અહીં લંડનમાં, બીજે બધેની જેમજ, મેં મારી જાતને કહ્યું, સૂર્ય પશ્ચિમમાં આથમી ગયો. તેથી, મારા સ્તબ્ધ અંગોને ખસેડવા માટે દબાણ કરીને, હું વિરુદ્ધ દિશામાં જતા પહોળા એવન્યુ પર ચાલી, કારણ કે હું પૂર્વ તરફ જવા માંગતી હતી, વપરાયેલા કપડાંની દુકાનો, ગોદીઓ, ગરીબ શેરીઓ તરફ. પૂર્વ છેડો.
થોડા બ્લોકમાં હું ભીડવાળી ઇમારતોથી છવાયેલી સાંકડી શેરીઓમાં ચાલી ગઈ. મારી પાછળ સૂર્ય ડૂબી ગયો. શહેરની રાત્રે, કોઈ તારા કે ચંદ્ર ચમક્યા નહીં. પરંતુ દુકાનની બારીઓમાંથી પીળા પ્રકાશથી ફૂટપાથ ઢંકાઈ ગયા, જે વચ્ચેના અંધકારને વધુ કાળાશ તરફ ખેંચી રહ્યા હતા, અંધકાર જેમાંથી પસાર થતા લોકો ઓળા જેવા દેખાતા હતા, જે થોડા પગલામાં ફરીથી અદૃશ્ય થઈ જતાં હતાં. સ્વપ્નમાંથી બહાર આવેલા આકૃતિઓની જેમ તેઓ ફરીથી દેખાયા અને ખૂણા પર અદૃશ્ય થઈ ગયા, જ્યાં ગેસ સ્ટ્રીટ-લેમ્પ પ્રકાશ ફેંકતો હતો.
અથવા દુઃસ્વપ્નમાંથી બહાર આવેલી આકૃતિઓ. એ ઉંદરો પડછાયામાંથી અંદર-બહાર દોડતા હતા, બહાદુર શહેરી ઉંદરો જે મારા પસાર થવાથી ભાગતા નહોતા. મેં તેમની તરફ ન જોવાનો પ્રયાસ કર્યો, ડોળ કરવાનો પ્રયાસ કર્યો કે તેઓ ત્યાં નથી. મેં કિરમજી રંગના કપડામાં એક દાઢી કર્યા વગરના માણસ તરફ ન જોવાનો પ્રયાસ કર્યો, ચીંથરેહાલ કપડા પહેરેલો ભૂખ્યો છોકરો, લોહીથી લથપથ એપ્રોન પહેરેલો એક મહાન તલવારવાળો માણસ, ખૂણા પર ઉઘાડપગું જિપ્સી સ્ત્રી - એટલે લંડનમાં પણ જિપ્સીઓ હતા! પણ દેશના ગર્વિત ભટકનારા લોકો નહીં. આ એક ગંદો ભિખારી હતો, ચીમની-સફાઈ કરનારા જેવા મેલા હતા.
આ લંડન હતું? થિયેટર અને ગાડીઓ ક્યાં હતી, રૂંછડાવાળો કોટ અને રત્નજડિત નાઇટ ગાઉનમાં મહિલાઓ, સફેદ ટાઈ અને સોનાથી જડિત ટેઇલકોટમાં સજ્જનો?
તેના બદલે, એક પ્રકારના ચાલતા કૂતરાના ઘરની જેમ, આગળ અને પાછળ, સાઇન-બોર્ડ પહેરેલો એક નિસ્તેજ માણસ આવ્યો:
અપ્રગટ વાળના ચળકાટ માટે વેન કેમ્પ્ટના મકાસર તેલનો ઉપયોગ કરો.
ગંદા બાળકો તેની આસપાસ ફરતા હતા, ટોણા મારતા હતા, તેના માથા પરથી તેના દાંતાવાળા ડર્બી(ટોપી)ને પછાડી રહ્યા હતા. એક કેપરિંગ છોકરીએ તેના પર બૂમ પાડી, "તમે સરસવ ક્યાં રાખો છો?" દેખીતી રીતે જ એક મહાન મજાક, કારણ કે તેના સાથીઓ નાના બંશી (એક પ્રકારનું આઇરિશ આત્મા)ઓની જેમ હસતા હતા.
અંધારાવાળી શેરીઓમાં આવા અવાજો ગુંજી રહ્યા હતા, દુકાનદારો શેરીના રખડતા બાળકો પર ગર્જના કરી રહ્યા હતા, " અહીંથી જાઓ!" જ્યારે વેગન (સામાનની ગાડીઓ) પસાર થઈ રહ્યા હતા અને એક માછલી વેચનાર બૂમ પાડી રહ્યો હતો, "ફ્રેશ હેડોક(માછલી) તમારા નાસ્તા માટે!" અને ખલાસીઓ એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા હતા. ખુલ્લા દરવાજામાંથી એક મજબૂત સ્ત્રી ચીસો પાડી રહી હતી, "સારા! વિલી!" મને આશ્ચર્ય થયું કે શું તેના બાળકો તે જ હતાં કે જે બોર્ડ વાળા માણસને ત્રાસ આપી રહ્યા હતાં. તે દરમિયાન, લોકો મારી પાસેથી પસાર થઈ ગયા, અશ્લીલ અવાજોમાં વાતો કરતા, અને હું ઝડપથી ચાલી, જાણે હું કોઈક રીતે છટકી શકું.
આટલા બધા વિચિત્ર દૃશ્યો અને આટલા બધા ધાંધલધમાલ વચ્ચે, મને મારી પાછળ આવતા પગલાંનો અવાજ સંભળાયો નહીં.
રાત ઘેરી અને અંધારી થઈ ત્યાં સુધી મને ખબર પડી નહીં અથવા શરૂઆતમાં એવું લાગતું હતું, પરંતુ પછી મને સમજાયું કે તે શેરીઓ જ વધુ અંધકારમય બની ગઈ છે. હવે કોઈ દુકાનો પ્રકાશ આપતી નથી, ફક્ત ખૂણા પરના જાહેર ઘરો ચમકતા હતા, તેમનો નશામાં રહેલો અવાજ અંધકારમાં છલકાઈ રહ્યો હતો. મેં દરવાજામાં એક સ્ત્રીને ચહેરો રંગેલો, લાલ હોઠ, સફેદ ત્વચા, કાળા ભ્રમર સાથે ઉભેલી જોઈ, અને મને લાગ્યું કે હું એક રાત્રિની સ્ત્રીને જોઈ રહી છું. તેના ઝીણા લો-કટ ગાઉનમાં તેણે લગાવેલા જિનની એટલી ગંધ આવતી હતી કે મને તેની ગંધ ભાગ્યે જ નહાયેલા તેના શરીરની દુર્ગંધ ઉપરથી પણ આવતી હતી. પણ તે એકમાત્ર દુર્ગંધનો સ્ત્રોત નહોતી; લંડનના આખા પૂર્વ છેડે બાફેલી કોબી, કોલસાના ધુમાડા, નજીકના થેમ્સ નદીના કિનારે મરેલી માછલીઓ, ગટરની ગંધ આવતી હતી.
અને લોકો. ગટરમાં.
મેં એક માણસને નશામાં કે બીમાર પડેલો જોયો. મેં બાળકોને ગલુડિયાઓની જેમ સૂવા માટે ભેગા થયેલા જોયા, અને મને ખ્યાલ આવ્યો કે તેમની પાસે કોઈ ઘર નથી. મારું હૃદય દુ:ખી થયું; હું તે બાળકોને જગાડવા માંગતી હતી અને તેમને બ્રેડ અને માંસ ખરીદવા માટે પૈસા આપવા માંગતી હતી. પણ મેં મારી જાતને ચાલવા માટે મજબૂર કરી, મારી ચાલ લંબાવી. બેચેન. ભયની અનુભૂતિ -