ અમે કરેલા અપરાધ માટે આપની ક્ષમા માંગીએ છીએ, કહેતા મહારાજે મુકુલ સામે માથું ઝુકાવી બે હાથ જોડયા.


      પોતાના મહારાજ ને મુકુલ સામે ઝૂકેલા જોઈ સભા ખંડમાં ઉપસ્થિત સૌ પોતાના ઘૂંટણે બેસી ગયા અને માથું ઝુકાવ્યું .


       અરે, આપ સૌ આ શું કરી રહ્યા છો? આભારી તો હું પણ આપનો છું. મને પણ અહીં એક નવું જીવન મળ્યું છે. આપે મારી મદદ કરી મેં આપની આજતો કુદરત નો ક્રમ છે. 


      મુકુલ ની વાત સાંભળી મહારાજ અને ઉપસ્થિત સૌના મનમાં મુકુલ માટે પ્રેમ અને આદર અનેક ઘણાં વધી ગયા. 


       ઈશ્વર જે કંઈ કરે છે એ સર્વથા યોગ્ય જ હોય છે. આપનું ઘાયલ થવું, રાજકુમારી મીનાક્ષી નું આપને અહીં લાવવું અને આપના હાથે દૈત્ય જાદુગર પીરાનનું મૃત્યુ બધું જ ઈશ્વર નિયોજીત જ છે બસ અમને સમજવામાં વાર લાગી. માફ કરજો માનવ અમારા લીધે આપને જે કંઈ કષ્ટ થયું એ બદલ. ફરી એક વાર મહારાજે મુકુલની ક્ષમાં માંગી. 


      મત્સ્ય લોક આપનો આજીવન ઋણી રહેશે બોલો અમે આપના માટે શું કરી શકીએ છીએ.? કંઈ નઈ બસ બની શકે તો મને મારા ઘર સુધી પહોંચાડી દો. મુકુલે મહારાજ ની વાત નો તુરંત જવાબ આપી દિધો. જરૂર આપ જેમ કહેશો તેમ જ થશે. આપને સહી સલામત આપના પૃથ્વી લોક સુધી પહોંચાડવાની જવાબદારી હવે અમારી છે. 


      મહારાજની વાત થી મુકુલ ના મુખ પર હાસ્ય આવ્યું, એના હૃદય ને જાણે હજારો જંગ જીતવાનો આનંદ થયો. 


       મંત્રી શર્કાન મારો આદેશ છે કે આપ આ માનવ ને એમના પૃથ્વી લોક સુધી સલામત રીતે પહોંચાડી દેજો. જી મહારાજ. શર્કાને તરતજ આદેશ માન્યો. 


      મને માફ કરજો અતિથિ મેં આપના વિશે ઘણું ઝેર ઉગળ્યું છે. શર્કાન મુકુલ ની નજીક આવ્યો અને બે હાથ જોડી માફી માંગતા બોલ્યો. ભૂતકાળ માં બનેલી ઘટનાઓ ના કારણે મારા મનમાં સમગ્ર માનવજાત માટે ક્રોધ વ્યાપી ગયો હતો પણ આજે સમજાયું કે જો એક હાથ ની પાંચ આંગળી એક સરખી નથી હોતી તો સમગ્ર માનવ જાત ને એક જેવીજ માનવી એ અયોગ્ય છે.


      મંત્રી શર્કાન ની આંખો માં દિલગીરી છે. હશે જે થઈ ગયું તે થઈ ગયું હવે એને ભૂલી જાવ, અને મને શીઘ્ર હવે મને મારા પૃથ્વી લોક સુધી પહોંચાડી દો બસ. જરૂર એમજ થશે. મંત્રી શર્કાને મુકુલ ને આશ્વસ્ત કર્યો.


      પિતા મહારાજ અગર આપની અનુમતિ હોય તો હું કંઇક કહેવા માંગુ છું. રાજકુમારી એ મહારાજને વિનંતી કરી. હા, બોલો ને રાજકુમારી. પિતા મહારાજ આ માનવ ને અહીં મત્સ્ય લોક માં હું લઈ આવિતી એમના પ્રાણની રક્ષા હેતુ તો હવે એમને એમના લોક સુધી પણ હું જ પહોંચાડવા માંગુ છું જો આપની અનુમતિ હોય તો પિતા મહારાજ. રાજકુમારી એ પોતાની વાત રજૂ કરી.


      થોડી ક્ષણો મૌન રહી મહારાજે ઉત્તર આપ્યો , ઠીક છે રાજકુમારી તમે આ કાર્ય કરજો પણ આજે નહિ, મહારાજ ની આટલી વાત સાંભળતા જ મુકુલ ના હૃદય ને ધકકો લગ્યો , કેમ શું થયું મહારાજ? મુકુલ થી ના રહેવાયું તેણે તરત જ પૂછી લીધું.


      ચિંતા ના કરો માનવ આપને આપના લોક સુધી પહોંચાડી દઈશું કિન્તુ આવતી કાલે, આજે કેમ નહિ મહારાજ? કાલે પૂર્ણિમા છે અને પૂર્ણિમા ની રાત્રીમાં મારી અને રાજકુમારી પાસે અમારી કુળદેવી માદરી દેવી ની કૃપાથી વિશેષ શક્તિઓ જાગૃત થઈ જાય છે જેથી એ તમને તમારા લોક સુધી કોઈ પણ ભય વગર પહોંચાડી શકે છે. બસ આજ ની રાત્રી ની જ વાત છે. આપ અમારી વાત ને માન્ય રાખો મહારાજે મુકુલ ને વિનંતી કરી.


       મુકુલ મૂંઝવણમાં મુકાઈ ગયો, એનું મન પોતાના લોકો પાસે જવા હવે અધીરું થઈ ગયું છે. એક એક ક્ષણ એક એક યુગ જેવી લાગે છે તો આતો આવતી કાલ રાત્રી સુધી ની પ્રતીક્ષા છે.


                                       ક્રમશઃ..............