બે કોલેજના ત્રણ વર્ષના ગોલ્ડન period નો આજે છેલ્લો દિવસ હતો.
કોલેજમાં છેલ્લે વિદાય સમારંભ પતાવી અમે કોલેજની બહાર જઈ રહ્યા હતા.
એ બાંકડાઓ જ્યાં અમે કોલેજમાં વહેલા આવી જઈને મિત્રોને રાહ જોતા બેઠા હતા ... એ જગ્યા, જ્યાં અમે લેક્ચર્સ બંક કરી તાપણું કરી ગપ્પાં લડાવતા અને વાતો કરતા... એ ગ્રાઉન્ડ, જ્યાં નાની મોટી મસ્તી કરી, અમે એકબીજાની વારંવાર કાપતા, બધી યાદોને વાગોળતા, અમે બહાર મેઈન ગેટ તરફ જઈ રહ્યા હતા.
Function માં પાડેલા કેટલાય ફોટા જીવનભરની આખરી યાદો અમૂલ્ય પુંજી સમાન હતા.
બહાર નીકળી, અમે બધા છેલ્લી વાર કોલેજ તરફ એક નજર કરી... યાદો જાણે film સ્ટ્રીપની જેમ ચાલી રહી હતી.
એકાદ મિનિટ ઊભા રહ્યા બાદ બધા પોતપોતાના વ્હિકલ પર બેસી ગયા.
છેલ્લો દિવસ હતો એટલે ખાસ અને યાદગાર બનાવવા માટે આજે અમે સાથે નાસ્તો કરવાનું નક્કી કર્યું હતું.
એટલે બધા પોતપોતાનું વ્હિકલ લઈને તૈયાર થઈ ગયા.
કોલેજમાં વિતાવેલા દિવસોની સૌથી વધારે યાદો મારી પાસે હતી... કેમ કે મેં દરેક moment ને ક્યારેક video formate માં તો ક્યારેક ફોનમાં Photo formate મા કેપ્ચર કરી હતી.
મિત્રોની મસ્તી હોય કે વાતો, કોલેજમાં ચાલતા Lectures હોય કે Class મા રમાતી દમ શરારા અને અંતાક્ષરી જેવી અનેક રમતો, ઋષિવનનો એ પ્રવાસ, Teachers day પર teacher બની મિત્રોને જ ભણવવા, અને એ એક જ એવો દિવસ જેમા મિત્રો પર રોબ જમાવી સકાય, કોલેજ માં ઉજ્વેલા એ Miss-match day, Group day, Stole day, Signature day અને ઘણુંબધું ! — મારા કેમેરામાં બધુંજ રેકોર્ડ થતું.
બધા પોતાના વ્હિકલ પર બેશી હોટલ જવા માટે તૈયાર થઈ ગયા, પણ હુ હજી ત્યાં જ ઊભો હતો.
મારી આંખોની સામે ચાલતી યાદોની ફિલ્મ સ્ટ્રીપ 2Xની સ્પીડમાં ચાલી રહી હતી.
બધું યાદ કરતાં મારી આંખો ભીની થવા લાગી, હુ એ યાદો સાથે મારી જ ધુનમાં મગ્ન હતો — અને ત્યાં જ હેત્વીએ મને બોલાવ્યો.
હેત્વી... મારી Best Friend.
દેખાવમાં સરળ, પણ "છોટા પેકેટ બડા ધમાકા" — મારી સામે ઉભી રહે તો બહુ મુશ્કેલથી ખભા જેટલે આવે, એવી એની હાઈટ. અમારા બંનેની Vibe match થતી એટલે અમારી બઉ જામતી! એને ફોટો પડાવાનો શોખ, અને મને ફોટો પાડવાનો ! કયારેય મારે એને કઈ કેવાની જરૂર ના પડતી, એ બધું સમજી જતી. 22 વર્ષમાં બઉ મિત્રો મળ્યા, પણ આના જેવુ કોઈ નહિ, એકદમ અલગ!
આમ તો સીધી જ, પણ ભલભલાનાં છક્કા છોડાવી દે એવો એનો અંદરનો ઝઝતો સ્વભાવ !
આંખો જાણે મીઠા પાણીનો સમુંદર, અને Smile ઓહ્ ! કોઈ મડદાને પણ જીવતો કરી દે એવી !
મઝાક, સાચું કહું તો — સ્વભાવે થોડી ગુસ્સાવાળી, પણ મનાવવામાં પાકી !
એને મને બોલાવ્યો પણ હુ એનો અવાજ સાંભળી ન શક્યો.
પછી એ મારું નામ લેતી લેતી મારી પાછળ આવી અને — મારા ખભા પર હાથ મૂક્યો.
મે તરત મારી આંખો સાફ કરી અને એની તરફ જોયું.
હેત્વી : શું થયું ?
હું : કંઇ નહિ !
હેત્વી : ( આંખોં મા જોયુ, એ સમજી ગયી અને મઝાક કરતા બોલી ઉઠી ) હે, આ શું ? હાલથી રોવા માંડ્યો ? હજી તો સાસરે નહિ ગયી, જવાની વાર છે લા !
હું : એ ચાપલી! ચાલને હવે !
( ખરા બપોરે તડકામાં એ યાદોને લઇ, અને અમે એ જગ્યા છોડી ચાલતા નીકળી પડ્યા. )
બધા મિત્રો અમારી બંનેની રાહ જોઈ રહ્યા હતા.
અમે બંને અમારી વ્યવસ્થા અનુસાર જેના વ્હિક્લમાં જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા.
ચાર રસ્તાઓ પરથી બધા ઉતરી ગયા. મોટાભાગના પોતાના ઘરની તરફ નિકળવા રવાના થયી ગયા.
એટલે હવે અમે માત્ર સાત-આઠ મિત્રો બાકી રહ્યા.
અમે બધા નાસ્તો કરવા માટે હોટલ તરફ નીકળી ગયા.
હોટલ પહોંચ્યા પછી બધા પોતપોતાની રીતે ટેબલ પર બેસી ગયા.
હુ અને હેત્વી — એક જ ટેબલ પર, બાજુની સીટ પર બેઠા.
હુ એને સામે જોઈને બેઠો રહ્યો... એ જ વિચારતો હતો કે હવે આ ચહેરો રોજ જોવા નહીં મળે...
રોજ મળીને ગપ્પાં મારવાનો સમય પણ શાયદ હવે નહીં આવે... હવે રોજ મળીને એને હેરાન કરી મળતું એ પરમ સુખ નહિ મળે ?
(અચાનક એની નજર મારી તરફ ગઈ, હુ એની સામે જ જોઈ રહ્યો હતો એટલે એને એનો ફોન બાજુમાં મૂકી દીધો અને બોલી ... )
હેત્વી : શું જોઈ રહ્યો છે ?
હુ : ( flirt કરતા) તારા સિવાય બીજું જોવા જેવું કંઈ છે જ નહિ અહીંયા !
હેત્વી : ઓહ્, હમણાં એક વળગાડીશ ને ડાહ્યા !
(એમ કહી મારી પાસેથી મારો ફોન માંગ્યો.)
હેત્વી : લાવ, તારો ફોન આપજે... આપણા પાડેલા ફોટા જોવા છે.
હું : લે, જો...
મારો ફોન અનલૉક કરીને એને આપ્યો.
એ હવે કોલેજમાં પાડેલા બધા ફોટા અને વિડીયો ક્લિપ્સ જોવા લાગી.
અમારા ત્રણ વર્ષની journey દરમિયાન ઉજવાયેલા નાના-નાના પ્રોગ્રામમાં મસ્તી કરતી તસવીરો, એ ઉજવેલા days ની એક એક પળનો પાડેલા ફોટો કે વિડીયો clips અને એક Sad હિન્દી ગીતનો ઉપયોગ કરી અમારા ma'am ના કહેવાથી મે એક Last Memory Video બનાવ્યો હતો.
ફોટા swipe કરતા કરતા એ Video પર આવી પહોંચી, એ શાયદ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી, કે કઈ બીજુ ! એ હુ ક્યારેય સમજી ના શક્યો.
હેત્વી : આ વિડીયો ક્યારે બનાવ્યો ?
હું : અરે, આ તો કાલે રાત્રે જ બનાવેલો.
હેત્વી : તો મુક્યો કેમ નહિ ?
હું : Sorry, ભૂલી ગયેલો ! પણ હવે જોઈ લે... બસ !
(Video play કર્યો. અને ગીત વાગ્યું ! )
लफ़्ज़ों से जो था परे,
ख़ालीपन को जो भरे
कुछ तो था तेरे-मेरे... दरमियाँ
रिश्ते को क्या मोड़ दूँ ?
नाता ये अब तोड़ दूँ ?
या फिर यूं ही छोड़ दूँ... दरमियाँ...
Emotional music અને ગીતના દરેક શબ્દ પર ફોટા બદલાતા જતા... જાણે કે, તમને રડવા પર મજબૂર કરે એવા લાગણીછંદ !
હેત્વી : આ કેટલો મસ્ત ફોટો છે જો !
હું : હા, ખૂબ જ સરસ છે.
હેત્વી : આ પણ જો, કેટલો મસ્ત ફોટો છે. કેવી મસ્ત લાગી રહી છું !
હું : Hmm...
હેત્વી : આ ફોટોઝ તો મને મૂક્યા કેમ નહિ ? Frame કરીને ઘરે ચોંટાડવા છે ? ( પ્રેમથી ટોંટ મારતા બોલી. )
હુ : (કંઈ બોલી ન શક્યો... બસ, મીઠી સ્માઈલ આપી એની સામે જોતો રહ્યો !)
Video જોઈ લીધા પછી એની આંખોમાં પણ ક્યાંક ક્યાંક પાણી છલકાઈ આવ્યું, બનાવેલી એ બધી અમૂલ્ય યાદોને એ વાગોળવા લાગી. એની આંખના આંસુઓ મને દેખાઈ ના જાય, એ માટે એને આંખો મીચી નાખી અને ભરાઈ રહેલું પાણી આંસુઓ સ્વરૂપે દેખાઈ ગયુ.
હુ જોઈ જાઉ એ પેલા એણે આંખો સાફ કરી અને મારી તરફ જોઈને બોલી ઉઠી ...
(ગલગળી થયી બોલી ...)
હેત્વી : હવે ક્યારે મળીશું આપણે, પ્રવીણ ?
(એના અવાજમાં એક દૂર થઈ જવાની, ભૂલાઈ જવાની અને કદાચ ફરી કદી નહીં મળી શકાય તેવી લાગણી છૂપી હતી.)
... (એ પ્રશ્નનો જવાબ આપુ એના પહેલાં, મારી આંખો ભરાઈ આવી, હું રડવા લાગ્યો ! )
એની પણ આંખો ભીની થઈ ગઈ... પણ એણે એની purse માંથી રૂમાલ કાઢી પ્રથમ મારા આંખના આંસુઓ સાફ કરવા લાગી.
પોતાના એક હાથથી મારા માથાને પોતાના ખભા પર મૂકયું... બીજા હાથથી રૂમાલ લઈ મારા આંસુઓ સાફ કરી, આમ તો પેલ્લાથી મને પણ એ દિવસે મને લાગ્યું કે જીવનમાં બધુ ખોઈ દઈશ તો પણ ચાલશે બસ, આ મિત્રને જો મે ખોઈ દીધી તો શાયદ જીવનમાં કંઇ મેળવી પણ લઈશ તો એ પણ મારા માટે અસફળતા સમાન રહેશે.
એ પણ ગળગળી તો થઈ જ ગઈ હતી...
હેત્વી : ચૂપ થઈ જા, યાર ! Please...
જો આમ ને આમ રડીશ તો હું પણ રડવા લાગીશ...
ચુપ ને યારrrrr ! Please !
તને... તને મારી કસમ ! Please...
(મારા આંસુ ધીમે ધીમે ઠલવાઈ ગ્યાં. જાણે એ બોજ રૂપ યાદો આંસુઓ ના સ્વરૂપે ઠાલવી દીધા હોય, અને મન એકદમ હલકું થયી ગયુ હોય. )
હેત્વી : શાંતિ... Shhhhhhhhhh... હવે... હવે રડીશ નહિ,
એમ કહી, રૂમાલ બાજુમાં મૂકી — પોતાની Blue કલરની સાડીના પાલવથી મારા આંખનાં વધેલા આંસુઓ સાફ કર્યા.
મારો ચહેરાને હળવા સ્પર્શ થી લુંછ્યો ... અને જેમ એક માતા પોતાના બાળકને પોતાના ખભા પર માથું રાખી સુવડાવે એમ મારા માથાને તેના ખભા પર મૂકી, મારા માથા ઉપર હળવેથી મારા માથાને સહેલાવા લાગી !
એ પહેલી... અને છેલ્લી વાર હતી જ્યારે હુ કોઈની સામે ખુલીને રડ્યો હતો, કેમ કે ત્યારે કોઈ સમજાવવા વાળું પણ હતું, અને આંખમાં આંશુઓ સાફ કરવા વાળું પણ ... ઘણીવાર આપણી પાસે કોઈ એક એવું મિત્ર હોય છે, પણ ક્યાંક એની તો ક્યાંક સંબંધ બનાવી રાખવા માટે કરાતા Efforts ની કદર ન કરવાથી એ આપડાથી દૂર થયી જાય છે.
No matter how many new friends come into my life, but
you will always remain special—
you will always stay close to my heart.
The End