પ્રેમ!
અજબ છે આ શબ્દ, પ્રેમ!
કેટલાક લોકો કરે છે,
‘ને કેટલાક ને થઈ જાય છે
અજબ છે, ખરેખર અજબ છે...
વિરોધ નથી મારો કોઈને,
બસ એક મુંઝવણ છે,
પ્રેમ કરે તો બધાય છે
પણ, ખરેખર અનુભવે છે કેટલા?
મેં ક્યારેય મમ્મી I love you કહેતાં નથી સાંભળ્યા પપ્પા ને, ને ક્યારે પપ્પા નેય નથી સાંભળ્યા, પણ મને ખાતરી છે, કે એ કરે છે, એ રોજ લડે છે, પણ પ્રેમ કરે છે,
ક્યારેક ચા માં ખાંડ ઓછી છે, તો ક્યારેક ચા જ, ‘ને ક્યારેક તો ઠંડા ગરમ પર ય ગરમા ગરમી થઈ જાય છે,, વિષયો બદલાય છે. પણ ઝગડો થાય છે. ના સમજ છો તું અને તમને ના ખબર પડે જેવા વાક્યો તો જાણે ટેપ રેકોર્ડર માં રિપીટ મોડ પર મુકેલા છે.ભાગ્યે જ પૂછે છે કે તું કેમ છે, પણ એ પ્રેમ છે.
આ બધાના અંતે એક વાત યાદ આવે છે,
એક વાર એક યુગલ ફરવા નીકળ્યું. આ યુગલ / દંપતી એટલે અમીશ અને આયેશા,
[ અમીશ એક મોટો બિઝનેસમેન હતો અને આયેશા તેની પત્ની તથા તેની કંપનીની CEO, ખુબજ ધનવાન હતા બંને, અને સુખી પણ, બંનેમાં ખુબજ સમજ હતી, ધંધાની પણ અને સંબંધોની પણ, પણ એમ છતાં કઈ ખૂટતું હતું બંનેને, બધું જ હતું પણ કઈ ખૂટતું હોય એમ લાગતું હતું, શું ખબર એ શું હતું, એક રાતે બંને જોડે બેસીને પોત-પોતાના મનની વાત રજુ કરી તો આ શું??? બંને ની એક જ વાત.... ”હું તારાથી સંતુષ્ટ નથી.”..... “શું? શું વાત કરે છે?” બંને એક સાથે બોલ્યાં. ને બંને શાંત. સન્નાટો છવાઈ ગયો જાણે. “પણ આપણા તો પ્રેમ લગ્ન હતાને...” અમીશ બોલ્યો, ત્યાં તો આયેશા એ પ્રત્યુત્તર આપ્યો “પ્રેમ લગ્ન થવા માત્ર થી જીવન સુખી થતું નથી.” ત્યાં તો વળી અમીશ બોલ્યો “ શું? કમી શું છે તને?”.... ને આ ચર્ચા એમ જ ચાલી. સમજુ ખરા પણ મૂળ તો પતિ-પત્ની ને! હા, સમજુ હતા એટલે ચર્ચા જરાક શાંતિ મય પૂર્ણ થઈ ને દિવસ બદલાયો...
બીજે દિવસે અનાયાસે આયેશા રાજીવને મળી, ‘રાજીવ’ એ આયેશાનો બાળપણ નો મિત્ર અને ગુરુ પણ કહી શકાય, કારણ કે એ જ્યાં પણ અટવાય ત્યાં રાજીવ ની સલાહ લે, આજે પણ એવું જ કઈ બન્યું, આયેશાએ રાજીવને બધી જ વાત જણાવી, ને રાજીવે સહજ ભાવે સ્મિત કરી કહ્યું “પાગલ, આમાં કઈ બીજાને પૂછવા કે ગભરાવા જેવું કઈ છે જ નઈ, તમે બંને એ રૂપિયા પાછળ આંધળી દોટ મૂકી છે એનું જ પરિણામ છે આ, લગ્નને બે-બે વર્ષ થઈ ગયાં પણ હજુ ય ઓફિસમાં ને ઓફિસમાં જ??? તું એક કામ અમીશ ને વાત કરી ક્યાંય વૅકેશન માણી આવ, ને પછી મળ મને....
ને તરત જ આયેશાએ અમીશને કોલ કર્યો, ને અમીશ?? થોડી આનાકાની બાદ એ પણ માની ગયો, ‘ને એ બંને ફરવા નીકળ્યા ]
એટલા ધનવાન હોવા છતાં બંને ગાડી જાતે ડ્રાઈવ કરીને જઈ રહ્યા હતા, બંને ખુબજ આનંદ અને ઉત્સાહ ભેર પોતાના પ્રવાસની મજા માણી રહ્યાં હતાં, રાત નો સમય હતો, રસ્તો સાવ સુમશાન હતો, પહાડી ઉપર જંગલ નો વિસ્તાર હતો, અને બંને પોતાની મસ્તી માં જ રસ્તો પસાર કરી રહ્યા હતા, ને ત્યાં જ તો એમની ગાડી અચાનક બંધ થઇ ગઈ, બંને એ ખુબ પ્રયત્ન કર્યો ગાડી ચાલુ કરવા, પરંતુ એમના અથાક પ્રયત્નો બાદ પણ ગાડી ચાલુ ન થઇ, મધ જંગલ માં પહાડી ઉપર જ્યાં મોબાઇલ નેટવર્ક નથી ત્યાં મિકેનિક મળવો તો જાણે અસંભવ જ હતું. એવામાં આશા ના કિરણ રૂપી બીજી એક ગાડી પાછળ થી આવતી દેખાઈ. બંને મનમાં એક તરફ મદદ મળવાની આશા વાળો હાશકારો હતો તો બીજી તરફ પોતે લુંટાવાનો ડર.....
ગાડી જેમ નજીક આવતી ગઈ એમ મુઝવણ એટલી જ વધતી ગઈ, હવે એ અજાણ ગાડી અમીશ અને આયેશાની બિલકુલ બાજુમાં આવીને ઊભી રહી, અને ગાડી ના ચાલકે ધીરેથી પોતાની તરફની બારી નો કાચ સહેજ એક નીચે કર્યો, ને એકદમ રાઉડી અંદાજ માં ચાલક બોલ્યો કહો તો લિફ્ટ આપી દઉં, ચાલકનો રાઉડી અંદાજ જોઈ બંને થોડું ખચકાયા, ને ખચકાતાં સ્વરે અમીશ બોલ્યો “ભાઈ તમે છો કોણ છો?” ત્યાં જ તો ગાડી ચાલક બોલ્યો “શું કરીશ તું મને જાણીને, હું કહીશ તો તું મને ઓળખીશ ખરો?”, વાત તો સાલી એ પણ ખરી હતી... પણ શું થાય? અમીશ અને આયેશા મજબૂર હતા, થોડી વાર બધા જ મૌન રહ્યા, ત્યાં જ તો ચાલક ફરી બોલ્યો “તમારી પાસે મારા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી આ જંગલમાં. મારી સાથે આવો તો તમને પણ આનંદ આવશે ‘ને મને પણ.” ચાલકના શબ્દો અમીશ સમજી શકતો ન હતો... એટલે એણે આયેશા સામે જોયું, આયેશાએ ઈશારામાં અમીશને કહ્યું ‘જેમ તમે ચાહો.’ પણ અમીશ કઈ જ નિર્ણય લઇ શકે એમ ન હતો. રાત નો સમય હતો, સાથે પત્ની ય હતી, જો ફસાઈ જાય કોઈ પીઠ બળ પણ નહિ, અમીશ કરે તો શું કરે? અમીશે ચાલકને જવા કહ્યું. ચાલકે ગાડી ધીમેથી આગળ ધપાવી, ‘ને આયેશા બોલી “એક તો સહારો મળ્યો ‘તો આ સુમશાન જંગલ માં એ પણ જવા દીધો?”
“ને એ કોઈ ગુંડો નીકળ્યો હોત તો?” અમીશે વળતો પ્રશ્ન કર્યો,
“પણ નીકળ્યો નહિ ને, જો, જો એ જતો રહ્યો, જો, જો એ જાય, જો એ ગુંડો હોત ’ને તો એ એમ જ ના જતો” આયેશા બોલી
ત્યાં જ તો ગાડી ઊભી રહી ગઈ ‘ને અમીશ ને બોલવાનો મોકો માર્યો “જો મારી વાહ્લી જો એ ઊભો રહ્યો, હવે શું કરીશ જો એ પાછો આવશે તો? કોને કહીશ હવે મદદ માટે?” અમીશ બોલ્યો.
“તમે છો ને આટલા મોટા” આયેશા બોલી.
“એ કેટલા હશે કોને ખબર? ‘ને હું એકલો” અમીશ બોલ્યો.
એમ તો અમીશ કરાટે માં ચૅમ્પિયન રહી ચૂકેલો છે, પણ આજે કદાચ એની પત્ની સાથે હોવાથી થોડો ડરે છે. અને એ સ્વાભાવિક પણ છે, બિચારો સ્વ-બચાવ કરે કે પત્ની નો બચાવ કરે કે શું કરે?
“કેમ?, કેમ ડરી ગયાં આજે? એમ તો કરાટે ચૅમ્પિયન છો ને” આયેશા બોલી.
“એમ વાત નથી ગાંડી, તું નહિ સમજે” અમીશે કહ્યું
હવે ગાડી ધીરે-ધીરે પાછળ આવતી હતી,
એ જોઈ બંને મુંજવાયા.
આયેશા બોલી “અમીશ, હવે શું થશે?”
“હું કહેતો હતો ગાર્ડસ ને સાથે લઇ લઇએ, ડ્રાઈવર લઇ લઇએ, પણ જો મારી એક પણ માને” અમીશ થોડા આકરા અવાજે બોલ્યો.
“તો તમે સમજાવતા મને” આયેશા ગભરાયેલ આવજે બોલી.
ને એટલા માં ગાડી ફરી હતી ત્યાં આવીને ઊભી રહી.
એકદમ ઘેરા અવાજમાં અંદરથી અવાજ આવ્યો “લગતા હૈ ઇન દૌનોકુ ઉઠાનાહી પડેંગા” ને અચાનક ગાડીનો બીજી બાજુનો દરવાજો ખૂલ્યો.
નોંધ: આગળ વાંચવા માટે બીજા અંકની રાહ જુઓ / ડાઉનલોડ કરો અને વાંચો.