આશરે બે દિવસ થયા હશે નકશી ડોક્ટર ના કેબિન માં બેઠી હોય છે એની બપોરે પછી ની ડ્યૂટી હોય છે. ત્યાં તેના ફોન માં નોટિફિકેશન આવે છે. નકશી જોવે છે તો એક ગ્રુપમાં તેને ઉમેરવા માં આવી હોય છે. એને તે જ ગ્રુપ માં જેટલાં વિદ્યાર્થી સિલેક્ટ કરવામાં આવિયા હોય છે એનું લિસ્ટ પણ આપવામાં આવે છે. નકશી નું પણ નામ હોય છે તેમાં, પણ નકશી ને અ જોય ને ખુશી નથી થતી. ઈ વિચારે છે અરે ના થયું હોત તો સારુ હતું.
(નકશીની આ ભાવના પાછળ નું કારણ પેલો છોકરો હોય છે. કેમ કે નકશી હવે આગળ તેને જોવા ઇચ્છતી નથી તે માત્ર એના કામ પર ધ્યાન આપવા ઈચ્છે છે. નકશી વિચારે છે ભલે જે થયું અ ટ્રેનિંગ માં જશે એને પોતાના કામ પર ધ્યાન આપશે બીજે કંઈ પણ નહી. બંને તેટલું તે છોકરાથી દૂર રહેશે.)
ગ્રુપ માં ટ્રેનિંગ માટે નો સમય એને બઘી જ વ્યવસ્થા કહેવામાં આવિયા હોય છે.
1 અઠવાડિયા પછી ટ્રેનિંગ સારુ થાય છે જે 3 દિવસ માટે ની હોય છે...
🔴ટ્રેનિંગ નો પહેલો દિવસ.....
નકશી સવાર તેની ઓફિસે પોહોંચે છે. સર ને વાત કરે આજે ટ્રેનિંગ છે હું જાવ છું. સર પણ એના વિશે જાણ હોવાથી હા પાડે છે. નકશી એનું નાનું મોટુ ઓફિસ નું કામ પતાવીને ને ટ્રેનિંગ જે જગ્યા હોય છે ત્યાં પોહચે છે તેના મિત્રો જોડે ( પેલા છોકરા ની ઓફિસ ની બહાર ના રૂમ માં જ પેહલો દિવસની માહિતી આપવાના હોય છે.) ત્યાં જાય છે તો ફરી થી કાયક પેહલા જેવા જ દ્રશ્યો જોવા માળે છે કયો રૂમ હશે બાર કોઈ હોતું નથી 🥲😅.
(નકશી એ બ્લેક ટોપ ને જીન્સ પહેરું હોય છે આજે તો તે ખુબ જ સાદી દેખાતી હોય છે. સરળ પોનીટેલ ને સફેદ shoes બસ આટલું પણ નકશી એના વ્યક્તિત્વ થી ચમકે છે એને સાદગી કોઈ નું પણ મન મોહી લેવા માટે પૂરતી છે. એને હસવું જાણે વહેતું ઝરણું.. એની આંખો જાણે જીલ.એની વાતો જાણે વહેતી નદી એની સાથે દરિયા ને મળવાનું મન થાય.)
પેલો છોકરાઓ પેલી રૂમ માં હોય છે. એને બાકી ના બીજા સ્ટુડન્ટ પણ તે જ રૂમ માં હોય છે બધા ને શિસ્ત નું પાલન કરવાની સૂચના આપવામાં આવે છે. એટલે શાંતિ હોય છે. ત્યાં રિતેશ બહાર આવે છે.
રિતેશ :આવો આવો આ રૂમ માં આવાનું છે.
નકશી ને એના મિત્રો જાય છે. ત્યાં બધા પોત પોતાની ખુરશી માં બેસે છે બધા ને ટ્રેનિંગ ની લગતી બધી જ સૂચના આપવમાં આવે છે એને તેના નિયમ એને કામ પણ જાણવા માં આવે છે. સાથે જ આ 3 દિવસ માં શું શું કરવાનું છે એને મહિતી આપવામાં આવે છે. બધા ને એક બુક એને પેન આપવામાં આવે છે માહિતી નોંધવા માટે. નકશી ઘણી જીજ્ઞાશા થી બધું જ જાણતી હોય છે સમજતી હોય છે એટલા માં જ પેલો છોકરા ની રૂમ માં એન્ટ્રી થાય છે અને નકશી ને તો એવું થાય છે જાણે:
( આપડી પાસે લાઈન્સેન્સ ના હોય ને ગાડી ના કાગળ નો હોય ને ટ્રાફિક પોલીસ સામે મળી જાય 🤣😅🤧)
એ છોકરો જેવો અંદર આવે છે એનું પેલું ધ્યાન નકશી પર પાડે છે નકશી એ જોય ને થોડી વાર મન માં વિચારે છે. આ શું થાય રહ્યું છે? આ કેમ મારી સામે જોવે છે? શું આ મારાં વિશે કાય જાણતો હશે🙄મને કાય કેહવું હશે, મને ઓળખે છે. કેમ...
એટલા માં એ છોકરો કહે છે :
Hello, બધા કેમ છો..
મારું નામ અયાન ચૌહાણ છે. અને તમે મારાં મિત્રો કાર્તિક અને રિતેશ ને તો મળી જ લીધું છે. અમે તમારા મોટા ભાઈ જેવા છીએ કઈ પણ વસ્તુ ના સમજાય કે કઈ પણ મુશ્કેલ હોય કહી શકો છો અમે લોકો જ તમને આગળ ની ટ્રેનિંગ માટે ગાઈડ કરીશું.
( બોલવાનું પૂરું કરીન તે નકશી જ્યાં બેઠી હોય છે તે બાજુ જોવે છે ને smile કરે છે. નકશી તો પેલા આજુ બાજુ જોવા માંડે છે 😅કઈ બાજુ જોવે છે આ 🤣..)
હવે તે લોકો નો સેફટી માટે નું એક સેશન હોય છે જે શરુ થાય છે બપોરે સુધી ચાલે છે. બધા વ્યસ્ત થાય જાય છે પેલી ત્રિપૂઠી બાર જાય છે રૂમ માં fire&sefety ના નિષ્ણાંત દ્વારા માહિતી આપવામાં આવે છે.
ત્યાં એટલા માં પેલી ત્રિપુટી પાછી અંદર આવે છે. તેઓના હાથમાં અમુક fire& sefety ના સાધનો હોય છે. નિષ્ણાંત દ્વારા તેનો ઉપીયોગ જાણવામાં આવે છે અને તેનો વાપરવાની રીતો પણ શીખવામાં આવે છે. પેલી ત્રિપુટી બહાર નીકળી ગઈ હોય છે, નકશી બધું શાંતિ થી જુએ છે અને શીખે છે.
બપોરે નો સમય થઈ ગયો હોય છે. સેશન પૂરું થાય છે. ને સર બહાર જાય છે. ત્યાં રિતેશ ને કાર્તિક બંને અંદર આવે છે બધા ને canteen માં જવાની સૂચના આપવામાં આવે છે. બપોર નું જમવાનું બધા એ ત્યાં જ લેવાનું હોય છે. અયાન પાસે થી બધા એ ટોકન મેળવી લેવા ની સૂચના આપવામાં આવે છે.
બધા canteen માં પોહચે છે. નકશી તો ખબર નઈ જાણે જંગલી સિંહણ માંથી બિલાડી બની ગઈ છે.🤣
એનું ટોકન પણ એની મિત્ર હિરલ લાવે છે. 😅જયારે હિરલ અયાન પાસે ટોકન લેવા જાય છે ને કહે છે મારી ફ્રેન્ડ નું પણ આપો ને. ત્યારે અયાન દૂર થી જ નકશી ની સામે જોવે છે અયાન દરવાજા પાસે હોય છે નકશી બીજા દરવજાથી પહેલાજ અંદર પોહચી જાય છે. 😁
આમ સમય વીતી જાય છે. બ્રેક પૂરો થાય છે બધા પાછા પેલા રૂમ માં ભેગા થાય છે. લેકચર 3 વાગે શરૂ થવાનો હોય છે. બાર બોવ તડકો હોય છે ઉનાળા નો સમય છે(એપ્રિલ -જૂન ).બધા વિદ્યાર્થીઓ વાતો કરતા હોય છે એક બીજા સાથે ઓળખાણ કરતા હોય છે. આમ નકશી ની ઓળખાણ બે છોકરીયો સાથે થાય છે. જે દેખાવ ખુબ સુંદર હોય છે અને બંને એક બીજાની મિત્ર હોય છે. પ્રિયા અને જીયા.ત્યાં અયાન અંદર આવે છે. પણ નકશી પિયા જીયા ને હિરલ નું ધ્યાન હોતું નથી. બીજા છોકરા હોય છે e પણ ગેમ રમતા હોય છે. અયાન અ બધું જોય ને પેલા તો હસે છે મન માં પાછો થોડોક કડક થાય ને કહે છે શું ચાલી રહ્યું છે બધું? 🙄
બધા ચૂપ થાય જાય છે એક દમ, એલા અ શું?
અયાન : બધા ને કહેવામાં આવ્યુ છે ને શિસ્ત નું પાલન કરવું.બહાર સર મડમ બધા ની ઓફિસ છે કેટલું ખરાબ લાગે 🙄.
(ને બધા ઘડીક વાર માટે ચૂપ થાય ગ્યા હોય છે. એનો બોલવાનો અંદાઝ ગંભીર લાગે છે એટલા માં રિતેશ અંદર આવે છે )
રિતેશ : અયાન ગ્યા મેડમ સર બધા નીચે.. 😁😁😁
અયાન : અરે શું થયું બધા ને કેમ આવા મુરજાયેલા ફુલ જેવા મોઢા 😅કરો કરો મોજ કરો બધા,આતો બાર બધા હતા એટલે મારે એવું કરવું પડે 😅હાલો મારી હારે free fire કોને કોને રમવું 😁. જેને જે કરવું હોય એ કરો ખાલી બાર અવાજ નો જવા દેતા બાકી તમારો ભાઈ બેઠો છે 😉😉😉.
(આટલી જલ્દી એના માં પરિવર્તન જોય ને બધા શોક hata🤣)આ શું અલા આ માણસ.. 🤣જોરદાર કલાકાર છે બાકી..)
બધા પોતાનામાં પરોવાય જાય છે. નકશી એકેય ગેમ નથી રમતી હોતી એની નઝર અયાન પર હોય છે. એટલા માં અયાન પણ ગેમ તો માત્ર દેખાવે જ રમતો હોય છે એનું ધ્યાન પણ નકશી પર જ હોય છે. નકશી કયારે એના ફ્રેન્ડ સાથે વાત કરે કયારે અયાન ની સામે જુએ. પણ નકશી ને જયારે ભાન થાય છે કે અયાન તેને જુએ છે એ બાજુ જોવાનું ટાળે છે. એટલા માં અયાન..
અયાન : એઅઅઅ અવાજ ઓછો કરોઓ ઓ... 😅
નકશી એની બોલવાની રીતે જોય ને ના ચાહવા છતાં હસવું આવે છે ને મનમાં વિચારે છે જોજે આ હમણાં ફરી જશે પેલા જેમ 😅.નકશી ને હસતા જોય એ અયાન આગળ કઈ બોલતો જ નથી. એ નકશી સામે જ જોય રહે છે એને પણ હસવું આવે છે. ને બધું ભૂલી જાય છે, આગળ શું બોલવાનો હતો.🤣
.
.
આગળ તમને જોવા મળશે નકશી ને અયાન ની ખાટ્ટી મીઠી પળો.. થોડોક દર અને છાના હૃદયે ઉછરતો પ્રેમ જેની જાણ અ બંને પણ નથી. નકશી ને અયાન ના આ સુંદર પળો ના સાક્ષી બનવાનું ભૂલશો નહી 🤗♥️આગળ ના ભાગ માં મળીયે 🤌🏻આભાર 🙏🏻