મિત્રો આગળ ની આપણી કહાની છે ""કાનજીભાઈને આધુનિક ફેશનનો ચડ્યો રંગ ""..................મિત્રો માર આ કહાની ને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી... એમાં ના પાત્રો અને સંવાદો કાલ્પનિક છે.. આ કહાની ફકત મનોરંજન માટે છે...મિત્રો કાનજીભાઈ એક ધનિક ફેમિલી માં થી હોય છે... તેમનુ કલર નું ગોડાઉન હોય છે. કલર નો મોટા પાયે વેપાર કરતા હોય છે એમના ઘરે એમની પત્ની નીલાબેન એક ગૃહિણી હોય છે.. દીકરો રોહન 13 વર્ષ નો અને દીકરી નેહા 15 વર્ષની હોય છે... ને આજના જમાના ની નવીનવી ફેશનો જોવી કાનજીભાઈને ખુબ ગમે છે.. તેઓ ટીવી ઉપર આવતી એડવારટાઇઝ અને મુવી જોવાના ખુબ શોખીન હોય છે... મિત્રો અત્યારે ફેશનનો યુગ એટલો બધો વધી ગયો છે કે લોકો એ જોઈને એવી ફેશનનું અનુકરણ કરતા હોય છે... કાનજીભાઈ ની ઉંમર પણ 40 વર્ષ હોય છે.. પણ તેઓ જવાન અને હેન્ડસમ દેખાવા માટે માથામાં ડાય કરાવે... ઘણી વખત તો નીલાબેનના પર્સ માં થી પાઉડર અને ક્રીમ કાઢી પોતાના મુખ પર લગાવી દે....મિત્રો જુના જમાના નું જીવન એવુ હતું કે એ સમયે સુવિધાઓનો અભાવ હોવાના લીધે લોકો જીવન સાથે સમાધાન કરી લેતા... પણ હવે નો જમાના માં કોઈ વસ્તુ એવી નથી કે બજારમાં થી પૈસા ખર્ચીને ના મળે.... કાનજીભાઈ મોલ માં ખરીદી કરવા જાય ત્યારે એકસાથે 10 થી 15 હજાર રૂપિયા વાપરીને આવે... ફેશનનું ભૂત કાનજીભાઈના મગજમા છવાયેલું રહેતું... જીન્સ નું પેન્ટ ઘૂંટણ માં થી ફાડી નાખ્યું ને પહેરવા લાગ્યા.. તો નેહા એ પૂછ્યું પપ્પા આ શું છે..?? તો કહે આજની ફેશન....કાનજીભાઈ ની સાસુ સીમાબેન કાનજીભાઈને બીજું કોઈ સમજીને કહે છે અમારા કાનજી જમાઈ ક્યાં છે..??.મિત્રો કાનજીભાઈ એમના સ્વભાવ ને કારણે સગાવહાલા એમની ટીકા કરે છે..કાનજીભાઈ ના મિત્ર શંભુભાઈ એમને કહે છે કે આપણે ફિલ્મ માં કામ કરતા લોકો ને મળવા મુંબઈ જવુ પડે... અને બંને મિત્રો જાય છે મુંબઈ....કાનજીભાઈ ફેશનમાં ને ફેશનમાં ના આવડે તોય અંગ્રેજીમાં ગપ્પા મારે છે.. ને સામેવાળા બેવકૂફ એને સાચું સમજે છે....કાનજીભાઈ એકલા હોય ત્યારે ઘરમાં ફાસ્ટ વોઇસ માં ગીતો વગાડી ડાન્સ કરે.. તો બાજુવાળા શિલ્પાબેન આવે ને બે શબ્દો બોલે એ પહેલા એમને પણ અંગ્રેજીમાં બોલી ઓકે .. ઓકે કરીને પાછા કાઢે છે.....કાનજીભાઈ ને કોઈ ફેશનને ના કરવાનું કહે તો એ કહે... આઈ એમ નોટ કાનજી.. આઈ એમ સુપરસ્ટાર કાનજી.....મિત્રો બધું કહીશ તો મજા નહીં આવે..... કહાનીના મુખ્ય પાત્રો નીચે મુજબ છે................. કાનજીભાઈ :- કહાનીનું મુખ્ય પાત્ર નીલાબેન :- કાનજીભાઈના ધર્મપત્ની નેહા :- કાનજીભાઈની દીકરી રોહન :- કાનજીભાઈનો દીકરો સીમાબેન :- કાનજીભાઈ ના સાસુ શંભુભાઈ :- કાનજીભાઈના મિત્ર શિલ્પાબેન :-કાનજીભાઈના પાડોશી રેવતી :- કાનજીભાઈને ગોરા બનવાની ટિપ્સ બતાવનાર મનુલાલ :- મીડિયા કર્મચારી સવિતાબેન :- કાનજીભાઈના કોલેજ વખત ના સખી મિત્ર મોનીકા :- એક નામચીન ડાન્સર સુજલ :- બાલ કાપવાવાળો જીવણલાલ :- કાનજીભાઈના પરમ મિત્ર લૈલા :- આઈટમ સોન્ગ માં ડાન્સ કરનાર અભિનેત્રી મિસ યામિની :- નેહા અને રોહનના સ્કૂલ ટીચર મિસ્ટર ખેલબાબુ :- કાનજીભાઈ ને કોમેડી રોલ આપનાર મિસ્ટર ધનસુખ :- કસરત કરાવનાર મિત્રો હવે ચાલુ થાય છે કહાની 💗💗💗કાનજીભાઈને આધુનિક ફેશનનો ચડ્યો રંગ 💗💗💗 નીલાબેન :- નેહા બેટા કિચનમાં જઈને ચા ગેસ ઉપરથી ઉતારી લેજે અને દૂધ નાખજે.......................... નેહા :- મમ્મી ચા ઉતારીને પછી દૂધ નાખું..??......?? નીલાબેન :- આ છોકરી સાવ બાપ ઉપર ગઈ છે... ચામાં દૂધ નાખ પછી ઉભરો આવે એટલે ઉતારી લેજે......... નીલાબેન :- અરે ઉઠો હવે તમારો કસરત નો સાહેબ આવતો હશે..?? એક કલાક થી એલારામ વાગે છે... આખા ઘરના બધા ઉઠી ગયા ને તમે એલારામ બંધ કરી પાછા સુઈ ગયા.... પેલો ધનિયો આવતો હશે........ (ધનિયા નું નામ સાંભળી એકદમ પથારીમાં થી ઉભા થઇ કાનજીભાઈ બાથરૂમમાં દોડે છે......................) ધનસુખલાલ :- મિસ્ટર કાનજી છે...? એમને કહો ધનસુખલાલ આવ્યા છે.............................. કાનજીભાઈ :- કાનજી હું પોતે જ છું..... પણ ધનસુખલાલની અમારે કોઈ જરૂર નથી.. અમારી પાસે ઓલરેડી છે.....એમ કહી દરવાજો બંધ કરી દે છે... ધનસુખલાલ ફરીથી ડોરબેલ મારે છે............ કાનજીભાઈ :- જુવો ભાઈ અમારી પાસે ધન પણ છે અને સુખ પણ છે અને ક્યારેક લોકો મને કાનજીભાઈ ના બદલે કાનજીલાલ કહે તો લાલ પણ છે... તો તમારું કામ નથી.. ધનસુખલાલ :- અરે હું તમારો કસરત કરાવવાવાળો સાહેબ છું.......... તમે મને ના ઓળખ્યો....????.... કાનજીભાઈ :- પણ એ શંભુડો તો ધનિયો કહેતો હતો ને.? ધનસુખલાલ :- એ તો લોકો મને પ્રેમથી ધનિયો કહે છે.. કાનજીભાઈ :- હા તો ધનિયા આવ અંદર અને આપણે કસરત ચાલુ કરીએ..................................... ધનસુખલાલ :- અરે યાર તમે મને ધનિયો ના કહેતા... ધનસુખ કહો તો ચાલશે..... કેમકે મને બીક લાગે છે. કાનજીભાઈ :- કેમ ધનિયો કહેવાથી શેની બીક..??? ધનસુખલાલ :- પેલું નાનાપાટેકર નું પિક્ચર જોયું છે ક્રાંતિવીર.....??..એમાં પેલો ધનિયો વારંવાર પેલા નાનાપાટેકર ને ટપલી મારે...ને પેલો કહે ધનિયા યહાં છોટા દિમાગ હોતા યહાં નહીં મારને કા.... તો કસરત ના આવડે તો મારે પણ એવી ટપલી મારવાની આદત છે અને ક્યાંક તમે છોટા દિમાગ કહીને લાકડી લ્યો તો...??? એટલે મને ધનિયો ના કહેતા યાર.... ધનસુખ કહેજો................ કાનજીભાઈ :- સારુ હવે ધનસુખ કહીશ બસ......... નીલાબેન :- અરે પેલો કસરતવાળો ધનિયો આવ્યો..?? કાનજીભાઈ :- આવ્યા છે ધનસુખભાઇ........ ધનસુખભાઇ :- (કસરત ચાલુ કરે છે ) બે હાથ ઉપર કરો કાનજીભાઈ :- ધનસુખ ના બે હાથ પકડી ઉપર કરે છે ધનસુખભાઇ :- અરે ડોબાલાલ મારા નહીં તમારા હાથ કાનજીભાઈ :- જો ભાઈ ડોબાલાલ ના કહેતા.. નહીં તો છોટા દિમાગમાં નહીં પણ કમરમાં પડશે............... ધનસુખભાઇ :- તમારે વજન કમ કરવું હોય તો કરો નહીતો હું તો આ ચાલ્યો......................................... કાનજીભાઈ :- અરે.. અરે... ધનસુખભાઇ રોકાવ... લ્યો બે હાથ ઉપર કર્યા હવે.....??.......................... ધનસુખભાઇ :- હવે બે હાથ થી ઉપર નમસ્કાર કરો... અને એક પગ ઊંચો કરી બીજા પગ ની સાથળ સાથે જોડો... અને બોલો ઓમ........ ઓમ........................... કાનજીભાઈ :- એમાં કરવા જાય છે પણ વારંવાર હાથ છૂટી જાય ને પગ પડી જાય છે તો કંટાળે છે....સાલા ધનિયા.... નથી કરવી કસરત... તું નીકળ અહીંથી નહીતો ધનસુખ નું ધનદુઃખ બનાવી દઈશ........( ધનસુખભાઇ પોતાનો થેલો લઇ ઉભી પૂંછડીએ ભાગે છે ) નીલાબેન :- આ ધનિયો કેમ ભાગી ગયો...??...? કાનજીભાઈ :- અરે મને એક પગે લંગડો બનાવીને ઉભો રાખતો હતો... તે મે એને ભગાડ્યો............... નીલાબેન :- તો કસરત નહીં કરો તો બેઠાબેઠા આળસુ થઇ જશો.... અને રોજ મારી મેથી મારશો.... નીલા દૂધ લઇ આવ, નીલા શાકભાજી લઇ આવ.. બજારનું કામે નહીં કરો તમે..? હું થાકી જાઉં છું... એક તો શરીર ભારે અને આમથીઆમ ફરવાનું આપણને ના ફાવે............... કાનજીભાઈ :- ભમફોડી... ખાઈ ખાઈને પાડા જેવું થઈને રહેવું છે.. અને મને રોજ બધું કામ કરાવે છે... અડધી કસરત તો મારી એમાં જ થઇ જાય છે.... હવે તારું આ રેદું ઓછું કર.. ભમફોડી જેવી લાગે છે.......... નીલાબેન :- શું બોલ્યા..?? ઉભા રહો.(કાનજીભાઈ આમ દોડે અને સાવરણી લઈને નીલાબેન એમની પાછળ ) નીલાબેન :- થાકીને બેસી ગઈ ભમફોડી થી દોડાતું પણ નથી... પાડા જેવી થઇ છે તે........................ નીલાબેન :- જુવો કાનજી હવે એક પણ શબ્દ ના બોલતા. કાનજીભાઈ :- નહીતો શું કરે તું...?? લે ભમફોડી.... નીલાબેન :- છૂટી સાવરણી મારે છે.. તો કાનજીભાઈ નીચે બેસી જાય છે ને દરવાજો ખુલ્લો હોવાથી ત્યાં ઉભેલા શંભુભાઈ ને નાક ઉપર સાવરણી વાગે છે............ શંભુભાઈ :- ઓ.. બાપા.. રે.. મરી ગયો.... જબરદસ્ત સાવરણી વાગી છે......તમારા ઘરે તો અવાય જ નહીં... જયારે આવું ત્યારે કંઈક નું કંઈક મને પડે જ છે... ગઈ વખતે ભાભીએ છૂટો ગ્લાસ માર્યો તો તે ગાલ ઉપર પડ્યો તો તે હજી ઘા રૂજાયો નથી ને આ બીજી સાવરણી નાક પર પડી.હવે તો કોઈ ના ઘરે પણ હેલ્મેટ પહેરીને જવુ પડે. નીલાબેન :- અરે... અરે... શંભુભાઈ વધારે વાગ્યું કે શું..?? લાવો હું ટ્યૂબ લગાવી દઉં.................. શંભુભાઈ :- ના.. ના.. ભાભી ચાલશે... નાક સુજી ગયું.. પણ ચાલશે... તમે બે જણા આ લડવાનું બંધ કરો તો હું કંઈક વાત કરું..................................... કાનજીભાઈ :- જવા દે... શંભુ.. આમે આ ભમફોડી નું તો રોજ નું છે... તું ખોટું ના લગાડતો..................... શંભુભાઈ :- જો ભાઈ તને કહી દઉં... મારી ભાભીને......આવા શબ્દો નહીં બોલવાના??કાનજીભાઈ :- આપણી વાત નું શું થયું.....??..? નીલાબેન :- કઈ વાત...? શંભુભાઈ....??........?? કાનજીભાઈ :- એ અમારા બિઝનસ ની વાતોમાં તને ખબર ના પડે... તું તારી રસોઈનું ધ્યાન રાખ................ નીલાબેન :- અમારા જમાનામાં મારા બાપાના ઘરે અમે લાઈટનો બિઝન્સ કરતા... લાઇટિંગ ની સિરીઝ નો કાનજીભાઈ :- (બે હાથ જોડીને ) બાપા તું બંધ કર હવે. યાર શંભુ આ એના જમાનામાં જાય એટલે બધું જ ભૂલી જાય છે. અને એના બાપનું ભાષણ ચાલુ કરી દે છે. એને એ પણ યાદ નથી કે શંભુભાઈ માટે બે રકાબી ચા બનાવું. નીલાબેન :- અરે હું તો ભૂલી જ ગઈ.. શંભુભાઈ હું તમારા માટે આદુવાળી મસ્ત ચા બનાવતી આવું... એમ કહીને રસોડામાં જાય છે................................ કાનજીભાઈ :- હવે ગઈ. બોલ હવે આપણી વાતનું શું?? શંભુભાઈ :- કઈ વાત યાર...બધો માલ વેચાઈ ગયો... પાર્ટી ખુશ થઇ અને ગોડાઉન માં થી માલ લઇ ગઈ... કાનજીભાઈ :- એ તો મને પહેલા જ મેસેજ મળી ગયા... પણ આપણી વાતનું શું.....????......????...?? શંભુભાઈ :- અરે કાનજી મને યાદ નથી યાર કઈ વાત.? કાનજીભાઈ :- લૈલા..... ઓ... લૈલા...........(નીલાબેનને જોઈને કાનજીભાઈ નો અવાજ ધીમો થઇ જાય છે..) નીલાબેન :- અરે... આ કોણ છે લૈલા..????... કાનજીભાઈ :- ગીત છે.... લૈલા... ઓ... લૈલા.. નીલાબેન :-શંભુભાઈ લ્યો તમારી ચા... અને તમે આવા ગીત કેમ ગાઓ છો...?? તમને તો એલર્જી થાય છે ગીતોથી... તો પછી કેમ ગાઓ છો...??....?? કાનજીભાઈ :- જો.. નીલા અમુક ગીતો માં મને આનંદ પણ આવે છે... જે હું ગાઈ લઉં છું........... નીલાબેન :- તો તો તમને હવે કંટાળો નથી આવતો......??...??.. કાનજીભાઈ :- ના.. ભાઈ... ના.... (પરાણે ના પાડે છે ) નીલાબેન :- અરે... નેહા.... ક્યાં છે..તું...?..??..... નેહા:- બોલ મમ્મી વાસણ ઘસવા ગઈ હતી....... નીલાબેન :- તારી અને રોહનની પરીક્ષા પતી ગઈ ને..?? નેહા :- હા મમ્મી... હવે અમારે વેકેશન............... નીલાબેન :- તો પછી પેલા માળિયા ઉપરથી આપણે સ્પીકર ઉતારવાના છે...હવે તારા પપ્પા પણ આપણી સાથે ડાન્સ કરશે... એમને ગીતો ગમે છે................... કાનજીભાઈ :- (મનમાં )આ લૈલા નું ચક્કર તો મને એક મિનિટ પણ આરામ કરવા નહીં દે...આ સાલા માઁ અને બાળકો ડીજે વગાડી ત્રણે જણા ડાન્સ કરશે ને મારા મગજ નો અઠ્ઠો કરશે.......... (રોહન સ્પીકર ઉતારે છે ને નીલાબેન પાલવ ની ગાંઠ વાળે છે..અને ગીત વગાડે છે.... ઇમેશ રેશમીયાના... અને બંને ભાઈ બહેન અને મમ્મી મન મૂકીને નાચે છે.. અને કાનજીભાઈ લમણાં ઉપર હાથ દઈ બેસે છે.. તો નીલાબેન એમનો હાથ પકડી નચાડે છે ) કાનજીભાઈ :- બસ યાર બંધ કરો .... આ બખાડો...જો ભાઈ તમારે નાચવું હોય તો આ ભમફોડી ના બાપા ના ઘેર જઈ નાચો.. યાર મને નથી ગમતું આ બધું......... નીલાબેન :- તે દિવસે તો લૈલા ઓ. લૈલા. ગીત ગાતા હતા. કાનજીભાઈ :- એ તો અમારા સ્ટાફના લલી બેન ની વાતો કરતા હતા.. જેમને પ્રેમથી બધા લૈલા કહે છે..(અચાનક શંભુભાઈ આવે છે....અને કહે છે..............) શંભુભાઈ :- કાનજી તમારી લૈલા રેડી છે...મસ્ત આઈટમ સોન્ગ કરવાની છે બુધવાર ની રાતે તૈયાર રહેજો.. અને સાથે ડ્રિંક્સ પણ છે.........અને સાથે મોનીકા નામની નામચીન ડાન્સર પણ છે.............................. (કાનજીભાઈ હરખમાં આવી જાય છે nને શંભુને પપ્પી કરી નાચવા લાગે છે.....................................) કાનજીભાઈ :- અરે શંભુડા... તે તો મારા મનની વાત કહી... આપણે ચોક્કસ જઈશું તું ખર્ચાની ચિંતા ના કરતો.શંભુને પકડીને નાચતા નાચતા..... હે.. કાલે કાલે મુખડે પે ગોરા ગોરા ચશ્મા ગીત ગાય છે ને નેહા આવે છે નેહા :- પપ્પા કાલે કાલે નહીં... પણ.. ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા.... એવુ ગીત છે........................ કાનજીભાઈ :- હા... હા.. એ તો મને ખબર છે..તું વાંચવા બેસ છાનીમાની તારી પરીક્ષા છે......નાપાસ થઈશ..?? નેહા :- પપ્પા પરીક્ષા તો ક્યારનીય પતી ગઈ... આ તો વેકેશન છે.... તો અમે પાર્ટીમાં જવાનાં છીએ.. મારી સહેલીઓ ની સાથે........................................ કાનજીભાઈ :- ઠીક છે... પરીક્ષા પતી તો એન્જોય કરો.. લે આ 500 રૂપિયા તારે કદાચ જરૂર પડે તો...???..?? નેહા :- થેંક્યુ પપ્પા કહીને 500 ની નોટ લઇ લે છે... (મંગળવાર આવે એટલે કાનજીભાઈ પ્લાન બનાવે છે.. શંભુ એક શીલા નામની ભિખારણ બેનને 50 રૂપિયા આપી કાનજીભાઈના કહેવા પ્રમાણે ફોનમાં કહેવાનું કહે છે.....) શીલા ભિખારણ:- (ફોન કરે છે )અરે નીલાબેન છે કે નહીં? કાનજીભાઈ :- બોલો હું નીલાબેનનો પતિ બોલું છું... બોલો શું કામ છે..?? તમે ક્યાંથી બોલો...??......... શીલા ભિખારણ :-નીલાબેનને કહેજો કે સીમાબેન ના પગમાં ફેક્ચર થયું છે..તો ખબર કાઢવા આવે......... કાનજીભાઈ :-(નીલાબેન સાંભળે એ રીતે ઊંચા અવાજે ) શું કીધું સીમાબેન એટલે કે મારા સાસુ ના પગમાં ફેક્ચર થયું છે..? તમે ચિંતા ના કરો હું નીલા ને મોકલું છું... નીલાબેન :- (દોડીને આવે છે પણ ફોન કટ થઇ જાય છે ) કાનજીભાઈ :- તો.. તો.. નીલા તારે જવુ પડશે..?? તારી માઁ એટલે કે મારી સાસુને ફેક્ચર થયું.. તો જવુ પડે..... નીલાબેન :- મારી માઁ સત્તર લખણોવાળી છે..મને ત્યાં બોલાવવા માટે જૂઠ બોલે છે.......................... કાનજીભાઈ :- તને કેવી રીતે ખબર પડી.....?????... નીલાબેન :- તો તમને ખબર હતી એ જૂઠ બોલે છે..??. કાનજીભાઈ :- ના તારે જવુ પડે.આવું કોઈ જૂઠ ના બોલે. શંભુભાઈ:- (શંભુનો ફોન આવે છે ) શું થયું કાનજી..?? બુધવાર નો પ્લાન ફાઇનલ ને આઈટમ ડાન્સ જોવાનો.?? કાનજીભાઈ :- અરે યાર.. આની માઁ તો આનાથી પણ વધારે ચાલાક છે...એને ખબર પડી ગઈ કે માઁ ને કાંઈ થયું નથી.. એક કામ કર.. એ શીલા ભીખારણને બીજા 50 રૂપિયા આપ.. અને એમ કહે કે સીમાબેન ગુજરી ગયા.. તો એ દોડીને ત્યાં જશે..................................... શીલા :- અરે નીલાબેનને કહો એમના માઁ ગુજરી ગયા... કાનજીભાઈ :- (રોવાનો ઢોંગ કરે છે ) અરે નીલા.. તારી માઁ ગુજરી ગઈ.... (નીલાબેન સમાન તૈયાર કરી પિયર જવાની તૈયારી કરે છે.. અને આ બાજુ બુધવારે શંભુભાઈ અને કાનજીભાઈ લૈલા ના આઈટમસોન્ગ જોવા જાય છે ) કાનજીભાઈ :- અરે...શંભુ જો તો ખરો શું સરસ ડાન્સ કરે છે લૈલા.?. અરે આપણે એને મળીએ. અને આજે તારી ભાભી નથી ઘરે.તો ડ્રિંક્સ ની સાથે લૈલા.મોજ જ મોજ. શંભુભાઈ :- (લૈલા પાસે જઈ બાલ સરખા કરીને ) હેલ્લો લૈલા... આઈ એમ શંભુ.......ધીસ ઇઝ માય ફ્રેન્ડ કાનજી કાનજીભાઈ :- હેલ્લો લૈલા.... હું કાનજી............ લૈલા :- કમોન કાનજી ડાન્સ વિથ મી.... (કાનજીભાઈ અને શંભુભાઈ બંને લૈલા સાથે ઠુંમકા લગાવે છે અંગ્રેજી ના આવડે તોય કાનજીભાઈ અંગ્રેજીમાં લૈલા સાથે વાતો કરે કાનજીભાઈ :- લૈલા માય બૈરી ઇઝ નોટ ઘેર યુ માય ઘેર કમ ડાન્સ એન્ડ ડ્રિન્ક..................................... લૈલા :- યે ઓલ્ડ મેન (બુઢા આદમી ) કોન હે...?ના કપડે કા ઠિકાના... ના બાત કરને કા તરીકા...? ખુદ કી ઓરત કો સંભાલ નહીં પાતા ઔર સાલા લૈલા કો ખરીદને નિકલા હે..??ધક્કો મારીને નીચે પાડી દે છે..................... કાનજીભાઈ:- ખુરશીમાં જઈને બીજા બે ડ્રિન્ક મારે છે... પાર્ટી પત્યા પછી બંને મિત્રો ઘર તરફ જાય છે ) કાનજીભાઈ :- અરે શંભુ તે તો આજે મોજ કરાવી દીધી... આ નીલા કાયમ માટે એના પિયર માં જ પડી રહે તો સારુ છે...તને ખબર છે લૈલા એ મને અંગ્રેજીમાં શું કહ્યું..?? ઓલ્ડ મેન.... એટલે કે ખુબ સેક્સી માણસ... શંભુભાઈ :- ડોબા કાનજી તું આખરે ડોબો ને ડોબો જ રહ્યો... તને નીલાબેન મળ્યા એટલે સારુ છે નહીતો કોઈ તારી જોડે લગન ના કરે... એને તને બોલ્ડ નહીં પણ ઓલ્ડ મેન કહ્યો છે.. અને ઓલ્ડ એટલે કે વૃદ્ધ માણસ થાય.. હવે લૈલા જોડે ડાન્સ કરવા જવુ હોય તો ઢંગ ના કપડાં જોઈએ... નહીં કે તારી જેમ વારાફરતી પેન્ટ ઉપર ચડાય ચડાય કરવું પડે..?? અને તારું આ માથા નું છાપરું ઠીક કરાય પહેલા.? દુનિયાભર ના ધોળા વાળ હોય એટલે પેલી ઓલ્ડ મેન જ કહે ને...??.............??..... કાનજીભાઈ :- અલ્યા શંભુડા...હાચુ બોલજે... હું તને વૃદધd દેખાઉં છું..?? જો આ આ હાથોમાં તાકાત કેટલી છે..?(બોડી બતાવે છે ) અભી તો હમ જવાન હે..... શંભુભાઈ :- એક વાત કહું કાનજી ખોટું ના લગાડતો..?? તું યાર આ બધી ફેશનો ની દુનિયામાં ના પડીશ...મારી ભાભી અને છોકરાઓ ને ખુશ રાખ .. એ જ તારા માટે તારું સર્વસ્વ છે....મારા જેવા ઓઢા અને ફક્ક્ડભાથી ને તો આવું બધું ચાલે...................................... કાનજીભાઈ :- તું હવે વધારાનું લેક્ચર આપવાનું રહેવા દે.. અને એ બતાવ કે જવાન દેખાવા માટે શું કરવું પડે..?? શંભુભાઈ :- બસ કાનજી.. હવે બસ કર.. તું આવી ફેશનની દુનિયામાં પૈસા વાપરે તો મારા ભાભી અને છોકરા રસ્તા ઉપર આવી જાય એવુ કામ મારાથી નહીં થાય.. કાનજીભાઈ :- તું તારે તારું કામ કર... એ તો હું સુજલભાઈને પૂછી લઈશ...હવે તું જા ઓફિસે...?. શંભુભાઈ :- અત્યારે અડધી રાતે..?? ડોબા ડ્રિન્ક કર્યા માં તું એ પણ ભૂલી ગયો કે અત્યારે આપણે ઘરે જવાનું છે. કાનજીભાઈ :- હા.. યાર તારી ભાભીને સાચી ખબર પડશે કે એની માઁ મરી નથી તો એ તો સાલી ભમફોડી રાતે ને રાતે પાછી ફરે એવી છે...ચલ જલ્દી.... (શંભુભાઈ ઘરે જાય છે અને કાનજીભાઈ ઘરે જઈ ધીમેથી દરવાજો ખોલી સીધા સુઈ જાય છે અને બીજા દિવસે ઉપડે છે સીધા સુજલભાઈ બાલ કાપવાવાળા ની દુકાને ) કાનજીભાઈ :- અરે સુજલભાઈ.... યાર મારે ફરીથી જવાન દેખાવું છે... તો કોઈ નવી ટિપ્સ કે કોઈ નવી ફેશન હોય તો કહો..... તમે તો જાણકાર છો.. યાર નવા લગન જેને કરવા હોય એ તમારી દુકાને ગોરા બનવા આવે છે. સુજલભાઈ :- એ તો કાનજીકાકા જેમના લગન હોય એ લોકો મારે ત્યાં ફેસિયલ કરવા માટે આવે છે........ કાનજીભાઈ :- અરે યાર.. સુજલભાઈ..મને કાકા ના કહો યાર.. હજી તો હું જવાન છું......અને મારે પણ તમારે ત્યાં પેલું લગન હોય એટલે બધા શું કરાવવા આવે...?? સુજલભાઈ:- ફેસિયલ... કાકા........,............... કાનજીભાઈ :- વળી પાછું કાકા... યાર ભાઈ કહો ચાલશે સુજલભાઈ :- સોરી કાનજીભાઈ..બસ હવે...ભાઈ કહીશ કાનજીભાઈ :- પહેલા તો તમે મારા બાલ સરસ હીરો જેવા પેલા સલમાનખાન કે શાહરુખ ખાન જેવા કાપો... પછી કલર કરી દયો બાલમાં એક પણ સફેદ વાળ ના રહે એવો અને પછી દાઢી બનાવી ફેસીઅલ કરી આપો.......... સુજલભાઈ :- કેમ કાકા..?? અરે સોરી.. કેમ કાકા આજે સૂરજ પશ્ચિમ માં ઉગ્યો કે શું..? લાગે છે નીલાલકી પિયર ગયા હોય એવુ લાગે છે............................... કાનજીભાઈ :- કેમ ભાઈ તમને એવુ લાગે છે....??..? સુજલભાઈ :- કેમકે એ ઘરે હોય તો તમે કોઈ દિવસ આ રીતે ફેસિયલ કરાવવા સ્પેશિયલ ના આવો........ કાનજીભાઈ :- તમે ફેસિયલ કરજો યાર વધારાની પંચાત કર્યા વગર.......................................... સુજલભાઈ :- 500 રૂપિયા ચાર્જ થશે............ કાનજીભાઈ :- તો શું 500 રૂપિયામાં ગોરા બની જવાશે અને જવાન દેખાસું ને...???.............????..... સુજલભાઈ :- કાનજીભાઈ હું તમને ફેસિયલ કરી આપું ને બાલ દાઢી કરી આપું... બાકીનું તમે રેવતીને પૂછી લેજો .. કાનજીભાઈ :- રેવતી પેલી બ્યુટીપાર્લર વાળી ને....?? સુજલભાઈ :- હા... એ.. બ્યુટીપાર્લરવાળી જ.. (ત્યાંથી વાળ માં કલર કરાવી અને ફેસિયલ કરાવી કાનજીભાઈ ઘર તરફ જાય છે ત્યાં નીલાબેન આગળ જ આવે છે.) નીલાબેન :- આ બધા શું ખેલ માંડ્યા છે..??. આ માથામાં કલર અને ફેસિયલ ને આ બધું શું નાટક છે તમારા.?? કાનજીભાઈ :- જો નીલા તું મારી વાતો માં દખલઅંદાજી કરીશ નહીં.. તને કોઈ કહે કે આ પાડા જેવી બે છોકરાની માઁ હશે..?? પણ મને જોઈને તો કોઈ એમ જ કહે કે આ જુવાન છોકરો આ ભેંસ ને ક્યાંથી પરણ્યો..??..?? નીલાબેન :- હવે બહુ થયું તમારું...?? સોનામોના ઘેર બેસો... નહીતો કોઈ તમને તો નહીં કહે પણ મને ચોક્કસ કહેશે કે આ નીલાના પતિને ગોરા બનવાનું ભૂત વળગ્યું છે કાનજીભાઈ :- સારુ હું બહાર જઈને આવું છું. તું ચા બનાવ... હું થોડીવારમાં પાછો આવું છું.............. નીલાબેન :- અઢીકીલો બટાકા અને અઢીકીલો ડુંગળી લેતા આવજો..... અને સાથે આદુ અને કોથમીર નો મસાલો કાનજીભાઈ :- એ તું નેહાને મોકલજે... મારે બીજું કામ છે નીલાબેન :- એવુ શું કામ છે તમારે..??...????.... કાનજીભાઈ :- લાવ ને ભાઈ લેતો આવીશ....... (કાનજીભાઈ જાય છે બ્યુટીપાર્લર વાળી રેવતી પાસે ) કાનજીભાઈ :- અરે રેવતી તારું એક કામ છે......... રેવતી :- આવો.. આવો કાનજીકાકા શું કામ પડ્યું મારું? કાનજીભાઈ :- કાકા નહીં મોટાભાઈ કહેવાનું રેવતી.... રેવતી :- હા.. મોટાભાઈ બોલો શું કામ પડ્યું મારું..?? કાનજીભાઈ :- મારે ગોરા બનવું છે.. બધા કહે છે કે ગોરા બનવાથી ફિલ્મમાં હિરોનો રોલ મળે............... રેવતી :-પણ કાનજીભાઈ આ ઉંમરે તમારે ગોરા બનીને શું કરવું છે..?? અત્યારે તો તમે બિઝનેસ સાંભળો શાંતિથી કાનજીભાઈ :- તું વધારાનું બોલીશ નહીં.. ને ગોરા કેવી રીતે બનાય એ કહે.. તને જેટલાં પૈસા થાય એ હું આપીશ.. રેવતી :- તમારે ચહેરા ઉપર મુલતાની માટી લગાવવી પડશે.. અને એ સાંજ સુધી રાખવાની.. તો તમે ફિલ્મના હિરોને પણ ટક્કર મારો એવા ગોરા બની જાવ...... કાનજીભાઈ :- સાંજ સુધી રાખવી પડે તો તો બધા મને જોઈને હસે.... પણ એવી કોઈ ક્રીમ કે પાઉડર નથી તે એક કે બે કલાક માં જ સ્ક્રીન એકદમ વાઈટ થઇ જાય..... રેવતી :- ના... ના... એવી કોઈ ક્રીમ કે પાઉડર નથી.. કાનજીભાઈ :- ઠીક છે તો લગાવી દે મુલતાની માટી.. (કાનજીભાઈ મુલતાની માટી લગાવીને બજારમાં શાકભાજી ખરીદવા જાય છે... તો શાકભાજી ખરીદવાવાળા અને શાકભાજીની લારીઓવાળા બધા એમના ચહેરા ને જોઈને ખુબ હસે છે......... ) કાનજીભાઈ :- સબ્જી લઈને ઘરે આવે છે ને ડોરબેલ વગાડે છે..તો નેહા દરવાજો ખોલવા આવે છે અને ભૂત જેવા કાનજીભાઈ ને જોઈને દરવાજો ખોલીને તરતજ બંધ કરી દે છે ને સ્ટોપર લગાવી દે છે.................. નેહા :- મમ્મી દરવાજો તું ખોલ ને..?? મને બીક લાગે છે.. બહાર ભૂત છે...તું જા ને મમ્મી પ્લીઝ............... નીલાબેન :- એ તો કોઈ અઘોરી બાવાને તે જોઈ લીધો હશે..? ભૂત જેવું કાંઈ ના હોય..? તું આઘી ખસ હું ખોલું છું દરવાજો.... તું જા કિચનમાં રોટલી બનાવ......... નીલાબેન :- દરવાજો ખોલતાની સાથે સફેદ મુખ વાળા માણસને જોઈને ગભરાય છે..પણ હાથમા સાવરણી હોવાથી હિંમત મજબૂત બને છે...................... નીલાબેન :- ભાઈ અત્યારે પૈસા નથી છુટા..તો તમે આસપાસના ઘરે જઈ ભીખ માંગો.. એમ કહી દરવાજો બંધ કરી દે છે.અરે ભિખારી છે..............તું કેમ આટલી ગભરાય છે..?? પૈસા આપી દઈએ એટલે આગળ જાય કાનજીભાઈ :- ફરીથી ડોરબેલ વગાડે છે......... નીલાબેન :- અરે ભાઈ તમને કીધું ને કે છુટા પૈસા નથી તો ડોરબેલ મારી કેમ પરેશાન કરો છો.......??...???? કાનજીભાઈ :- અરે હું કાનજી છું... નેહા ના પપ્પા... નીલાબેન :- તમે નેહાના પપ્પા છો એની શી ખાતરી..?? આ ચહેરો તો આવો ભિખારી જેવો છે........ કાનજીભાઈ :- તું દરવાજો ખોલ હું તને શાંતિથી વાત કરું નીલાબેન :- દરવાજો ખોલે છે.. અને કાનજીભાઈ સીધા બાથરૂમમાં જાય છે.. અને ચહેરો ધોઈ પાછા આવે છે. નેહા :- અરે વાઉ.. પપ્પા તમે તો પેલા મહોબ્બતે પિક્ચરના સાહરુખખાન જેવા લાગો છો... આટલી બધી ચમક ચહેરા ઉપર ક્યાંથી લાવ્યા...??.............??...... શિલ્પાબેન :-(ડોરબેલ મારે છે અને અંદર આવે છે ) અરે નીલાબેન લસણ હોય તો આપો ને જરા.. મારે શાક વઘારવું છે.. પણ એકલું લસણ માટે કોણ સબ્જીમાર્કેટ જાય ...? એટલે કીધું નીલાબેન જોડે લઇ લઉં... નીલાબેન :- હા.. હા.. લ્યો આ આ લસણ... (કાનજીભાઈ ઉપર નજર જાય છે શિલ્પાબેનની ) શિલ્પાબેન :- અરે નીલાબેન તમારા બે છોકરા નેહા અને રોહનને તો હું જાણું છું.. તો આ છોકરો....??.? નીલાબેન :- એ છોકરો નહીં મારા પતિદેવ છે..... શિલ્પાબેન :-(પેટ પકડીને હસે છે ) અરે નીલાબેન પણ આ આટલા બધા દેખાવડા તો ન હતા... અને ખરેખર નીલાબેન સાચું કહું તમને ખોટું ના લાગે તો..?? તમે બંને સાથે હોવ તો કોઈ તમને એમની વાઈફ નહીં પણ મમ્મી જ કહે... નીલાબેન :- આને ઘડપણ માં ફેશનનું ડોળ ચડ્યું છે.. અને શિલ્પાબેન તમે લસણ લઇ લીધું હોય તો જઈ શકો છો... એ અમારી પર્સનલ મેટલ છે..(શિલ્પાબેન જાય છે ) નીલાબેન :- જુવો તમને કહી દઉં છું આ બધા શેના ધતિંગ છે..?? તમારા લીધે લોકો મને કેવું બોલી જાય છે?? કાનજીભાઈ :- લોકો ને જે કહેવું હોય એ કહેવા દે.. થોડા દિવસ પછી તે જ બધા તને કહેશે કે જોવો પેલા મિસ્ટર કાનજી હિરોઈન મિસિસ નીલા જાય.............. નીલાબેન :- સાચું કહું છું.. તમે આ ફેશનના ચક્કર માં પડવાનું રહેવા દયો..... અને ઘરનું વિચારો..... કાનજીભાઈ :- તારે બહુ બધા રૂપિયા જોઈએ તો મને એકવખત હીરો ની દુનિયામાં કદમ તો મુકવા દે... નીલાબેન :- પહેલા તમે કહો ફોન કોનો આવ્યો હતો..?? કેમ મારી માઁ મરી ગઈ...?? આવો જુઠો ફોન કોણે કર્યો?? કાનજીભાઈ :- મને શી ખબર..?? તારા જ કોઈ સંબંધિએ કર્યો હશે..?? આમે એપ્રિલ મહિનો ચાલે છે તો કોઈએ એપ્રિલફુલ બનાવ્યા હશે..??.? પણ તું શું કરવા ચિંતા કરે છે..?? માઁ મરી તો નથી ને..??............???.... નીલાબેન :- ના..ના.............તમારે તો મારી માઁ ને મારી જ નાખવી છે ને...??..?? એ બે દિવસ પછી આપણી સાથે રહેવા આવવાની છે.. મારા ભાઈભાભી પ્રવાસ જવાનાં હોવાથી એમને ખાવાપિવામા તકલીફ પડે તો મે આપણા ઘરે આવવાનું કહ્યું............. બરાબર ને..??..?? કાનજીભાઈ :- શું ખાખ બરાબર..?? એકલીને ખાવાની બે રોટલી ના બનાવી શકે એ...??....... (દર્શકો સામે જોઈ માથે હાથ દઈ ) હે... ભગવાન... શું કરવું હવે...?? એક ભમફોડી ને તો સંભાળી શકતો નથી ને પાછો એટમ્બોમ આવે છે... હવે સૂડી વચ્ચે સોપારી જેવી મારી હાલત થશે..?? કેમકે પેલો એટમ્બોમ તો સાલો સાવ વિરોધી છે.. જે શાક મને ના ભાવે એ જ સાલું મારી સાસુ ને ભાવે.... શંભુભાઈ :-અરે કાનજી તું પેલા જીવણીયા ને ઓળખે...?? તને ખબર છે આપણી સાથે ભણતો.. અને રોજ મુવી જોવા જતો... એ જીવણીયો કે જે આખો દિવસ બોલબોલ કરે... બોલ્યા વગર એને ચાલે જ નહીં કાનજીભાઈ :- હા.. યાર... એ જીવણીયા ના લીધે તો મારે બેત્રણ વખત માર પણ ખાવો પડ્યો હતો... પ્રિન્સિપાલ સાહેબ ના વાઈફ ના બર્થડે ઉપર એમને મુવી બતાવવા લાવેલા. અને એ જ થીએટર માં હું અને જીવણીયો પ્રિન્સિપાલ ની આગળ ની સીટમાં બેઠેલા... તો પ્રિન્સિપાલ બીજા દિવસે મારી અને જીવાણિયાની બરાબર ધૂળ કાઢી નાખી હતી...... એ જીવણીયાને કઈ રીતે ભુલાય.. શંભુભાઈ :- એ જીવણીયો લોકો નું કરી નાખીને આપણા ગામમાં રહેવા આવ્યો છે.............................. કાનજીભાઈ :- શું કરી નાખ્યું.. એને લોકોનું....??.. શંભુભાઈ :- એને લોકોના ખુબ રૂપિયા પડાવ્યા.. ડબલ કરવાની લાલચ આપીને.. અને અહીં આવ્યો છે.. તે આપણે કોઈ દિવસ છેતરાવું નહીં..(વાત કરતા ની સાથે જ જીવણલાલ આવે છે.. અને નીલાબેનને કાનજીભાઈ nu પૂછી સીધા ઘરે આવે છે તો શંભુ અને કાનજી એકબીજા સાથે વાતો કરતા જ હોય છે............................. જીવણલાલ :- અરે કાનજી તારું ઘર શોધવામા તો મારે 11 દિવસ લાગ્યા.. અને શંભુડા તું પણ અહીં જ છે.?? કાનજીભાઈ :- અરે આવો.. આવો.. જીવણલાલ આજેતો અમારે કોઈ મુવી જોવા જવાનો વિચાર નથી... (જીવણલાલ ને બાતમી મળેલી કે કાનજી ને આધુનિક ફેશન અને પિક્ચરના હીરો બનવામા ખુબ રસ છે) જીવણલાલ :- એ તો મારો એક મિત્ર છે મનુલાલ કે જે મીડિયા નો કર્મચારી છે.. એને મળવું હતું એટલે આબાજુ આવ્યો છું............................................ કાનજીભાઈ :- તમારો મિત્ર મનુલાલ મીડિયા કર્મચારી એટલે શું કામ કરે છે..??.....................??.. જીવણલાલ :- એનું કામ એડવારટાઇઝ કરવાનું.. એક એડવારટાઇઝ કરે એટલે સીધા 4 થી 5 હજાર કમાઈ લે કાનજીભાઈ :- તે જીવણલાલ એડવારટાઇઝ બીજું કોણ કરી શકે..?? અને એમાં કરવાનું શું હોય..??..... જીવણલાલ :- એડવારટાઇઝ હેન્ડસમ યુવાન કે યુવતી કરી શકે.. અને એડવારટાઇઝ સારી રીતે કરે તો એને પિક્ચર માં હીરો નો રોલ પણ મળી શકે.................... કાનજીભાઈ :-મારા જેવા ચાલે..? એડવારટાઇઝ માટે?? જીવણલાલ :-ચાલે.... પણ એ માટે ફી ચૂકવવી પડે..2500 રૂપિયા. તો એડવારટાઇઝ અને પછી ફિલ્મમાં હીરો કાનજીભાઈ :- (મનમાં ) (ફી ની વાત આવી એટલે કાનજીભાઈને શંભુ ની વાત યાદ આવી.. કે જીવણીયો બધાનું કરી નાખીને આવ્યો છે....) ના... ના... યાર આ ઉંમરમાં ક્યાં આપણને એ બધું શોભે........ જીવણલાલ :- મને ખબર જ હતું કે ફીની વાત આવે એટલે તને ઝાટકો પડશે... તો પછી ગોરા બનવામા પૈસા વપરાય છે અને જીવણીયો જૂઠો લાગ્યો.. (જીવણ જતો રહે છે ) નીલાબેન :- કહું છું સાંભળો છો..?? મારી માઁ નો ફોન આવ્યો તે રેલવેસ્ટેશને ઉતરી છે... અને કોઈ ફૂલી મળતો નથી... તો તમે સ્ટેશને લેવા જાવ.... એ તો સારુ થયું તે રેલવેસ્ટેશનના std ના ડબલામાં થી ફોન કર્યો.... કાનજીભાઈ :- તારી માઁ ને std માં થી ફોન કરવાનું ડબલું મળ્યું ને ફૂલી ના મળ્યો..? સાલી એટમ્બોમે વિચાર્યું હશે કે ફૂલી જેવા જમાઈરાજા છે તો ફૂલી શોધવાની મહેનત કોણ કરે...??(મનમાં) (પણ એને ક્યાં ખબર છે કે આ જમાઈરાજા નું નામ ભલે કાનજી હોય પણ ક્યારેક શકુંનીમામાં પણ બની જાવું પડે.એક ડોક્ટરનો ઘર માં પડેલો પાટો હાથ ઉપર બાંધી દોરી ગળા માં લટકાવી દે છે) નીલાબેન :- અરે કલાક થયો... મારી માઁ ક્યાં સુધી બેસી રહેશે.. અરે... તમને હાથે શું થયું...?? હમણાં તો ક્મ્પ્લેટ હતા.. અને આ 5 મિનિટમાં શું થયું...??....... કાનજીભાઈ :- ઓ.. બાપા.. રે.અરે નીલા થવાનું હોય તો એક મિનિટમાં પણ થાય.રેલવે સ્ટેશન ઉપર બેઠેલી તારી માઁ ને જો હાર્ટએટેક આવવાનો હોય હોય તો પણ આવે નીલાબેન :- શુભ શુભ બોલો... એવુ ના થાય.. પણ તમને શું થયું..?? તે આટલો મોટો પાટો બાંધ્યો છે..??... કાનજીભાઈ :- અરે સિઢી ચડતો હતો તે પગથિયું ચુકી ગયો.. ને પડ્યો તો પગે ફેક્ચર થયું.................. નીલાબેન:- પગે ફેક્ચર થયું તો હાથે કેમ પાટો છે..?? કાનજીભાઈ :- સોરી..... પગ ખિસકતા હું પડ્યો તો હાથ જમીન ઉપર પડ્યો તો ફેક્ચર થયું................ નીલાબેન :- તો એટલી વારમાં તમે ડોક્ટર જોડે જઈ પાટો પણ બંધાવી દીધો..??.....??.. ડોક્ટર કોણ હતું.?? કાનજીભાઈ :- ઘણી વખત પોતાના ડોક્ટર જાતે જ બનવું પડે છે...અને ઘરમાં પાટો પણ હતો બાંધી નાખ્યો. નીલાબેન :- પણ તમને જાતે પાટો બાંધતા દર્દ ના થયું.? કાનજીભાઈ :- દર્દ તો થયું.. પણ શું કરું..? કોણે કહું..?? તું તો તારી માઁ ની વાતોમાં થી ઊંચી જ નથી આવતી. નીલાબેન :- મારી માઁ એ તો મને એક પણ વાત ની કમી નતી આવવાનું દીધી.. પાણી માંગુ તો દૂધ આપતી... પણ મારા બાપા રિટાયર્ડ થયા ને ટૂંક સમય માં સ્વર્ગે સીધાવ્યા પછી પેંશન આવતું બંધ થયું ને ગરીબી ના દિવસો ચાલુ થયા.. ધીરેધીરે 4 કમરાવાળા બંગલા માં થી ભાડા ના મકાનમાં, Ac માં થી પંખા તરફ વોશિંગમશીન માં થી ધોકા તરફ અને આરામમાં થી કડિયાકામ તરફ વળ્યા... નહીં તો મારી માઁ મને રાજકુમાર સાથે પરણાવવાની હતી... કાનજીભાઈ :- પેલા પિક્ચર ના હીરો રાજકુમાર જોડે? નીલાબેન :- ના.. ના.. એ રાજકુમાર નહીં... પણ ખુબ પૈસાવાળા કરોડપતિ જોડે... પણ મારા ફૂટેલા નસીબમાં તમે જ લખાયેલા હતા....... જેવા જેના નસીબ..? કાનજીભાઈ :- તો હું કરમફૂટેલો છે..આટઆટલી સાચવું છું તોય તને મારા અવગુણ જ દેખાયા.. ગુણ નહીં.. નીલાબેન :- મારો કહેવાનો મતલબ કે તમે સારા જ છો પણ રૂપિયાવાળા કરોડપતિ નહીં............... કાનજીભાઈ :- જો નીલા એક વખત હું પિક્ચર નો હીરો બની જાઉં પછી રૂપિયા જ રૂપિયા છે..ફોરવીલર ગાડીમાં તને ડ્રાંઇવર સબ્જીમાર્કેટમાં સબ્જી ખરીદવા લઇ જશે. નીલાબેન :- પુરા થાય એવા સપના જોવો... ગોરા બનવાના ચક્કરમાં ઓલરેડી તમે 5000 રૂપિયા વાપરી ચુક્યા છો.. અને અત્યારે લોકો તમને મારા પતિ નહીં પણ મારા છોકરા જેવા ગણે છે... તો સુધરી જાઓ.. અને આ ફેશનની દુનિયામાં થી બહાર આવી આપણા કલર ના ગોડાઉન માં ધ્યાન આપો.. (એવામાં ફરીથી ફોન આવે છે ) સીમાબેન :- અરે નીલા દીકરી આ સ્ટેશન ઉપર કોઈ ફૂલી નથી.. તે જમાઈરાજાને ફૂલી બનાવીને જલ્દી મોકલ.... હું અહીં ગરમી થી મરી રહી છું.. પેલો ચા વાળો રામુ ય કંટાળ્યો... છઠ્ઠી વાર ચા પીને આવું છું.. અને સ્ટેશનમાસ્ટર પણ ફોન કરવાનું ના પાડતો હતો તે 10 રૂપિયા આપી ફોન કર્યો... હવે એ કહે ફૂલી જમાઈ નીકળ્યા કે નહીં..?? નીલાબેન :- પણ માઁ એના હાથે ફેક્ચર થયું છે.. તો તારે રીક્ષાસ્ટેન્ડ સુધી તારે જાતે જ સામાન લાવવો પડશે.. સીમાબેન :- એ તો નાટક છે.. એને જાણ થઇ હું આવવાની છું એટલે જાણી જોઈને ફેક્ચર કર્યું હશે.?? હું બહુ સારી રીતે ઓળખું છું તારા ઘરવાળા ને.. એમને તું કાનજી તરીકે જ ઓળખે છે.. પણ એ કાનજીમાં છુપાયેલો શકુંનીમાંમાં ને હું જ ઓળખું.મને આવવા તો દે.. પછી જો તારા ઘરનો માહોલ હું કેવી રીતે ઠીક કરું તું જો. (સીમાબેન બે હાથે સામાન ઉપાડીને રીક્ષા સ્ટેન્ડ સુધી લાવે છે. અને કાનજીભાઈ સાસુમાંને લેવા રીક્ષાસ્ટેન્ડે પહોંચે છે) કાનજીભાઈ :- ઓહો... સાસુમાં પાય લાગુ...... સીમાબેન :- રહેવા દયો.... જમાઈરાજા તમારાથી નમાશે નહીં.... કેમકે તમને હાથે ફેક્ચર છે................... કાનજીભાઈ :- (રીક્ષાવાળાને ટપલી મારીને ) ડોબા તારી સામે એક મોટી ઉંમર ના બેન મોટીમોટી બેગો ઉઠાવીને રિક્ષામાં મૂકે....અને તું ડોબાની જેમ અદબ વાળીને ઉભો છે મદદ કરાય એમને..?? કહું ત્યારે જ ખબર પડે...?? રીક્ષાવાળો :- એ તો સામાન મુકાવવાનો મે એ બહેનને પહેલા જ કહ્યું... પણ એક્સટ્રા ચાર્જ કીધો એટલે એ ગભરાયા અને કીધું કે મારો ફૂલી આજે ભાગેલો છે નહીતો તારી રીક્ષાની પણ જરૂર ના પડે.. અને માથે ઉપાડી ઘર સુધી લઇ જાય.. મને લાગે છે શાયદ એ તમારી જ વાત કરતા હશે...??...?? સાચું કે નહીં..??..???...... કાનજીભાઈ :- તું તારું કામ કર ભાઈ... અને જલ્દીથી રીક્ષા ઉપાડ.... મોડું થાય છે..................... રીક્ષાવાળો :- અરે શેઠ એ તો કરું છું...??........ કાનજીભાઈ :- તું તો તમાકુ ખાવામાં વ્યસ્ત છે... ક્યારે ઘરે પહોંચીશું..??જલ્દી કર ને ભાઈ......??...??...... રીક્ષાવાળો :- (તમ્બાકુની ફૂંક મારતા )બેન બેસી ગયા હોય તો રીક્ષા ઉપાડું...... મને એમ કે તમે રેલવેસ્ટેશન ની ફેમસ ભેળ ખાવા ગયા...???..... કેમકે દેખાયા નહીં એટલે?..? સીમાબેન :- તો શું અહીંની ભેળ ખુબ ફેમસ છે..??? રીક્ષાવાળો :- આ પેલી લાઈન જુવો.20 મિનિટે નંમ્બર આવે. (સીમાબેન લાઈનમાં ઉભા રહે છે ભેળ ખાવા.. અને 20 મિનિટે નંમ્બર આવે એટલે કહે છે 2 ડીશ ભેળ આપો. કાનજીભાઈ :- સાસુમાં મારે નથી ખાવી.તમે ખાઈ લ્યો. સીમાબેન :- આ તો 2 ડીશ મારા માટે જ લીધી છે... એક પતે એટલે બીજી ખાઈશ....20 મિનિટ સુધી કોણ લાઈનમાં ઉભું રહે.. તો કીધું સાથે જ 2 ડીશ લઇ લઉં.. તમારે ખાવી હોય તો લાઈનમાં ઉભા રહો.. નહીતો 40 રૂપિયા લેખે 2 ડીશના 80 રૂપિયા આ ભાઈને આપો. કાનજીભાઈ :- (મનમાં )(આ એટમ્બોમ આવી એટલે હવે ખર્ચા ચાલુ.. મારે ફલાણું ખાવુ છે ને મારે ઢીકણું ખાવું છે... આ ડોબું તો મારા હીરો બનવાના સપના ને મિટ્ટી માં મિલાવી દેશે.ખર્ચ માટે તો આવી સાસુ કોઈને પણ ના મળશો.. જિંદગી ની પત્તર ખંડાઈ જશે આ જેટલા દહાડા રહેશે એટલા દિવસે તો મારી ભોળી નીલાને પણ દાનવ બનાવી દેશે.. આનો રસ્તો તો કરવો પડશે.....) સીમાબેન :- હે... જમાઈરાજ તમે કાંઈ બોલ્યા કે શું..?? કાનજીભાઈ :- ના.. ના.. એ તો હું કહેતો હતો.. કે.. તમારા પાવન પગલાં પડશે તો ઘરમાં મંદી..નહીં પણ તેજી આવશે સીમાબેન :- હું છું જ ભાગ્યશાળી ને...?? પેલો અનિલકપૂર કે કે તમે જ્યાં જાઓ ત્યાં લોકો ગાળો જ બોલે.. અને કહે કે ક્યારે આ ડોશી જશે..??....... કાનજીભાઈ :- હું પણ એ જ વિચારતો હતો...... સીમાબેન :- શું કીધું તમે...??.....???............? કાનજીભાઈ :- કે તમે અનિલકપૂર જેવા સુપરહીટ હીરો ને ઓળખો છો..નાયક પિક્ચરમાં ગજબ નો રોલ હતો એનો. સીમાબેન :-એ અનિલકપૂર નહીં લ્યા ભાઈ હું તો અમારી ગલીના નાકે ઉભા રહેલા ગુંડા ની વાત કરું છું.. જેના બાલ અનિલકપૂર જેવા છે એટલે.......................... કાનજીભાઈ :- હમણાં તો રહેવાના હશો ને સાસુમાં...?? સીમાબેન :- નક્કી નથી... જો સારુ ફાવે તો રહી જઈશ.. કાનજીભાઈ :- (મનમાં )(તને હું ફાવવા જ નહીં દઉં.ડોશી) સીમાબેન :- તમે કાંઈ બોલ્યા જમાઈરાજ..... કાનજીભાઈ :- એ તો એમ જ કે અહીં ફાવશે તમને (ઘરે આવી જાય છે. અને નીલાબેન સામે જઈને બેગ લઇ લે છે ) શંભુભાઈ :- અરે યાર કાનજી ક્યાં ગયો હતો તું..?? હું ક્યારનો રાહ જોવું છું..??. આપણે પેલી પાર્ટી સાથે મિટિંગ કરવાની છે...... તે શનિ રવિ નું મે કીધું છે સીમાબેન :- અલ્યા શંભુડા તારી કઈ એવી પાર્ટી છે કે જે શનિરવી ની મિટિંગ નું કહે છે.. મને વાત કરાવ ફોનમાં. શનિ અને રવિવારે મારે આ ઘર ની સાફસફાઈ નો પ્રોગ્રામ રાખવાનો છે.. તો જમાઈરાજ તમારે તો ખાસ હાજર રહેવાનું છે..એ દિવસે કોઈ મિટિંગ નહીં.. પણ આ ઘરમાં થી તમારી અત્યાર સુધીની ગંદકી કાઢવાની છે.... કાનજીભાઈ :- ઘર તો અમે દર રવિવારે ધોઈને સાફ કરીએ છીએ.. પણ હવે તમે આવ્યા તે બેત્રણ દિવસે સાફ કરવું પડશે..... કેમકે અમુક પગલાં ઉપર ડીપેન્ડ કરે છે.. સીમાબેન :- તો તમારો કહેવાનો મતલબ કે હું ગંધાતી છું..?? મારા પગલાં સારા નથી..?? નીલા.......(મોટેથી )લાવ મારો સામાન હું તો ચાલી............ નીલાબેન :- શું થયું..?? મમ્મી..?? કેમ આમને કઈ કીધું..?? જુવો કાનજી તમને કહી દઉં કે મારી મમ્મી અહીં રહેશે ત્યાં સુધી એમનો જ હુકમ ચાલશે.. એ આપણા વડીલ છે.. તો તમારે પણ એમનું માનવું પડશે....... કાનજીભાઈ :- પણ નીલા મારી મિટિંગ નું શું..?? મારે ક્લાઈન્ટ સાથેની મિટિંગ અરજન્ટ છે.. મારે નુકસાન થશે.. નીલાબેન :- એ તો ક્લાઈન્ટ ને શંભુભાઈ સંભાળી લેશે.. અને એવુ હોય તો ગોડાઉન કે ઓફિસમાં થી એકાદ જવાબદાર કર્મચારીને સાથે લેતા જજો......... શંભુભાઈ :- ઠીક છે ભાભી...ઓકે કાનજીભાઈ તો હું જાઉં ત્યારે..?? ક્લાઈન્ટ ની મિટિંગ પણ અરજન્ટ છે.. (બંને માઁ દીકરી રસોડામાં જાય છે..................) કાનજીભાઈ :- (ધીમેથી ) અલ્યા શંભુ કઈ ક્લાઈન્ટ છે.? શંભુભાઈ :-(ધીમેથી ) આપણી પેલી લૈલા અને મોનીકા નો આઈટમ સોન્ગ જોવા ની વાત કરતો હતો.... અને મે તો એમ પણ કીધું છે કે એક સરસ હેન્ડસમ યુવાન ફોરવીલ ગાડી લઈને તમારી સાથે લંચ કરવા આવશે...સલમાનખાનની ટ્રુ કોપી છે..અને તમારા માટે સુપર ભાડાની કાર પણ બુક કરાવી દીધી છે.. કારમાં મ્યુઝિકસિસ્ટમ પણ જોરદાર ..છે..જેના ગીત સાંભળતા જ લૈલા તમને કહેશે... કાનુ ડાર્લિંગ આઈ લવ યુ.... કાનજીભાઈ :- પણ યાર આ રાવણ ની બેન સુરપંખા ના નાક કાન મારે કાપવા પડશે... મારી ઊંઘ હરામ કરી દીધી છે.. સાલીએ... મને ખબર જ હતી.. કે આ નીલાની શેતાન માઁ આવશે ને મારા સપના, મારા ઉમંગો અધૂરા રહેશે... આને ભગાડવા નો રસ્તો બતાવ.. યાર ભાઈ શંભુ.. (શંભુના માથે સર મૂકે છે.................) શંભુભાઈ :- જુવો કાનજીભાઈ એનો રસ્તો પછીથી કાઢીશું... પણ પેલી કારના ભાડા ના પૈસા મે આપી દીધા છે...તો તમારી જગ્યાએ હું સલમાનખાન બની લૈલા જોડે લંચ પર જાઉં..?. પૈસા મારા પગારમાં થી કાપી લેજો.. હું 10000 લેતો જાઉં છું આપણા એકાઉન્ટમાં થી.. કેમકે લૈલા જોડે હોટલમાં 200-300 તો એની ચા નો ખર્ચ થાય.. કાનજીભાઈ :- (મનમાં )(આ સાલો શંભુડો લૈલા જોડે જલસા કરે.. અને હું આ એટમ્બોમ ના કહેવા પ્રમાણે આખા ઘરનું કચરાપોતું કરું....??)એક કામ કર શંભુ તું આ કાર માલિકને પાછી આપી આવ અને કેજે કે ફરીથી જરૂર પડશે તો કાર લઇ જઈશ... પણ અત્યારે અમારો પ્રોગ્રામ કેન્સલ થયો છે.. તો લ્યો આ કાર ની જોડે 200 રૂપિયા ભાડુ... અને પછી આપણે જઈશું............. શંભુ :- પણ કાનજીભાઈ યાર દિલથી સોરી.. હો.. કેમકે આ કાર ને લઈને હું મારા પરિવાર ને લઈને અંબાજી ગયો હતો... તો ઓલરેડી 1000 રૂપિયા નો ગેસ તો વપરાઈ ગયો છે...હવે શું કરીશું...???................?.. કાનજીભાઈ :-(મનમાં )(સાલો મારા પૈસે જલસા કરે હવે એક જ કામ થાય..તારા પગારમાં થી કાપી લઈશું..1500 શંભુભાઈ :- પણ શેઠ 1000 રૂપિયા જ ખર્ચ થયો છે. કાનજીભાઈ :- એક પણ રૂપિયો નહીં કાપું.. પણ મારી હરામી સાસુ ને અહીંથી ભગાડવા તારે મદદ કરવી પડશે... યાદ છે તે દિવસે નીલા ને ફોન કરી કેવી ઉલ્લુ બનાવી હતી આપણે..?? હવે એવો જ ફોન તારે પેલી શીલા ભીખારણને 500 રૂપિયા આપી આ કામ કરાવવું પડશે. શંભુભાઈ :- અરે કાનજીભાઈ એ તો નીલાભાભી હતા.. અને આ તો એટમ્બોમ છે...ક્યાંક મારા ઉપર ફૂટે તો..?? કાનજીભાઈ :- તું જરાય ચિંતા ના કરીશ.. એ તો એવુ હશે તો હું મેટલ સંભાળી લઈશ..તારે એટલું કહેવાનું કે માઁ તું પાછી આવ.. અમે પ્રવાસ થી પાછા આવી ગયા .. તો તું જલ્દી પાછી આવ.. અમે તને લેવા માટે રેલવેસ્ટેશન આવીએ..... ક્યારે આવીશ માઁ..?? કાલે...??... શંભુભાઈ :- શીલાને પૈસા આપીને હું ફોન તો કરાવીશ પણ તમારી સાસુ ચાલાક છે સંભાળી લેજો...?? (શંભુભાઈ શીલા ભિખારણ ને 500 ની નોટ આપે છે.) શીલા ભિખારણ :- અરે.... શંભુભાઈ રોજ આવું નકલી ફોન કરવાનું કામ મને આપી દયો... તો સારુ.. કેમકે એક ફોન ના તમે 50 ના બદલે 500 રૂપિયા આપવા તૈયાર હોવ તો આટલી વખત તો હું ફોન કરી દઉં... પણ નિયમ પ્રમાણે હવે નકલી ફોન કરાવવાનો ચાર્જ એક મીંડું 500 માં ઉમેરીને 5000 હોય તો વાત કરજો............. શંભુભાઈ :- તું જલ્દી ફોન કર. મારા મિત્ર મારા શેઠ કાનજીભાઈ ના ઘરમાં એક ડાકણ ઘુસી છે.. તે ગમે તે રીતે એને નિકાળવી પડશે... બોલ તૈયાર છે ને શીલા..?? તારે એટલું કહેવાનું કે માઁ હું અને નિલેશ (નીલાબેનનો ભાઈ )ઘરે આવી ગયા છીએ...તો તને સ્ટેશને લેવા ક્યારે આવીએ..?? એટલું બોલ્યા પછી એક પણ શબ્દ વધારાનો બોલતી નહીં કેમકે એમની સાસુ બહુ ચાલાક છે ( શીલા ફોન કરે છે તો નીલાબેન ફોન ઉપાડે છે .. અને શંભુભાઈ ના કહ્યા પ્રમાણે શીલા વાત કરે છ.. ) નીલાબેન :- માઁ ભાભીનો ફોન આવ્યો હતો... તે તને સ્ટેશને લેવા ક્યારે આવશે એ પૂછે છે...??............... સીમાબેન :- ફોન ચાલુ છે કે કટ થઇ ગયો...??..?... નીલાબેન :-કટ થઇ ગયો... એ તો ફરીથી આવશે..?? સીમાબેન :- ટેલિફોન એક્સચેન્જ માં ફોન લગાવ ડિકશનરી માં થી નંમ્બર શોધીને.....???..... કાનજીભાઈ :-(માથે લાલ કલરનું કપડું, અને બંડી તથા ધોતિયું..!...અને હાથમા પોતું ) અરે સાસુમાં ટેલિફોન એક્સચેન્જ માં ફોન કરવાની શી જરૂર છે..?? કોઈ રોન્ગ નંમ્બર.....હશે.. ..એમાં ફોન ના કરાય..??..... સીમાબેન :- તમે અહીં છત પર કરોડીયા ના ઝાળા સાફ કરો..અને ઉપરની દીવાલો અને ફ્લોર ઉપર નીચે ઘસીઘસીને પોતું મારો... (કાનજીભાઈ ની હાલત જોઈ નીલાબેન ખડખડાટ હસે છે..........................) કાનજીભાઈ :- આમ દાંતિયા કાઢે નહીં..એ તો મજબૂરી છે.. એટલે.. એક વખત તારી આ માઁ ને જવા દે પછી તારી વાત છે..... અત્યારે જેટલા દાંત કાઢવા હોય એટલા કાઢ. સીમાબેન :- તને કીધું ને ટેલિફોનોફિસમાં ફોન કર.. હું મરી ગઈ એવો ફોન આ જ નંમ્બર ઉપર આવ્યો હતો ને..?? તું ખાલી ફોન કર.. હું એ ફોન કરનાર ને મજા ચખાડું તું જો ખાલી..?? મારા દીકરા નિલેશ અને વહુ શાલિનીએ મને 7 દિવસ પછી ડાઇરેક્ટ અહીં આવવા કહ્યું હતું.. તો આ ખોટા ફોન કરનાર નક્કી કોઈ ઘર નો જ હોવો જોઈએ. (નિલાબેન ટેલિફોન એક્સચેન્જ માં ફોન કરે છે ) સીમાબેન :- નમસ્કાર સાહેબ અમને કોઈ ખોટા ફોન કરી પરેશાન કરે છે..5.મિનિટ પહેલા અહીં આ નંમ્બર ઉપર ફોન ક્યાંથી આવ્યો જરા જણાવો...??... (સીમાબેનને માહિતી મળે છે કે આ std ના ડબલા ઉપરથી તો સીમાબેન નીલાબેનને લઈને ત્યાં જાય છેટો કાનજીભાઈ વચ્ચે આવીને કહે છે.. જવા દયો સાસુમાં રોન્ગ નંમ્બર છે. સીમાબેન :- અમે આવીએ ત્યાં સુધી આખા ઘરનું કચરાપોતું થઇ જવુ જોઈએ...નહીતો જમાઈરાજ જમવાનું તમારે જ બનાવવું પડશે.................... કાનજીભાઈ :-દોડીને જઈ શંભુને ફોન લગાવે છે... પણ શંભુનો ફોન બેટરી લો હોવાના કારણે સ્વીચઓફ આવે છે સીમાબેન :- એ std બૂથ જોડે પહોંચે છે..ને જુવે છે ત્યાં શંભુભાઈ એક ભીખારણને ભજીયાની લારી ઉપર ગરમાગરમ ભજીયા ખવડાવતા હોય છે.............. સીમાબેન :-શંભુડાને ખબર પડે નહીં નીલા એ રીતે માથા ઉપર ગુંગટ ઓઢી લે... અને બંને જણા પહોંચે છે.. ભજીયાની લારી ઉપર.... અને ભજીયાનો ઓર્ડર કરે છે.. સીમાબેન :- ભાઈ 200 ગ્રામ ભજીયા આપો.............. શીલા :- મને મારું પેમેન્ટ કર.શંભુડા તો હું હાલતીની થાવ... જુવો ને માસી ખોટા ખોટા ફોન કરાવે છે ને પૈસા આપતો નથી...........અને ભજીયા ખવડાવે છે..... શંભુભાઈ :- ચૂપ કર.. ભિખારણ હજી કામ થયું નથી.. હજી મારા શેઠ ના ઘરમાં થી એમની ડાકણરૂપી સાસુ ગઈ નથી... તો કામ પૂરું થાય પછી જ પૈસા મળશે...(સીમાબેન અને નીલા ગુંગટ ઉઠાવે છે................) સીમાબેન:- સાલા હરામખોર શંભુડા તો આ બધા તારા ખેલ હતા.. એમ ને..? (શંભુનો કોલર પકડીને ) મને મારી અને નીલાને પિયર મોકલી.... અને અત્યારે ઘરમાં થી મને કઢાવે છે... અને પાછું ડાકણ કહે છે... હમણાં તારો ખેલ કાઢું ઉભો રે તું... (શીલા દોડીને જતી રહે છે............) શંભુભાઈ :- (સીમાબેનના પગ પકડીને ) માસી મને માફ કરો હું નિર્દોષ છું... આ બધું મને કાનજીભાઈ એ કરવા માટે કહ્યું હતું..... હું ખરેખર નિર્દોષ છું.. મને માફ કરો .... નીલાબેન :- શંભુભાઈ તમને તો મે ભગવાન જેવા ધાર્યા હતા.. અને તમે શેતાન નીકળ્યા...................... શંભુભાઈ :- ભાભી મે શેઠ ને ખુબ સમજાવ્યા...પણ શેઠ ફેશનની દુનિયામાં અંધ બનીને મને પણ અંધારામાં નાખ્યો.. સીમાબેન :- હવે નીલા હું તને મારી સાથે લઈને જઈશ.. આવા લફરાબાજ જમાઈ જોડે નથી રહેવાનું તારે.. (બધા ઘરે આવે છે.. અને સીમાબેન જોરદાર તમાચો કાનજીભાઈ ને મારે છે અને પછી વાત કરે છે.......) કાનજીભાઈ :- સાસુમાં હવે બહુ થયું..?? મારા ઘરમાં રહી મારા ઉપર હુકમ અને પાછું મને જ લાફો મારો...... (સીમાબેન નીલાને લઈને ઉપડે છે સામાન ભરીને.... ) નેહા :- મમ્મી અમને પણ લેતી જા.......તારી સાથે.... નીલાબેન :- ના દીકરા તમારો અભ્યાસ બગડે.. તારા બાપાની શાન ઠેકાણે આવશે એટલે હું આવી જઈશ... (રોહન અને નેહા સ્કૂલમાં જાય છે... અને નીલાબેન ના હોવાથી કાનજીભાઈ નાચવા લાગે છે..અને જીન્સ પેન્ટ ને બે બાજુએ થી કાણા પાડે છે.. અને સલમાનના ફોટાવાળી ટીશર્ટ અને કાણાવાળું ઝીન્સ પેન્ટ અને ટીશર્ટ ના કોલર ઊંચા રાખી દબંગ પિક્ચર ના જેમ ચશ્મા કોલરની પાછળ ની સાઈડમાં ભરાવી ભાડાની અલ્ટો કાર લઈ આવીને સીધો જ શંભુને ફોન કરે છે..પણ શંભુ ફોન ઉઠાવતો નથી.તો સુજલભાઈ બાલ કાપવાવાળાની દુકાને જાય છે.. ત્યાં એક કાળા કોટવાળો, કાળી ટોપિવાળો માણસ દાઢી કરાવવા આવ્યો હોય છે.) કાનજીભાઈ :- અરે સુજલભાઈ પેલી લૈલાનું આઈટમ સોંગ કઈ જગ્યાએ થાય છે કહોને જરા....???..... સુજલભાઈ :-આ કાળા કોટવાળા ખેલબાબુ ને પૂછો.. એને બધી ખબર હોય..... એ બધું જ જાણે......... ખેલબાબુ :- પિક્ચર મે યા એડવરટાઇઝ મે કામ કરના હે તો મુજસે મિલો મે ઉસ દુનિયાકા હું ખેલબાબુ .લો બચ્ચે મેરા કાર્ડ રખ લો.તુમ્હે કામ આયેગા..ઇસ્મે મેરા નંમ્બર હે.. કાનજીભાઈ :- (ખેલબાબુ નું કાર્ડ પર્સમાં મૂકીને )ખેલબાબુ વો આઈટમ સોંગ વાલી લૈલા કા ડાન્સ અભી કિધર હે..?(ખેલબાબુ એડ્રેસ આપે એ જગ્યાએ ડાન્સબાર માં પહોંચી જાય છે આપણા કાનજીભાઈ.....અને ત્યાં લૈલા અને મોનીકા ડાન્સ કરતા હોય છે....................) કાનજીભાઈ :- સીધા જ ત્યાં પહોંચીને લૈલાને ફ્લાઇન્ગ કિસ આપે છે... અને ગાય છે.. લૈલા... ઓ... લૈલા.. દેખો મે આયા.. આઓ પાસ બેઠૉ મેરે...... રૂપયા મે લાયા.... લૈલા :- અરે મોનીકા યે વહી બુઢા હે જિસકો મેને બુઢા કહેકર તાના મારા થા..તો આજ જવાન બનકર બહુત માલ લેકે આયા લગતા હે.. તું ઉસપે અપના ઝાલ બિછાકે સારા માલ હડપ લેના.. મુજે કિસી ઓર જગહ જાના હે.................. મોનીકા :- કમોન મેન ડાન્સ વિથ મી.. કહીને અજીબોગરીબ હરકતો કરે છે...(કાનજીભાઈ ના આવડે છતાંય મોનીકા સાથે ડાન્સ કરે છે...................) મોનીકા :- મુજે હોટલ મે ખાને કા બહોત શોખ હે.. મંચયુરિન, સેન્ડવીચ ઔર પુલાવ...તુમ ખિલાઓગે..?? કાનજીભાઈ :-(ખુશ થઈને )હા.. હા.. કેમ નહીં... મેરે પાસ અલ્ટો કાર હે તો કારમે દોનો સાથ ચલતે હે..... (કાનજીભાઈ મોનીકાને લઈને કારમાં રેસ્ટોરન્ટ ની તલાશમાં જાય છે.. તો વેરાન જગ્યા આવે છે તો.............. મોનીકા :- સ્ટોપ ધ કાર.. મુજે પીઠ મે દર્દ હો રહા હે..( કાનજીભાઈ ગાડી ઉભી રાખે છે તો મોનીકા ગાડીની ચાવી લઈને કહે છે.. મુજે 2 લાખ રૂપિયે દો... વરના મે ચિલ્લાઉંગી... કી યે આદમી મેરે સાથ જબરદસ્તી કર રહા હે.... કાનજીભાઈ ગભરાઈ જાય છે.. તો એમની પાસેના 80000 રૂપિયા આપી દે છે..તો મોનીકા સાઈડ નો દરવાજો ખોલી કાનજીભાઈ ને ધક્કો મારી ઉતારી ને ગાડી લઈને જતી રહે છે....... કાનજીભાઈ રોતા રોતા.. ચાલીને ઘરે આવે છે... પોલીસ કમ્પ્લેન લખાવે છે.. તો ગાડી તો મળી જાય છે.. પણ મોનીકા કે લૈલાનો પત્તો લાગતો નથી.) પોલીસ ઇન્સ્પેક્ટર :-જુવો કાનજીભાઈ આવી છોકરીઓ અલગ અલગ વેશમાં અલગ અલગ શહેરોમાં ફરતી હોય છે... જે તમારા જેવા ભોળા અને ધનવાન માણસોના રૂપિયા પડાવતી હોય છે.. પોતાની માયાજાળ માં ફસાવીને.... તો તમે સુધરી જાઓ હવે.. અને આ ફેશનનું ભૂત ઉતારી દયો....... તમારા પરિવાર ને સાચવો..... (એ દિવસ થી કાનજીભાઈ નું ફેશનનું ભૂત ઉતરી જાય છે.. ને બાળકો તરફ ધ્યાન આપે છે............................. રોહન :- પપ્પા મારી સ્કૂલમાં એક ખેલબાબુ કરીને કલાકાર આવ્યા છે તે તમે ચાલો જોવા માટે.. અલગ અલગ ખેલ બતાવે છે એ..........(કાનજીભાઈ સ્કૂલમાં જાય છે..) યામિની ટીચર :- રોહન અને નેહા ના ફાધર તમે જ ને...?? કાનજીભાઈ :- હા.. મેડમ કેમ એમની ફી બાકી છે..?? એમનાથી કાંઈ ભૂલ થઇ હોય તો હું માફી માંગુ છું.. એમના વતી... એમને શિક્ષા ના કરતા................ યામિની ટીચર :- તમારા બાળકો એ સાંસ્કૃતિક પ્રોગ્રામ જેવા કે નાટક અને સુંદર ગીત ગાવાની સ્પર્ધામાં ભાગ લઈને ખુબ સરસ અભિનય કર્યો છે.. તો સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી એમને ઇનામરૂપે આ 5000 નો ચેક આપે છે.. ...( ચેક લેતા જ કાનજીભાઈ ની આંખમાં આંસુ આવે છે.. ને વિચારે છે.. કે ફેશન અને અભિનય ની દુનિયામાં અંધ બનીને હું 80000 ગુમાવું છું.. તો મારા બાળકો એ આજે ઇનામરૂપી 5000 મેળવીને મને શીખ આપી કે સાચા રસ્તે જતા કમાયેલો પૈસો એ જ સાચી મૂડી છે.... એવામાં સવિતાબેન મેડમ માટે ચા લઈને આવે છે અને કાનજીભાઈ ને ઓળખી જાય છે...............) સવિતાબેન :- અલ્યા કાનીયા તું.... અહીં શું કરે છે..?? કાનજીભાઈ :- અરે સવલી તું...?? આખી જિંદગી નપાસ જ થઇ તો પણ અહીંયા સ્કૂલમાં શું કરે છે તું..?? સવિતાબેન :- અહીંયા સ્કૂલમાં પટાવાળા તરીકે છું... બાળકોની સંભાળ રાખવાની અને સાહેબો તથા મેડમો ને ચા પાણી આપવાનું.આ નેહા અને રોહન તારા બાળકો છે? કાનજીભાઈ :- (ઓફિસની બહાર જઈને )હા...પોતાની સાથે બનેલ ઘટનાની વાત પોતાની બાળપણ ની સખી સવિતાબેનને કરે છે......... સવિતાબેન :- તું ચિંતા ના કરીશ..કાનજી.... તારી પત્નીને પાછી લાવવા માટે હું મદદ કરીશ...તને ખબર છે આ ખેલબાબુ કોણ છે...??.. એ મારા પતિ છે... તારા જેમ એમને પણ આવો બધો શોખ હતો.. તો મે એમને કાળો આકોટ અને કાળી ટોપી લઇ આપી. અને સ્કૂલોમાં નાના અભિનય કરીને બાળકોને ખુશ કરવાનું કામ આપ્યું.અને એમનું નામ તો કેશવલાલ છે.. પણ બાળકો ખેલબાબુ કહે. તો ખેલબાબુ ના નામનું કાર્ડ છપાવ્યું.એમને પણ તારી જેમ જલસા કરવાનો શોખ છે. ખેલબાબુ :- હેલ્લો ડિયર.. કાનજીભાઈ... હું તમને મારા શો ના એક કોમેડી મેન તરીકે રોલ આપીશ.. તમે બાળકોને ખુશ કરવાનું કામ કરશો ને..?? તમારું નામ કાનજીભાઈ ના બદલે "કાનજી કાકડી" રહેશે કોમેડી જોક્સ અને કોમેડી રોલ કરશો ને..??.....તમને પેમેન્ટ પણ નહીં મળે.... ખેલબાબુ:- બોલો હવે શું વિચાર છે તમારો..??ડીયર કાનજી કાકડી............................ કાનજીભાઈ :-મને મંજુર છે.. બાળકોને હસાવવા નું કામ કરીશ......... મારા કર્મ ની સજા હું ભોગવીશ....................... સવિતાબેન :- (નીલાબેનને ફોન લગાવે છે ) નીલાબેન તમારા પતિદેવ રસ્તો ભૂલી ગયા હતા.. તે એમને પોતાની જવાબદારી નો અહેસાસ થયો છે...તો તમે જલ્દી પાછા આવી જાઓ..... એવી અમારી બધાની તમને વિનંતી છે નીલાબેન :-મારી દીકરી નેહા અને રોહન દીકરા જોડે મને વાત કરાવશો...??.....???? તો મને શાંતિ થશે...... સવિતાબેન :- રોહન દીકરા... દીદી નેહા ને બોલાવીને બંને ભાઈબહેન મમ્મી જોડે વાત કરો........................ નેહા :- મમ્મી તું પાછી આવી જા... પપ્પા એકદમ સુધરી ગયા છે... ને મારી સ્કૂલ ના બધા ટીચર અને બાળકો ના મુખે પપ્પા ના ખુબ વખાણ થાય છે ................ નીલાબેન :- આવું સાંભળી બેગ ભરી પોતાના ઘરે આવવા નીકળે છે...તો સીમાબેન રોકે છે................... સીમાબેન :- ઉભીરે.. નીલા.. દીકરી.. હું તારી સાથે આવું છું.. મને તારા પતિ ઉપર કોઈ ભરોસો નથી..... (સીમાબેન અને નીલા ઘરે આવવા નીકળે છે.. તો જોવે છે.. કાનજીભાઈ બાળકો સાથે ગમ્મત ગુલાલ ની ગેમ રમતા હોય ચગે.... બાળકો મમ્મી ને જોઈને પગે લાગે છે... કાનજીભાઈ પણ સાસુમાં ને પગે લાગે છે..... કાનજીભાઈ :- સાસુમાં મને માફ કરો...આજે બાળકોએ મેળવેલ ઇનામ અને પ્રસિદ્ધિ એ ફેશન ની દુનિયામાં અંધ બનેલા કાનજીને કાનજી કાકડી બનાવીને શીખવાડી દીધું કે પરિવારની ખુશી અને બાળકો ના ચહેરા નું હાસ્ય એ જ જીવનની સાચી મૂડી છે................................... (સીમાબેન કાનજીભાઈ ને માફ કરી દે છે ને આખો પરિવાર હળી મળી ને રહે છે..........)...... અસ્તુ......... વિનયસાગર સોલંકી 🙏🙏🙏🙏🙏🙏