A Journey of Memories - Ranjan Kumar Desai - (11) in Gujarati Biography by Ramesh Desai books and stories PDF | યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (11)

Featured Books
Categories
Share

યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (11)

                   

                          પ્રકરણ - 11

       તે પછી, લલિતા પવાર અને મારી વચ્ચે વાતચીતનો  વ્યવહાર તૂટી ગયો હતો.  મેં તેના ઘરે જવાનું પણ બંધ કરી દીધું હતું,  પણ અમારો પ્રેમ યથાવત રહ્યો હતો. અમે મળવાનું, બહાર જવાનું અને ફિલ્મો જોવાનું ચાલુ રાખ્યું હતું જેની  લલિતા પવારને ખબર પણ પડવા દીધી નહોતી.

        કોલેજે "સરસ્વતી ચંદ્ર" ફિલ્મનું સ્ક્રીનિંગ ગોઠવ્યું હતું. મેં તેના માટે બે ટિકિટ મંગાવી હતી. તે સમયે લલિતા પવારને શંકા ગઈ હતી. અમે બંને સાથે ફિલ્મ જોવા જવાના હતા.

        આરતીએ આ બાબત મને ચેતવ્યો હતો. તે જરૂર કોઈને જાસૂસી કરવા થિયેટર મોકલશે. ક્યાં છું. તેણી કોને મોકલશે તે અંગે પણ તર્ક પણ દર્શાવ્યો હતો તેણીએ જે છોકરાનો ઉલ્લેખ કર્યો હતો તેની સાથે મારી સારી મિત્રતા હતી, તેથી હું નચિન્ત બની ગયો હતો.

        પરંતુ એવું કંઈ બન્યું ન હતું. થિયેટરમાં કોઈ આવ્યું ન હતું. હું આરતી અને મારા બે મિત્રો સાથે ટેક્સી મા શેરીના ખૂણા સુધી પહોંચી ગયો હતો ત્યારે લલિતા પવાર તેમની જેઠાણી સાથે ત્યાં ઉભા હતા.

         આરતીએ તેમને કહ્યું હતું : , "તેઓ ટેક્સીમાં આવી રહ્યા હતા, તેથી હું પણ તેમની સાથે આવી ગઈ "

         અને મામલો આગળ વધતા અટકી ગયો હતો.

         હું આરતીની એક મિત્રને ઓળખતો હતો. મારો તેની સાથે વાતચીત નો વ્યવહાર હતો. હું એક વાર તેના ઘરે પણ ગયો હતો. જ્યારે મેં તેની માતાને ખબર પડી કે અમારા લગ્ન થયા નહોતા, ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.

        "લગ્ન પહેલાં આ રીતે કોઈના ઘરે જવું યોગ્ય નથી."

         મેં શાંતિથી તેમની વાત સ્વીકારી પણ લીધી હતી.

         પછીથી, તે જ મિત્ર આરતીને મળવા આવી હતી . હું તેને ઓળખતો હતો. તેથી મેં તેને આમંત્રણ આપ્યું હતું. અમે રસોડામાં બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા. ગીતા અને ભાવિકા પણ અમારી સાથે હતી.

         લલિતા પવારને ખબર પડી ગઈ કે આરતીની મિત્ર મારા ઘરે આવી હતી. તેઓ તરત જ મારા ઘરે દોડી આવ્યા હતા.અને બંનેને પોતાની સાથે લઈ ગયા હતા. 

         આરતીની સહિયર ની વિદાય , લલિતા બહેને તેની પુત્રીને પૂછ્યું હતું.

       "તને ખબર છે કે તે કેવો છે. તો પછી તું તારી સહિયર ને તેના ઘરે કેમ લઈ ગઈ? "

       મને ખબર હતી કે લલિતા પવાર કેવી પ્રતિક્રિયા આપશે. તેથી બહાર આંગણામાં ઉભો રહી હું તેમનો બબડાટ સાંભળી રહ્યો હતો

        હું તેમની સાથે વાત નહોતો કરતો હતો. તે વાત ની તેમને બળતરા થતી હતી.  તેથી જ તેમણે દુખે  પેટ અને ફૂટે માથું" સૂત્રનો ઉપયોગ કર્યો હતો. હું તેમની બાલ્કની પાસે ઉભો રહી તેમને સાંભળી રહ્યો હતો.

       તેમણે મને ' લુચ્ચો ' કહ્યો હતો. આનાથી મારો ગુસ્સો રણચંડી બની ગયો હતો....

       રાતના 11 વાગ્યા હતા, અને મેં આખા બિલ્ડિંગ ને માથા પર લઈ લીધું હતું

       મેં તેમને એક રાંડ નો શિરપાવ આપ્યો હતો

     . મેં તેને વારંવાર મને લુચ્ચો કહેવા બદલ સવાલ કર્યો હતો. પણ તેઓ આ વાત સ્વીકારવા તૈયાર નહોતા.. સુહાની પોતે આની સાક્ષી હતી. છતાં, તેઓ માનવા તૈયાર નહોતા. ઉલ્ટાના તેમણે. પોતાની  નાની પુત્રીના જુઠા માટે શપથ પણ લીધા. હતા.

       આથી મારો ગુસ્સો રણચંડી બની ગયો હતો.  મારો ગુસ્સો માઝા વટાવી ગયો હતો. ત્યારે તેમણે મને લુચ્ચો કહ્યાની  કબૂલાત કરી હતી.

       પરંતુ બીજા દિવસે, મારા ઘરે આવીને મારા પિતાની હાજરી માં ફેરવી તોલ્યું હતું.

      "મેં તમારા દીકરાને લુચ્ચો કહ્યો જ નથી. બસ તેનો ગુસ્સો શાંત પાડવા માટે મેં જુઠાણા નો સહારો લીધો હતો. "

       તેમ lના વર્તનથી મને ખૂબ દુઃખ થયું હતું. શું કોઈ માતા આવી હોઈ શકે? તેને દરેક વળાંક પર જૂઠું બોલવાની આદત હતી. આવી માતાના બાળકો કેવા હશે? તે ખૂબ જ વિચારવા જેવી વાત હતી.

        હું આરતીને હેંગિંગ ગાર્ડન્સ લઈ ગયો હતો. અમે એક ઝાડ નીચે બેસીને વાતો કરી રહ્યા હતા. હું તેના ખોળામાં માથું રાખીને તેની સાથે વાત કરી રહ્યો હતો. તે જ સમયે, એક અજાણી વ્યક્તિ અમારી પાસે આવી હતી અને પૂછ્યું હતું.

      " તમને રૂમ જોઈએ છે?" તે જ ક્ષણે, કામદેવનું ભૂત મારા પર સવાર થઈ ગયું હતું. મારી બોડી લેંગ્વેજ જોઈને, તેને ખાતરી થઈ ગઈ કે મને રૂમની જરૂર હતી. 

      આથી તેણે મને કહ્યું હતું. " આવો મારી  સાથે ".

      સાંભળીને, હું આરતીનો હાથ પકડી ને કાંઈ પણ વિચાર્યા વિના તેની પાછળ ચાલવા માંડ્યો હતો.

      તે અમને એક બંધ ગેરેજ તરફ લઈ ગયો હતો જે અંદરથી બંધ હતું. મેં ધાર્યું કે અંદર અમારા જેવા જ કોઈ પ્રેમી અંદર રોમાન્સ કરતા હશે.

        આ સ્થિતિ માં તે અમને ઉપર ગાર્ડન માં લઈ ગયો હતો., રસ્તા માં તેણે સફાઈ પેશ કીધી હતી તે નવલોહિયાઓને નિઃસ્વાર્થપણે મદદ કરતો હતો. તેને પૈસાની કોઈ ઈચ્છા નહોતી. તેની પાસે ઘણા પૈસા હતા. આ જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

      તે અમને ઉપર ગાર્ડન માં લઈ ગયો હતો.  તે જ ક્ષણે ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. તેણે હાથથી ઈશારો કરીને અમને આદેશ આપ્યો હતો.

      "ત્યાં બેસો અને મજા કરો."

       આટલું કહીને તેણે આરતીના હાથમાંથી પુસ્તકો છીનવી લીધા હતા અને સમજાવ્યું હતું.

       "પ્રેમમાં આની શું જરૂર છે?" અમે અધીરા થઈ ગયા હતા.  મેં આરતીને બાહુપાશ મા ઝકડી લઈ  તેના ગાલને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો.

        તે જ સમયે, બે અજાણ્યા માણસો અને એક પોલીસ અધિકારી અમારી સામે આવી ને ઉભા રહી ગયા હતા. તેમને જોઈ તે માણસ પુસ્તકો ફેંકી ભાગી ગયો હતો. અમે તનાવમાં આવી ગયા હતા.અમને જોઈને, તેમણે અમને આશ્વાસન આપ્યું હતું અને સલાહ પણ આપી હતી!

       "ફરીથી આવી જગ્યાએ પગ ના મુકશો. યુવાનોને ઉશ્કેરનારા અને ગેરમાર્ગે દોરનારા બદમાશો પૈસા ખાતર અહીં ભટકાયા કરે છે."

       ત્યાર બાદ અમે હોટલ અથવા મૂવી થિયેટરોમાં રોમાન્સ કરવાનું શરૂ કર્યુ હતું. 

       આરતી ની ઉંમર 18 વર્ષની નીચે હતી. એ જ કારણે અમે લગ્ન કરી શક્યા નહોતા. પણ બહું જ જલ્દી તે અઢાર વર્ષ પુરા કરવાની હતી. 

        આ સ્થિતિ માં મેં મારા માતા પિતા મેં મારી પસંદગી જણાવી દીધી હતી. આરતી સાથે લગ્ન કરવાનો નિર્ણય પણ સુણાવી  દીધો હતો.. તેમણે મારા નિર્ણય ને હર્ષ પૂર્વક વધાવી લીધો હતો.

        હું લલિતા પવાર ની પરવાનગી લેવા માંગતો હતો. જેને મારા માતા પિતાજી એ રદિયો આપ્યો હતો. આરતી પોતાની માતાને જાણતી હતી.. હાથે કરીને પગ પર કુહાડી મારવાનો કોઈ અર્થ નહોતો. તેણે પણ મારી વાત ને સ્વીકારી નહોતી.

        આરતી ને અઢાર વર્ષ પુરા થઈ ગયા હતા. હું તેનો બર્થ ડે ઉજવવા હોટલમાં લઈ ગયો હતો. અને બે દિવસ પછી મેરેજ રજીસ્ટ્રાટ ની ઓફિસ માં જ઼ઈ લગ્ન રજીસ્ટર પણ કરાવ્યા હતા. મારા લગ્ન ની બધી તૈયારી થઈ ચુકી હતી. છતાં મારી બહેન ભાવિકા ને આ વાત કરી નહોતી. તે ઉત્સાહ માં બબડી જવાની દહેશત હતી.

        લગ્ન ની આગલી રાતે સુહાની અને અન્ય સાલી નું વ્રત હતું. તેમણે આખી રાત જાગવાનું હતું. આ દિવસે કોણ જાણે કેમ લલિતા બહેને સઘળું ભૂલી મને જાગરણ માટે બોલાવ્યો હતો. હું પણ સઘળું ભૂલી સારી રાત તેમની સાથે જાગ્યો હતો.

       બીજે દિવસે અમારા લગ્ન નક્કી હતા. પણ ઘરમાં કોઈને તેની ગંધ પણ નહોતી આવી હતી.

        ઘર માં તૈયારી ચાલી રહી હતી. પણ ભાવિકા હકીકતથી દૂર હતી. તેણે પૂછપરછ કરી હતી. અને મેં ગોળ ગોળ જવાબ આપી ને તેને ટાળી દીધી હતી.

         સવાર ના છ વાગ્યાં સુધી હું તેમના ઘરે હતો. 

                    0000000000      ( ક્રમશ : )

.